________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૩
ધર્મ છે
અને છતાં એ
વેર હતું. દ્રોણ આ
વનવાસ પછી રાજગાદી પર બેસે જ છે. અહીં રઘુકુળનું વચન ગયેલું જ છે. પરંતુ તે જીવંત ધર્મ છે. ભીમે જે ધર્મ પાળ્યો તે શુષ્ક શબ્દાર્થધર્મ પાળે.
સાબરમતી આશ્રમમાં મહાત્માજીએ વાછરડીને રિબાતી બચાવવા ગોળી છોડવા જણાવ્યું જ હતું, અને એ પણ અમદાવાદમાં. આનું નામ જીવંત ધર્મ. ગાંધીજીને વાછરડી માટે સમભાવ હતો. એનું દુ:ખ ગાંધીજીથી સહેવાતું ન હતું. દેહના છુટકારા માટે એમણે આ માર્ગ લીધે. આ માનવતાને પિતાને ધર્મ છે. - વનમાં રામ - ભરત મિલાપ વખતે રામ ભરતને વિલાપ સમજે છે. એ જાણે છે કે ભરતને તે સ્મશાનવૈરાગ્ય નથી ત્યારે પોતાની પાદુકા આપે છે. - દશરથ વચનો આપીને બેભાન થઈ ગયા. અહીં બાપની ઈચ્છા છે એવું નથી. અહીં રામ ઊંચો અર્થ કરે છે. દશરથ બેલી શકયા નથી. પરંતુ રામ શબ્દાર્થ જોતા નથી, પકડતા નથી, પરંતુ એ જીવંત ધર્મ પકડે છે.
વેદવ્યાસે મહાભારતમાં જે લીલા મૂકી છે તે જોવા જેવી છે. આમ ભીષ્મ ખૂબ જ શકિતશાળી હોવા છતાં એમાં નિષ્ક્રિયતા દેખાય છે. એથી એ પાંડવો કે કૌરવો પર અસર કરી શકતા નથી. વિભીષણ જેવી સક્રિયતા કર્ણ કે દ્રોણ કે ભીષ્મમાં જોવા મળતી નથી.
અર્જુનને ટપી જાય એવો કર્ણ દાનેશ્વરી હોવા છતાં તે દાનધર્મને જ કેવળ ધર્મ માની લે છે. એ જાણે છે કે બ્રાહ્મણનું ખોટું રૂપ લઈને ઈન્દ્ર આવે છે. આમ માગણી થતાં કર્ણ પિતાનું અમેઘ શસ્ત્ર સવારે એ બ્રાહ્મણને અર્પણ કરે છે. પરંતુ આ શુષ્ક શબ્દાર્થધર્મ છે. અને જએ તો ખરા, કર્ણ કેટલે મોટો દાનેશ્વરી, કેટલુંય દાન કરે છે અને છતાં એ જોડાય છે. તો ચાંડાળ ચોકડીમાં જ! કારણ કે એને પ્રારંભથી જ પાંડ સામે વેર હતું. દ્રોણ અને ભીષ્મ ખાટું દેખાતું એ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતા, પણ એથી આગળ વધતા જ નહીં.
છૂતાછૂતની વાત પણ કેટલી ઊંડી છે. એકલવ્યને હરીફાઈમાં દ્રણે ઊતરવા ન જ દીધો. આજે પણ આ વસ્તુ જોવા મળે જ છે - ઊંચનીચના ભેદભાવવાળાં પાંડવોના સ્થાપિત હિતની સાથે દુર્યોધનનું હિત વધુ ખરાબ છે. એની સાથે કર્ણ જોડાવા છતાં એ આગળ નથી જઈ શકતે.
અર્જુનને વિકાસ થયો છે. મહાભારતમાં જ એ કહે છે કે આ યુદ્ધમાં લડવું નથી. કૃણને થ કોઈ સ્વાર્થ નથી. એને ગાદી જોઈતી નથી. કૃષ્ણ કહે છે કે એને દુર્યોધન વગેરે સામે નહીં, પરંતુ દુષ્ટતા અને અનિષ્ટતા સામે લડવાનું છે.
કૃષ્ણ, પાંડવો તરફથી વિપ્રિકાર તરીકે દુર્યોધનના દરબારમાં ગયા હતા ત્યારે પણ એમને અનુભવ થયો જ હતો. ત્યાં પાંચ ગામના પ્રતીકની વાત હતી. અનુભવે એ જાણી ગયા હતા કે દયા બતાવવાથી સમાજનું હિત થતું નથી. એથી એ અર્જુનને લડવા સંબોધે છે.
મહાભારતમાં કૃષગનું પાત્ર મહવનું છે. છતાં કૃષ્ણનું મરણ તે નીચમાં નીચ માણસનું થાય એ રીતે થયું તેનું કેમ? કૃષ્ણને મહાભગવાન કહીએ છીએ. અને છતાં યાદવાસ્થળી થઈ, એ શું? પારધિ પશુ સમજીને એમના તરફે બાણ વીંઝે છે. શા માટે?
બીજી જગ્યાએ એનું કેટલું બધું ઊપજે છે, અહીં કેમ કશ ઊપજતું નથી? ભગવદ્ગીતામાં અનાસકિતની વાત કરી છે. આમ આગળ કહ્યું તેમ between the line જોવું જોઈએ. અનાસકત માણસે સમાજના હિત માટે કાર્ય કરતો હોય છે. આસકત માણસ પિતાના હિત માટે કામ કરે છે,
ઈશુનું મૃત્યુ જોઈએ. ઈશુ પણ એક જ હાણ માટે પણ આસકત બની જાય છે. કહે છે: તું પણ મને ભૂલી ગયે ? પણ અનાસકત થઈને એમને ભૂલી જવાની પછી ભગવાનને પ્રાર્થના કરે છે.
કૃણ પણ એકાદ ક્ષણ આસકત બની ગયા. જે યાદવે. સર્જાયા હતા એ બધાં કપાઈ મર્યા અને એને એમને આઘાત લાગે છે. અનાસકત એ કસેટી છે. કૃષ્ણ અનાસકતભાવે બધું જોઈ શકે છે.
ગીતાની ભાવના, ફિલસૂફી વ્યાસે નાટકરૂપે મહાભારતમાં મૂકી છે. આ બધાંની લીલા (ગીતાદર્શન) નાટકરૂપે પાત્રો દ્વારા મહાભારતમાં વેદવ્યાસે મૂકી છે.
અભણ માણસ માટે સત્યને જ થાય છે એ સમજાવવાનો આમાં પ્રયાસ છે. રામાયણ - મહાભારત ગ્રંથોએ અધર્મ, અસત્ય ખાટાં છે એવું જણાવી ધર્મ અને સત્યના જ્યજ્યકારની વાત સમજાવી છે.
ટૂંકમાં, સમાજે જે નીતિ ઘડી તે ભૂમિકા આમાં છે. માટે આને સ્વાધ્યાય થવો જોઈએ.
-ઈશ્વર પેટલીકર યુગકવિ “દિનકર' - “મારી કવિતાની ભીતરમાં જે અનુભૂતિઓ ઊતરી, એ વિશાળ ભારતીય જનતાની અનુભૂતિએ હતી. એ એક એવા કાળની અનુભૂતિઓ હતી, જેના અંકમાં બેસી મેં રચના કરી હતી. કવિ થવાનું સામર્થ્ય કદાચ મારામાં ન હતું. આ ક્ષમતા મારામાં ભારતવર્ષનું ધ્યાન ધરવાથી જાગ્રત થઈ; આ શકિત મારામાં ભારતીય જનતાની આકુળતાને આત્મસાત કરવાથી રિત થઈ.”
આ વર્ષે જેમને જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત થયું છે એ હિંદી ભાષાના કવિ રામધારી સિહ “દિનકરે’ તેમના ૧૯૫૬માં પ્રગટ થયેલા કવિતા સંગ્રહ ‘ચક્રબાલ’ની પ્રસ્તાવનામાં ઉપરના શબ્દો લખ્યા છે.
ભારત અને ભારતીય જનતા માટે દિનકરને આ પ્રેમ હમેશાં વાચાળ રહ્યો છે. કયાંક એમણે કહ્યું છે:
ભારત સ્વયં મનુષ્યજાતિકી
બહુત બડી કવિતા છે. “દિનકરને જન્મ ૧૯૦૮નાં ૩૦મી સપ્ટેમ્બરના રોજ મુંગેર જિલ્લાના સિમરિયા ગામે થયો હતો. એ એક વરસના હતા ત્યારે પિતાની છાયા ગુમાવી૧૯૨૮માં તેઓ મેટ્રિક થયા; ૧૯૩૨માં પટણા કૅલેજમાંથી બી. એ. થયા. પછી હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે કામ કર્યું.
એમાં એમને બહુ રૂચિ ન રહી. બિહાર સરકાર હેઠળ સબરજિસ્ટ્રાર તરીકે તેમને નોકરી મળી.
વિધિની એક મહાન વિચિત્રતા છે કે બ્રિટિશ સરકારનો ખેફ વહોરી લે એવી કવિતાઓ લખવા છતાં ‘દિનકર’ને સરકારી નોકરીમાં જ રહેવું પડયું; ૧૯૪૩માં તે તેમની યુદ્ધપ્રચાર વિભાગમાં બદલી કરવામાં આવી. ( કૌટુંબિક સંયોગો કંઈક એવા હતા, કે દિનકર નોકરી છોડી શકે એમ ન હતા; પણ પોતાની રાષ્ટ્રભાવનાની અભિવ્યકિત આડે તેમણે કયારે ય સરકારી કરીને આવવા દીધી ન હતી. તેમના કવિતાસંગ્રહ ‘રેરા’માંની રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર કવિતાઓ માટે અંગ્રેજીહિંદી વર્તમાનપત્રોમાં ભરપૂર પ્રશંસા આવી ત્યારે અંગ્રેજ સરકારના કાન ચમકયાં. મુઝફફરપુર જિલ્લાના મેજિસ્ટ્રેટ બેસ્ટેડે દિનકરને બોલાવીને પૂછયું: ‘તમે જ રેણુકાના લેખક છો?” દિનકરે કહ્યું: “હા.' બોસ્ટેડે પૂછયું: ‘તમે સરકાર-વિરોધી કવિતાઓ શા માટે લખી? પુસ્તક પ્રગટ કરતાં પહેલાં તમે સરકારની અનુમતિ શા માટે ને માગી ?” દિનકરે ઉત્તરમાં કહ્યું : “મારું ભવિષ્ય સાહિત્યમાં છે. અનુમતિ માગી પુસ્તકો પ્રગટ કરવામાં મારો ભવિષ્યને હાનિ પહોંચશે. વળી, ‘રેણુકા’ની કવિતાઓ સરકાર-વિરોધી નથી, દેશભકિતપૂર્ણ છે અને દેશભકિત તે અપરાધ નથી ને?” મેજિસ્ટ્રેટે તેમની વાત સ્વીકારી લીધી.
દિનકરને પિતાને આ નોકરીથી છૂટવાના વિચારો આવતા. એમ. એ. કરી લે તે કયાંક પ્રાધ્યાપક થઈ શકાય એવા વિચારે તેમણે એમ. એ. ની ટર્મ્સ ભરી; પુસ્તક ખરીઘો, જયપ્રકાશ નારાયાણને વાતની ખબર પડી. તેમણે કહ્યું: “આ શું હવે, નિશાળિયાની માફક તમે પરીક્ષામાં બેસશે? તમે તમારી પિતાની ઈજજત ન કરી શકો તો કંઈ નહીં, જે લોકો તમને કવિ માને છે તેની તે ઈજજત કરે...” અને દિનકરે આગળ ભણવાનું માંડી વાળ્યું. ૧૯૫૦માં મુઝફફરપુર કૅલેજમાં તેઓની નિમણુક પ્રાધ્યાપક અને હિંદી વિભાગની અધ્યક્ષ તરીકે થઈ. ત્યારે જયપ્રકાશે તેમને એક પુસ્તક ભેટ મોકલાવ્યું અને લખ્યું. હવે તે ખાતરી થઈને કે તમે એમ. એ. ન થયા એથી તમને કાંઈ નુકસાન નથી થયું !'
એ પછી તે સંસદસભ્ય તરીકે, તેમજ કેન્દ્ર સરકારના હિંદી સલાહકાર તરીકે તેમણે સેવાઓ આપી. રાજકારણમાં પણ તેઓ રચ્યાપચ્ય રહ્યા,