________________
(3)
૧૨
પ્રબુધ્ધ જીવન
જોઈએ તેવી ડાહી ડાહી શિખામણે પણ આપણે આપી શકીએ નહિ, ૧૯૫૦ના દાયકામાં ભારતમાં આ પ્રકારનું વલણ દેખાતું હતું પણ ૧૯૬૨માં ચીની હુમલા થયા તે પછી બીજા દેશને મોટી મોટી શિખામણ આપવાનું જે વલણ હતું તે અદૃશ્ય થઈ ગયું. આપણે તો ઘણું ઈચ્છીએ કે આપણા દેશને બધા વખાણે. અમેરિકનોને પણ આવી ટેવ છે. અમેરિકનોને એવી વાત ગમે છે કે અન્ય દેશના લોકોને પણ અમેરિકનો બહુ ગમે. પરંતુ તે હમેશાં શકય નથી.
વળી વિદેશનીતિમાં લાગણીવેડાને પણ બહુ સ્થાન નથી. વિદેશનીતિ ઘડવામાં આપણે વધુ પડતા આદર્શવાદી કે લાગણીપ્રધાન થઈએ તે આપણા દષ્ટિકોણ ધૂંધળા બની જાય છે. દા. ત. થોડા મહિના પહેલાં બ્રિટન સાથેના આપણા વ્યાપાર કરારને પ્રશ્ન આવ્યો ત્યા૨ે લાકસભામાં ઘણા સભ્યો ઉશ્કેરાઈને બાલતા હતા કે “બ્રિટન આપણને વ્યાપારમાં સગવડો ન આપે તે આપણે રાષ્ટ્રકુળમાંથી નીકળી જવું જોઈએ.” આ પ્રકારને ઉશ્કેરાટ કે અધીરાઈ ચાલે નહિ, આ અધીરાઈની સામે આપણે બ્રિટનના દાખલા લઈએ. ડિસેમ્બર ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ સમયે બ્રિટનની રૂઢિચુસ્ત સરકારે પણ ખૂબ જ સમતોલ રીતે અને ન્યાયપૂર્ણ રીતે વર્તન કરીને ભારતના પ્રશ્નને નૈતિક ટેકો આપ્યો હતા, બીજાં દાખલા લઈએ. ચીને અમેરિકાને ગાળેા ભાંડવામાં કંઈ બાકી રાખ્યું નથી. પરંતુ પ્રમુખ નિકસને ચીન સાથેના સંબંધે બાંધવામાં આ ગાળે! પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નથી. એટલે કોઈપણ દેશે વિદેશીનીતિના ઘડતર વખતે તત્કાળના પ્રસંગે કે ક્ષુલ્લક વાતોને લક્ષ્યમાં લઈને કે ધૂંધવાઈ જઈને લાંબા ગાળાના દષ્ટિકોણને ભૂલવા ન જોઈએ.
ઘણી વખત ખોટી ભ્રમણા અને વધુ પડતા આત્મવિશ્વાસને કારણે વિદેશનીતિનું ખાટુ' ઘડતર થઈ જાય છે. અમેરિકાને ૧૯૫૬ની આસપાસનાં વરસે દરમિયાન ભ્રમણા હતી કે તે જગતમાં સૌથી વધુ બળવાન દેશ છે અને તેની સર્વોપરિતા અજેય છે. પરંતુ આપણે જોયું કે અમેરિકાની આ અજેયતા વિયેટનામમાં પોકળ પુરવાર થઈ. વળી અમુક દેશ આપણા કાયમનો દોસ્ત છે કે કાયમના દુશ્મન છે તેવી ભ્રમણા રાખવી ન જોઈએ. “રાજકારણમાં કોઈ કાયમી દાસ્ત નથી હતા કે કોઈ કાયમી દુશ્મન નથી હોતા; રાજકારણમાં હમેશાં કાયમી હિતા હોય છે.” ચીન આ નીતિ અનુસરે છે. ચીન હમેશાં પોતાના રાષ્ટ્રહિતને આગળ રાખીને જ વિદેશનીતિ ઘડે છે.
તા. ૧-૫-૭૩
આપણું રાષ્ટ્રહિત જાળવવા જતાં અન્ય રાષ્ટ્રનું હિત જોખમાતું હોય તેવી વિદેશનીતિ ઘડી શકીએ નહિ. સંયુકત રાષ્ટ્રસંઘની રચનાઃ આ માટે જ થઈ છે. સંયુકત રાષ્ટ્રસંઘના સભ્ય બનીને અમુક અંશે દરેક દેશે પેાતાની સાર્વભૌમ સત્તાને મર્યાદિત બનાવી છે. અત્યારે તે અણુશકિત ધરાવતા દેશે પણ અન્ય દેશના હિત પરત્વે દુર્લક્ષ રાખીને વરતી શકતા નથી. કારણ કે હવે બીજા દેશે પાસે પણ અણુશકિત છે. આમ અત્યંત શકિતશાળી એવાં તમામ રાષ્ટ્રોને અણુશકિતએ શકિતહીન બનાવી મૂકયાં છે.
દરેક દેશ વિદેશનીતિનાં ઉચ્ચારણા કરતી વખતે પોતાની શકિતને પણ ખ્યાલ કરવા જોઈએ. આર્થિક શકિત કેટલી છે તેને પણ અંદાજ રહેવા જોઈએ. અમુક મોટા સિદ્ધાંતાની વાત કરીએ અને પછી તેનું પાલન ન કરી શકીએ ત્યારે અન્ય દેશની સામે આપણે હાંસીપાત્ર બનીએ છીએ. દા. ત. ઓકટોબર ૧૯૫૬માં હંગેરીએ. રશિયા સામે માથું ઊંચક્યું ત્યારે વાઈસ એફ અમેરિકાનાં પ્રસારણમાં હંગેરીના લોકોને બળવા માટે મેટા મોટા પ્રેરણાના શબ્દો કહેવાતા હતા. પરંતુ હંગેરીના બળવામાં રશિયા સામે અમેરિકાએ કશી જ મદદ ન કરી. આ બાબતમાં અમેરિકાના ત્યારના વિદેશમંત્રી શ્રી જોન ફોસ્ટર ડલેસને પૂછવામાં આવ્યું ત્યારે તેણે એટલે જ ખુલાસા આપ્યો કે “અમે મદદ કરીએ તો અણુયુદ્ધ ફાટી નીકળે,” જે અમેરિકા આ પ્રકારે લાચાર હતું તે વોઈસ ઓફ અમેરિકાએ પ્રસારણેામાં બહુ બહાદુરી બતાવવાની જરૂર નહોતી.
વિદેશનીતિ શબ્દોની વ્યૂહરચના જેવી જડ નથી. રાજકીય સ્થિતિ અને સંયોગે બદલાય છે તે પ્રકારે આપણા અભિગમ અને વલણ પણ બદલાય છે. ૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી સ્થિતિ બદલાઈ હતી. તે પહેલાં આપણાં વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ બંગલા દેશમાં પાકિસ્તાની અત્યાચાર અને નિરાશ્રિતાના પ્રવાહને ધીરજથી સહન કરી લેવા પડયા હતા. સમગ્ર સંઘર્ષ દરમિયાન આપણે મુત્સદ્દીને શાભે તે રીતે ધીરજથી કામ લીધું હતું.
વિદેશનીતિના મહત્ત્વના અંશા ચર્ચીએ છીએ ત્યારે આપણી સમક્ષ “બેલેન્સ ઓફ પાવર”શકિતની સમતુલા અને શાંતિમય સહઅસ્તિત્વની બાબતો તુરત નજરે ચઢે છે. છેલ્લી બે સદીઓથી શકિતની સમતુલા અંગેના વિચાર આપણી પાસે યુરોપના આંગણેથી આવ્યા છે. વિશ્વમાં એવી અનિવાર્ય સ્થિતિ આવી પડે છે ત્યારે શકિતની સમતુલાનો વિચાર કરવા જ પડે છે. ૫૫ કરોડની વસતિવાળા ભારતની સામે ૫ કરોડની વસતિવાળા પાકિસ્તાનને બેસાડીએ ત્યારે શકિતની સમતુલાની વાત ગળે ઊતરે છે. આ વિચારન પ્રભાવ રશિયા, અમેરિકા અને યુરોપના દેશ ઉપર ઘણા છે. આ મેટા દેશ વિદેશનીતિ ઘડતી વખતે માત્ર પોતાના ખંડના જ નહિ પણ એશિયા અને આફ્રિકાના દેશોને પણ વિચાર કરે છે. જો કે ઘણી વખત શકિતની સમતુલાની વાતને તબકકે પણ પહોંચાડવામાં આવે છે. છતાંય આ વિચાર જગતમાં સ્થિરતા અને શાંતિનું તત્ત્વ લાવી શક્યા છે. વળી છેલ્લાં ૨૫ વર્ષથી શાંતિમય સહઅસ્તિત્વના હેતુને ઘણા દેશોએ પેાતાની વિદેશનીતિમાં અપનાવેલ છે. જો કે આ સહઅસ્તિત્વની વ્યાખ્યા અને તેના અમલના સ્વરૂપમાં ભિન્નતાં દેખાય છે.
હાસ્યાસ્પદ
આધુનિક વિશ્વમાં આર્થિક હિતેાએ પણ હવે મહત્ત્વના ભાગ ભજવવામાં માંડયો છે. કાચા માલાનો પુરવઠો, વેપાર અને વિદેશી સહાયની બાબતો હવે વિદેશનીતિ ઘડતી વખતે મહત્ત્વનું સ્થાન પામી રહેલ છે. દક્ષિણ આફ્રિકામાં યુરેનિયમ છે તેને કારણે તે દેશ સાથેના ઘણા દેશેાના સંબંધ। બાંધતી વખતે સિદ્ધાંતોને નેવે મૂકવા પડે છે. વળી આરબ દેશે। પાસેનું ક્રૂડ તેલ યુરોપ, અમેરિકા અને જાપાનને નરમ રાખે છે. વિદેશનીતિના ઘડતરમાં આર્થિક બાબત મહત્ત્વની હોઈને ઘણા દેશ વિદેશી સહાયને પોતાના હથિયાર તરીકે પણ વાપરે છે, જો કે હવે અર્થિક સહાયનો ઉપયોગ વિદેશનીતિને સબળ બનાવવામાં કરવા સામે ઘણા વિરોધ જાગે છે. મુત્સદ્દીગીરી વિદેશનીતિનું એક મહત્ત્વનું હથિયાર છે. ૧૭મી સદીમાં સર હેન્રી નામના કવિએ રાજદૂતે માટે કહેલું કે રાજદૂતોને અન્ય દેશેામાં જૂઠાણાં કહેવા માટે જ મેકલવામાં આવે છે. જો કે હવે કોઈ પણ દેશ વિષેનાં જૂઠાણાં લાંબા વખત ચાલતાં નથી. સાચી પરિસ્થિતિનું જ્ઞાન તરત થઈ જાય છે, એટલે રાજદૂતોએ નૈતિક બળ બતાવીને પેાતાના દેશ વિષે ખરી પરિસ્થિતિને જ ખ્યાલ આપવા જોઈએ. રાજદૂત અને રાજકીય નેતાએ બીજી ઘણી કઠિન કામગીરી બજાવવાની હાય છે. જેના હાથમાં વિદેશનીતિના દારીસંચાર હાય તેણે સમજાવટ, બાંધછે., સમાધાન અને પછી છેલ્લે જ બળનું પ્રદર્શન કરવાનું હેાય છે. ઠંડે પેટે વિવેકપૂર્ણ વિચાર કરીને અને ધીરજ રાખીને જ અન્ય દેશો સાથેના સંબંધોને મૂલવી શકાય છે. મુત્સદ્દીગીરી એ જ વાતમાં છે કે સામા પક્ષના તેજોવધ કર્યા વગર કે વાટાઘાટો તૂટી પડે તેવું કંઈ કર્યા વગર સંબંધા જાળવી રાખવા જોઈએ. એક દષ્ટિએ રાજકારણમાં બળના વિકલ્પ તરીકે મુત્સદ્દીગીરીના ઉપયોગ થવો જોઈએ. સંકલન : કાન્તિ ભટ્ટ
માલિક: શ્રી મુંબઇ જૈન ધ્રુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪ ≥ નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ. મુંબઈ—૧
12