________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૭૨
જ બંગલા દેશના ચોથા ભાગના વિકાસ ખર્ચને પહોંચી શકે તેમ છે. રંગપુર, સિલ્હટ, સૈદાપુર અને જમાલપુર ક્ષેત્રના બંગલા દેશના ચાના બગીચાવાળા અત્યાર સુધી અત્યંત મૂંઝવણમાં હતા. લડાઈની અનિશ્ચિતતાને કારણે ૧૯૭૧ને ચાના પાક રઝળતા હતા તે હજી નિકારા યા નથી. બંદરો ઉપર પડી રહેલા ચાના પાક નિકારા થતાં બંગલા દેશને રૂા. ૨૦ થી શ. ૨૫ કરોડનું તત્કાળ હૂંડિયામણ કમાવી આપે તેમ છે. ચાની આંતરરાષ્ટ્રીય હરીફાઈને નિવારવા ભારત અને લિાન સંયુકત પ્રયાસ કરે છે. તેમાં હવે બ્રિટિશ હિતવાળા બંગલા દેશના ચાના બગીચાના માલિકોને પણ જોડી શકાશે. આ બ્રિટિશ હિતા જે લંડનની ચાના લિલામમાં થતાં શેષણમાં ભાગીદાર બનશે તો સ્વાધીન બંગલા સરકારે એ દિશામાં કડક પગલાં ભરવાનાં રહેશે.
બંગલા દેશ અત્યારે તે એક વિજેતા દેશ ગણી શકાય. એ દષ્ટિએ છેલ્લા ૨૪ વર્ષમાં પશ્ચિમ પાકિસ્તાને જે શાષણ કરીને તેના લગભગ રૂા. ૧૫૦૦ કરોડ ચાવી ગયું છે તે પાછા માંગી શકાય છે. રૂા. ૩૫૦૦ કરોડની વિદેશી સહાય પાકિસ્તાને મેળવી હતી તેમાંથી માત્ર વીસમા ભાગ જ બંગલા દેશને આપ્યા હતા. ૧૮૭૧ માં ફ્રાંસ અને જર્મની વચ્ચે લડાઈ થઈ અને ફ્રાંસ હાર્યું ત્યારે જર્મનીએ ફ્રાંસ પાસેથી મેટો દંડ વસૂલ કર્યા હતા, બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ યહૂદીઓ ઉપર જુલમ ગુજારીને માલ મિલ્કત લૂંટી હતી. જર્મની હારી ગયા પછી હજી પણ બદલા રૂપે ઈઝરાયલને રોકડ રકમ દર વર્ષે આપે છે. પાકિસ્તાન તે! આ બદલા આપી શકશે કે કેમ તે શંકા છે પણ બંગલા દેશના સત્તાવાળાઓએ એક અંદાજ મુજબ રૂા. ૧૦૦૦ કરોડના બદલા માંગવાનું નક્કી કર્યું છે. આ રકમમાં અત્યાર સુધીનું આર્થિક શેષણ વિદેશી સહાયમાં પાતાને કરેલું બહારવટું અને છેલ્લે નવ મહિનામાં કરેલા માનવસંહાર દ્વારા બંગલા દેશના અર્થતંત્રને પહોંચેલી આર્થિક જફાની અંદાજી રકમે આવી
જાય છે.
એમ માનીએ કે ભારત શિવાય તત્કાળ વિદેશની મદદ ન આવે તે વિદેશી હૂંડિયામણ અંગે બંગલા દેશની શું સ્થિતિ થાય? એ સ્થિતિના અડસટો કાઢતાં ખાસ નિરાશાજનક ચિત્ર મળતું નથી. પાન, સેાપારી, તેજાના, ઈમારતી લાકડું, જંગલની પેદાશા, ચા, શણના ચાલા, કાગળ, દિવાસળી, ચામડું અને બીજી ચીજોની નિકાસ દ્વારા બંગલા દેશને વરસે રૂા. ૯૦ કરોડની ‘હૂંડિયામણ’ની કમાણી થતી હતી. આ તમામ નિકાસ પશ્ચિમ પાકિસ્તાન સાથે થતી હતી અને ચોક્કસપણે કહી શકાય કે તેમાં બંગલા દેશને ૧૦ થી ૧૫ ટકાનો માર ભાવમાં પડતા હતા. એટલે ખરી રીતે તે બંગલાદેશની નિકાસક્ષમતા રૂા. ૧૦૦ થી ૧૨૫ કરોડની ગણી શકાય.
નિકારાની સામે લગભગ તમામ આયાત પશ્ચિમ પાકિતાનથી થતી હતી. તેમાં કોલસા, નિમક, તેલિબિયાં, તમાકુ, અનાજ, કાપડ, મશીનરી, દવાઓ, ધાતુ, રબરના શાલા વેજીટેબલ તેલ અને સિમેન્ટ વગેરેની સમાવેશ થતો હતો. લગભગ રૂા. ૧૩૦ કરોડની આ આયાત પાકિસ્તાનમાંથી થતી તે ઉપરાંત માત્ર ગ઼. ૪ કરોડની આયાત પરદેશથી કરવા દેવામાં આવતી હતી એટલે રૂ. ૧૩૪ કરોડની આયાત અને રૂા. ૯૦ કરોડની નિકાસના આંકડાને લક્ષ્યમાં લેતાં એમ કહી શકાય કે બંગલા દેશને રૂ।. ૪૪ કરોડની વેપારખાધ રહેતી. પરંતુ આ આંકડો અત્યંત કૃત્રિમ, બૂરો અને શેષણખોરીના વાતાવરણના હાઈને આવતા બે વર્ષમાં આ ચિત્ર સાવ પલટાઈને બંગલા દેશને રૂા. ૨૫ થી ૫૦ કરોડનું અનુકૂળ વિદેશ વેપાર પાસુ કરી આપશે તેમાં લવલેશ શંકા નથી. કારણ કે કાપડ, તમાકુ, સિમેન્ટ, અને મશીનરીના ભાવા પશ્ચિમ પાકિસ્તાનના વેપારી એટલા બધા વધુ લગાવતા હતા કે રૂા. ૧૩૦ કરોડની આયાતમાં લગભગ ૨૦ થી ૨૫ ટકા જેટલા ગાળા નફાખોરીના કારણે જ રહેતા હતા.
બ્
એ હિસાબૅ વિદેશ વેપારમાં બંગલા દેશની આર્થિક ત્રેવડ અત્યંત ઊજળી બાજુ રજુ કરી દેશે.
આપણને એ વાત યાદ હશે કે ભાગલા પછી તુરત જ પશ્ચિમ બંગાળ અને આસામ - ત્રિપુરા વચ્ચેના રેલવે માર્ગ જે બંગલા દેશમાં ઈને જતા હતા તે તૂટી ગયા હતા. પાકિસ્તાનના અસહકારને કારણે પૂર્વમાં આપણે નવેસર તાબડતાળ રેલવે લાઈન નાંખીને જંગી ખર્ચ કરવો પડ્યો હતો. પાકિસ્તાનની આ આડોડાઈને કારણે એક તે મૂ!લ પહોંચાડવામાં વિલંબ થતા હતા અને વાહનખર્ચ પણ વચ્ચે હતા, હવે પછી જો કલકત્તા, ચટાંવ અને આસામ સાથેની રેલવે લાઈન સંધાઈ જાય તે બન્ને દેશ વચ્ચેના વ્યવહારથી લાભ થાય એટલું જ નહિ પણ આસામ અને ત્રિપુરાથી આવતા ચા, લાકડા, કાગળ અને તેજાના વગેરે માલેાના વાહનખર્ચ ઘણો જ ઓછા થઈ જાય. રારહદના સીલ આ રીતે ઊઘડતાં બીજો એક રસપ્રદ ફણગા એ ફૂટે છે કે, બંગલા દેશને માન્યતા આપવામાં આનાકાની કરતા નેપાળના દાણચોરીના ધંધા પશ્ચિમ પાકિસ્તાનના વેપારીઓની દુવાથી ચાલતો તે હવે બંધ થઈ જશે. જો કે દાણચારી ચાલુ રહેશે પણ તેમાંથી મળતી મલાઈ હવે નેપાળને ભાગે ઓછી આવશે!
૨૨૩
આમ શરૂમાં ભારતે રૂા. ૬૦૦ કરોડથી રૂા. ૭૦૦ કરોડના બેજો ઉપાડવા તૈયાર રહેવું પડશે. પણ તેની સાથે લાંબે ગાળે બંગલા દેશની રાજકીય સ્થિરતા જળવાય તે! કાચું શણ અને કાગળ મેળવીને તેની સામે ભારતના કાપડ, દવા, ઈજનેરી ચાલ, સામાન, તેમજ ઘણી વપરાશની ચીજોના વેપાર વધશે. એકંદર આશાનું ચિત્ર દેખાય છે. ૧૬ મી ડિસેમ્બરે બંગલા દેશને માન્યતા આપી ત્યારે મુંબઈની શેર બજારે પણ તેજી બતાવીને આ આશાના પડઘા કાન્તિ ભટ્ટ
પામ્યા હતા.
*
હું સત્યના વટેમાર્ગુ છુ
હું સત્યના એક વટેમાર્ગુ માત્ર છું. એ સત્યના માર્ગ મને જડયેા છે એમ કહું છું અને તેને શેધી વળવાને હું સતત પ્રયત્ન કરી રહ્યો છું એટલા જ દાવા કરું છું. હું એ પણ કબૂલ કરું છું કે હજુ એ સત્ય મને સાંપડયું નથી. પૂર્ણ સત્ય સાંપડવું એટલે આત્મરાક્ષાત્કાર કરવા અને પોતાના જીવનનું નિર્માણ લાધવું, એટલે કે, પૂર્ણાવસ્થાએ પહોંચવું. મારી પૂર્ણતાઓનું મને દુ:ખદ ભાન છે, અને એમાં જ મારું બધું બળ સમાયેલું છે, કારણ કે પેાતાની અપૂર્ણતા અને પેાતાનીટ્યુટીએ જાણવી એ આ દુનિયામાં દુર્લભ વસ્તુ છે.
*
જો હું પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકેલા હેત તે મારા પાડોશીનાં દૂ:ખ જોઈ અત્યારે જે રીતે દુ:ખી થાઉં છું તેવા દુ:ખી થાત નહીં, પૂર્ણ મનુષ્ય તરીકે હું તે ધ્યાનમાં લેત, તેના ઉપાય બતાવત અને મારામાંના અજેય સત્યના સામર્થ્ય વડે હું તે ઉપાય બીજાઓની પાસે લેવડાવત. પણ હજી તે હું કાચમાંથી જોતા હાઉં તેમ ઝાંખું ઝાંખું જ જોઈ શકું છું અને તેથી ધીરજપૂર્વક અને મહેનતપૂર્વકની રીતથી મને સૂઝે છે તે વસ્તુ મારે ગળે ઉતારવી પડે છે. આવી સ્થિતિ હાવાથી આજે ઘટાડી શકાય તેવા આધિવ્યિાધિઓમાં દેશ આખાને ડૂબેલા જાણવા છતાં અને પ્રત્યક્ષ જગન્નાથની છાયા હેઠળ સુદ્ધાં હાર્ડીપજર બનેલા હજારો-લાખા દેશબાંધવાને જોવા છતાં જે હું એ બધાના દુ:ખથી દુ:ખી ન થાઉં તો મારી માણસાઈ લાજે,
*
જ્ઞાન જ્યારે એટલું ઘમંડી બની જાય કે એ રડી પણ ન શકે, એટલું ગંભીર બની જાય કે એનાથી હસી પણ ન શકાય અને એટલું આત્મકેન્દ્રી બની જાય કે બીજા વિશે કશી ચિન્તા જ ન ક૨ે ત્યારે એ જ્ઞાન જ્ઞાન કરતાં વધારે ભયંકર બની જાય છે.
--ગાંધીજી