________________
તા. ૧૬-૨-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
ગત કરે છે
એના કાકા જાણતા હતા કે એક દિવસ ગવર્નર હાઉસની સામે ભારતની પિતાના દેશની સરકારને એમના જાતભાઈઓ સામે ગોળી ચલાવવી પડશે, કારણ ભારતની પ્રજા બહુ પછાત છે અને એ અંદર અંદર જ લડે છે. વળી બંગાળીની ખાસિયત વિશે જુડી કલારાને સમજાવે છે કે “બંગાળી કોઈની authority માનતા નથી; અંગ્રેજોની પણ નહિ, અને એમની પિતાની યે નહિ.” ટ્રેન્ડ હોટલની અગાસીમાંથી એક તરફ આ દંપતી સરઘસને જુએ છે, તે બીજી તરફ ખભે બકરો લઈ જતા બુધવારિ તથા તેના પરિવારને પણ જુએ છે. એ અગાસી પરથી નીચે આવી એની તસવીર ખેંચે છે એટલે બુધવારિ પૈસા માગવા હાથ ધરે છે. તે વખતે જુડી એની પત્નીને કહે છે: “India is a race of beggers. એ અમેરિકા આગળ, બ્રિટન આગળ, રશિયા આગળ ભીખ માગી માગીને તે એનું પેટ ભરે છે.” ૨ાંગ્રેજ આ બોલતો હોવાથી એના વકતવ્યમાં સ્વાભાવિકતા લાગે છે.
આ સરઘસમાં એક અરવિન્દ નામના બેકાર યુવક છે. એના ઘરમાં એની બુટ્ટી માં છે, માંદી પત્ની ગેપ છે, અને કૉલેજિયન બહેન સુસીમા છે. અરવિન્દને “ભદ્રકાળી મિષ્ટાન્ન ભંડાર’ને માલિક દિલીપ બેરા પૈસા પૂરા પાડે છે, વિલાયતી સિગારેટ પૂરી પાડે છે. એ એક દિવસના બે હજાર રૂપિયા રેસમાં ગુમાવે છે તેનું એને દુ:ખ નથી. દિલીપ સુસીમાને રેશમી સાડી, ઊંચી જાતનાં સેન્ટો આપે છે. એ અરવિન્દને કહે છે: “તારે નેકરી શું કરવા કરવી જોઈએ? તારે ઘરમાં આવી સરસ બહેન છેને?” અરવિન્દ સરઘસની લાઈનમાં ઊભો રહે છે. લાઈન શાને માટે છે તે જાણતા નથી. દિલીપને મિત્ર જાણીતે ઝવેરાતને વેપારી. શિરીષ પૈસા ક્યાં વાપરવા તે જાણતા નથી. દિલીપ એને સમજાવી, અરવિન્દને ત્યાં સુસીમાનું પ્રલોભન આપીને મળે છે. અરવિન્દ એ ભાવભીનું સ્વાગત કરે છે. સુસીમાં માનતી નથી, કારણ કે એ હવે આવી રીતે કમાણી કરવાનું કામ સ્વતંત્ર રીતે કરે છે. આથી અરવિન્દ એની પત્ની ગેપ તથા શિરીષને એકલાં એક રૂમમાં મૂકી ચા બનાવવાને બહાને બહાર જતા રહે છે. શિરીષને તે સુસીમા જોઈતી હતી, ગેપા એને પસંદ ન પડી. એટલે એણે રોપાની જોડે વાતેમાં જ સમય વિતાવ્યું. જયારે શિરીષ આવ્યો ત્યારે ગોપ “શ્રીકાન્ત’ વાંચતી હતી. તે વખતન એ બન્નેને સંવાદ, લેખકની કટાક્ષવૃત્તિને સારો પરિ ચય આપે છે.
શિરીષ: “તમને વાંચવાને ઘણા શેખ લાગે છે, નહિ? કઈ પડી છે, જોઉં” ગોપાએ ચોપડી આપી અને કહ્યું, “શ્રીકાન્ત.”
શ્રીકાન! ઈશ્વર વિશેની કોઈ ચેપડી લાગે છે.” ના. શરદ્ ચટ્ટોપાધ્યાયે લખી છે.”
“શરદ ચટ્ટોપાધ્યાય! એ કયાંને લેખક છે? પૂર્વ બંગાળને કે પશ્ચિમ બંગાળને?”
“તમે શરદબાબુનું નામ સાંભળ્યું નથી ?”
“ના, મને કંઈ ભકિતબકિતની વાત ગમતી નથી. એવું બધું તે ઘરડો થઈશ ત્યારે વાંચીશ, અત્યારે તે સિનેમા જોવાનો વખત છે.”
પછી પિતાની દુર્દશા વર્ણવતાં કહે છે: “મહિને દસ હજાર રૂપિયા ખર્ચ કાઢતાં મારે નાકે દમ આવી જાય છે.”
ગેપાએ આશ્ચર્યભાવે પૂછ્યું, “દસ હજાર?”
એનાથી ઓછામાં તે ભદ્રભાવે રહી શકાય નહિ. ત્રણ ત્રણ ગાડીઓ માટે કંઈ ઓછું પટેલ જોઈએ!”
શિરીષ એ ધનિકવર્ગને પ્રતિનિધિ છે. એ ગેપ જોડે બેઠો હોય છે ત્યારે સુસીમા ત્યાં આવીને ચાલી જાય છે. એને દાદ આપતી નથી. પછી એકવાર ટ્રેન્ડ હોટેલમાં સુસીમા એક છેકશ જોડે બેઠી હોય છે. ત્યાં એને જોતાં શિરીષ એને બોલાવે છે, પણ એ જાણે એને ઓળખતી જ ન હોય તેમ વર્તે છે. પેલો એના ભાઈની ઓળખાણ આપે છે ત્યારે એનું અપમાન કરતાં કહે છે: “દારૂ પીને ગાંડપણ કરવા માટે તમને કોઈ બીજી જગ્યા ન મળી ?”
આને બદલો લેવા એ એના મુનિમ ગોસ્વામીને કહીને પોલીસની મદદથી સુસીમાને ફસાવે છે. એની પાસે એક છોકરાને તાલીમ આપીને લાખે પતિ હોવાને દેખાવ કરીને મોકલે છે અને જ્યારે એ બન્ને એકાંતમાં મેટરમાં પ્રેમચેષ્ટા કરતા હોય છે ત્યારે એકાએક પોલીસ ત્યાં આવીને એને અનીતિને ધધો કરવા માટે પકડીને થાણામાં લઈ જાય છે. આખરે મહામહેનતે દિલીપ એને જામીન થઈને છોડાવે છે, પણ સુસીમાં ભાગી જાય છે. શિરીષને તે કાચનું કારખાનું ખેલવું છે, એટલે એ તપાસ કરનાર અમલદાર બાગીને લાંચ આપે છે. ખૂબ દારૂ પિવડાવે છે ને છોકરીઓની દલાલી કરતી વેણુ મારફત બાગચી માટે સુસીમાને પણ રેકે છે. બાગચી છાકટો થઈને સુસીમા બેહોશ થાય ત્યાં સુધી એની પર અત્યાચાર કરે છે. પિતાને કારખાના માટે પરવાનો મેળવી આપનાર ભૂધરબાબુ કે જેનું કામ જ સરકારમાં જરૂર હોય ત્યાં, ને જરૂર હોય તેટલી રુશવત આપીને દલાલી મેળવી આપવાનું છે, તેને શિરીષ કહે છે: “હું નશ કરતો નથી. નાનો હતો ત્યારે દારૂના પીઠા પર હું પિકેટિંગ કરતો હતો. બૈરાનું તે મેટું હું તે નથી.” સુસીમાએ પણ પોતાના કાર્યને વ્યવસ્થિત બનાવ્યું છે. એ ઘેરથી ચેપડા લઈને જાય છે કૉલેજનું નામ લઈને, પણ કૅલેજમાં જવાને બદલે દલાલણ વેણુદિને ત્યાં જાય છે. એની સાથે સિનેમા જોવાના દસ રૂપિયા, હોટેલમાં જવાના દસ, સાથે સિગારેટ પીવાના પાંચ એમ એના ઠરાવેલા ભાવો છે. એ અંધારું થયા પછી ક્યાંય કોઈની જોડે ન જવાની શરત કરે છે. આ રીતે કમાણી કરીને પિતાનું નાનકડું ઘર બનાવવાને ને ચેડા પૈસા પાસે થાય પછી ઘર માંડવાને મનસૂબે સેવે છે. એક છોકરે. એને પિતાની જોડે લગ્ન કરવાનું કહે છે ત્યારે એ સ્પષ્ટ શબ્દમાં કહે છે: “લગ્ન કરવાં હોય તે તારા જેવા જોડે શા માટે કરું? હું તારા જેવા છોકરીઓ પાછળ પૈસા ઉડાવતા લંપટ છોકરા જોડે લગ્ન કરીને જિંદગી બરબાદ કરવા માગતી નથી”..
એક રીતે કહીએ તે સુસીમા તથા શિરીષની પ્રકરી કલકત્તાના ભીતરી જીવનનું ઊંડાણથી આપણને દર્શન કરાવે છે. આ બધાં ચિત્રો કથાકારે અત્યંત કુશળતાથી ગૂંથ્યાં છે. એમણે કયારેક ચેતનાપ્રવાહ શૈલીને ઉપયોગ કર્યો છે. ચારવિન્દના ઘરમાં શિરીષ આવે ત્યારે શી ઘટના બની તે સરઘસની લાઈનમાં ઊભેલા અરવિન્દના સ્મરણરૂપે આલેખાઈ છે. વળી કયારેક એક ચિત્રની થેડી રેખાઓ આલેખી, એ ચિત્ર પૂરું કર્યા વિના લેખક બીજા ચિત્રને રેખાંકિત કરવા મંડી જાય છે અને એ પૂરું થાય તે પૂર્વે ત્રીજું ચિત્ર આલેખે છે. પણ આ અધૂરી અશ્લી રેખાવાળાં ચિત્રો સમગ્રપણે કલકત્તાની સુરેખ આકૃતિ આપણી સમક્ષ રજૂ કરે છે. જોકે એ બધાં ચિત્રોને સાંકળતી કડી ઘણી શિથિલ છે. ઘણી વાર લેખકને પુનરુકિત કરવી પડી છે. શિરીષની, સુસીમાની, દિલીપની કોઈની પણ વાત ચાલતી હોય ત્યાં વચ્ચે જ “ઈન્કિલાબ ઝિન્દાબાદનાં સૂત્રો દ્વારા પાછા એ સરઘસ પાસે પહોંચી જાય છે. એટલે કયારેક આપણને કથામાં સળંગસૂત્રતા ન લાગે. પ્રકરીઓની ગૂંથણી ગૂંચ જેવી લાગે, એવું પણ બને છે.
આ કથામાં લેખકે પિતાનાં પાત્રો દ્વારા તે રાજકારણને ચર્યું છે, પણ એમાં પ્રત્યક્ષ રીતે પણ રાજકારણ પર ચર્ચા કરવાની વૃત્તિનું સંવરણ કરી શકયા નથી. આમ છતાં એમણે એ ચર્ચા અંગ્યપ્રધાન શૈલીમાં કરી હોવાથી અને સંક્ષિપ્તમાં વેરેલી હોવાથી, એ અનાસ્વાઘ નથી બનતી. એમને મેટા ભાગને કટાક્ષ અમેરિકા સામે છે.
વાર્તાના આરંભથી લેખકે દેવીને બકરે ચઢાવવા લઈ જતા બુધવારિનું ચિત્ર આપ્યું છે તે તો એક પ્રતીક છે. લેખક પોતે જ કહે છે કે “બુધવારિ કાંધ પર બકરો લઈને હાવડા મેદાનથી ચાલ્યા, આવે છે, તે અનાદિકાળથી એમ જ ચાલ્યો આવે છે. અહીં લેખકે રૂઢિપરસ્ત, ધર્મભીરુ, અંધશ્રદ્ધાળુ ગ્રામવાસી તે હજી એ જ પરંપરાને અનુસરે છે એમ દર્શાવીને એવું પ્રતિપાદિત
એક રૂમ