________________
તા. ૧-૫-૭૩
પ્રબુદ્ધ જીવન
૧૧
ભણી લઈ જાય તેવો ડર લાગે છે. અત્યારની સરકાર પિતાને વચનબદ્ધ કહેવડાવે છે. એટલે તેણે તંગી નિવારવા અને ભાવ- , વધારાને રોકવા માટે કંઈક નક્કર કરવું જ જોઈએ. તેને માટે ઉત્પાદન વધારવાને સીધો રસ્તો છે. પણ તે વાતને અગ્રતા આપવાને બદલે સરકાર અન્ય હથિયાર વાપરે છે. તેમાં મુખ્યત્વે (૧) બજારનું નિયમન અને અંકશે; અને (૨) રાષ્ટ્રીયકરણનું વિસ્તરણ એ બે હથિયારો સરકાર વાપરે છે.
સરકાર એક અમલદારની મનોવૃત્તિ રાખીને કામ કરતી જણાય છે. જિલ્લા કલેકટર ચીજોની તંગી નિવારવા બિચારો શું કરે? તેના જિલ્લાની અંદર માલની હેરફેર પર પ્રતિબંધ મૂકે અગર તો ભાવ ઉપર અંકુશ મૂકે. ચીજોને પુરવઠો વધારવાની વાત તેના હાથની નથી. તે રીતે જ સરકાર અને તેનું ઉચ્ચ વહીવટી તંત્ર અંકુશો અને નિયમન દ્વારા તંગીને ટાળવા મથે છે. જો કે અહીં એ સ્પષ્ટ કરવા માંગું છું કે હું મુકત વેપારનો હિમાયતી નથી. આયોજિત અર્થતંત્રમાં અમુક પ્રમાણમાં નિયમને અને અંકુશો જરૂરી છે જ,
પરંતુ સરકાર અંકુશ અને નિયમને વાપરે ત્યારે તેણે બજારના માગ અને પુરવઠાનાં પરિબળો અને આખા બજારની તંત્ર-વ્યવસ્થા (માકેટ મિકેનિઝમ)ને સમજવાની જરૂર છે. આપણું અર્થતંત્ર આ બજારની તંત્ર-વ્યવસ્થા હેઠળ ચાલે છે. લક્ષ્યાંકો ઠરાવ્યા હોય કે અમુક માગ ઊભી થવાની હોય તેની સામે ઉત્પાદન તે કરવું જ જોઈએ. હવે કોઈ પણ સરકાર જ્યારે અંકશનું હથિયાર અજમાવવા માગે ત્યારે આ બજારની તંત્ર-વ્યવસ્થાને ન સમજે તે ગરબડ ઊભી થાય છે. ઉત્પાદકની પોષણક્ષમતા જાણ્યા વગર નીચા ભાવ ઠરાવાય તો ઉત્પાદન વધે નહિ. પછી તે ઠરાવેલા નીચા ભાવો જ અસ્તિત્વમાં રહે અને માલનું કયાંય અસ્તિત્વ ન હોય! સરકારે બજરની તંત્ર-વ્યવસ્થાને સમજયા વગર અંકુશ મૂકયે રાખ્યા એને કારણે આવશ્યક ચીજોની તંગી વધવા માંડી.
જ્યારે ઉત્પાદકને લાગ્યું કે અંકુશિત બજારવાળી આવશ્યક ચીજોમાં નફો નથી ત્યારે ઉત્પાદકો મોજશોખની અને બિનઆવશ્યક ચીજોના નિર્માણમાં પડવા માંડયા. આને કારણે અત્યારે આવી બિનઆવશ્યક ચીજોના ગંજ ખડકાયા છે. સવારે છાપું ખેલો તો આ મેજશોખની ચીજો માટે ગ્રાહકો શોધવા માટે મોટી મોટી જાહેરખબરો જોવા મળશે. નવાઈની વાત એ છે કે આ બધી બિનજરૂરી અને ગંદી જાહેરખબર છાપવા માટે આપણે ન્યૂઝપ્રિન્ટની આયાતમાં મેટું હૂંડિયામણ વેડફીએ છીએ! જશેખની ચીજો ખપાવવા માટે જાહેરખબર છપાવવી પડે છે, ત્યારે આવશ્યક ચીજો ભૂગર્ભમાં ચાલી ગઈ છે. એ ચીજોમાં ગ્રાહક માલની પાછળ ફરે છે. બજારનાં પરિબળોને સમજ્યા વગર અંકુશે આવ્યા તેને કારણે બીજી વિપરીત અસર એ થઈ કે આપણા જ ઉદ્યોગપતિઓ દેશની કાગળની તંગીને એમ ને એમ રહેવા દઈ વિદેશમાં કાગળનાં કારખાનાં સ્થાપે છે. ભારતમાં સિમેન્ટની તંગી છે તે પણ ભારતમાં આપણે ઉદ્યોગપતિ સિમેન્ટનું કારખાનું સ્થાપતો નથી અને પરદેશમાં કારખાનું સ્થાપે છે. ઉદ્યોગપતિને કારખાનાઓ સ્થાપવા ભારતનું વાતાવરણ અનુકૂળ જણાતું નથી.
આ દળવાળી આર્થિક પ્રક્રિયામાં બીજું એક કમનસીબ તત્વ ઉમેરાયું છે અને તે છે રાજકારણ. હકીકતમાં તે સમજ વગરના અંકશે અને નિયમને એક પ્રકારે રાજકીય પક્ષના તંત્રને મજબૂત બનાવવા અને પક્ષને મંડળને તરબતર કરવામાં ઉપયોગી થાય છે. કેટલાક મુકત વેપારના હિમાયતી મુકત વેપારની વાત કરે છે, પણ જો તેમ થાય છે તે તગડ લેકે એક દિવસ પણ મુકત અર્થતંત્રમાં જીવી ન શકે. ઊલટાનું હાલનાં અંકુશો અને નિયમને જેમ રાજકારણીઓને જીવતા રાખે છે તેવી જ રીતે તે ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓને તગડા રાખે છે. સામાન્ય સમજની વાત છે કે ચીજો ઉપરના અંકુશે કે પ્રતિબંધને નાને માણસએટલે કે સામાન્ય જનતા ઉ૯લંધી શકતી નથી, પરંતુ માલદાર માણસે અંકશન ગાળિયામાંથી સહેલાઈથી છટકી શકે છે. આમ અંકશે આખરે તે સામાન્ય જનતા માટે આફતરૂપ બને છે.
આવી સ્થિતિ છતાં સરકાર સમાજવાદની વાત કરે છે અને તે સમાજવાદના અમલ માટે રાષ્ટ્રીયકરણ અને જાહેર ક્ષેત્રના વિસ્તરણનું સહેલું હથિયાર અજમાવે છે. જાહેર ક્ષેત્રમાં સંચાલકીય કુશળતાની ખામી
મૂળભૂત કરી છે અને તેને કારણે આપણે નુકસાન કરીએ છીએ. આ નુકસાનથી આપણે એટલા ટેવાઈ ગયા છીએ કે અમુક અર્થશાસ્ત્રીએ એમ પણ કહેવા લાગ્યા છે કે “જાહેર ક્ષેત્ર તે નુકસાન જ કરતું હોવું જોઈએ.” રાષ્ટ્રીયકરણનો માપદંડ વિચિત્ર છે. અમુક ઉદ્યોગ નુકસાન કરે છે કે ગેરવહીવટ કરે છે એટલે તેનું રાષ્ટ્રીયકરણ થાય છે. પણ રાષ્ટ્રીયકરણ થયા પછી શું થાય છે? સરકાર પાસે નુકસાન કરે છે. આમ સરકાર નુકસાન કરી શકે છે, તેનાં સાહસેમાં ગેરવહીવટ ચાલે છે, પણ ખાનગી ક્ષેત્રને તેમ કરવાની છૂટ નથી.
જાહેર ક્ષેત્રનાં સાહસેનું જતન કરવાને બદલે તે રાજકીય પક્ષ માટેના અખાડા બન ગયા છે. તેના વડા તરીકે ચૂંટણીમાં હારેલા ઉમેદવારો કે નિવૃત્ત સરકારી અમલદારને મૂકવામાં આવે છે. વળી આ સરકારી કારખાનાના સંચાલકોનાં માનસ પણ જોવા જેવો છે. અગાઉના રાજાના દીવાન જેવું માનસ આ સંચાલકો ધરાવે છે. દીવાને રાજા, રાણી, રાજકુમાર અને રાજકુમારીને જાણતા, પણ પ્રજાને જાણતા નહિ. તે રીતે સંચાલકો માત્ર કયા પ્રધાનને રીઝવવાથી કામ ચાલે છે તે વાત વધુ જાણે છે. આમ જાહેર ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા કે નફાકારકતા વધારવાની બાબત ગૌણ બની જાય છે.
જ્યારે આ ક્ષેત્રનું વિસ્તરણ જ થતું જશે અને ખાનગી ક્ષેત્ર સાંકડું થશે અને તેના દ્વારા મળતા કરવેરા ઓછા થશે ત્યારે જાહેર ક્ષેત્રને જંગી ખર્ચ કયાંથી કાઢીશું તેને કોઈ વિચાર કરતું નથી. બીજી પંચવર્ષીય યોજના ઘડતી વખતે આપણે સ્વપ્નાં સેવતા હતા કે જાહેર ક્ષેત્ર જે નફો કરશે તેમાંથી આખી ચોથી યોજનાને ખર્ચ નીકળશે. પણ અત્યારે તે સ્થિતિ એવી છે કે આખી ચોથી યોજનાને ખર્ચ જાહેર ક્ષેત્રનાં સાહસે નુકસાન ખાઈ જશે !
નોંધવા જેવી વાત એ છે કે જાહેર ક્ષેત્રના કે અન્ય કર્મચારીઓએ સમાજવાદની વિચારશ્રેણી પચાવી નથી. જાહેર ક્ષેત્રના મોટા કર્મચારીઓ મોજશોખથી રહે છે. તેની આ રહેણીકરણી જોઈને નાના કામદારો પણ ઊંચાં વેતને માગે છે. એ હિસાબે જાહેર ક્ષેત્ર કે ખાનગી ક્ષેત્રના કામદારોના માનસમાં કોઈ તફાવત નથી. દેશના કુલ ૧૫ કરોડના માનવબળમાં ૧૦ કરોડ કૃષિક્ષેત્રમાં અને ૫ કરડ બિનકૃષિક્ષેત્રમાં છે. આ માનવબળમાંથી ૨ કરોડ જેટલા કામદારો વ્યવસ્થિત ક્ષેત્રમાં છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે ૨ કરોડ કામદારો હડતાળ પાડી શકે તેવી સ્થિતિમાં છે. આ લોકો ભાવવધારાની સાથે વેતનવધારે માગ્યા કરે છે અને તેથી ફુગાવાનું વિષચક્ર ચાલ્યા જ કરે છે.
[૪]
પણ ચા ની આ હિસાબ જાદરાના
વિદેશનીતિનું ઘડતર
શ્રી ગગનવિહારી મહેતાના વ્યાખ્યાનને સરભાગ
વિદેશનીતિ એ ગહન વિષય છે. વિદેશી બાબતો અંગે આપણે અનભિન્ન છીએ કારણ કે તે બાબતે સમજવી સહેલી નથી. એ સમજાય ત્યારે જ તેની ગંભીરતાનો ખ્યાલ આવે. એક ટૂચક છે. રસ્તા ઉપર એક માણસ ચાલ્યો જતો હ. તેને બીજો માણસ સામે મળ્યા. કંઈ પૂછયા વગર તે માણસને એક થપાટ મારી દીધી. થપાટ ખાનારા માણસે પૂછયું “કેમ ભાઈ, કંઈ કારણ? મેં આજે તારું શું બગાડયું છે ?” જવાબમાં પેલા માણસે કહ્યું, “તેં આજે કંઈ કર્યું નથી, પણ છ મહિના પહેલાં તેં મને હિપોપોટેમસ કહ્યો હતો અને ત્યારે મને ખબર નહોતી કે હિપોપોટેમસ શું છે? પણ ગઈ કાલે હું પ્રાણીસંગ્રહાલયમાં ગમે ત્યારે હિપોપોટેમસ શું છે તેની ખબર પડી.”
વિદેશી બાબતોનું પણ આમ છે. તે ન સમજાય ત્યાં સુધી તેના કદને કે સ્વરૂપને ખ્યાલ આવતું નથી. હું અહીં ભારતની કે અમેરિકાની કે બીજા કોઈ દેશની વિદેશી નીતિ વિશે નહિ કહું પરંતુ વિદેશનીતિ એટલે શું? તે સમજવા માટે હું “વિદેશ નીતિ એટલે શું નહિ ?” તેવો અભિગમ લઈને વિદેશનીતિની વાતને સ્પષ્ટ કરવા પ્રયાસ કરીશ.
ભવ્ય અને ઊંચા સિદ્ધાંતોની ઉદ્ઘાપણામાં જ વિદેશનીતિ સમાઈ જતી નથી. બીજા લોકોએ એટલે કે અન્ય દેશેએ શું કરવું