________________
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જીવન
'પ્રબુદ્દ જૈન'નું નસકરણ વર્ષ ૩૫ : અંક: *
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૦-૪૦ પૈસા
મુંબઇ, જૂન ૧૬, ૧૯૭૩ શનિવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શલિંગ : ૧૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
વર્તમાન પરિસ્થિતિ
卐
ચારે તરફ નજર કરીએ તે લોકોમાં ઘેરી ચિન્તા અને ભારે નિરાશા જણાય છે. આવી લાગણી કોઈ એક વર્ગમાં જ છે. એમ નથી. ગરીબ કે તવંગર, માલેક કે મજૂર, શિક્ષક કે વિદ્યાર્થી, બધા વર્ગો એક યા બીજા સ્વરૂપે આવી ચિન્તા કે નિરાશા અનુભવે છે. આ પરિસ્થિતિ માટે વાસ્તવિક કારણેા છે, પણ બાહ્ય કારણા ઉપરાંત તેનાં મૂળ જોઈએ તો માનસિક કારણેા છે. એક રીતે જોઈએ તેમ દુનિયાના બધા દેશોમાં વધતેઓછે અંશે, આવી પરિસ્થિતિ પ્રવર્તે છે. સમૃદ્ધ દેશે! છે તેને સમૃદ્ધિમાંથી પરિણમતી પીડાએ મૂંઝવે છે, ગરીબ દેશેાની પીડાઓ જુદા પ્રકારની છે.
આપણા દેશની વર્તમાન પરિસ્થિતિ માટે પહેલાં વાસ્તવિક કારણે તપાસીએ. રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે એવા બનાવા બનતા રહ્યા છે કે ઉત્તરોત્તર પરિસ્થિતિ વણસતી રહી છે અને કાં જઈ ટકશે તે કહેવાય નહિ.
૧૯૭૧માં લોકસભામાં અને ૧૯૭૨માં રાજ્ય વિધાનસભાઓમાં શાસક પક્ષને માટી બહુમતી મળી ત્યારે એવી આશા બંધાઈ હતી કે હવે સ્થિર રાજ્યતંત્ર થશે. બે વર્ષના ગાળામાં બધું પલટાઈ ગયું છે. શાસક પક્ષની નામની બહુમતી રહી છે પણ તેના આંતરિક વિખવાદાએ પક્ષની બધી નિર્બળતાઓ ઉઘાડી પાડી છે. ઈન્દિરા ગાંધીના પ્રભાવ ઝાંખા થતા જાય છે. આ માનસિક વલણ છે. એક વખત લોકલાગણી પલટાવી શરૂ થાય પછી સાનું પણ કીર થઈ જાય. અલબત્ત, હજુ ઈન્દિરા ગાંધીની હરીફાઈ કરી શકે કે તેમની સત્તાને પડકારી શકે એવું કોઈ નથી. છતાં, શાસક પા ઉપર પણ તેમનો પ્રભાવ હતો તે ઓછા થયા છે. તેમની આસપાસ હજુરિયા છે. પ્રભાવશાળી વ્યકિતએ નથી. કોઈ આગેવાન, પોતાની સત્તા બિનહરીફ કરવા પ્રયત્ન કરે ત્યારે, પોતે પણ નિર્બળ થાય છે, તેની આસપાસનાં પણ નિર્બળ થાય છે. તેને કોઈના ટકો રહેતા નથી. બધી સત્તા પેાતાને હસ્તક કરે ત્યારે બધી જવાબદારી પણ એક જ વ્યકિતની થાય છે. બીજાને જવાબદારી લાગતી નથી. કેટલાંક રાજ્યોમાં પેાતાના પ્રતિનિધિએ! મુખ્ય મંત્રી તરીકે નિયુકત કર્યા. આ પગલાનાં પરિણામે હવે દેખાય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, ગુજરાત, મહિન્નુર ! દરેક રાજ્યમાં શાસક પક્ષમાં ભયંકર જૂથબંધી અને એકબીજાના પગ ખેંચવાની રમત જોરથી ચાલી રહી છે. કોંગ્રેસનું વરિષ્ઠ મંડળ પણ કોઈ એવી ભેદી નીતિ અપનાવી રહ્યું છે કે એમ લાગે કે આવી જૂથબંધીને અંત લાવવા તે ઈંતેજાર નથી, પણ કદાચ, તેને પેાતાની સા! ટકાવી રાખવાનું સાધન માને છે. ઉત્તર પ્રદેશમાં આ લખાણ છપાય તે પહેલાં કદાચ રાષ્ટ્રપતિનું શાસન આવ્યું હશે. ગુજરાતમાં અંતિમ દાવ ખેલાઈ રહ્યો છે. બિહારમાં જે નાટક ભજવાઈ ગયું તે શરમજનક હતું. પણ બધે થીંગડાં મારી ગાડું ગબડાવવાની વૃત્તિ દેખાય છે. સડેલું કાપી નાખવાની
@
હિંમતનો અભાવ છે. ગમે તે ભાગે બહુમતીને દેખાવ ટકાવી રાખવાથી અંતે લાભ નથી. પક્ષમાં મોટી સાફસૂફીની જરૂર છે. પક્ષની નીતિને નિષ્ઠાપૂર્વક સ્વીકારે તેવાને જ પક્ષમાં રાખવા—પછી ભલે સંખ્યા ઘટી જાય- અંતે આવી નીતિ જ લાભદાયી થાય. અત્યારે તો એમ લાગે છે કે અસ્થિરતા વધતી રહેવાની છે. બંગાળ, બિહારમાં તે રાજકીય ખૂને! ઉઘાડેછોગ થાય છે. અસામાજિક તત્ત્વોનું જોર ખૂબ વધ્યું છે. રાજકીય આગેવાનો આવાં તત્ત્વોનો આશ્રય લે છે. તામિલ નાડુમાં ડીડીંગલની ચૂંટણીનું પરિણામ સૂચક છે. શાસક પક્ષ ત્યાં કોઈ પગદંડો કરી શકયો હાય તેમ જણાતું નથી. અન્ના દ્રમુકને વિજય કોઈ ઉચ્ચ નીતિ અથવા ચારિત્ર્યશીલ આગેવાનીનું પરિણામ નથી. વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે પ્રજાના ગંભીર અસંતષનું જ પરિણામ છે
આર્થિક ક્ષેત્રે આથી પણ વધારે ચિન્તાજનક સ્થિતિ છે. મેઘવારીએ માઝા મૂકી છે. જીવનની જરૂરિયાતની વસ્તુઓના ભાવ કૂદકે ને ભૂસકે વધે છે. ફુગાવા અમર્યાદ વધી રહ્યો છે.આર્થિક પરિબળો ઉપર સરકારને કાબૂ નથી. ઘઉંના જથ્થાબંધ વેપાર સરકારે હસ્તક કર્યો તેમાં મુસીબતો ઊભી થઈ છે. તે પાર કરી નહિ શકે તો મોટી કટોકટી સર્જાશે. સરકારનું બધું વલણ વધુમાં વધુ સરકારી નિયંત્રણો અને મેટી કંપનીએ અથવા ઉદ્યોગા સરકાર હસ્તક કરવા તરફ છે. વહીવટી અક્ષમતા અને લાંચરુશવત, આ નીતિને સફળ થવા દેતાં નથી, પણ સરકાર આ નીતિને તજી દે એ આશા વેપારી આલમ રાખતી હોય તો વ્યર્થ છે. આ માર્ગે સરકાર વધારે આગળ જશે એમ હું માનું છું- પરિણામ ગમે તે આવે.
વિખ્યાત અર્થશાસ્ત્રી એડમ સ્મિથને ૨૫૦ વર્ષ થયાં તે પ્રસંગે આગેવાન અર્થશાસ્ત્રીએ ભેગા થાય છે. સ્મિથે મૂડીવાદ માટે અńશાસ્ત્ર પુરું' પાડ્યું. કોઈ પણ સરકારી નિયંત્રણ વિના મુકત વ્યાપાર અને આર્થિક બળોન મુકત વ્યવહાર (Free play of Economic forces), સમૃદ્ધિનું કારણ માન્યું. એડમ મિથ આજે હાય તો શું કરે એવા પ્રશ્ન લંડનના પ્રખ્યાત સાપ્તાહિક ‘ઈકોનોમિસ્ટ” કર્યો છે અને લખે છે;
Adam Smith might well call for the roll-back of state intervention. He would also call for the elimination of restrictive practices of organised labour. Politically, these solutions will not be acceptable today, short of a new world slump. Yet the alternative is an inexorable slide further unto state intervention and Control, which ultimately solves nothing. The world's leaders face an agonising choice between these alternatives.
રાજકીય અને આર્થિક ક્ષેત્રે આવી ચિંતાજનક સ્થિતિ છે ત્યારે બીજા ક્ષેત્રે સારું નથી, જનમાનસમાં હિંસા વધતી રહી છે.