________________
Regd. No. MH. 117
પ્રશુદ્ધ જૈન”નુ નવસ સ્કરણ વર્ષ ૩૫ : અંક:૨
प्रजुद्ध भवन
શ્રી મુબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૦-૪૦ પૈસા
મુંબઇ, મે ૧૬, ૧૯૭૩ ખુધવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શલિંગ : ૧૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સુપ્રીમ કેાના વરિષ્ઠ
-H
સિનિયર જજોને ટાળીને શ્રી એ. એન. રાયની ત્ર સુપ્રીમ કોર્ટના વડા જજ તરીકે સરકારે નિમણૂક કરી તે સામે વકીલ માંડળે તેમ જ વિરોધ પક્ષાએ વંટોળ જગાવ્યે છે. અત્યાર સુધી, સુપ્રીમ કોર્ટ અને બધી હાઈકોર્ટોમાં સિનિયોરિટીના ધારણે જ ચીફ જસ્ટિસની નિમણૂક થતી આવી છે. આ ધારને પહેલી વખત તિલાંજલિ આપી તેથી ક્ષેાભ થાય તે સ્વાભાવિક છે. તે કરતાં પણ જે રીતે અને જે સંજોગામાં આ નિમણૂક થઈ છે તેથી વધારે ખળભળાટ થયા છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની ઝડી વરસે છે જે ત્રણ જજોએ રાજીનામાં આપ્યાં તે સંગ્રમમાં ઝૂકી પડયા છે. વિવાદમાં કોઈ વિવેક રહ્યો નથી તેમ સત્યની પણ બહુ ખેવના રહી છે. એમ ન કહેવાય. કેટલાક પોતાના સ્વાર્થ, તેમ કેટલાક આ તકનો લાભ લઈ, કાંઈક જાતના આક્ષેપો કરે છે. આગેવાન વકીલે અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત વડા ન્યાયમૂર્તિઓ અને બીજા જજો મેદાનમાં પડયા છે. તેમાંના કેટલાક સ્પષ્ટ રીતે એક અથવા બીજી રીતે પક્ષકાર છે અને તેમની પાસેથી તટસ્થ અથવા નિષ્પક્ષ રજૂઆતતી આશા રાખવી નિરર્થક છે.
પણ
સરકાર સામે આરોપ છે કે આ નિમણૂકથી સરકાર ન્યાયતંત્રને પોતાના તાબે કરવા માગે છે અને ન્યાયાધીશોની સ્વતંત્રતા ઉપર તરાપ મારે છે. વડા પ્રધાન અને કાયદાપ્રધાને ભારપૂર્વક આ આરોપીના ઈનકાર કર્યો છે અને ન્યાયતંત્ર સ્વતંત્ર રાખવા તે પૂરા ઇંતેજાર છે તેની ખાતરી આપી છે. સરકારે આવું પગલું શા માટે લીધું અને તેનાં પરિણામ શું આવશે તેની આંટીઘૂંટી સામાન્ય જન સમજી ન શકે તે સ્વાભાવિક છે. આગેવાન વા જ્યારે સરકાર ઉપર આકરા પ્રહારો કરે ત્યારે સામાન્ય જનને સ્વીકારવા પ્રેરાય તેમાં તેનેા દોષ નથી. પરિણામે કોર્ટોમાંથી ન્યાય મળશે એવા વિશ્વાસ ઊઠી જાય અથવા ફ્ળી જાય અને કોર્ટો પણ સરારનું એક અંગ અથવા ખાતું છે એવી છાપ પડે તા તેથી ભારે અનર્થ થાય. લોકોમાં હજી માન્યતા છે અને એકંદરે સાચી રીતે કે સરકારના અન્યાય સામે કોર્ટમાં ન્યાય મળશે. આ માન્યતાને ઉતાવળથી કે આવેશમાં આંચકો આપવાથી પ્રજાનું અહિત થાય છે. સાખી રીતે આવું પરિણામ આવવાનું જ હોય તે પ્રજાને ચેતવવી એ સમજદાર વ્યકિતનો ધર્મ છે.
Ø
સરકારે અત્યારે આવું પગલું શા માટે લીધું ? શરૂખાતમાં સરકાર તરફથી કેટલક જવાબો આપવામાં આવ્યા હતા કે ખુલાસા કર્યા હતા તે ટૅકનિકલી બરાબર હોવા છતાં, સંતોષકારક ન હતા. એમ કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના વક્ત જજની નિમણૂક કરવાની રાષ્ટ્રપતિની અબાધિત સત્તા છે. તેમાં કોઈની સલાહ કે અપ્તિપ્રાય લેવાની તેમને જરૂર નથી. બંધારણ પ્રમાણે આ સાચું છે. પણ રાષ્ટ્રપતિ કેબિનેટની સલાહથી જ વર્તે છે એટલે તે આ નિર્ણય શાસક પક્ષના છે, રાષ્ટ્રપતિના નહિ, તેની જવાબદારી શાસક પક્ષની છે અને આ નિર્ણય રાજ્કીય હેતુથી થયા છે એવા આક્ષેપ પણ શાસક પક્ષ સામે જ છે. બીજો આક્ષેપ એ હતા કે આ નિર્ણયની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થતા વડા જજને પણ જાણ કરવામાં આવી ન હતી, તેમ તેમના અભિપ્રાય જાણવાની પણ પરવા કરી નહોતી. સુપ્રીમ કોર્ટના વડા જલ્દી મિણૂક કરવામાં નિવૃત્ત થતા વડા જજના અભિપ્રાય લેવા એવો પ્રબંધ બંધારણમાં
ન્યાયમૂર્તિ
નથી સુપ્રીમ કોર્ટન બીજા જજોની નિમણૂક કરવામાં સુપ્રીમ કોર્ટના વડા જજના અભિપ્રાય જાણવા ફરજિયાત છે; પણ એ અભિપ્રાય બંધનકર્તા નથી. પણ અત્યાર સુધી વડા જજની નિમણૂકમાં નિવૃત્ત થતા વડા જંજનો અભિપ્રાય જાણવાની કોઈ અગત્ય ન હતી કારણ કે સિનિયોરિટી પ્રમાણે જ નિમણૂક થતી અને તે નિમણૂકની જાહેરાત નિવૃત્ત થતા વડા જજની નિવૃત્તિ પહેલાં થોડા સમયે થઈ જતી એટલે જાણ કરવાનો પ્રશ્ન રહેતે નહિ. જસ્ટિસ રોયની નિમણૂક, નિવૃત્ત થતા વડા જજની નિવૃત્તિના આગલે દિવસે જ થઈ તે એટલી અચાનક અને અણધારી હતી કે સહુને આઘાત થયો.
સરકાર પક્ષે બચાવ કરવામાં આવ્યો કે આ નિર્ણય કેટલાક સમય પહેલાં લેવાયા હતા પણ મૂળભૂત હક્કોના કેસને અસર કરવા આવા નિર્ણય લીધે છે એવા આક્ષેપ ન થાય તે માટે એ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી આ નિર્ણયની જાહેરાત કરી ન હતી. આ કેસને ચુકાદો આવ્યો તેને બીજે દિવસે જ વડા જજ નિવૃત્તા થતા હતા એટલે છેવટની ઘડીએ જહા નિર્ણયની જાહેરાત થઈ શકી. જાહેરાત કરતાં પહેલાં નિવૃત્ત થતા વડા જજને જાણ પણ ન કરી અને તેમણે પણ રેડિયો ઉપર જાહેરાત થઈ ત્યારે જાણ્યું તેમાં વેક હતા એમ કહેવાય છે. સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે જે તંગદિલી થઈ છે તેમાં કોના વર્તનમાં વિવેકતા કે તેનો અભાવ હતો તે કહેવું મુશ્કેલ છે. આ ગૌત્ર બત છે- તેને બહુ મહત્ત્વ આપનું
ન જોઈએ.
શ્રી આયંગર, જે એક વખત કેન્દ્રના હામ સેક્રેટરી હતા, તેમણે એક દાખલેા આપ્યો, જે વિચારવા જેવા છે. પતંજલિ શાસ્ત્રને વડા જજ થવાનો વારો આવ્યો ત્યારે તેમની મુદત બહુ ટૂંકી હતી. તેથી નહેરુએ વિચાર કર્યો કે ત્યાર પછીના જજ મુખરજીની નિમણૂક કરવી. નહેરુએ પતંજલિ શાસ્ત્રી અને મુખરજી બન્નેને આ સંબંધે ખબર આપ્યા. પણ મુખરજીએ શાસ્ત્રીને હક્ક ડુબાવી વડા જનું પદ સ્વીકારવાની ના પાડી. આ બધામાં પૂર્ણ વિવેક હતા. જમાનો બદલાઈ ગયો છે. આવા વિવેકની આશા વર્તમાનમાં વ્યર્થ છે. જસ્ટિસ રાયને પોતાની નિમણૂક થશે તેની જાણ હોવી જોઈએ. તેમને પૂછ્યું જ હશે. પણ જસ્ટિસ રાય તેનો અસ્વીકાર કરે એવી આશા વધારે પડતી છે. જસ્ટિસ રાય આ વાતની બીજાને જાણ ન કરે તે સ્વાભાવિક છે. નિમણૂકની જાહેરાત ન થાય ત્યાં સુધી પેાતાની નિમણૂક થશે જ એમ માની લઈ જસ્ટિસ રાય પોતે બીજાને કહી ન શકે. સરકારે જાહેરાત કરતાં પહેલાં નિવૃત્ત થતા વડા જાને જાણ કરી હોત તો તેઓ બીજા જજોને પણ તેની જાણ કરી શકત અને કદાચ આધાત છેઃ થાત. જે હાય તે, આ મુખ્ય મુદ્દો નથી. વિવેકનો સવાલ છે. નિવૃત્ત થયેલ જજેમાં જસ્ટિસ હેગડેએ જે આક્ષેપ કર્યા છે અને ભાષા વાપરી છે તે પણ એટલી જ શેાચનીય છે.
સરકાર તરફથી બીજો મુખ્ય બચાવ એ હતો કે કાયદાપંચ, જેના મેતીલાલ સેતલવડ પ્રમુખ હતા અને જેમાં ચાગલા, પાલખીવાળા વગેરે સભ્યો હતા તેમણે ભલામણ કરી હતી કે વડા જજની નિમણૂક કરવામાં માત્ર સિનિયોરિટીનું ધારણ ન રાખવું પણ ગુણવત્તાનું શરણ સ્વીકારવું. માત્ર રિ:નિયેરિટી બે દોષ છે. નિમાયેલ વડા જજની મુદત બહુ ટૂંકી હોય તો ઘડી