________________
૩૨
પ્રબુદ્ધ જીવન
કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. ઉત્તર પ્રદેશમાં સશસ્ત્ર પેર્લીસ દળના બળવા ભાજનક છે. આ બનાવ આ પહેલા જ છે. લખનૌ યુનિવર્સિટીનાં તોફાનો માત્ર વિદ્યાર્થીઓનાં ન હતાં. સશસ્ત્ર પોલીસ દળના તેમને ટેકો હતો અને ઘણાં અરાજક તત્ત્વો તેમાં જોડાયાં હતાં. રાજકીય પક્ષો! અને આગેવાના પણ તેમાં સંડોવાયેલા હતા.
સદ્ભાગ્યે, મહારાષ્ટ્ર, ગુજરાત અને દેશના બીજા ભાગામાં ભીષણ દુષ્કાળ હતા તેને માણસ કે પશુધનના મોટા નુકશાન વિના, એકંદરે પાર ઊતર્યા છીએ પણ લોકમાનસ ઘણું અસ્થિર થતું જાય છે. સુખી વર્ગને પણ ભાવિની ચિન્તા કોરી ખાય છે.
આ પરિસ્થિતિ માટે સરકારને અથવા રાજકીય આગેવાનોને દોષ દઈએ તે ઠીક છે, પણ પ્રજામાનસ પલટાય નહિ ત્યાં સુધી આગેવાન કાંઈ જાદુ કરે એવી આશા ત્યર્થ છે. સામાન્ય તથા સામાજિક જવાબદારીનું ભાન આપણે ગુમાવી બેઠા અપ્રમાણિક તથા સ્વાર્થી વર્તન માટે ગમે તેટલાં બહાનાં આપીએ પણ પ્રજાકીય પુરુષાર્થ્ય અને ત્યાગભાવના વન આ કટોકટીમાંથી પાર ઊતરવું શકય નથી. પ્રજાના દરેક વર્ગ અને દરેક વ્યકિત અત્યારે પોતાનો જ સ્વાર્થ શેાધે છે. વેપારી હાય, મજૂર હાય, શિક્ષક હાથ, બુદ્ધિજીવી હાય, બધા પેાતાના હિતના જ વિચાર કરે છે. સમાજમાં જે કાંઈ સાત્ત્વિક બળા છે તે ક્રિયાશીલ અને ચેતનવંતાં થાય તે આ આધીને કાંઈક પહેોંચી વળીએ. ૧૦-૬-’૭૩
ચીમનલાલ ચકુભાઈ
પ્રકીણ નોંધ
મુકત (સ્વચ્છંદી) સમાજ
ઈંગ્લાંડમાં બે ઉમરાવા વેશ્યાઓ સાથે વ્યભિચાર કરતાં પકડાયા, બન્ને સામાન્ય વ્યકિત ન હતા. એક પ્રધાનમંડળમાં હતાં, બીજા લાં પ્રીવીસીલ અને ઉમરાવસભામાં સરકારના પ્રવકતાનો ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. એકની ઉમ્મર ૫૦ વર્ષની, બીજાની ૫૫. બન્ને પરણેલા અને અનેક સંતાનના પિતા. પ્રેક્યુમ પ્રકરણમાં, શરૂઆતમાં પ્રેફયુમે આમસભામાં જુઠ્ઠું બોલ્યા. પછી પકડાયા એટલે રાજીનામું આપવું પડયું. આ બન્ને ઉમરાવોએ પેાતે આવું વર્તન કર્યું છે એવું તુરત સ્વીકાર્યું અને રાજીનામું આપ્યું. જાહેર નિવેદનો કર્યા. લોર્ડ લેમ્બ તા બી.બી.સૌ. ઉપર મુલાકાત આપી. તેમને પૂછ્યું કે તેમણે આવું શા માટે કર્યું? જવાબ આપ્યું!: વિવિધતા (Variety) ખાતર. તેમણે ઉમેર્યું કે બીજા માણસે આવું વર્તન કરે તેને કાંઈ ઊહાપાહ થતા નથી, તો અમે કાંઈક ઉચ્ચ સ્થાને બેઠા છીએ તેથી આવા ઊહાપેાહ શા માટે? અમાસ ખાનગી જીવનને અને જાહેર જીવનને શું સંબંધ છે? આવાં બે પ્રકારનાં ધોરણ રાખવાથી જાહેર જીવનમાં ઉચ્ચ સ્થાન ભાગવતી વ્યકિતઓને ‘પૂતળા સંત' ( Plastic Saints )
સમાજ બનાવવા માગે છે? એમ કહેવાય છે કે બન્ને ઉમરાવાની પત્નીઓ અને સંતાને તેમના પતિ અને પિતાશ્રીને પડખે ઊભાં રહ્યાં છે. એ જ માર્ગે જવું હાય પડખે ઊભાં જ રહે ને ! આમસભાના સભ્યો અને જાહેર મત પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને પકડાઈ ગયા તે માટે તેમની દયા ખાય છે. લૉર્ડ લેબર્ટ, બે નગ્ન સ્ત્રીઓ વચ્ચે નગ્ન દશામાં સૂતેલા, તેના ફોટાઓ લેવાયા છે. લાડુ જેલીકોનાં આવાં અનેક પરાક્રમે છે. . આ વેશ્યાઓ પૂરું પાડવાનું ષમંત્ર ( CallGirl Racket) આંતરરાષ્ટ્રીય છે. તેમાં ઘણા ઉદ્યોગપતિઓ, રાજદૂત, જાહેર જીવનમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતી વ્યકિત સંડોવાયેલ છે. પૈસાની રેલમછેલ છે. વિલાસિતા કલ્પનાતીત છે.
વડા પ્રધાન હીથની એટલી જ ચિન્તા હતી કે આ બે ઉમરાવે મારફત દેશની સલામતી જોખમાય એવી માહિતી બહાર ગઈ નથી ને ?
તા. ૧૬-૬-૭૩
તેમના આવા વર્તન માટે કોઈને ખેદ નથી, ઠપકો આપવાની વાત દૂર રહી.
કેટલું સહેલું હશે? મુકત સમાજ (Permissive Society) ને નામે કેટલા સ્વચ્છંદ નિભાવી લેવાય?
આ બધું . સ્વાભાવિક છે, લગભગ આવકારદાયક છે, એવું વાતાવરણ છે.
જાહેર જીવન અને ખાનગી જીવન વચ્ચેના આ ભેદ ખતરનાક છે. વ્યભિચારી, દારૂડિયા, કેફી દવાઓ લેવાવાળા (લૉર્ડ લેમ્બર્ટ પાસેથી કેફી દવાઓ। નીકળી) જાહેર જીવનમાં ઉચ્ચ સ્થાન ભાગવી પ્રજાનું હિત કરી શકે? જેનાં ચિત્ત ભમી ગયેલાં છે, જે ચારિત્ર્યહીન છે, જેને પેાતાના વર્તન ઉપર સંયમ કે કાબૂ નથી, તેવી વ્યકિતઓ સમાજમાં આગેવાન થાય તેથી કેટલું અનિષ્ટ થાય તેનું વર્ણન કરવાની જરૂર નથી. કોષ્ઠ જનો કરે તે પ્રમાણે સામાન્ય જન વર્તેઉપરના સડા બધે વ્યાપે.
આ બધું પાપ વધારેપડતી સમૃદ્ધિનું છે. વ્યકિત કે પ્રજા, સમૃદ્ધિ વધે ત્યારે ભાગવિલાસમાં ડૂબે અને છેવટ નાશ પામે. આવી પરિસ્થિતિને, સ્વતંત્રતા કે વ્યકિતગત સુખને નામે ગમે તેટલા બચાવ કરવામાં આવે, પરિણામે વિનાશ છે. માણસમાં નિર્બળતા તા છે જ-ખાસ કરી કામવિકાર અંગે, જે અતિ પ્રબળ છે. પણ માણસ તેને વશ થાય ત્યારે શરમ અનુભવે, અભિમાન નલે અથવા બચાવ ન કરે.
આપણે ત્યાં પણ, ખાસ કરીને શહેરોમાં અને પૈસાદાર લોકોમાં આવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. હાટલામાં, કબામાં, રાત્રિલબેમાં કંબરે વગેરે અનેક સ્થળેા આવા અખાડા થતા જાય છે. ગર્ભપાત
ઈંગ્લાંડમાં. ૧૯૬૯માં ગર્ભપાતનો કાયદો હળવા બનાવ્યા ત્યાર પછી ગર્ભપાતની સંખ્યા ખૂબ વધતી રહી છે. ૧૯૬૯માં અંદાજે ૫૦,૦૦૦ ગર્ભપાત થયા હતા તે ૧૯૭૨માં વધીને ૧,૫૬,૭૧૪ થયા છે. દર વર્ષે વધતા રહ્યા છે. આમાં ખેદની વાત તો એ છે કે લગભગ ૨૦,૦૦૦ ગર્ભપાત ૨૦ વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓના હતા, જેમાં ૬૨૫ પંદર વર્ષથી પણ ઓછી ઉંમરની હતી અને ૧૨૯૩ ને એક બાળક પણ હતું. જ્યારે ૩૪૭કન્યાઓને માટે આ બીજો ગર્ભપાત હતા. આ રજિસ્ટર થયેલ ગર્ભપાતની સંખ્યા છે. બીજા ત કેટલા હશે કોણ જાણે. આશ્ચર્ય તો એ છે કે ગર્ભનિરોધનો જોરશેરથી પ્રચાર થાય છે અને તે માટે બધા સાધનો ઉપલબ્ધ છે, પૂરાં પાડવામાં આવે છે અને બહેોળા પ્રમાણમાં ઉપયોગ છે છતાં આટલી મેાટી સંખ્યાના ગર્ભપાત થાય છે.
અનિવાર્ય સંજોગામાં, સ્ત્રીની શારીરિક રક્ષા માટે ગર્ભપાત કરવા પડે તે એક વાત છે અને વિલાસના પરિણામથી બચવા ઈરાદાપૂર્વક ગર્ભપ્ત કરે તે બીજી વાત છે. ગર્ભપાતથી સ્ત્રીના શરીરને અને મનને કેટલી હાનિ અને આધાત થાય છેતે વિશે ડૉકટરોએ ગંભીર ચેતવણી આપી છે. આપણે ત્યાં પણ આ પવન જોરથી ફકાય છે. હિંમતભર્યું પગલું
પશ્ચિમ જર્મનીના ચાન્સેલર વીલી બ્રાન્ટ આદર્શવાદી નીડર
નેતા છે. તેઓ ચાન્સેલર થયા પછી યુરોપમાં શાન્તિ સ્થાપવા તેમણે એક પછી એક હિંમતભર્યા પગલાં લીધાં છે. વાસ્તવિકતાને પિછાની જર્મનીના ભાગલા સ્વીકાર્યા અને પૂર્વ જર્મની સાથે શાન્તિ કરાર કર્યા. પેાલાન્ડ સાથે સરહદી ઝઘડા હતા તે મિટાવી ઓડરનીસી સરહદ કાયમ કરી. પરાપૂર્વના દુશ્મન રશિયાના વડા બ્રેઅનેવને પશ્ચિમ જર્મની આવવા આમંત્રણ આપી જર્મની અને રશિયા વચ્ચેના સંબંધા મૈત્રીભર્યા કર્યા. આ રીતે બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થયેલ ઠંડા યુદ્ધના છેવટ તેમણે અંત આણ્યો. હવે એથી પણ હિંમતભર્યું
2.