SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ તેના દિલમાં ભરેલી કડવાશ વિશે જાણ કરી ત્યારે ાણભર તે એ મૂંગા રહ્યો. પછી તેણે કહ્યું, ‘હું ખૂબ જ દિલગીર છું. પણ કલાડી તેને નિર્ણય બદલે તેમ કરવા – તેને સમજાવવા તમે એકેએક પ્રયાસ કરી એમ હું ઈચ્છું છું.’ ‘એ કદાચ અશકય છે.’ મેં કહ્યું.‘કલેાડીને જ્યારે અનાથાલયમાં મૂકી ત્યારે તે અંધ બની રહી છે તેની તમારાં પત્નીને હતી એ સાચી વાત છે?' પ્રબુદ્ધ જીવન જૉન સ્કવાયર્સ ખમચાયો. છેવટે તેણે કહ્યું, ‘સત્યને ઘણાં પાસાં હોઈ શકે છે. કૃપા કરીને પ્રયાસ પડતેા ન મૂકશો.' મે તેને કહ્યું કે હું કલોડીઆના દત્તક માતાપિતને મળીશ અને તેમને સાથ મેળવવા મથીશ. તે સાંજે કલેડી કલબમાં જવા નીકળી ગઈ હોય એવા સમય પસંદ કરીને હું બ્લેર-૬ પતીને ઘરે પહોંચ્યા. તેઓ સ્પષ્ટપણે જ ઉષ્માભર્યું હ્રદય ધરાવતાં પતિપત્ની હતાં. પણ જ્યારે મે તેમની મદદ માગી ત્યારે શ્રીમતી બ્લેર ક્ષુબ્ધ બની બોલી ઊઠાં, ‘લેા ડીને તેની માતા સાથે હવે કશી જ લેવાદેવા શા માટે હોય તે હું સમજી શકતી નથી.' બ્લેર નિષ્ઠાપૂર્વક બાલ્યા, ‘તમે એ જાણા એમ અમે ઇચ્છીએ છીએ કે ક્લેડીને તેની માતાની વિરુદ્ધ થઈ જવા અમે કયારેય પ્રેરી નથી. તેનામાં કટુતા ભરેલી જણાતી હોય તે તે અનાથાલયમાં તેની માતા તેને મૂકી ગઈ તે પ્રસંગને તે ભૂલી શકી નથી તેને કારણે છે.’ ‘તમે ત્યારે જો તેને જોઈ હાત ! ' શ્રીમતી બ્લેર ભભૂકી ઊઠયાં, અમે એ અનાથાલયમાં એક નાના બાળકને દત્તક લેવા ગયાં હતાં. પણ ત્યાં નવ વર્ષની આ કલેડીને અમે જોઈ. પિતા નહિ, માતા નહિ અને તે આ ંખનું તેજ ગુમાવી રહી હતી. અમે તેને લીધા વિના રહી શકયાં નહિ પણ અમને તે વિશે કદી અસાસ થયા નથી.’ ‘એ સાચું છે.’ બ્લેરે કહ્યું. તે અમારી પોતાની પુત્રી હાત તે ય અમે તેને આથી વધુ ચાહતાં ન હોત.’ મે નરમાશથી દબાણ કર્યું, ‘ તે પછી તેની પેાતાની માતાને શું થતું હશે તે તમારે સમજવું જોઈએ.’ અમે કલાકથી વધુ સમય સુધી વાત કરી, કલેાડી જે કડવશં મનમાં ભરીને બેઠી છે તે તેના આખા જીવનને કોરી ખાશે એમ મેં દર્શાવ્યું. એ કડવાશને હમેશ માટે ભૂંસી નાખવી એ વધુ સારું નહિ હાય ? સમજાવટની મારી બધી જ શકિતઓને મે કામે લગાડી હતી. છેવટે તેઓએ એકબીજા સામે જોયું અને શ્રીમતી બ્લેરે ધીમેથી કહ્યું, ‘અમે આ વિશે કલેડીને વાત કરીશું. તમે તેને કાલે સાંજના ટેલિફોન કરજો, છેવટના જવાબ તે તેણે જ આપવા જોઈશે.' મેં ફોન કર્યો કે લાડી લાગલી જ ભભૂકી ઊઠી, ‘મને છેડી દેવામાં આવી હતી- તજી દેવાઈ હતી ! મારી માતાની બંને સૌથી વધુ જરૂર હતી ત્યારે જ તેણે મને રઝળતી મૂકી દીધી કારણ એક આંધળી છેકરીના બાજો તેને વેઢારવા ન હતો એ હું માફ કરું એવી તમે મારી પાસે અપેક્ષા રાખો છે ? ' ‘તમે ક'ઈ નહિ તે છેવટે તેને તેના પક્ષે શું કહેવાનું છે એટલું તે સાંભળશે ને ! ' ઘણી વાર સુધી લેડી મૌન રહી. છેવટે તેણે કહ્યું, ‘ભલે, મને દત્તક લેનારાં માતાપિતાને હું ખૂબ ચાહું છું, તેમને ખુશ કરવા હું તેને મળીશ, માત્ર એકવાર. પણ તેના વિશે મારા મનમાં જે ધૃણા છે તેને કશું જ કદી પલટી શકશે નહિ. કશું જ નહિ !” મેં જૉન સ્કવાયર્સને ટેલિફોનથી જાણ કરી. તેણે કહ્યું કે તે અને તેની પત્ની તે રાત્રે વિમાનમાગે લાસ એન્જેલસ આવશે ‘મને લાગે છે કે ક્લેડી પહેલાં એકલી તેની માતાને મળે તા. ૧-૧-૭૩ એ વધુ ઈષ્ટ હશે, તેણે કહ્યું : હાલમાં હું બાજુબાજુમાં બે રૂમ રાખીશ અને સવારમાં તમને ફોન કરીશ.' બીજી સાંજે લેડીની ગભરામણ અને તેની પ્રતિકારની નિ હું સમજી શકતે હતો. શ્રીમતી સ્કવાયર્સના રૂમ તરફ હું તેને દોરી ગયા ત્યારે કલાટીએ મારા હાથ સખત રીતે પકડી રાખ્યેા હતો. ‘તેની સાથે મને એકલી મૂકીને જતા ન રહેશે’ તેણે કહ્યું, ‘તમે મને અંદર લઈ જાવ. હું તેને હેલા એમ કહીશ . અને એટલું બસ થઈ પડશે.’ મેં બારણા પર ટકોરા કર્યા અને અમે રૂમમાં પ્રવેશ્યાં. એક મોટી આરામખુરશીમાં ભૂરી આંખોવાળી મહિલા બેઠી હતી. તેના વાળ ભૂખરા ન હોત તા કોઈ તેને કલેડીની બહેન જ માની લે. લેડી ધૂ જતી હતી તે હું અનુભવી રહ્યો હતો. તેણે ધીમા સાદે કહ્યું, ‘હેલે ! ‘કેટલાં વર્ષો વીતી ગયાં ! ' ર્રીમતી સ્કવાયર્સને ભાવક પિત સ્વર સંભળાયા. ‘આ પ્રસંગે કહેવા માટે મેં કેટલું કેટલું ગેાઠવી રાખ્યું હતું ! અને અત્યારે એ કશુંય મને યાદ નથી. તારે। અવાજ હજીય એવા જ રણકતા છે, તે રાત્રે મેં સાંભળ્યો હતો, બરાબર એવા જ−' ‘પ્લીઝ ! ' ‘પાસે આવ.’ શ્રીમતી સ્કવાયર્સે કહ્યું, ‘મારે તને જોવી છે.' હું કલેાડીને તેની માતાની નજીક લઈ ગયો. અમે પાસે જતાં તે હાથ લંબાવી ઊભી થઈ. પણ પેાતાની પુત્રીને આશ્લેષમાં લેવા તેણે પ્રયાસ ન કર્યો. તે તેમ કરશે એવી મે અપેક્ષા રાખેલી. એને બદલે તેના હાથ લાડીના ખાને સ્પર્થા અને ત્યાંથી ખસીને તેના ચહેરા તરફ ગયા. હેતભરી આંગળીઓ ત્વરાથી અને ચોકસાઈપૂર્વક એ ચહેરાને તાગ લઈ રહી હતી. ‘આહ ! ’તેણે હળવેથી કહ્યું. ‘તું મેટી થઈ ગઈ છે. અને કેટલી બધી સુન્દર ” લોડીના હાથ સંકોચસહ ઊંચે ઊંચકાયા અને તેની માતાના હાથને સ્પર્ધા. ‘તું ...’ ક્લેડી રૂંધાતા સાદે બાલી, ‘તું... શું નું પણ –' ‘હા,’ તેની માતાએ જવાબ આપ્યો, ‘હું પણ જોઈ શકતી નથી, પણ ગમે તેમ, તને મે' ગમે ત્યાં પિછાણી લીધી હોત.' ‘ઓહ !’ કલેડીએ અચાનક રડી પડતાં કહ્યું, ‘ મને જો એ ખબર હોત ! હું કદી મને લેવા ફરી આવી નહિ તેનું હવે મને આશ્ચર્ય રહ્યું નથી. તારે મને છેડી દેવી પડી હતી, શા માટે ? તે પણ હવે સમજી ગઈ છું ! પણ મને કોઈએ આ વાત કયારેય કરી નહિ .. હું પાસેની બીજી રૂમમાં ગયો. તેમાં એક ઊંચા પુરષ બારી પાસે ઊભા રહી શહેરનાં દશ્યોને નજરથી ઝીલી રહ્યો હતા. તે મારા તરફ ફર્યો. અને તેના ચહેરા પરની તાણ મે જોઈ. ‘બધું બરાબર છે, મિ. સ્કવાયર્સ, ’ મેં કહ્યું. ‘બધું જ હવે બરાબર છે.' તેની પત્નીના અંધત્વ વિશે તેણે મને શા માટે કહ્યું ન હતું ? ‘તેને ડર હતા કે તમે કદાચ કહી દેશેા', તેણે કહ્યું. ‘કલોડી તેને દયાને ખાતર જ મળવા તૈયાર થાય એ વિચાર તેને માટે અસહા હતા.’ લેડી આ પછીય બ્લેર- પતીની સાથે જ રહી છે. પણ જે હવે તે અને તેની માતા સ્નેહ અને સમજદારીમાં - દૃષ્ટિ ગુમાવી રહેલી એક સ્ત્રી કેવા વાત્સલ્યભાવથી પ્રેરાઈને, એવા વારસાગત રોગનાં ચિહ્નો દાખવી રહેલી બાળકીને, જે બાળકીને અંધ અને વિધવા માતા આપી શકે તેથી વિશેષ સ્નેહ અને હૂંફની જરૂર હતી તેને તજી દેવા તૈયાર થઈ તે વાત્સલ્ય ને સ્નેહની સમજદારીમાં ફરી એકબીજાની નજીક આવ્યાં છે તે આપ્તજન બની ગયાં છે. : મૂળ લેખક : એડ ગાલ્ડફેડર [ ‘રીડર્સ ડાયજેસ્ટ”માંથી | અનુ: હિંમતલાલ મહેતા
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy