SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તો, ૧૬-પ-૭૩ પ્રબુદ્ધ જીવન ૧૦. --- - -- કોઈકે તેમને પૂછયું; “તમે કવિ હોવા છતાં રાજકારણમાં ગયા એથી તમારી કવિતાને અસર નહીં પહોંચે?” દિનકરે તેના ઉત્તરમાં કહ્યું: ‘ના, કારણ કે મારો આત્મા સાહિત્યના અમૃતકોષમાં વસે છે. દિનકરની સૌ પ્રથમ કવિતા ૧૯૨૪ની આસપાસ છપાઈ હતી. એ જોતાં તેમના કવિજીવનની અર્ધશતાબ્દી પણ આ અરસામાં જ હોઈ શકે અને કવિ તરીકેની પચાસ વરસની સાધનાને પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠે આપ્યો એમ કહીએ તે પણ અતિશયોકિત ન કહેવાય. દિનકરની કવિતા “લાઉડ’ કહીએ એ પ્રકારની છે. આપણને મેધાણીની યાદ આવે એવી ભાષા અને એવા મિજાજ સાથે દિનકર હિંદી કવિતાના ક્ષેત્રે પ્રવેશ્યા હતા. એ વેળા છાયાવાદી કવિતાની બાલબાલા હતી ; તેને પ્રભાવ તો દિનકર પર પડયે જ, પણ સાથે સાથે રવીન્દ્રનાથને પ્રભાવ પણ દિનકરે ઝીલ્યો. ૧૯૨૯માં તેમનું સૌપ્રથમ કાવ્યપ્રકાશન ‘પ્રણભંગ' પ્રગટ થયું. ૧૯૩૫માં “ રકા” પ્રગટ થયું અને દિનકરને હિંદીભાષી જગતમાં સ્વીકૃતિ મળી ગઈ. ૧૯૩૯માં હુંકાર” પ્રગટ થયું: ‘હિલે આપ્સક મૂલ, હિલે રાકી છો ટા જ પા ન હિ લે, મેઘરમેં બજે રાગિની અબ તે હિંદુસ્તાન હિલે.’ જેવી કવિતાઓ દ્વારા હુંકાર' તરત જ કાવ્યપ્રેમીઓના હૃદયમાં વસી ગયો. રાષ્ટ્રીયતાની ભાવના એમની કવિતામાં અટલ રહેવા પામી છે. ભાગલા, કોમી વિદ્વેષ વગેરે મેલથી દૂષિત થયેલી ભૂમિને એ સંબોધે છે: શંકાકી યહ આગ નહીં કયાં બુઝ પાયેગી? દેશેકી દીવાર તેડ તુમ જી ન સકોગે? ફૈલ રહા હૈ જહર તુમ્હારા જે ધરતી પર રાષ્ટ્રદેવતા! ઉસે પુન: તુમ પી ન સકોગે? ' રાષ્ટ્રીયતામાંથી આંતરરાષ્ટ્રીયતા તરફની ગતિ આ પંકિતઓમાં જોવા મળે છે. સંકુચિતતાઓને અતિક્રમી જવાની ભાવના આ કવિમાં પ્રબળ બનતી જોઈ શકાઈ છે. ભારતીય ગણતંત્રના જન્મને એમણે જે ભાષામાં આવકાર્યો છે, એ કાનમાં સતત ગુંજયા કરે એવે છે: ‘સબસે વિરોટ જનતંત્ર જગતક એ પહુંચા તેંતીસ કોટિ-હિત સિંહાસન તૈયાર કરે, અભિષેક આજ રાજાક નહીં, પ્રજાકી, હું, તે તીસ કોટિ જનતા કે સિર પર મુકુટ ધરો.” ૧૯૬૨માં જયારે ચીનનું આક્રમણ થયું ત્યારે પણ આ કવિ પોકારી ઊઠયા હતા: હમેં ચાહીએ કર્મગીત ઉન્માદ, પ્રલયકો અપની ઊંચાઈ સે – કૂછ ઔર બડા હે. દિનકરને વિચાર આધુનિક કવિતાના સંદર્ભમાં કરીએ તો કદાચ તેમની ઘણી બધી રચનાઓ સામયિક સ્વરૂપની લાગે; પણ આ સામયિક સ્વરૂપની રચનાઓના માર્ગે થઈને આ કવિ ‘રમિરથી” કે “ઉર્વશી” જેવી કૃતિઓ નીપજાવે છે, એ વાતને કેમ ભૂલી શકાય? ‘ઉર્વશી' માટે એમને જ્ઞાનપીઠનું પારિતોષિક મળ્યું છે. અહીં એમણે પુરુરવા અને ઉર્વશીના પ્રેમની જ વાત નથી કરી, પણ રાણીને પ્રેમ, અપ્સરાને પ્રેમ, માતાને પ્રેમ વગેરે નારી-પ્રેમના જુદા જુદા સ્તરોને ઉપસાવ્યા છે. રવીન્દ્રનાથની “ વિશ્વેર પ્રેયસી’ અને ‘અપૂર્વ શેભના” ઉર્વશી દિનકરની કવિતામાં આવે છે ત્યારે– ‘નહીં, ઉર્વશી નારિ નહીં, આભા હૈ નિખિલ ભુવનકી રૂપ નહીં, નિષ્કલુષ કલ્પના હૈ સૂષ્ટો કે મનકી.” દિનકરને કર્ણ દુર્યોધનને યજ્ઞ છોડી જયેષ્ઠ પાંડવનું સ્થાન લેવાના કુતિના નિમંત્રણને આ રીતે ઠુકરાવે છે: “હા સુકા ધર્મ કે ઉપર છાવર હું મેં ચઢા હુઆ નૈવેદ્ય દેવતક હું; અપિત પ્રસૂન કે લિયે ન લલચીએ પૂજા કી વેદી પર મત હાથ બઢાએ.' | દિનકરને કાવ્યને આદર્શ સ્પષ્ટતા છે. એ કહે છે “હું સૌંદર્ય કરતા સુસ્પષ્ટતાને વધારે ચાહક છે, આમત જોડે કદાચ આધુનિકતાના સમર્થકો સંમત ન થાય; પણ દિનકર આ સ્પષ્ટતાને વધુ સુગમ કરે છે, આ શબ્દોમાં: ‘હું ભાવેની સ્વચ્છ અનુભૂતિ માટે કેટલા સમય સુધી સમાધિમાં રહી જાઉ છું; જયાં સુધી મને વિશ્વાસ ન બેસે કે હું ભાવેને બરાબર સમજી ગયો છે, ત્યાં સુધી રચનાને આરંભ કરતે નથી.’ અન્યત્ર એ કહે છે : અજિને વાચક અનુભૂતિની સચ્ચાઈ પહેલા માગે છે, અભિવ્યકિતની સજાવટને સવાલ પછીથી કરે છે.” દિનકરને આ કાવ્યદર્શ એમની કવિતાને સમજવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. દિનકરે કવિતા સિવાય કાવ્યવિવેચન પણ લખે છે, અને એથીએ વધારે મહત્ત્વાકાંક્ષી કૃતિ છે એમનું સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ નામનું પુસ્તક. આ પુસ્તક માટે તેમને પોતાને અનુરાગ આ શબ્દોમાં જોઈ શકાય છે: 'મારું મુખ્ય ક્ષેત્ર સાહિત્ય છે, પણ આટલે શ્રમ લઈ મેં બીજું કોઈ પુસ્તક લખ્યું નથી. મારી કોઈ કૃતિ વાંચવા મેં કોઈને અનુરોધ કર્યો નથી, પણ આ વાંચવાને સૌને અનુરોધ કરું છું.” ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાયમાં ભારતીય સંસ્કૃતિની ચાર મહાન ક્રાંતિએની વિગતે ચર્ચા કરાઈ છે; આ ક્રાંતિએ દિનકર આ પ્રમાણે ગણાવે છે: (૧) જયારે આર્યો ભારતમાં આવ્યા અને ભારતની આપેંતર જાતિઓના સંપર્કમાં મુકાયા ત્યારે પ્રથમ કાંતિ રચાઈ. (૨) મહાવીર અને બુદ્ધો સ્થાપિત ધર્મ અને સંસ્કૃતિ સામે વિદ્રોહ કર્યો, (૩) ઈસ્લામ ભારતમાં આવ્યો, (૪) ભારત પશ્ચિમની સંસ્કૃતિના પરિચયમાં મુકાયા. - હિંદી ભાષામાં આ પ્રકારનું આ અપૂર્વ પુસ્તક છે. એમાં દિનકરના ગઘની સહજતા અને સરળતા જોઈ શકાય છે. આ કૃતિ માટે તેમને સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. દિનકરને કોઈકે પૂછયું: ‘તમારી પ્રિય રચના કઈ ?” દિનકરે તેને સરસ ઉત્તર આપ્યો હતે : ‘મારી પ્રિય રચના હજી લખાઈ જ નથી. જયારે હું રિલ્કના ભાવને તુલસીની ભાષામાં લખી શકીશ ત્યારે મારી જાતને સિદ્ધ કવિ માનીશ.' હરીન્દ્ર દવે સંઘ સમાચાર સાહિત્યમાં હાસ્ય અને વ્યંગ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે, તેના શ્રી. પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, શનિવાર, તા. ૨૬-૫-૭૩ ના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે સંઘના સભ્યો પુરતો જ, પ્રો. રમેશ ભટ્ટને એક વાર્તાલાપ “સાહિત્યમાં હાસ્ય અને સંગ” એ વિષય ઉપર રાખવામાં આવ્યો છે. આ વિષયમાં રસ ધરાવતા સભ્યોને સમયસર ઉપસ્થિત થવા વિનતિ છે. રક્તદાન માટે વિનતિ રકતદાન ખૂબ જ પ્રચલિત શબ્દ છે. ઘણાં એવું દાન આપે છે, ઘણાં એને વર્તમાનપે - પ્રગટ કરે છે, ઘણાં આવાં દાનની વાહવાહ પૈકારે છે. અમ' છે બધાં જ એવું દાન આપતા નથી, બધાએ આપવું જોઈએ કેમકે આપનારે એમાં કાંઈ ગુમાવવાનું નથી. આપણામાંના ઘણાને એની કદાચ જાણ નહિ હોય કૈ આપણે આપેલું લોહી, શરીરના ગુપ્ત રસાયણશી થોડા જ દિવસમાં આપણને પાછું મળી જાય છે, એટલે રકતદાનથી નુકસાન બિલકુલ થતું નથી. જયારે ફાયદાએ તે ચમત્કારિક અને અભૂતપૂર્વ છે. આપણે દાન કરેલા લેહીથી કોઈને જીવ બચી જશે, કેઈનું હૃદય ચાલુ થશે કોઈના ઘેર નવી આશા પ્રગટશે. “પ્રબુદ્ધ જીવન” તા. ૧૬/૧૨૭૧ ઉપરની વાત જેમના દિલને સ્પર્શી જાય તેમના માટે, રકતદાન આપવાને લગતી વ્યવસ્થા, બ્લડ સેન્ટર મારફત, “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના ઉપક્રમે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં કરવામાં આવી છે. તે સમય નાંધી લ્યો : તા. ૨૭ મે રવિવારે સવારના ૯થી ૧૨, ૧૮ અને ૨૫ વ વચ્ચેની પ્રત્યેક તંદુરસ્ત વ્યકિત રકતદાન કરી શકે છે. તા. ક.: લોહી આપવા ઈચ્છનારે એમનું નામ અમને તા. ૨૧/૫૭૩ પહેલા જણાવવા વિનતી છે, ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy