________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૩
==
=
ઘડી ફેરફાર થાય અને બીજું તેમાં ગુણવત્તા જળવાતી નથી. પણ આ ભલામણ ૧૫ વરસ પહેલાં કરવામાં આવી હતી અને અત્યારે સરકારને અચાનક આ ભલમણ સ્વીકાર કરવા જેવી લાગી તેમાં તેની યોગ્યતા કરતાં બીજો હેતુ હતો એવો આક્ષેપ પાયા વિનાને નથી. આ ભલામણ સ્વીકારવી હતી તે સરકારે પહેલેથી તેની જાહેરાત ક્વી જોઈતી હતી અને તેના પ્રત્યાઘાત જાણી નિર્ણય કરવો જોઈતો હતે. જસ્ટિસ શેલત જે ત્રણ મહિના પછી નિવૃત્ત થતા હતા ત્યાં સુધી રાહ જોઈ, પછી આ નવી પ્રણાલી અપનાવી હોત તો કોઈ દોષ ન હતો.
સરકારનું આ પગલું ઉતાવળિયું અને બીજા હેતુથી પ્રેરાયેલ હતું તેવો આરોપ અસ્થાને નથી. આ વાતની સ્પષ્ટતા પાર્લામેન્ટમાં થયેલ ચર્ચા દરમિયાન દેખાઈ આવી. સરકારના બે મુખ્ય પ્રવકતાઓમાં શ્રી મેહનકુમાર મંગલમે નિખાલસપણે સરકારના હેતુઓ જાહેર કર્યા.
હવે આ હેતુને વિચાર કરીએ તે સમજવા માટે થોડી પૂર્વભૂમિકા આપવી પડશે. એમ કહેવાય છે કે સરકારને કમિટેડ જજો જોઈએ છે. કમિટેડ– વફાદાર- શબ્દ બહુ વપરાય છે. કમિટેડને એ અર્થ કરવામાં આવે છે કે સરકારને વફાદાર રહે એટલે કે સાચી કે ખોટી રીતે સરકારની તરફેણમાં જ ચુકાદા આપે. આના કરતાં મેટું પાપ કોઈ જજ માટે ન હોય. કોઈ જજ આવી રીતે કમિટેડ હાથ તે તેના જેવો નાલાયક કોઈ નહિ અને કોઈ સરકાર આવા કમિટેડ જજની નિમણુક કરે તે તેને ઉખેડી નાખવી જોઈએ,
એક બીજી વફાદારી છે, જે દરેક જજ પિતાની નિમણુક વખતે શપથ ઉપર લે છે. Oath of office, તે છે બંધારણને વફાદાર રહેવાની. આ વફાદારીને અર્થ એ છે કે જજ નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે બંધારણને અર્થ કરશે, તેને અમલ કરશે. બીજા કોઈ હેતુઓને ન્યાય કરવામાં વચ્ચે આવવા દેશે નહિ. દરેક જજની આ સાચી અને પાયાની વફાદારી છે.
એક ત્રીજા પ્રકારની વફાદારી છે, જે અંતર્ગત છે. કોઈ વ્યકિત જજ થાય તેને પણ પિતાના અંગત વિચારો અને અભિપ્રાયો હોય છે, સામાજિક, આર્થિક, રાજકીય એવી બધી બાબતે પરત્વે. આ વિચારે અને માન્યતાઓ તેના અંતરના ઊંડાણમાં પડયા હોય છે. His basic approach to life & its problems--Social, Economic & Politcal. -414 HI, બંધારણને અને બીજા કાયદાનો અર્થ કરવામાં, આ વિચારે અને માન્યતાઓની અસર, જાણે-અજાણે થાય છે. બંધારણમાં અને દરેક કાયદામાં, તેના અર્થઘટનમાં, જજને ઘણી છૂટ Discretion હોય છે. તેથી જ એક જ કેસમાં ભિનભિન્ન મત પડે છે.
દરેક જજને એ પ્રયત્ન હોવો જોઈએ કે બંધારણને અને કાયદાને પ્રામાણિકપણે અર્થ કરે અને પોતાના અભિપ્રાયને વચ્ચે આવવા ન દે. આ કહેવું સહેલું છે, કરવું અઘરું છે. કોઈ કાયદે પિતાને પસંદ ન હોય તો પણ તેના ઉદ્દેશ અને સ્પષ્ટ આદેશ પ્રમાણે તેને સામેલ કરવું જોઈએ. આમાં બે વિકલ્પ છે. એક તે પ્રમાણિકપણે ભૂલ થાય અને બીજું જાણી જોઈને પેતાના મતને અનુકૂળ અર્થ કરે. બીજો વિકલ્પ અશક્ય નથી એટલું જ નહિ પણ કેટલીય વખત બને છે.
હવે આપણે ત્યાં શું બન્યું છે તે જોઈએ.
૧૯૧૦માં બંધારણ શરૂ થયું ત્યારથી ૧૯૬૭ સુધી પાર્લામેન્ટને મૂળભૂત હક્કોમાં, ખાસ કરી મિલકતના હક્કોમાં, અગત્યના ફેરફાર કરવા પડયા. તે ફેરફારોને પડકારવામાં આવ્યા અને સુપ્રીમ કોર્ટ બે ચુકાદામાં સ્વીકાર્યું કે પાર્લામેન્ટને આવા ફેરફાર કરવાનો અધિકાર
છે. ૧૯૬૭માં ગલકનાથ કેસમાં ૬ વિરુદ્ધ પાંચ મતે આ પૂર્વના ચુકાદા રદ કરી, છ જજોએ એવું ઠરાવ્યું કે પાર્લામેન્ટને આવો અધિકાર નથી. આ ચુકાદો સાવ ખોટ હતો. જે છ જજોએ આ ચુકાદો આપ્યો તેમની પાયાની માન્યતા એ હતી કે પાર્લામેન્ટને આ અધિકાર આપીશું તો કોઈક દિવસ બધા મૂળભૂત હક્ક રદ કરશે. પાર્લામેન્ટને વિશ્વાસ ન રખાય. આવી માન્યતાને કારણે તેમણે બંધારણને ઑટે અર્થ કર્યો અને સુપ્રીમ કોર્ટના પૂર્વના ચુકાદાને અવગણ્યા. પાંચ જજે પોતાના અંગત અભિપ્રાય ગમે તે હોય તે પણ–બંધારણને વફાદાર રહ્યા. છ જજોએ બંધારણ પ્રત્યેની વફાદારી તજી, પોતાની માન્યતાઓને વધારે મહત્ત્વ આપ્યું. જે પાંચ જજો બંધારણને વફાદાર રહ્યા અને પાર્લામેન્ટની તરફેણમાં મત આપ્યો તે સરકારને વફાદાર ન હતા પણ બંધારણને વફાદાર હતા. મેતીલાલ સેતલવડે ગોલકનાથના ચુકાદાને રાજકીય ચુકાદ કહ્યો છે. એટલે કે જે છ જજોએ આ ચુકાદો આપ્યો તેમણે ન્યાય કરવાને બદલે રાજકીય હેતુથી પ્રેરાઈ આ રાકીદે આપ્યો છે.
બંધારણમાં બીજી જોગવાઈ છે કે જાહેર હિત માટે કોઈ મિલકત લેવાય તો તેનું વળતર–Compensation આપવું. ૧૯૫૪માં સુપ્રીમ કોર્ટે વળતરને અર્થ કર્યો કે પૂરી કિંમત આપવી. પાર્લામેન્ટને આ ઈરાદે કોઈ દિવસ હતો જ નહિ. તેથી બંધારણમાં ફેરફાર કર્યો કે વળતર પૂરું ન હોય તો પણ તેમાં વચ્ચે આવવાને કોર્ટને અધિકાર નથી. આ ફેરફારને પણ પડકારવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યો. બેંક રાષ્ટ્રીયકરણ કેસમાં ફરીથી, બંધારણની સ્પષ્ટ જોગવાઈને અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને અવગણી, દસ જજોએ ઠરાવ્યું કે આપેલ વળતર બંધારણ મુજબ નથી. બેંક શેરોની બજારભાવ કરતાં પણ વધારે કિંમત આપી હતી છતાં આ ચુકાદો આપ્યો કારણ કે બેંક રાષ્ટ્રીયકરણ થયું તે કદાચ આ જજોને પસંદ નહિ હોય, એટલે બંધારણને વફાદાર રહેવાને બદલે પોતાની માન્યતાને મહત્વ આપ્યું. એક જજ જસ્ટિસ રાયે બંધારણને વફાદાર રહી જુદા મત આપે. આવો જદે મત આપવામાં તે સરકારને વફાદાર ન હતા પણ બંધારણને વફાદાર હતા.
પછી તે ઘણું બન્યું અને પાર્લામેન્ટ અને સુપ્રીમ કોર્ટે વચ્ચે સારી એવી તંગદિલી થઈ.
છેલ્લા ચુકાદામાં ગોલકનાથ અને બેંક રાષ્ટ્રીયકરણના ચુકાદાઓ રદ થયા છે પણ ઘણી અસ્પષ્ટતા અને પરિણામે અસ્થિરતા રહે છે.
મેહનકુમારમંગલમે કહ્યું કે આ અસ્થિરતા અને અનિશ્ચિતતા દૂર કરવા અને સ્થિરતા અને સાતત્ય લાવવા સરકારે આ પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે વખતોવખત પોતાના ચુકાદા બદલે તો પાર્લામેન્ટ ભવિષ્ય માટે સ્થાયી કાર્યક્રમ કરી ન શકે. વળી, પાર્લામેન્ટ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સતત તંગદિલી અને ઘર્ષણ હોય તે અનિચ્છનીય છે. પાર્લામેન્ટમાં જેને વિશ્વાસ ન હોય અને તેની સત્તાને વધુમાં વધુ મર્યાદિત રાખવા ઈચ્છતા હોય એવા જજે, પલટાતી પરિસ્થિતિને અને પાર્લામેન્ટની નીતિને અવગણી, બંધારણનો અર્થ કરે અને પાલમેન્ટ કરેલ કાયદાઓને રદ કરતા રહે તે માટી કટોકટી સર્જાય. સામાજિક અને આર્થિક પ્રશ્ન સંબંધે કોઈ જજના વિચારો શું છે તેની ઉપેક્ષા ન થાય અને સરકારે તે લક્ષમાં લેવા રહ્યા. ગોખલે અને વડા પ્રધાને આટલું સ્પષ્ટ નથી કહ્યું. કુમારમંગલમ અને પશ્ચિમ બંગાળની ધારાસભામાં સિદ્ધાર્થ શંકર રાયે સરકારનું દષ્ટિબિંદુ વધારે સ્પષ્ટતાથી રજૂ કર્યું છે. કુમારમંગલમ અને સિદ્ધાર્થ શંકર રાયનાં વકતવ્યમાંથી બે ત્રણ ફકરાએથી આ સમજાશે.