SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મહ પ્રબુદ્ધ જીવન ઉદાસીનતા, તમન્ના ✩ ઔદ્યોગિક ક્રાન્તિ પછી મનુષ્ય જે રીતે યાંત્રિક અને યંત્રવત જીવનમાં ફસાય તે રીતે અગાઉ કદી ફસાયો નહોતો. અગાઉ માનવીના જીવનમાં કોઈ સમસ્યાઓ આવે તે પ્રેમ અને ઈચ્છાશકિતના હથિયાર વડે તે સમસ્યાઓ ઊલી જતી. હવે તા આ પ્રેમ અને ઈચ્છાશકિત જ સમસ્યારૂપ બની ગયાં છે, પછી તે આપણા આધુનિક જીવનની સમસ્યાને કયાંથી ઉકેલી શકે ! આપણી ફિકરના વિષય વધી પડયા છે. એકબીજાને આપણે વળગી રહ્યા છીએ અને મન મનાવીએ છીએ કે આ વળગણ એ જ પ્રેમ છે. આપણી ઈચ્છાશકિતને બુઠ્ઠી કરી નાખવા માંડયા છીએ. કોઈ એક વિચારકોણી, કોઈ એક ચીજ કે કોઈ એક સંબંધ સ્વીકારી લેશું તે બીજી વિચારશ્રેણી, બીજી ચીજ કે બીજો સંબંધ ગુમાવી બેસીશું તેવા સતત ભય આપણને રહે છે. તે ભયને કારણે પ્રેમ અને ઈચ્છાશકિતનાબૂદ થતાં જાય છે. પ્રેમપૂર્વક વર્તન કરવાનું ઘણું મન થાય છે અને ઈચ્છાશકિત વાપરવાની ઘણી હોંશ હોય છે, છતાં લાચાર બની જઈએ છીએ ત્યારે અંતે એક પ્રકારની ઉદાસીનતા છવાઈ જાય છે. આ ઉદાસીનતાએ આ જમાનાના ભયંકર રોગ છે. રસ્તે ચાલ્યા જતા માનવી ઉપર નજર નાખો. આસપાસના વાતાવરણથી અલિપ્ત રહીને તે ચાલ્યા જતા હોય છે. ઘણી સપાટી ઉપર રંગ જ લાગતા નથી. આવી રંગ ન લાગે તેવી સપાટી લઈને માણસ ફરે છે. “એવું તો બન્યા જ કરે” એવા ઉદ્ગાર મારામારી માટે કે ખૂનના બનાવ માટે તે કાઢશે. દસકા પહેલાં બુદ્ધિજીવી વર્ગને એક સામાન્ય ઉદ્ગાર રહેતા “કટાળા આવે છે - ‘બાર' થઈ ગયા છીએ.” આ પ્રકારનું ખાલીપણૢ ભરવા માટે કે કંટાળાને મારવા માટે નિતનવા મનોરંજનના માર્ગો શેાધાય. એ માર્ગો જ હવે કંટાળે આપવા લાગ્યા છે. ફરી પાછેા માનવી પોતાને ખાલી ને ખાલી અનુભવે છે. આ ખાલીપણું ઝાઝા વખત ટકે તે સારું નથી. માણસ તદ્દન ખાલી રહી શકે નહિ. માનવી ગતિશીલ છે. તેને કોઈ વસ્તુ તરફ ગતિ કરતા રહેવાનું મન રહે છે. જ્યારે ખાલીપણૢ માનવીને ઘેરી વળે અને તેને કાંઈ કરવાનું ન રહે ત્યારે અંતે તે ાંસાત્મક પ્રવૃત્તિ તરફ વળે છે. આ ખાલીપણું આવવાનું એક કારણ છે. માનવીને લાગે કે હવે તેનાથી કઈ ઊપજવાનું નથી, આ દુનિયા તેનાથી બદલાવાની નથી, તેની શકિતઓની અજમાયશ માટે કોઈ ક્ષેત્ર નથી, પોતે અસરકારક રીતે જીવી શકે તેમ નથી, ત્યારે તે ધીરેધીરે અંદરથી ખવાતો જાય છે. તેને લાગવા માંડે છે કે તે શકિતહીન બનત જાય છે, તે ક્ષીણ બનતા જાય છે. પેાતાના જીવનને પોતાનાં મૂલ્યના સહારે જ તે લાવી શકતા નથી. પોતાના પ્રત્યેના અન્ય લોકોના વલણને બદલવા માટે તે અક્ષમ બની જાય છે. થોડો સમય તેને ધૂંધવાટ રહે છે. કોઈ વખત અર્થહીન બળવા પણ કરે છે અને અંતે તે નાસીપાસ થાય છે. આવું થયા પછી તને લાગે છે કે તેની ઈચ્છાએ, તમન્નાએ કે લાગણીના કોઈ અર્થ નથી. તેનું ઉદાત્ત ધ્યેય હાય કે તે ભ્રષ્ટાચારી હોય તેનાથી દુનિયામાં કાંઈ તફાવત પડવાના નથી તેવું વિચારવા લાગે છે. એટલે પછી પોતે પોતાની વિચારોણી છેાડી દે છે. લાગણીઓને ‘લાગણીવેડા' નામ આપીને તેને તિલાંજલિ આપે છે. આમ એ ઉદાસીન બની જાય છે. ઘણી વખત તેની સામેની સમસ્યાઓને ઉકેલી ન શકે અગર ચિંતાને ભાર ઉપાડી ન શકે ત્યારે માનવી ઉદાસીન બની જાય છે. એ પછી કુટુંબના, સમાજના, દેશના કેવિશ્વના બનાવે તેને અસર કરતા નથી. ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ'માં છપાયેલા એક સમાચાર કહે છે કે ન્યૂ યોર્કના એક બગીચામાં એક મહિલાને એક જવાન માણસે ઘી ! ત્રણ ઘા કર્યા તા . સ્ત્રી મરી નહિ ત્યારે ફરીથી મહિલાને છૂરી ઘાંચવા લાગ્યા ત્યારે બગીચામાં લટાર મારતા ૩૮ જેટલા સગૃહસ્થાએ શાંતિથી આ ખૂની કૃત્ય નિહાળ્યા કર્યું. “વચ્ચે પડીને નાહકની ઉપાધિ કોણ વહારે” એવું વલણ રાખીને સૌ ઠંડે કલેજે પોતપોતાની સૃષ્ટિમાં વિહરતા હતા! મુંબઈમાં જૂહુના દરિયાકિનારે એક ધનવાન સ્ત્રીનું મડદું પડયું હતું ત્યારે જાણીતા ફિલ્મ અભિનેતા શ્રી બલરાજ સહાનીએ તે મડદા અંગે કંઈક લાગણી બતાવીને પોલીસ સ્ટેશને ખબર તા. ૧૬-૫-૭૩ અને ચિંતા કરવાના ઉત્સાહ બતાવ્યો ત્યારે તેના ઘણા મિત્રો અને સંબંધીઓએ તેમને રોકયા હતા, “શું કામ પંચાતમાં પડે છે?” લંડનની એક બહમાળી ઈમારતના વચલા ભાગે ઈમારતની બહારની સાંકડી પાળીને પકડીને એક યુવાન અઘ્ધરવાસે ટીંગાઈ રહ્યો હતો. તેના હાથ છટકે તા નીચે પટકાઈ પડે અને એટલી ઊંચાઈથી પડે તે તે બચનાર નહોતા. છતાંય નીચેથી આ દશ્ય જોનારાએ કહ્યું કે “એ છેકરો પાગલ છે” ત્યારે એ છેાકાના પાળીને ચીટકી રહેવાના મરણિયા પ્રયાસની સૌ મજાક ઉડાવતા હતા ! લંડનના ‘ટાઈમ્સ’ અખબારે એક અહેવાલ આપ્યો તે મુજબ લંડનમાં એક સ્ત્રી ઉપર બે જણાએ બળાત્કાર કર્યો, ત્યારે ચાળીસ મણસાનું ટોળું શેરીમાં એકઠું થઈ ગયું, પણ કોઈએ બળાત્કાર કરનારને હાથ સરખા ય લગાવ્યો નહિ . અને એ ધૃણાસ્પદ દશ્ય જોયા કર્યું ! ઉપરના જેવા ઘણા કિસ્સા ટાંકી શકાય. માત્ર સ્થૂળ બનાવોની દૃષ્ટિએ જ નહિ પણ આપણા પોતાના નિકટનાં સંબંધીઓની હાજરી કે ગેરહાજરી અંગે આપણે બહુ નિર્લેપ બનતા જઈએ છીએ. પ્રેમની ઉષ્મા ઓછી થઈ ગઈ છે. કેરીની મેસમ આવવાની આપણે રાહ જોતા નથી. સુંદર પાકેલી કેરી ખાવા માટે મળે તે આપણા રાજીપો વધી જતા. હવે આ રાજીપા કર્યાંય દેખાતા જ નથી. આપણે કોઈ અદ્ભુત દુનિયાને જાણે અનુભવીને આવ્યા હોઈએ તે રીતે કોઈ આનંદ કે ઉત્સાહ આપનારી ચીજ આપણને હવે આનંદિત કે ઉત્સાહિત કરી શકતી નથી. આ ઉદાસીનતા ખતરનાક ચીજ છે. એ એટલા માટે કે પ્રેમ અને ઇચ્છાશકિત સાથે ઉદાસીનતાના સંબંધ છે. આપણે ‘પ્રેમ’ની વિરુધ્ધના શબ્દ માટે ‘ધિક્કાર’ શબ્દને મૂકીએ તે સાચું નથી. ‘પ્રેમ’ની વિરુદ્ધને શબ્દ ‘ઉદાસીનતા’ છે. એ રીતે ઇચ્છાશકિત ની વિર બંને શબ્દ ‘દુિધા' નહિ પણ આપણી લાગણીહીનતા' છે. તો શું અત્યારે તમામ લોકો ઉદાસીન બની ગયા છે? સાવ ભૂંસાડિયે જ વળી જવાના છે? ભાવિ ધૂંધળું બની જવાનું છે? ના, આવું બની શકે નહિ. માનવીની તમન્ના જાગતી રહે ત્યાં સુધી વાંધો નથી. તમન્નાના છાંટોય નહિ રહે ત્યારે મરેલી ચેતના જાગતી નથી. માણસ ગમે તેટલા ઉદાસીન હાય કે થાકેલા હાય ૉય તેનામાં કયાંક થેડીક તમન્ના છપાઈ રહેલી હોય છે. આ તમન્ના દ્વારા માણસ તેની આસપાસની પરિસ્થિતિને ધ્યાનથી નિહાળે છે. તમના એ એક પ્રકારનું ધ્યાન છે અને એ ‘ધ્યાન’ પરોવાય છે ત્યારે માનવીને લાગે છેકે “ના, હું સાવ અશકત નથી, હું કશુંક કરી શકું છું.” આમ ખરેખર તો માનવી થાકથી થાકે તેવા નથી. મોટે ભાગે થાકી જાય ત્યારે જ તે નવી તાજગી અનુભવીને ફરીથી એકવાર તેની સમસ્યા ઉપર આક્રમણ કરે છે. પછડાટ એ ઉત્થાન માટેનું પગથિયું બની જાય છે. પરંતુ તમન્નાને જગાડવી તે જોઈએ જ. માણસની તમન્ના જોરદાર હશે તો તે ગમે તેટલા હારેલેા અને થાકેલા હશે તો પણ તેનામાં એક નવી તાકાતને અનુભવ કરશે. આ તમન્નાને કારણે જ માનવી અન્ય પ્રાણીઓથી અલગ પડે છે. આ તમન્નાના ધખારાને કારણે તે કોઈ પણ પરિસ્થિતિથી ઉપરવટ જઈ શકે છે. અહીં એક વાત નોંધવી ઘટે કે તમન્નાનું રૂપાંતર આતુરતામાં થઈ જવું ન જોઈએ. માણસ વધુ પડતી તેમના રાખે ત્યારે તે ચિંતામાં ફેરવાઈ જાય છે. ચિંતાના કારણે માણસની દષ્ટિ ધૂંધળી બની જાય છે અને તેની શકિતના હ્રાસ થાય છે. જ્યારે આપણે અત્યંત ચિંતાતુર હોઈએ છીએ ત્યારે કઈ આયોજન કરી શકતા નથી, આશાવંત બની શકતા નથી અને સર્જન પણ કરી શકતા નથી. ચિંતાતુર માણસ પ્રેમ પણ કરી શકતા નથી અને તેની ઇચ્છાશકિત પણ નાબૂદ થઈ જાય છે. આમ ચિંતાને કારણે આપણે ઉદાસીનતા દૂર કરવા માટે જે આખરી હથિયાર શાધ્યું તે હથિયાર પણ નાકામિયાબ બની જાય છે. કાન્તિ ભટ્ટ આ વખતે આઠ જ પાના કેમ? સ્ટેટ્સ પીપલ પ્રા. લી. માં આપણે પ્રબુદ્ધજીવન છપાવીએ છીએ ત્યાંની આંતરિક પરિસ્થિતિને કારણે બાર પાના સમયસર થવાની શક્યતા નહિ હોવાથી આ વખતે આઠ જ પાના પ્રગટ કરવા પડે છે.—તંત્રી માલિક શ્રી મુંબઇ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી.. પી. રોડ, મુંબઈ-૪. ટે નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પૅસ, કોટ, મુંબઈ-૧. —
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy