________________
તા. ૧-૫-૭૩
પ્રબુદ્ધ જીવન
હોલાન્ડ, ડેનમાર્ક અને સ્વીડન જેવા ટચૂકડા દેશે સુધી આપણું ભિક્ષાપાત્ર પહોંચી ગયું. તેમ છતાં ય ૧૯૬૨માં ચીને હુમલો કર્યો ત્યારે આપણી આંતરિક નબળાઈ છતી થઈ ગઈ. બ્રિટને ત્યારે મદદ કરવામાં ઠંડું વલણ અપનાવ્યું અને અમેરિકા સાથે સહાયના કરાર કરવા પડયા. ચની હુમલાને હેતુ જો કે મર્યાદિત હતું. તેણે ગેરકાયદેસર રીતે જે ભૂમિ પચાવી પાડી હતી તેના ઉપર તેણે મજબૂત હક્ક જમાવ્યો અને ભારતની આબરૂને વિશ્વમાં ઝાંખી પાડી.
ઝાંખી પડેલી આ પ્રતિષ્ઠાને આપણે પાકિસ્તાને ૧૯૬૫માં કાશમીર ઉપર ફરી હુમલો કર્યો ત્યારે અમુક અંશે ઊજળી કરી. શકયા. ચીની હુમલા વખતે અમેરિકા મદદે ચઢયું અને આ વખતે હરાવેલા પાકિસ્તાન સાથે સુમેળ કરવા રશિયા આગળ આવ્યું અને તાશ્કેદ કરાર થયા. તેમાં આપણે એટલી ખા ખાધી કે પાકિસ્તાન પાસેથી થોડીક ભૂમિ મેળવીને આપણે જીતેલી ઘણી ભૂમિ પાછી આપી દીધી અને તેના બદલામાં પાકિસ્તાન ફરીથી હુમલો નહિ કરે તેવી ખાતરી પણ મેળવી ન શકયા.
છેલ્લે પાકિસ્તાને ૧૯૭૧માં પાછી ગુસ્તાખી કરી ત્યારે આપણે તેને બંગલા દેશથી અલગ કરવામાં સફળ થયા અને ફરી આપણે મે થોડે ઊંચે આવ્યું. અમેરિકન સહાય સ્થગિત થઈ છતાં આપણું આર્થિક માળખું સદ્ધર થયું હોઈને તેમ જ આંતરિક રાજકારણ સ્થિર હોવાને કારણે આપણે બંગલા દેશના લાખે નિરાશ્રિતોને આપણા ૯૦ લાખ ટન અનાજના બફર ટેંકમાંથી આસાનીથી નિભાવી શકયા. આમ સિમલા કરાર કરતી વખતે આપણા આત્મવિશ્વાસ દષ્ટિગોચર થયો હતો તે માત્ર રાજકીય જીતને કારણે જ નહિ પણ આપણા ધીંગા આર્થિક માળખાને કારણે હતો.
એ હિસાબે આપણે તારણ કાઢી શકીએ કે ભારત સહિત કોઈ પણ દેશની વિદેશનીતિ તે દેશની આર્થિક અને સામાજિક સ્થિતિનું સ્પ પ્રતિબિંબ પાડે છે. નબળું અર્થતંત્ર અને નબળી સામાજિક રચનાનું પ્રતિબિંબ સુરત વિદેશનીતિ ઉપર પડે છે.
આપણા દેશને અન્ય દેશોએ માનથી બોલાવવો પડે છે તેનાં કુદરતી કારણો આપણી તરફેણમાં છે. આપણા દેશ માટે છે. આપણું ભૌગોલિક સ્થિતિ રાજકીય દષ્ટિએ અનુકૂળ છે. ઉપરાંત આપણી પાસે મજબૂત અને સ્થિર સરકાર છે. આ જમા પાસાની સામે ઉધાર પાસામાં રૂા. ૫૦૦૦ કરોડનું રોકાણ ખાઈ જનારાં જાહેર કોત્રનાં બિનઉપજાઉ કારખાનાં છે. તેને માટે હંમેશાં વિદેશથી કાચા માલે વગેરે આયાત કરવા મેટું હૂંડિયામણ જરૂરી બને છે. બીજું આપણું કૃષિક્ષેત્ર હજી પણ વરસાદની દયા ઉપર નભે છે. આને કારણે ૯૦ લાખ ટન અનાજને બફર સ્ટેક ચવાઈ ગયા પછી આપણે ભારતમાં એનાજ માટે દુકાને ગૂંટાયાના કિસ્સા સાંભળીએ છીએ.
આમ જ્યાં સુધી આંતરિક સ્થિતિ મજબૂત ન બને અને આપણું અર્થતંત્ર ધીંગું ન બને ત્યાં સુધી એક ગૌરવપૂર્ણ વિદેશનીતિ ઉભારવાનું મુશ્કેલ બનશે.
વખત તે એવો પણ પ્રશ્ન ઊભો થાય છે કે આ તકલીફે કોણે પેદા કરી? બહારની કોઈ ગેબી શકિત તે આ આપદા ઊભી કરતી. નથી ને તેવી પણ શંકા જાય છે.
આપણી આર્થિક હાલતને તપાસતી વખતે આપણે કઈ રોગીને તપાસીએ ત્યારે જે તપાસ અને નિદાન કરીએ છીએ તે રીતે આપણે હાલની આર્થિક હાલતને જોઈએ. રોગીને તપાસતી વખતે આપણે તેના શરીરના બંધારણને જોઈએ છીએ. તેની ટેવ અને વર્તણૂકને તપાસીએ છીએ. રોગ કઈ જાતને છે તે નક્કી કરીએ છીએ અને પછી ઈલાજ શોધીએ છીએ.
એ દષ્ટિએ જોઈએ તે આપણા અર્થતંત્રના બંધારણને પ્રથમ ચકાસવું જરૂરી છે. ચાર પાંચવર્ષીય જનાઓ પછી પણ આપણે આપણને ઉદ્યોગીકરણ પામેલા દેશ તરીકે ઓળખાવી શકતા. નથી. હજી પણ આપણું અર્થતંત્ર ખેતી ઉપર ઘણું નિર્ભર રહે છે. દેશની કુલ કાચી રાષ્ટ્રીય પેદાશને ૫૦ ટકા હિસ્સો આપતા કૃષિક્ષેત્રની કુલ જમીનમાંથી માત્ર ૨૦ ટકા જમીનને જ આપણે સિંચાઈ હેઠળ લાવી શક્યા છીએ. બાકીની ૮૦ ટકા મેઘરાજાની દયા ઉપર જીવે છે! પેટે લિયમ અને બિન-લેહ ધાતુની બાબતમાં આપણે સ્વાવલંબી નથી. પેટ્રેલિયમની આપણી જરૂરિયાતના ૨૫ ટકા જ આપણે ઘરઆંગણે પેદા કરી શકીએ છીએ. બળતણની તંગી અને વીજળીની તંગી આપણે ભેગવીએ જ છીએ. એલ્યુમિનિયમ સિવાયની બિન - લેહ ધાતુમાંની ઘણી ધાતુઓ આપણે આયાત કરવી પડે છે. વળી બોકસાઈટ નામના ખનિજમાંથી એલ્યુમિનિયમ બને છે તે બેકસાઈટ પણ અન્ય દેશે જેવી ગુણવત્તા ધરાવતા નથી. વીજળીની તંગી ટાળવા માટે આપણે અણુવીજળીના ક્ષેત્રે પ્રવેશ્યા છીએ. છતાં ય વીજળીની માગ એટલી બધી છે કે એકાદ ચોમાસું નિષ્ફળ જાય એટલે વીજળીની તંગી અનુભવતા થઈ જઈએ છીએ.
જો કે પેટે લિયમ, નોન-ફેરસ ધાતુ કે શકિતનાં સાધનો થકી જ કોઈ દેશના બંધારણની રચના થતી નથી. કોઈ પણ દેશનું માનવબળ અને તે બળની ગુણવત્તા પણ ટાંચા સાધનના કોષ્ઠ ઉપાગ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. સદ્ભાગ્યે આપણા દેશમાં કામદાર અને બુદ્ધિશાળી વર્ગની ગુણવત્તા ઘણી જ સારી છે. આપણા કામદારને યોગ્ય તાલીમ મળે તે યુરોપના કેઈ પણ કુશળ કારીગરની બરોબરી કરે તેવો તે બને છે. દા. ત. કોઈમ્બતુરની યંત્રો બનાવતી એક કંપનીએ સ્વિઝરલેન્ડમાં બને છે તેવી જ ટેકસ્ટાઈલ મશીનરી બનાવીને વિદેશીઓની પ્રશંસા મેળવી હતી. પૂર્વ જર્મનીના એક ઈજનેરી કેન્દ્રાકટમાં ૨૨૦ જેટલા ભારતીઓએ ઉત્તમ કુશળતા બતાવી છે.
પરંતુ જાપાનમાં જે રીતે કામદારો તેમના ઉદ્યોગ સાથે કે પેઢી સાથે ઓતપ્રોત થઈ જાય છે, તે પ્રકારે આપણા કામદારો માટે ભાગે થઈ શકતા નથી. પેઢીને પોતાની નહિ પણ કઈ પારકી માનવાને આ અભિગમ આપણા પોલાદનાં કારખાનાંને ઊંચાં જ આવવા દેતા નથી. વળી આર્થિક ક્ષેત્રે જે પ્રકારની નેતાગીરીની જરૂર છે તેની ઊણપ દેખાય છે. એ હિસાબે આપણે રોગીના બંધારણને તપાસીએ છીએ, એટલે કે આર્થિક બંધારણને તપાસીએ છીએ ત્યારે આર્થિક નેતાગીરીમાં કયાં ખોટ રહી ગઈ છે તે પણ જોવું જોઈએ. આપણે આ વાતને જુદી રીતે સમજવા જાપાનને દાખલો લઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનમાં પારાવાર તંગી હતી. જાપાનના નેતાઓએ અને ઉદ્યોગપતિઓએ નિર્ણય લીધે કે ટચૂકડા અને સુંવાળા ઉધોગે ઉપર બહુ મદાર ન બાંધો. ભારે ઉદ્યોગ જેવા કે જહાજવાડા, ઈલેકરે નિકસ અને ઈજનેરી ઉધોગને અગ્રતા આપવી. આ નિર્ણય લેવા એટલે જાપાનની સરકાર,
વર્તમાન આર્થિક પરિસ્થિતિ યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના અધ્યક્ષા ડૉ. જે.એસ. રાજના વ્યાખ્યાનને સારભાગ.
દેશમાં અત્યારે કોઈ પણ જગ્યાએ દષ્ટિ ફેરવો. દુઃખ, દર્દ અને આપત્તિનાં ઊંડાં મૂળ બેસી ગયાં હોય તેવું જણાશે. અનાજ લૂંટવાના બનાવો, તંગી, ભાવવધારો અને કાળાં બજરની રોકકળ સંભળાય છે. વિટંબણાઓ જાણે રોજની વસ્તુ બની ગઈ છે. આ સ્થિતિ દેશને કયાં લઈ જશે તેવો પ્રશ્ન થાય. ઘણી