SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫૭૩ પ્રબુદ્ધ જીવન In appointing the Chief Justice of the Supreme Court the Government is entitled to look into his philosophy and outlook to decide that we must have a forward looking and not a backward looking man. We do not want committed Judges but we want people who understand the wind of change -- that Parliament is sovereign and that the power of Parliament is unfettered. Such are the judges, we believe in. We want a Chief Justice who will do justice under the Constitution and not over it and follow the social philosophy of the Constitution as interpreted by members of Parliament and the people. આ વિચારણા તદ્દન નવી દિશા ખાલે છે. તે કયાં સુધી જશે અને તેનાં પરિણામ શું આવે તે કહેવું મુશ્કેલ છે. તેમાં ભયસ્થાન છે અને દુરુપયોગનો પૂરો સંભવ છે. પણ સરકારના આ પ્રત્યાઘાતો પરિસ્થિતિના સંદર્ભમાં બરાબર સમજીએ અને તેનાથી વધારેપડતું ઘેરું ચિત્ર ન ઉપજાવીએ તે પણ જરૂરનું છે. ગેલકનાથના કેસથી શરૂ થયેલ ટોટીની અકળામણનું આ પરિણામ છે, જે જજોએ આ પરિસ્થિતિ સર્જી તેમની જવાબદારી ઓછી નથી. આ બધા વિવાદ મુખ્યત્વે મિલકતના હક્કોને લગતા જ છે. મિલકત અને આવકની અસમાનતા દૂર કરવા શાસક પક્ષને હજી ઘણાં પગલાં લેવાં છે. એ પગલાંમાં ચાલુ અવરોધ આવશે એવે। ભય દૂર કરવાના પ્રયત્ન રૂપે આ પગલું લેવાયું છે. આ પગલાની મર્યાદા પણ સમજી લઈએ. આ વિવાદ સામાન્ય ચાલુ તકરારે! વિષે નથી. સરકાર સામે અને સરકાર તરફથી ઘણા સૈા થાય છે. દેશની નાની-મોટી બધી કોર્ટોમાં આવા કેસેસ્ડ થાય છે. કાયદા પ્રમાણે તેને નિકાલ થશે. તેમાં કોઈ ડખલગીરી કરતું નથી, કરવાનું નથી. નાગરિકા વચ્ચે પરસ્પર તકરારો થાય છે—અને મોટા ભાગના કેસે આ પ્રકારના હાય છેતેને આ વિવાદ સાથે કાંઈ સંબંધ નથી. હું એટલા માટે આ સ્પષ્ટ કરું છું કે જે રીતે આ વિરોધનો વંટોળ ઊપડેલે છે અને જે ભાષા વપરાય છે તેથી એક એવી છાપ પ્રજામાં પડે કે હવે બધી કોર્ટોમાં, બધા જજો, સરકારને વફાદાર રહેવાના અને સરકાર કહે તે પ્રમાણે નિર્ણય થશે અને પ્રજાને ન્યાય નહિ મળે, આ વિવાદ ઘણા મર્યાદિત છે. ન્યાયતંત્રનીસ્વતંત્રતા કે પ્રામાણિકતામાંથી પ્રજાને વિશ્વાસ ઊઠી જવાનું કારણ નથી. આ પગલાંની બીજી મર્યાદા સમજવા માટે વર્તમાનમાં હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજ્જૈની નિમણુક કેવી રીતે થાય છે તે જોઈએ. બધી નિમણુક રાષ્ટ્રપતિ એટલે કે કેન્દ્ર સરકાર કરે છે. સુપ્રીમ કોર્ટના જજોની નિમણુ ક કરવામાં સુપ્રીમ કેર્ટના વડા જજને અભિપ્રાય તેમ જ રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તેટલા સુપ્રીમ કોર્ટના અને હાઈડેર્ટના બીજા જજોના અભિપ્રાય લેવા પડે. હાઈકોર્ટના વઈ જની નિમણૂકમાં સુપ્રીમ કોર્ટના વડા જ, રાજ્યના ગવર્નર એટલે કે રાજ્ય સરકાર અને તે હાઇકર્ટના વડા જાને! અભિપ્રાય લેવા પડે. ટૂંકામાં, સુપ્રીમ કોર્ટના વડા જજની નિમણૂક સિવાય, સુપ્રીમ કોર્ટના બીજા જો અને હાઇકોર્ટના વડા જ તથા બીજા જોની નિમણૂકમાં, સરકારે ઘણી વ્યકિતઓના અભિપ્રાય લેવાને રહે છે. વિશેષમાં, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજની નિમણૂક થયા પછી, સરકાર કોઇને કાઢી શકતી નથી. માત્ર, કોઇ જજની ગેરવર્તણૂક કે કામ કરવાની શકિત પુરવાર થાય અને W ૧૫ પાર્લામે ટ બેતૃતિયાંશ બહુમતથી તેને દૂર કરવાના ઠરાવ કરે તે રાષ્ટ્રપતિ તેને દૂર કરી શકે. સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક માટે ભાગે હાઇકોર્ટોના જોમાંથી થાય છે. તેમાં સિનિયોરિટીનું કોઇ ધારણ નથી. સિનિયર જજોને છે।ડી કેટલાય જુનિયર જજોની નિમણુક થઇ છે. બીજા લે!કશાહી દેશોમાં બ્રિટન, અમેરિકા-હાઇકોર્ટ અને સુપ્રીમ કેર્ટના જજોની નિમણૂક રા‹ીય પક્ષના સભ્યોમાંથી થાય છે. તે પતિ જુદી છે. આપણે ત્યાં આવી પતિ નથી પણ ગુણવ!ાના ધોરણ ઉપર થાય છે. તેમાં લાગવગને પૂરો અવકાશ છે અને તેનો ઉપયોગ પણ થાય છે પણ તે કોઇ વ્યકિતને લાભ કરવા, રાજકીય દૃષ્ટિએ નહિ, સુપ્રીમ કોર્ટના વડા જજ બીજા રૉ ઉપર કોઈ દબાણ લાવી શકતા નથી. બધા જો સમાન છે. વડા જજને કેટલીક વહીવટી સત્તા છે. ત્રણ સિનિયરોને જીનમાં ન આપ્યાં હોત તો સરકાર કે વડા જજ કાંઈ જ કરી ન શકે. એમને સ્વમાનભંગ લાગ્યો તે જુદી વાત છે. પણ લેા કમિશને ભલામણ કરી જ હતી કે માત્ર સિનિયૅરિટીનું ધારણ જરૂરનું નથી. અલબત્ત, સિનિયોરિટીને અવગણવી હોય તે જેની નિમણૂક કરવી હોય તે વ્યકિત બીજા કરતાં દેખીતી રીતે ઘણી ચડિયાતી Out standing merit હોવી જોઇએ. આ કિસ્સામાં એવું હતું તેમ ન કહેવાય. આ કિસ્સામાં જે ત્રણ જજોને છાડી દીધા તેમનું ગાલકનાથ કેસ અને બેંક રાષ્ટ્રીયકરણ - કેસમાં બંધારણ અને પાર્લામેન્ટ પ્રત્યેનું વલણ કારણભૂત હતું. આપણે એ પણ યાદ રાખવું જોઇએ કે, હાઇકોર્ટ કે સુપ્રીમ કાર્ટના જજ થવાને લાયક હોય એવી વ્યકિત, જેનો પગાર વર્તમાન સંજોગામાં બહુ ઓછા છે, તે બીજી કોઇ લાલચથી પોતાના આત્મા એટલી હદે ગુમાવી દે અને સરકારના ગુલામ થાય અથવા થવાનું પસંદ કરે એમ માનવું ન જોઇએ. તેમની પ્રામાણિકામાં આપણે વિશ્વાસ રાખવા જોઇએ. આપણે એ પણ માનવું ન જોઈએ કે, સાચી રીતે પણ સરકારની તરફેણમાં ચુકાદા આપે તે સરકારના તાબેદાર છે અને ખાટી રીતે પણ સરકારની વિરુદ્ધ ચુકાદા આપે તે સ્વતંત્ર જજ છે. આપ્યા છે. જસ્ટિસ રાયે સરકારવિરુદ્ધ ચુકા દા ઓ ન્યૂઝપેપર કેસમાં વાણીસ્વાતંત્ર્યના મહત્ત્વના મુદ્દે હતા તેમાં જસ્ટિસ શર્ષે સરકારની પોલિસી રદ કરી. સરકારે આ પગલું લીધું તે અકળામણથી અને ઉતાવળમાં લીધું છે. લે। કમિશનની ભલામણ મુજબ પહેલેથી જાહેર કરી, પ્રજા અને પાર્લામેન્ટના પ્રત્યાઘાતો જાણી, સરકારે આ પગલું લીધું હોત તો આ ઊહાપોહને કારણ ન રહેત. । કમિશનની ભલામણ વાજબી છે અને તેનો અમલ આવી રીતે કરવાને બદલે યોગ્ય રીતે કર્યો હોત તો આ વિરોધને કારણ ન રહેત. અત્યારે પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક સરકાર જ કરે છે. આ પગલાનું એક જ પાિમ અત્યારે જણાય છે કે હવે પછી હાઇકોર્ટ અને સુખ઼ામ કોર્ટના જજ્જૈની નિમણૂકમાં, સરકારને અત્યારે પસંદગીનો અવકાશ છે તેમાં, સામાજિક અને આર્થિક પ્રશ્નો પરત્વે, જેની નિમણૂક કરવી છે તે વ્યકિતનું વલણ કેવું છે તે લક્ષમાં લેવાશે. બીજો પણ એ સંભવ છે કે, વડા જર થવાની લાલચમાં કોઈ, અજાણપણે, સરકારવિરુદ્ધ વલણ રા ́તાં ખચકાય. ખરી રીતે દરેક જજે પ્રામાણિકપણે નિષ્ઠાપૂર્વક બંધારણને વફાદાર રહેવું જોઇએ અને પાતાના અંગત અભિપ્રાય કે માન્યતાઓને વચ્ચે આવવા દેવાં જોઇએ નહિ.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy