SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-પ-૭૩ આ આદ સ્થિતિ છે. છેલ્લાં છ વર્ષમાં સુપ્રીમ કોર્ટના કેટલાય જજોએ આવું ધોરણ તજી દઈ, કટેકટી ઊભી કરી તેના પ્રત્યાઘાત રૂપે સરકારે આવું વલણ લીધું છે. તેને દુરુપયોગ ન થાય તે માટે પ્રજાએ સાવચેતી અને જાગૃતિ રાખવી પડશે. પણ આ પગલાને વધારે પડતું મોટું સ્વરૂપ આપી, ન્યાયતંત્રમાંથી તેમ જ વરિષ્ઠ અદાલતના જજોની પ્રામાણિકતામાંથી પ્રજાને વિશ્વાસ ઊડી જાય તેવું વાતાવરણ ઊભું કરવામાં પ્રજાનું કલ્યાણ નથી. મૂળભૂત હકોને ચુકાદો આપતાં જસ્ટિસ ચન્દ્રચૂડે જે કહઈ છે તે યાદ રાખવું જોઇએ. Let us give to Parliament the freedom, within the framework of the Constitution, to ensure that the blessings of liberty will be shared by all. If the state fails to create conditions in which the fundamental freedoms could be enjoyed by all, the freedom of the few will be at the mercy of the many, and then all freedoms will vanish. કોઈ કમિટેડ જજની ભાષા નથી. ૬-૫-૭૩. ચીમનલાલ ચકુભાઈ પ્રકીર્ણ નોંધ પાપ છૂટયા વગર ન રહે છ મહિના પહેલાં પ્રમુખ નિક્સન કીતિના શિખરે હતા. જંગી બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. વિદેશનીતિમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી. અંતે વિયેટનામમાંથી પણ છૂટયા અને અમેરિકને લશ્કર અને યુદ્ધકેદીઓ ઘરે લાવ્યા. સત્તાના નશામાં કોંગ્રેસ સાથે સંધર્ષ નેતર્યો અને પ્રમુખ તરીકેની સત્તા વિસ્તારતા રહ્યા. એમ લાગતું હતું કે નિસનની આ બીજી ટર્મ ઘણી ઉજજવળ કારકિર્દીની જશે. આજે આ બધું ધૂળમાં રગદોળાઈ ગયું છે. એટલી હદે, કે પ્રમુખ તરીકે ચાલુ રહી શકશે કે નહિ તે વિશે શંકા સેવાય છે. આ બધું આટલી ઝડપથી કેમ બન્યું? કારણ કે નિસને એવાં કે વાંક કૃત્યે કર્યા છે. જેથી અમેરિકન પ્રજાએ દુનિયામાં શરમથી માથું નમાવવું પડે. નિકસનની આબરૂ ધૂળધાણી થાય એટલું જ નહિ પણ રિપબ્લિકન પક્ષની અને અમેરિકન પ્રજાની પણ, એવું શું કર્યું છે? પ્રમુખ તરીકે ચૂંટણીપ્રચાર માટે તેમણે એક કમિટી નીમી હતી. Committee for Re-election of the President, પ્રમુખના નિવાસસ્થાન વ્હાઈટ હાઉસથી જ તેની કામગીરી થતી. તેમના ખૂબ વિશ્વાસુ મ ણસને તેમાં મૂકયા હતા. આ કમિટીએ લગભગ સાડાચાર કરોડ ડૉલર ચૂંટણીખ માટે એકઠા કર્યા. તેમાં મોટા ભાગનું કાળું નાણું હતું. લાખ બે લાખ ડોલરની રકમ રેકડી આવે. ૭ એપ્રિલ ૧૯૭૨થી અમેરિકામાં એક કાયદો અમલમાં આવ્યો કે ચૂંટણીપ્રચારમાં જેટલી રકમ આવે તે જાહેર કરવી. આ તારીખ આવે તે પહેલાં લાખ ડોલર ભેગા કરી લીધા. પણ આવું તે અમેરિકામાં બનનું આવ્યું છે. કેટલાંક આગેવાન વર્તમાનપત્રે ઊહાપોહ કરતાં પણ કાંઈ ખાસ અસર ન થઈ. ચૂંટણીપ્રચારમાં કેટલીક ગેરરીતિઓ સામાન્યપણે થાય છે. નિસન તરફથી જે થયું તેણે હદ કરી. ડેમેક્રેટિક પક્ષના ઉમેદવારની મિટિંગ તેડવા ભાડૂતી માણસે રાખ્યા. તેની હિલચાલ ઉપર જાસૂસી કરી. છેવટ ડેમોક્રેટિક પક્ષની ઓફિસ વોટરગેટ નામના મકાનમાં હતી. ત્યાં મોટા પાયા ઉપર જાસૂસી કરાવી. આ બાબતને સારા પ્રમાણમાં વિરોધ થયો. તે પણ તેને દબાવી દઈ વિજ્યને માર્ગે કૂચકદમ ચાલુ રહી. ચૂંટણી થઈ ગયા પછી વેટરગેટની જાસૂસીની તપાસ શરૂ થઈ. કેટલીક વ્યકિતઓ પકડાઈ. તેઓ સાચી હકીકત બહાર ન પાડે તે માટે મોટી લાંચે અથવા લાલચથી ગુના કબૂલ કરાવી ઢાંકપિછોડો કર્યો. પણ તેમાંના એક-બે જણાએ ઘણી વિગતો આપી અને મેટી વ્યકિતઓને તેમાં સંડોવી તેથી તપાસ આગળ ચાલી અને જેમ ઊંડા ઊતર્યા તેમ કાળાં કૃત્ય બહાર આવ્યાં. આ તપાસ દાબી દેવા નિકસને ખૂબ પ્રયાસ કર્યા. પ્રમુખના માણસે તપાસ પંચ પાસે જુબાની આપવા જવા બંધાયેલ નથી અને તેમના • ઉપર કોઈ કારવાઈ ન થઈ શકે એ પ્રમુખને અધિકાર Prerogative આગળ ધરી જાણકાર માણસને જબાની આપતા અટકાવ્યા પણ છેવટ જાહેર દબાણને વશ થઈ નમતું મૂકવું પડયું. જ્યારે આવા માણસની જુબાની લેવાતી ગઈ તેમ પાપ પણ ઊઘડતું ગયું. પછી તે આ ઉચ્ચ સ્થાને બેઠેલા અને પ્રમુખના માનીતા માણસમાં ગભરાટ અને ભય ફેલાયો અને કાટટ પડી. દરેક પોતાની જાતને બચાવવા એકબીજા ઉપર દોષ ઢળવાની શરૂઆત થઈ. વાતાવરણ ખૂબ ઉગ્ર થતું ગયું. સેનેટના કેટલાક સભ્ય અને આગેવાન વર્તમાનપત્રાએ ખૂબ નીડરતાથી આ કૌભાંડ ઉઘાડું પાડવાનો નિર્ણય કર્યો. ઘેરી કાળાશ બહાર આવી. તેમ થતાં એક પછી એક નિફક્સને નજીકના માણસોએ રાજીનામાં આપવાં પડયાં. છેવટ નિકસને જાહેર પ્રવચનથી એ બધાં કન્યા માટે પોતાની જવાબદારી સ્વીકારી પણ સાથે જાહેર કર્યું કે વડા તરીકે જવાબદારી હોવા છતાં પોતે આ બધાથી અજાણ હતા અને સ્વતંત્ર અને પૂર્ણ તપાસ થાય તે માટે પતે તૈયાર છે. નિકસન અજાણ હતા, એ વાત કોઈ માને તેમ નથી. વ્યવસ્થિત કાવતરું હતું. મૂળ હકીકતથી નિન અજાણ હોય તે પણ તેની જાણ થયા પછી તેને ઢાંકપિછોડે કરવા તેમણે બધા પ્રયત્ન કર્યા એ વાતને ઈનકાર થાય તેમ નથી. આ બધું બહાર આવ્યા પછી, અગત્યના દસ્તાવેજો બાળી નાખવામાં આવ્યા. ચૂંટણીમાં કેટલુંક અયોગ્ય બને છે પણ તેની મર્યાદા હોય છે. અમુક વરતુઓ તે ન જ થાય એવો વણલખ્યો નિયમ છે. નિક સને બધી મર્યાદાઓ નેવે મૂકી હલકામાં હલકાં કૃત્ય કરવામાં અથવા કરાવવામાં બાકી ન રાખી. પાપ અંતે ફૂટયા વિના ન રહે. એક વખત પ્રજાને આત્મા જગે પછી માંધાતાઓ પણ ભોં ભેગા થાય છે. એમની બધી સત્તા અને પ્રતિષ્ઠા રાતોરાત ઓગળી જાય છે. નૈતિક મૂલ્યોને જેઓ સર્વથા છોડી દે છે અને સત્તા પાછળ ગાંડા થાય છે તેવા, કેટલોક વખત સફળ થતા દેખાય પણ છેવટ અનીતિના ઉપર રચાયેલ ઈમારત ભાંગી ભૂક્કો થાય છે. પણ એક રીતે નિકસનને બચાવવામાં અમેરિકન પ્રજાને સ્વાર્થ છે. આ બધું નિકસનની જાણ અને સંમતિથી થયું એમ પુરવાર થાય તો તેણે રાજીનામું આપવું પડે. આ અતિ ગંભીર બાબત થાય અને અમેરિકન પ્રજાની પ્રતિષ્ઠાને દુનિયાભરમાં ધમે પહોંચે તેથી બીજાઓને ભેગ લઈ નિકસન ખાતર નહિ પણ પ્રજાની પ્રતિષ્ઠા માટે ઢાંકપિછાડે કરવામાં આવશે અને નિકસનને " આ બધી વાતની જાણ ન હતી એ દેખાવ કરવામાં આવશે. There will be a national conspiracy to exonerate Nixon to save National prestige, કેટલું સહેલું હોવું જોઈએ? ગોળીબાર અને અદાલતી તપાસ પિલીસ કયાંય ગોળીબાર કરે એટલે અદાલતી તપાસ માગવાને રિવાજ થઈ ગયો છે. પોલીસના ગોળીબારમાં નિર્દોષ માણસે ભોગ બને છે. પોલીસ વધારે પડતું બળ વાપરે છે. તેથી લોકલાગણી ઉશ્કેરાય છે. આ રેષને પરિણામે અદાલતી તપાસની માગણી
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy