________________
૩૦૪.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૧૯૭૨
---
ભંગાણ પડયું અને ઈન્દિરા ગાંધીએ હિંમતપૂર્વક સમયાવધિ કરતાં ૧૪ મહિના પહેલા લોકસભાની મધ્યસત્ર ચૂંટણી કરાવી, મેટી બહુમતિ મેળવી. ધારાસભાના ઉમેદવારની પસંદગીમાં જેમની સામે ભાણ- ચરના આરોપ હતા એવા ઘણા પ્રધાને અને આગેવાન વ્યકિત- એને હટાવી સાફસૂફી કરી. ખાસ કરી જેની પિતાને જાતમાહિતી હતી તેવા પંજાબના પ્રધાનના કેવા હાલ થયા તેને રમૂજી અને તાદશ ચિતાર આપ્યો. કેન્દ્ર કે રાજ્યમાં અસ્થિર રાજતંત્રના દુષ્પરિણામે લોકોએ ભેગવ્યાં હતાં અને તેનાં ભયસ્થાને સમજી ગયા હતા. વિરોધ પક્ષો પાસે “ઇન્દિરા હટા’ સિવાય કોઈ કાર્યક્રમ ન હતું. જોકસભા અને ધારાસભાની ચૂંટણીનાં પરિણામનાં કારણેની તટસ્થ સમાલોચના થી ખુશવંતસિંગે કરી. ભાવિ પરિસ્થિતિ વિશે તેમણે ચિતા વ્યકત કરી. એક જ વ્યકિતના હાથમાં સર્વ સત્તા કેન્દ્રિત થતી જાય તેમાં લોકશાહી માટે તેમને જોખમ લાગ્યું. આપણું બંધારણ સમવાયતંત્રી છે અને રાજ્યોને નિશ્ચિત સત્તા છે. આપણી લોકશાહી બ્રિટિશ પદ્ધતિની, સમગ્ર કેબિનેટ પાર્લામેન્ટને જવાબદાર રહે તેવી છે. આ બન્ને લક્ષણે તેમને ભૂંસાતાં લાગે છે. કેબિનેટના પ્રધાને પૂતળાં થતા જાય છે અને પાર્લામેન્ટને જવાબદાર ન હોય તેવી વ્યકિતએ વડા પ્રધાનના સલાહકાર બની, સમાન્તર કેબિનેટ ઊભી થઈ છે અને અમેરિકન પ્રેસિડેન્ટિયલ ટાઈપનું તંત્ર રચીનું હોય તેવું તેમને લાગ્યું. રાજ્ય અને કેન્દ્રમાં સ્થિર રાજતંત્ર હોય તે અાવકારપાત્ર હોવા છતાં, રાજ્ય અને તેના ગવર્નરે કેન્દ્રના તાબેદાર માત્ર રહે તે આપણા બંધારણને અનુરૂપ નથી. રીટ્રપતિ તરીકે શ્રી ગિરિ પદનું ગૌરવ કે સ્વતંત્રતા જાળવી શક્યા નથી.
રજી દેસાઈ tragedyધનાની બાધા કરેલ
શ્રી અટલબિહારી વાજપેયીના પ્રવચનને માટે ભાગ વર્તમાન ચૂંટણીપદ્ધતિની અપૂર્ણતાએ અને તેથી પરિણામનાં અનિષ્ટો પ્રત્યે ધ્યાન દોરવા ઉપર હતા. તેમના મતે આ ચૂંટણીપદ્ધતિ લોકમતનું સાચું પ્રતિબિમ્બ પાડતી નથી અને વિકૃત પરિણામ લાવે છે. તેમણે દાખલે આપ્યો કે દિલહીમાં શાસક પક્ષને દા લાખ મત મળ્યા અને જનસંઘને પા લાખ મત મળ્યા છતાં બહુમતી બેઠકો શાસક પક્ષને ફાળે ગઈ. તેમણે સ્વીકાર્યું કે ચૂંટણીપદ્ધતિના આ દોષને લાભ ૧૯૬૭ માં વિરોધ પક્ષોને મળ્યા હતા. તેથી તેમનો વિરોધ આ ચૂંટણીમાં શાસક પક્ષને માટી બહુમતી મળી તેની સામે ન હતો પણ પદ્ધતિ સામે હતે. બીજે ચૂંટણી ખૂબ ખરચાળ થતી જાય છે, જેમાંથી કાળાં નાણાંના વ્યાપક ઉપયોગનું અનિટ જન્મે છે. કોઈ ઉમેદવાર સાચા હિસાબો રજૂ કરતા જ નથી, અને કાયદાની મર્યાદામાં ખર્ચ કરી ચૂંટણી જીતવી અશક્ય છે. રાજકીય પક્ષોએ પોતાના હિસાબો રજૂ કરવા જોઈએ. રાજ્ય ચૂંટણીખર્ચ ભોગવવું જોઈએ, વગેરે તેમની સૂચનાઓ હતી. વર્તમાન ચૂંટણીમાં સરકારી સાધનોને અને કાળાં નાણાંને શાસક કેસે બહોળો ઉપયોગ કર્યો છે અને તેથી ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે સમાન ધારણ ન હતું. It was an unequal fight. શાસક કોંગ્રેસની નીતિરીતિ સંબંધે તેમણે ઘણા પ્રહારો કર્યા, પણ તેમાં કડવાશ કરતાં વિનેદ વધારે હતા તેમ લાગે. હારી ગયા તેની નિરાશા નથી, ફિર લડેંગે એવી વૃત્તિ હતી. પિતાના પક્ષના દોષ પ્રત્યે સભાનતા હતી. અમારે કરવું જોઈએ તેટલું અમે કર્યું નથી એમ કહીને વધારે જાગ્રત રહેવા જણાવ્યું. ભારત - પાકિસ્તાની યુદ્ધ અને બંગલા દેશની મુકિતમાં ઈન્દિરા ગાંધીનાં નેતૃત્વ અને હિંમત મુકતકંઠે બિરદાવ્યાં. ભવિષ્ય વિશે કહેતાં તેમને આગ્રહ હતેા કે લેકશાહીમાં વિરોધ પક્ષ અને વિરોધી મતને પૂરું સ્થાન રહેવું જોઈએ. વર્તમાન પ્રવાહો વિશે ચિંતા વ્યકત કરવા છતાં ભાવિ અંધકારમય ન ગણતાં Wait & Watch, એવું વલણ લાગ્યું. તેમણે કહ્યું કે અમારા Co:structive approacત્ર રહેશે. ઈન્દિરા ગાંધીને
હવે પાંચ વર્ષ પૂરા સમય અને મેટી બહુમતી મળ્યાં છે. તેથી આપેલ વચન પૂરાં ન કરવાનું કોઈ બહાનું રહેતું નથી. અટલબિહારી વાજપેયી યુવાન છે. જૂની પેઢીના વૃદ્ધ નેતા અને નવી પેઢીના, વિરોધ પક્ષના પણ, યુવાન નેતા વચ્ચે કેટલે ફેર હોય તે દેખાઈ આવ્યો.
છેલ્લું પ્રવચન ફૂંક મેરાયસનું હતું. મેરાઈસ દેશના એક શ્રેષ્ઠ પત્રકાર છે. દુનિયા ઘૂમી વળ્યા છે. લગભગ બધા દેશની આગેવાન વ્યકિતઓને તેમને અંગત પરિચય છે. નહેરુનો ગાઢ સંપર્ક હતો. તેમના પ્રવચનની શરૂઆતમાં જ એક હકીકત તેમણે ભારપૂર્વક જણાવી કે આપણે દેશ હવે દુનિયામાં અને ખાસ કરીને, એશિયામાં, નિર્ણયાત્મક સ્થાન (Pivotal Position) ભગવે છે. રશિયા અને ચીન વચ્ચે આપણું મહત્ત્વનું સ્થાન છે. બંગલા દેશની મુકિતથી આપણી અગત્ય વધી છે. ઈન્દિરા ગાંધીના નેતૃત્વ અને રાજદ્વારી કુનેહને બિરદાવતાં તેમણે કહ્યું છે કે આટલી સત્તા નહેરુએ પણ પ્રાપ્ત કરી ન હતી. ૧૯૭૧ પહેલાં, પોતે ઈન્દિરા ગાંધીના સખત વિરોધી રહ્યા હતા તેને ઉલ્લેખ કરી, પિતાને અભિપ્રાય કેટલેક દરજજે તેમણે બદલાવ્યો છે તે જણાવ્યું. લાલબહાદુર શાસ્ત્રીને ભારોભાર અંજલિ અર્પી. તેમનું અવસાન આટલું અકસ્માત થયું ન હોત તો ભારતને ઈતિહાસ કદાચ જુદો હોત.
નહેરુએ નવી પેઢી - ઈન્દિરા ગાંધીની પેઢીને – અવગણી હતી અને જનતા સાથે સંપર્ક ગુમાવ્યો હતો. ને નહેરુના સાથીદારોએ પણ નહેરુનું અનુકરણ કર્યું હતું. પરિણામે નહેરુના અને લાલબહાદુર શાસ્ત્રીના અવસાન પછી એ જ જૂની વૃદ્ધ નેતાગીરી ( same old guard ) પ્રજાને વિશ્વાસ ગુમાવી બેઠી. મેરારજી દેસાઈ દેશના વડા પ્રધાન ન થયા તેથી કોઈ અનિષ્ટ થયું નથી. It was not a tragedy.
ધારાસભાની ચૂંટણીઓમાં સરકારી સાધને વ્યાપક ઉપયોગ અને બંગાળમાં ચૂંટણીઓ વિશે જયોતિ બસુ અને ગોપાલને કરેલ આક્ષેપ સંબંધે તેમને અભિપ્રાય પૂછતાં તેમણે જણાવ્યું હતું કે એવી કોઇ માહિતી મારી પાસે નથી અને તેથી હું કોઈ અભિપ્રાય આપવા ઈચ્છતો નથી. પણ મતદારની સાન અને સમજણની તેમણે પ્રશંસા કરી.
આર્થિક વિકાસ અને સમાનતાના ભાગે લેકશાહી તત્ત્વ ઉપર વધારે પડતો ભાર મૂક્વામાં આવે છે એવા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે એ હકીકત સાચી છે અને તેમણે પોતે પણ કેટલેક દરજજે એવી ભૂલ કરી હતી.
એક વ્યકિતના હાથમાં અમાપ સત્તા એકત્રિત થઈ છે તે વિશે તેમણે ચિતા વ્યકત કરી હતી. આ પાંચ વર્ષના ગાળામાં આ સત્તાને ઈન્દિરા ગાંધી કે ઉપયોગ કરે છે તે જોવાનું રહે છે. ન્યાયતંત્ર અને વર્તમાનપત્રોની સ્વતંત્રતા અખંડ નહિ રાખે તે ભારે જોખમ છે. જે વિશાળ સત્તા ઈન્દિરા ગાંધીને પ્રાપ્ત થઈ છે તેને પરિણામે જુલ્મ જહાંગીરી (tyranny) આવશે કે નહિ એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ઈન્દિરા ગાંધીએ મધ્યમ માર્ગ સ્વીકાર્યો છે અને અત્યારે એવો ભય જણાતો નથી. ભારતપાકિસ્તાન યુદ્ધમાં વિજય મળે અને બંગલા દેશની મુકિત થઈ તે માટે ઈન્દિરા ગાંધીનાં શકિત અને નેતત્વની પ્રશંસા કરી. પણ ઉમેર્યું કે, she has the luck of a devil.
આ ચારે વ્યાખ્યાનો ખૂબ વિચારપ્રેરક Thought Provoking હતાં. જોકેએ ખૂબ રસ લીધો. દેશમાં નવી હવા નિર્માણ થઈ છે અને ખૂબ જાગૃતિ આવી છે. મારે દઢ મત છે કે ચૂંટણીમાં સરકારી સાધનોને ઉપયોગ થ હશે તેમ જ પુષ્કળ નાણાંને વ્યય પણ થયું છે છતાં ચૂંટણીમાં એકંદરે લોકોએ ભય કે લાલચથી નહિ પણ સમજણપૂર્વક મતદાન કર્યું છે. હવે પછીનાં પાંચ વર્ષ લોકો ખૂબ જાગૃતિવી જોશે. ૯-૪-૭૨
ચીમનલાલ ચકુભાઈ