________________
૧૦
પ્રબુદ્ધ જીવન
બેંકો, નાણાં સંસ્થાઓ અને ઔદ્યોગિક કંપનીએ એકરાગ થઈને મંડી પડી. કોઈના મેાઢામાંથી અલગ સૂર જ નહાતા નીકળતા. પરવાનાની કોઈ લમણાઝીંક નહોતી. ટૅબલ ઉપર બેસીને જ તમામ પ્લાનની પતાવટ થઈ હતી. જાણે આખું રાષ્ટ્ર એક બનીને ઉંઘોગેા પાછળ મચી પડયું. અને તેનું પરિણામ જુએ. અત્યારે જાપાન વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશેમાં ત્રીજે નંબરે છે અને ઈલેકટ્રેડનિકસમાં બધાને હંફાવે છે. આપણા દેશમાં આ પ્રકારની એકરાગતા છે ખરી? જાપાને જે નૈતિક બળ અને તાલમેળનું દર્શન કરાવ્યું તે આપણે બતાવી શકતા નથી.
બીજું, આપણે દર્દીની ટૂંવા જોઈએ. એટલે કે આપણા અર્થતંત્રના ઈતિહાસને અને તે દરમિયાન આપણે લીધેલા નિર્ણય અને અભિગમને તપાસીએ. કેટલાક ચાવીરૂપ આર્થિક નિર્ણયોને કારણે જ હાલની આપણી સબળાઈ કે નબળાઈ દેખાય છે તે આપણે સૌપ્રથમ સ્વીકારવું જોઈએ. સ્વતંત્રતાનાં થોડાં વરસ બાદ આપણે આયોજિત અર્થતંત્ર પસંદ કર્યું. તેમાં કાંઈ ખોટું નહાતું. રશિયા અને ચીને પણ આયોજન કર્યું હતું. પરંતુ ભારતમાં ઉત્પાદનનાં સાધના કેન્દ્રીકરણ પામ્યાં નહાતાં. આપણે મિશ્રા અર્થ તંત્રના આશરો લીધા, પરવાના, પરિમટા અને આયાત માટે હૂંડિયામણની ફાળવણી કે પ્રતિબંધોના આશરો લીધે..
ઉપરાંત ૧૯૫૦ના દાયકામાં આપણે ખેતીને બદલે ઉઘોગાને અગ્રતા આપવાની અને ઉઘોગા તરફ વધુ રાષ્ટ્રીય સાધનો વાળવાની નીતિ અપનાવી તે નિર્ણય પણ સાચો હતો. ઘણા કાગ્રેસીઓ ત્યારે કૃષિક્ષેત્રને અગ્રતા આપવાનું કહેતા હતા. પરંતુ ખેતીને અદ્યતન બનાવવા માટે ખાતર, ટ્રેકટર, પંપ અને વીજળીની જરૂર પડે છે અને એ તમામ ચીજો ઔદ્યોગિક વિકાસ થાય તે જ મળે તેમ હતી. બીજી પંચવર્ષીય યોજનાના આરંભથી પાછા આપણે ભારે ઉદ્યોગા અને પાયાના ઉદ્યોગે તરફ વળ્યા. આપણે ત્યારે રશિયન માડેલની ઔદ્યોગિક નીતિથી પ્રભાવિત થયા હતાં. આ બારામાં આપણે રશિયાના એક કડવા અનુભવ ટાંકવા જોઈએ. ભારે ઉઘોગામાં પડેલા રશિયામાં હજી જે કાપડ કે પગરખાં બને છે છે તે વપરાશી ચીજો ઉપર ધ્યાન દેવાયું ન હોઈને તે ચીજો ભારત જેવી ગુણવત્તા પણ ધરાવતી નથી.
૧૯૫૦ના દાયકાના અંત ભાગમાં ઔદ્યોગિક નીતિવિષયક ઠરાવ પછી આપણે સરકારી માલિકીના ઉદ્યોગાનું વિસ્તરણ કરવા માંડયા. જો કે અન્ય ઘણા દેશની સરખામણીએ આપણા ખાનગી ક્ષેત્રનું પ્રમાણ જાહેર ક્ષેત્ર કરતાં નીચું છે. સ્વીડનમાં મોટા ભાગના ઉદ્યોગે સરકારી ક્ષેત્રે છે. પરંતુ સરકારી સાહસનો અનુભવ બતાવે છે કે જ્યાં એક જ સ્વરૂપની કે સમાન કક્ષાની પેદાશ હોય ત્યાં સરકારો સાહસ વધુ ઉપયોગી નીવડે છે. દા. ત. ટપાલ સેવા, ટ્રાન્સપોર્ટ અને રેલવે વગેરેમાં સ્પર્ધાનું તત્ત્વ ન હોઈને તેમાં સરકારી ક્ષેત્ર સારુ કામ કરી શકે છે. પરંતુ વપરાશી માલા માટે સરકારી ક્ષેત્રની ઘણી મર્યાદાએ આવી જાય છે. આવી ચીજોમાં સરકારી સાહસ નફો ન કરે તે અગર ઓછા કરે તે કોઈ બાલતું નથી પણ નુકસાન કરે છે એટલે તરત જનતાની આંખે ચઢે છે. આપણે ધીરે ધીરે પાયાના ઉદ્યોગથી શરૂ કરીને વ્યાપારી પ્રવૃત્તિ, સહકારી પ્રવૃત્તિ, હસ્તકારીગીરીના ઉદ્યોગો વગેરે તમામમાં સરકારી ક્ષેત્રનું વિસ્તરણ કરવા લાગ્યા છીએ. રાજ્ય પરકારોને ય જાણે ચેપ લાગ્યો હાય તેમ તામિલનાડુને તે રાજ્યની એક એલ્યુમિનિયમ કં પનીનું રાષ્ટ્રીયકરણ કરવાની તલંબ લાગી હતી.
અધૂરામાં પૂરું આપણે દેશના તમામ નાણાસાધનાની ફાળવણીનું કેન્દ્રીકરણ કરી નાખ્યું છે. પરવાના, વિદેશી હૂંડિયામણ, વિદેશી મૂડીરોકાણ વગેરે બાબતમાં કેન્દ્રની પરવાનગીની જરૂર રહે છે. અગ્રતાક્રમ નક્કી કરવામાં પણ કેન્દ્ર ઉપર મીટ માંડવાની રહે છે. જ્યારે દેશ મેટો હોય ત્યારે આ પ્રકારનું કેન્દ્રીકરણ ઔઘોગિક વિકાસમાં બાધારૂપ નીવડે છે.
ઉપર આપણે રોગીનું બંધારણ અને તેની ટેવના ઈતિહાસ જોયા. હવે તેના રોગને જોઈએ. એટલે કે વર્તમાન સ્થિતિ શું છે તેને ઉપરના પૃથક્કરણના ઉપલક્ષમાં જ જોઈએ. ઉપર જણાવેલા આર્થિક બંધારણ અને આપણે લીધેલા આર્થિક નિર્ણયાની પ્રક્રિયામાં જે કાંઈ સાચુંખાટું થયું તેનાં પરિપાકરૂપે આપણે વર્તમાન વિષમ આર્થિક પરિસ્થિતિને અનુભવ કરીએ છીએ.
તંગીવાળી ચીજોના ભાવો વધ્યા જ કરે છે અને તેને વધુ ઉત્પાદનથી પહોંચી વળવાનું આપણા હાથમાં રહેતું નથી ત્યારે આપણે
તા. ૧–૫-૭૩
અન્ય રસ્તાઓ અજમાવીએ છીએ. આપણે કેવી રીતે આ સ્થિતિને પહોંચી વળીએ છીએ કે હાલમાં કેવી નીતિ અપનાવીએ છીએ તે સીધી રીતે કહેવાને બદલે હુ'બે વિભિન્ન પ્રકારની નીતિ અપનાવતા દેશના દાખલા આપીશ.
રશિયાએ તમામ ચીજોનું વિતરણ સરકાર હસ્તક લીધું અને અમુક ‘લકઝરી’ની ગણાય તેવી ચીજો ઉપર‘ટર્ન - ઑવર - ટેકસ’ નાખીને રોજિંદા વપરાશની ચીજોને સસ્તી કરવાના પ્રયાસ કર્યો. બીજી બાજુ લેટિન અમેરિકન દેશોએ તેમના ફુગાવાને સરકારી મંજૂરીની મહાર મારી, એટલે કે કામદારો વધુ વેતન માગે તે આપવા માંડયા અને સામેથી કંપનીઓને પણ કરવેરામાં રાહત આપી. નિકાસને ક્ષેત્રે લેટિન અમેરિકન દેશના માલ ન પરવડે એટલે તેના ઉપાય તરીકે દર વર્ષે પેાતાના ચલણનું નિયમિત રીતે અવમૂલ્યન કરવા માંડયું. આવી રીતે ફુગાવાની સામે વિધિસર રીતે જ માથું નમાવીને લેટિન અમેરિકન દેશોએ વિકાસના વૃદ્ધિવેગ હાંસલ કરવા માંડયા.
એ હિસાબે આપણે હવે વર્તમાન આર્થિક બીમારી માટે કેવા રસ્તા અપનાવવા તે અર્થશાસ્ત્રીઓના હાથની વાત રહી નથી. રશિયન મોડેલને અપનાવવું કે લેટિન અમેરિકન દેશના રસ્તા અપનાવવા કે ભારતને અનુરૂપ હોય તેવા ઈલાજ શોધવા તે હવે રાજકારણીઓના હાથની વાત છે. પણ દેશનું મૂળભૂત કાઠુ મજબૂત છે એટલે દર્દી મરશે નહિ તે ચોક્કસ છે.
[3]
આર્થિક બીમારીના સરકારી
ઇલાજો ઊંધી દિશાના
[ગોખલે ઈન્સ્ટિટયૂટ ઑફ પેલિટિકસ એન્ડ ઈકોનોમિકસ, પૂનાના ડાયરેકટર પ્રા. વી. એમ. દાંડેકરના વ્યાખ્યાનને સારભાગ ]
હાલની આર્થિક સમસ્યાના સ્વરૂપને ખરેખર તે કોઈ સમજી શકતું નથી છતાં બધાય વર્તમાન આર્થિક પરિસ્થિતિ અંગે જુદી જુદી વાતો કરે છે. પણ ઊડીને આંખે વળગે તેવાં આર્થિક બીમારીનાં બે લક્ષણા આપણે જાણીએ છીએ : સર્વત્ર ચીજોની તંગી અને ખાસ કરીને આવશ્યક ચીજોની તંગી વરતાય છે. તેમાં અનાજની તંગીને કદાચ આપણે કામચલાઉ ગણી શકીએ. વરસાદ બરાબર પડયા નથી એટલે તંગી ઊભી થઈ છે. આવતે વર્ષે વરસાદ પડેતે વળી એનાજની તંગી નિવારી શકાશે તેવી આશા રાખી શકાય. પરંતુ વીસ વર્ષના આયોજન પછી પણ આપણે વીજળી, સિમેન્ટ, કાગળ, દૂધ અને બીજી આવશ્યક ચીજાની તંગીને નિવારી શકયા નથી. આયોજકો વીજળીની વિશાળ માગને જાણતા હતા છતાંય આપણે તે બાબતમાં ઊંઘતા રહ્યા છીએ.
અહીં એ સમજી લેવું જોઈએ કે ૨૦ વર્ષ પહેલાં પણ આપણે અન્નની તંગી અનુભવતા હતા, પરંતુ તે સમયની અને અત્યારની પરિસ્થિતિ જુદી છે. હવે આપણે વિકસિત અર્થતંત્રની જટિલતામાં પહોંચ્યા છીએ. એક ચીજની તંગી અન્ય ક્ષેત્રમાં કડીબદ્ધ તંગીની અવસ્થા ઊભી કરે છે. વીજળી ન હોય તે સિમેન્ટ પૂરી ન બને અને સિમેન્ટ ન હોય તે બાંધકામ મંદ પડે; અને બાંધકામ મંદ પડે તેા રહેણાક અને રોજગારી ઉપર અસર પડે છે.
વર્તમાન આર્થિક સમસ્યાનું બીજુ અંગ વધતા ભાવેામાં દષ્ટિગોચર થાય છે. વધતા ભાવાને વશમાં લેવાનું સરકારના હાથમાં રહ્યું નથી. વળી સરકાર જાણતી પણ નથી કે વધતા ભાવને કેવી રીતે નાથવા! સરકાર મથામણ તો કરે જ છે, પણ ભાવવધારા માટે બીજાને હેડળીનું નાળિયેર બનાવે છે અને ખાર્ટી દિશામાં પગલાં લે છે.
પણ આર્થિક સમસ્યાનું ત્રીજું એક મહત્ત્વનું પાસું છે તે જાણવા અને સમજવા જેવું છે. સરકારની સમજ આર્થિક સમસ્યાના હાર્દ સુધી પહોંચી નથી. એટલે સરકાર આર્થિક બીમારીને હટાવવા જે ઈલાજ શોધે છે તે કદાચ આપણને વધુ હાડમારી
10
૭