SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૭૩ થાય છે. આ માગણીના એક હેતુ એ હાય છે કે પેાલીસની અથવા બીજા અધિકારીઓની બેદરકારી અથવા ઈરાદાપૂર્વકની ગેરવર્તણૂક ઉઘાડી પાડવી, અદાલતી તપાસથી આ હેતુ બર આવે છે? અદાલતી તપાસનો અનુભવ એવા છે કે તપાસ ખૂબ લંબાય છે. છ બાર મહિના થઈ જાય. વકીલેા, ઊલટ તપાસેાની પરંપરા ચાલે. પુષ્કળ ખર્ચ થાય. અંતે રિપેર્ટ આવે ત્યારે બધી વાત ભુલાઈ ગઈ હાય. રિપોર્ટ અભરાઈએ ચડાવાય. તપાસ દરમિયાન વાતાવરણ તંગ રહે. પેાલીસ, રાજકીય પક્ષો, નાગરિક સમિતિ, મૃત્યુ પામેલ અથવા ઘવાયેલાનાં કુટુંબ પુરાવા એકઠા કરે. સાચી—ખાટી જુબાની ઊભી કરે. આના સાથી ધ્યાન ખેં'ચે એવે દાખલા ભીવંડી અને જલગાંવનાં કોમી રમખાણે માટે મહારાષ્ટ્ર સરકારે નીમેલ તપાસ પંચ છે. બે વર્ષથી તપાસ ચાલે છે. સરકારને લગભગ રૂપિયા ૩૦ લાખનું ખર્ચ થયું. હિંદુ, મુસ્લિમ સમિતિઓ અને બીજી સંસ્થાઓ વકીલા રોકી હાજર થઈ. હેર તપાસ છે. કોઈ પણ ભાગ લઈ શકે છે. હજી રિપોર્ટ આવ્યા નથી. આવશે ત્યારે એવા દળદાર હશે કે કોઈ વાચવાની પરવા નહિ કરે. પ્રબુદ્ધ જીવન અદાલતી તપાસની ઉપયોગિતા, જ્યાં વ્યાપક અને વ્યવસ્થિત કાવતરું હોય, જ્યાં હકીકતા મેળવવી બહુ મુશ્કેલ હોય, જ્યાં ઊંડી તપાસની જરૂર હોય ત્યાં જરૂર પડે. પણ જ્યાં મુખ્ય હકીકત સ્પષ્ટ હોય ત્યાં અદાલતી તપાસ કરતાં કોઈ અનુભવી ઉચ્ચ અધિકારી ઝડપથી તપાસ કરે તે વધારે ઉપયોગી થાય, સ્થળ ઉપર ઘેાડા દિવસમાં જરૂરી માહિતી મેળવી લે અને તુરત સરકાર યાગ્ય પગલાં લે, પણ આવી વહીવટી તપાસમાં રાજકીય પક્ષોને વિશ્વાસ નથી હાતા અથવા વિશ્વાસ નથી એમ બતાવે છે અને તેથી અદાલતી તપાસની માગણી થાય છે. સરકાર પણ ઊહાપોહ ટાળવા નમતું મૂકે છે. લીંબડીમાં હમણાં પોલીસે ગોળીબાર કર્યો તેમાં બે નિર્દોષ યુવાનેનાં મૃત્યુ થયાં અને કેટલાય ઘાયલ થયા. કલેકટર, સ્થાનિક અધિકારીઓ અને પેાલીસ બેદરકાર રહ્યાં એમ કહેવાય છે. ૧૪૪મી કલમ ચાલુ હતી. છતાં સભા-સરઘરા થવા દીધાં અને ચાંપતાં ઈલાજ ન લીધા અને છેવટ પરિસ્થિતિ હાથથી બહાર ગઈ ત્યારે ગાળીબાર કર્યો. આ બનાવમાં હકીકતા લગભગ સ્પષ્ટ છે. કોઈ ઉચ્ચ અધિકારી ખાનગી નહિ પણ જાહેર તપાસ કરે અને બધાને સાંભળે તો થોડા દિવસમાં સ્પષ્ટ ચિત્ર મળી જાય. પેાત્રીસ કે વદારની બેદરકારી હાય તો સરકારે સુરત ઘટતાં પગલાં લેવાં જોઈએ. પણ મુખ્ય હકીકતની ઉપેક્ષા થાય છે. આ બધું બન્યું કેમ ? જનસંઘે રાજકીય હેતુથી અનાજની તંગીને લાભ લેવાના ઈરાદે સરકારી ગોદામે તેડવાના કાર્યક્રમ કર્યો, અનાજનાં ગેાદામા તેડાય ત્યારે સરકાર નિષ્ક્રિય ન જ રહી શકે, જનસંઘના આવા કાર્યક્રમને જાહેર રીતે વખોડવા અને પ્રજાને તેથી ચેતવવી એ જરૂરનું કાર્ય છે. ગોળીબાર થયું, નિર્દોપનું મૃત્યુ થયું, કેટલાય ઘાયલ થયા તે અત્યંત શાશનીય છે. પણ તેનાં કારણ પ્રત્યે ઉપેક્ષા કરીએ અને પેાલીસ કે અમલદારોના દેષને આગળ ધરી અદાલતી તપાસ માગીએ તેમાં પ્રજાને સાચું માર્ગદર્શન નથી. જનસંઘે માત્ર લીંબડીમાં નહિ પણ દેશભરમાં આવા કાર્યક્રમ કર્યો છે. દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં કોઈ રાહતનું કામ કરવાને બદલે, પ્રજાને ઉશ્કેરવાનું કામ જનોંધ કરે છે. આવી પરિસ્થિતિમાં પોલીસ કે અમલદારોનું કામ વિકટ હોય છે. વધારે પડતાં સખત પગલાં લે કે વધારે પડતી ધીરજ રાખે, બન્નેમાં જોખમ છે. અદાલતી તપાસ છેવટ એમ કહીને ઊભી રહે There was an error of Judgement. અનુભવી ઉંચ્ચ કક્ષાના અધિકારી કદાચ આવી તપાસ માટે વધારે યાગ્ય વ્યકિત લેખાય. આવા કિસ્સામાં સરકારને ઢાંકપિછોડો કરવાનું કોઈ કારણ નથી. ચીમનલાલ ચકુભાઈ ૧૭ મહાભારતનું જીવનદર્શન [ગતપર્યુષણ વ્યાખ્યાનમાળામાં મહાભારતનું જીવનદર્શન’ એ વિષય પર શ્રી ઈશ્વર પેટલીકરે કરેલા પ્રવચનના સારભાગ અહીં આપવામાં આવ્યા છે. ] આપણે ત્યાં કેટલાય એવા ગ્રંથા છે કે એનું આપણે માત્ર વાચન જ કરીએ છીએ, પરંતુ સ્વાધ્યાય કરતા નથી. પરિણામે પ્રજામાંની તેજસ્વિતા પ્રગટતી નથી. આવા એક ગ્રંથ છે મહાભારત. તે અદ્ભુત ગ્રંથ છે. વિશ્વના અમૂલ્ય ગ્રંથમાં એને પહેલી હરોળમાં મૂકી શકાય. સંસારનાં દરેક પાસાંની લીલા એમાં પડી છે. ભગવદ્ ગીતા સામાન્ય માણસ સુધી પહોંચી શકતી નથી, એને સમજાવવા માટે કથાના ઉપયોગ લેવાયા. હવે આવી કથાના રસદર્શન સાથે અંગ્રેજીમાં જેને between the lines' કહે છે એની સમજણ વધારવી જોઈએ. પેાતાને પ્રશ્નો પૂછીને આ રસદર્શન કરવું જોઈએ. મહાભારતમાં ભીષ્મપ્રતિજ્ઞાની વાત આવે છે. આ કોઈ સામાન્ય પ્રતિજ્ઞાની વાત નથી. પ્રથમ દષ્ટિએ પ્રેમની વાત સનાતન છે. સત્યવાન - સાવિત્રીનું પણ આવું જ હતું ને ? શાન્તનુને માછીમારની કન્યા પ્રથમ દષ્ટિએ પસંદ પડે છે અને તેને પરણવાનું નક્કી કરે છે. માછીમાર પાસે જાય છે. માછીમાર તેને પેાતાની શરત જણાવે છે કે તેની પુત્રી પટરાણી બનવી જોઈએ અને તેની પુત્રી વડે અવતરેલા પુત્ર ગાદીવારસ બનવા જોઈએ. શાન્તનુને દેવવ્રત જેવા ૨૫ વર્ષના પુત્ર છે. એની માતા ગંગા વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી. આથી એ આ શરતો સ્વીકારવાની ના પાડે છે, છતાં લાગણીથી પરેશાન થાય છે. દેવવ્રત સમજીને, જાણીને માછીમાર પાસે જાય છે અને પ્રતિજ્ઞા લઈ અપરિણીત રહેવાને અને ગાદીનો હક્ક જતો કરવાનો નિશ્ચય કરે છે. આમ આ ભીષ્મપ્રતિજ્ઞા કહેવાઈ. સત્યવતીના દીકરાઓ માટે દેવવ્રત અને હવે ભીષ્મ અપહરણ કરી લાવે છે. પ્રશ્ન થાય છે કે પોતાના સાવકા ભાઈએ `માટે જે અપહરણ કરી શકે છે તે સત્યવતીનું અપહરણ કેમ નથી કરતો ? આ તે કેવું જીવનદર્શન? આમાં તે વખતના રાજ્યકાળ, સમાજકારણ, સંસ્કારના જીવનનું દર્શન કરવાનું છે. કોઈ પણ પ્રજાજનની દીકરીનું અપહરણ ન થઈ શકે. પોતાના સમાન હાય એ દષ્ટિએ આ કૃત્ય કરી શકાતું અને આથી જ તે કાશીરાજની કુંવરીઓનું અપહરણ કરે છે. રામાયણમાં છેલ્લા માણસ ધાબી છે, અહીં માછીમાર છે. અને તેને બંને મહાકાવ્યમાં વજન મળે છે. એક નાનો શે! માણસ પણ કેટલે સુધી જઈ શકે છે! અને માગણી પણ કેવી! મહાભારતનું આ ચિત્ર છે અને તેમાં સમાજજીવનની આભા વર્તાય છે. ભીષ્મ પેાતે બળવાન હોવા છતાં અહીં તે ઉત્તમ કામ કરે છે. શાંતિપર્વની વાત જોઈએ. આ પર્વમાં ભીષ્મ વિદ્નાન, પંડિત દેખાય છે. અને છતાં એ સત્યના પક્ષ લઈ શકતા નથી. એ જાણે છે કે દુર્યોધનના પક્ષ ખોટો છે. છતાં એ પાંડવાના ઉઘાડો પક્ષ લઈ શકતા નથી. આ એમની મર્યાદા છે. સત્યવતીના બંને દીકરા મરી જાય છે. સત્યવતી ભીષ્મને પરણવાનું જણાવે છે, પણ ભીષ્મને પ્રતિજ્ઞા વધુ મહત્ત્વની લાગે છે અને તે પરણવાની ના પાડે છે. જે કારણસર ન પરણવાની પ્રતિજ્ઞા લીધી હતી તે કારણ તે જતું જ રહે છે. તેમ છતાં એ ના પાડે છે. એથી ભિષ્મ અહીં ધર્મ ચૂકી જાય છે. રામાયણમાંના જ પ્રસંગો જોઈએ: રામે વચન પાળ્યું છે? એણે વચન પાળ્યું જ નથી. કૈકયીનાં બે વચનો હતાં. રામ ૧૪ વર્ષ વનવારા જાય અને ભરત રાજગાદી પ્રાપ્ત કરે. પર`તુ ભરત માત્ર ૧૪ વર્ષ જ ગાદી ભાગવે એવું તે વચનમાં હતું જ નહીં રામ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy