SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૭૨ પ્રબુદ્ધ જીવન ૧૬૯ 5 . હા, આ અમેરિકા, કે જે દેશની જનસંખ્યા, દુનિયાની કુલ જનસંખ્યાના ૬ ટકા જેટલી છે, છતાં દુનિયાની કુલ વપરાશના ૪૦ ટકા જેટલું અહીં ખર્ચાય છે! ‘મોટરકારના દેશ તરીકે ઓળખાતા આ દેશમાં દર ચાર મોટરે એક મેટર અકસ્માતમાં સંડોવાય છે. ૧૯00 થી અત્યાર સુધીમાં આવા અકસ્માતના ભેગા થયેલા શહીદોની સંખ્યા ૨૦ લાખ જેટલી છે! જ્યાં દર ૧૯ મિનિટે એક ભયંકર અકસ્માત અને દર આઠ સેકડે એક સામાન્ય અકસ્માત થાય છે, જેમાંથી વર્ષે ૧૧૫000 મરણ પામે છે અને ૪0000 ને કાયમી ખેડ રહી જાય છે. જ્યાં ૧૯૬૯ માં ટ્રાફિક અકસ્માતથી ૫૬૦૦૦ માર્યા ગયા હતા, અને ૪૬00000 ને ઈજા થઈ હતી. જાનહાનિ સિવાય દાકતરી સારવાર, આવકને અભાવ અને માલમિલકતના નુકસાનને પરિણામે આર્થિક રીતે ૧૬૫000000 ડોલરનું નુકસાન થયું ! | દર વર્ષે ૧૧૦૦૦ જેટલાં ડ્રાઈવિંગ લાયસન્સ અપાય છે અને અમેરિકાના રસ્તા પર ફરતાં ૧૧૦ લાખ વાહનને પરિણામે હવામાં દર વર્ષે ૩૫00 ટન સીસું, ૧૨૦ ટને હાઈડેકાર્બન અને ૬૬૦૦ ટન કાર્બન મોનોકસાઈડ (ઝેરી વાયુ) ઉમેરાય છે! જ્યાં દર અઠવાડિયે ૬૫00 અમેરિકાને ત્યાંની ૨૦ હજાર જેટલી ટ્રાફિક કોર્ટોમાં બેકાળજીપૂર્વક વાહન હાંકવાના ગુના હેઠળ બેલાવવામાં આવે છે. એકલા શિકાગેની ટ્રાફિક કોર્ટ દર વર્ષે ૧૬૦૦0000 ડોલર દંડરૂપે ભેગા કરે છે. જોકે આ દંડ પોતાના ટેલિફોનનું બિલ ભરતા હોય તેટલી સહજતાથી ભરે છે! જ્યાં દર વર્ષે ૭૦ લાખ મોટો અને ૧૦૦૦ લાખ ટાયરોને નાશ કરવામાં આવે છે! જ્યાં દર કલાકે ચોરીના ૪૦૦ જેટલા ગુના બને છે અને ૧૨00 જેટલાં ખુન દર વર્ષે થાય છે. રાજધાની વશીટન ડી. સી. માં જ દર વર્ષે ૨૫૦ જેટલાં ખૂન થાય છે ! પ્રાણી પાળવાના શોખ પાછળ કેટલી ઘેલછા છે આ પ્રજાની ! કેવળ કુતરાના ખોરાક પાછળ દર વર્ષે ૩૦૦૦ લાખ ડોલર આ દેશવાસીએ ખર્ચે છે! જ્યાં રમતગમત, આનંદપ્રદ ( Fun Market) નું વાર્ષિક બજાર ૧૫૦ કરોડ ડોલર છે ! કેવળ સિનેમાની ટિકિટોનું વેચાણ જ ૧૦૦ લાખ ડોલર છે!વર્ષે ૨૩૦ લાખ ડોલરનાં રમકડાં વપરાય છે, એકલા નાતાલમાં જ ૧૫૦૦ લાખ ડોલરનાં રમકડાં ખરીદાય છે! આ દેશમાં એક ગુનાહિત ટોળકી “માફિયા’ ની અસ્કયામતો ૩000 લાખ ડોલર જેટલી છે, જેમાંથી ૭૦ થી ૧00 લાખ ડોલરને નફો કરે છે! નફાના ધોરણે સરખામણી કરીએ તો તેને કુલ નફ અમેરિકાની ખ્યાતનામ કંપનીઓ જેવી કે યુ. એસ. સ્ટીલ, એ. ટી. એન્ડટી. (ટેલિફોન કંપની), જનરલ મેટર્સ, ફોર્ડ, ક્રાઈસલર, સ્ટાન્ડર્ડ એઈલ, જનરલ ઈલેકટ્રિક, આઈ. બી. એમ. અને આર. સી. એ. ના કુલ નફા જેટલું થાય ! જ્યાં દર વર્ષે લગભગ ૮ લાખ લોકો કેન્સરની સારવાર માટે હોસ્પિટલમાં જાય છે અને તેમની સારવાર માટે ૩૫૦ લાખ ડોલર ખચાય છે. છતાં દરરોજ ૭૦૦ અમારકના આ રોગથી મરણન શરણ થાય છે. આમાંથી વર્ષે ૬000 ફેફસાના કેન્સરના હોય છે, જેનું કારણ ધૂમ્રપાન મનાય છે! (વર્ષે પ્રત્યેક અમેરિકન સરેરાશ ૫૦૦૦ સિગરેટ ફૂકે છે. સ્ત્રીઓ પણ ખરી !) ધૂમ્રપાનશોખીને ચેતે! જયાં ‘આર્થરાઈટીસ’ - સંધિવાના દર્દીઓની સંખ્યા ૧૭ લાખ છે, જે ૪૦૦ લાખ ડોલરની દવા કરે છે! જયાં હૈસ્પિટલમાં એક રૂમના એક દિવસને ખર્ચ ૬૦ ડોલર છે. ૧૩૦૦ લાખ અમેરિકન ૮૩૧૦ લાખ વખત ડોકટરની મુલા અમેરિકા છે કે કાત લે છે અને દવાઓ પાછળ દર વર્ષે ૩૫000 કરોડ ડોલર ખર્ચે છે ! ૨૭૦ લાખ અમેરિકન રારેરાશ ૮.૨ દિવસ હોસ્પિટલમાં રહે છે. જેને ખર્ચ પ્રત્યેકને પ00 ડોલર થાય છે. ઈજેકશનની સેય ફકત એક જ વખત વપરાયા બાદ ફેંકી દેવામાં આવતી હોવાથી દર વર્ષે ૧૨૦ લાખ જેટલી સે વપરાય છે ! જે દેશમાં દાકતરી તપાસ માટે દર વર્ષે ૫૩0000000 ડોલર ખર્ચાય છે. જે તેની વાર્ષિક આવકના ૬.૫ ટકા થાય છે! જ્યાં સ્ત્રીઓ પણ કેટલા મોટા પ્રમાણમાં નોકરી કરે છે તેને ખ્યાલ થોડી વિચિત્ર રીતે આપું. સ્ત્રીઓને દર મહિને આવતા તુસ્ત્રાવને પરિણામે ગેરહાજરી, દુ:ખાવો, માનસિક તાણ, અને ઘટતી કાર્યક્ષમતાને કારણે ત્યાંના ઉદ્યોગને વર્ષે ૫૦ કરોડ ડોલરની ખોટ ભેગવવી પડે છે! જ્યાં ‘ટાલિયા’ લોકોનું પ્રમાણ વધારે છે કે બનાવટી વાળને શેખ હો, ગમે તે કારણ હોય, બનાવટી વાળની વીગ પાછળ વર્ષે પાંચ કરોડ ડેલર ખર્ચાય છે! જ્યાં ૭૦ વર્ષની સરેરાશ આયુમર્યાદામાં પ્રત્યેક અમેરિકન ૨૬૦૦૦ ગેલન પાણી, ૨૧૦૦ ગેલન ગેસેલીન (પઢેલ) ૧૦૦૦૦ રતલ માંસ અને ૨૮૦ રતલ દૂધ વાપરે છે ! જ્યાં દર વર્ષે ૨૦૦ લાખ ટન કાગળ, ૩૨૦ કરોડ બેટલ અને ૪૮૦ કરોડ ટીન-કેન, કચરાપટ્ટી ભેગાં થાય છે. આ બધાંને કારણે જે કચરો ભેગા થાય તે ભેગા કરવા માટે દર વર્ષે ૨૮ કરોડ ડોલરનો ખર્ચ થાય છે. જ્યાં વર્ષે ૧૦ લાખ અમેરિકન (જેમાંના મોટા ભાગના મધ્યમ વયના, મધ્યમ કમાણીવાળા હોય છે) નોકરી અને કુટુંબને બોજ હળવો કરવા અને નવા વાતાવરણની શોધમાં ઘરથી દૂર ભાગે છે! જ્યાં આલ્કોહોલિક - મદ્યપાન માટે દર વર્ષે ૨૧૧000 લાખ ડોલર ખર્ચાય છે. “પીધેલા ડ્રાઈવરે અને રાહદારીઓને પરિણામે દર વર્ષે ૨૫000 નાં મરણ થાય છે. અને ૮0000 અકસ્માત ! તેવી જ રીતે L.S.D. જેવાં માદક પદાર્થોના સેવનથી એકલા ન્યુ યૉર્કમાં જ ૧૯૬૯ માં ૨૨૪ પૌગડાવસ્થા (Teen Agers) નાં બાળકો મૃત્યુ પામ્યાં! - જ્યાં પ્રત્યેક અમેરિકન વર્ષે સરેરાશ ૭0 ફન - કૅલ કરે છે, કુલ ટેલિફોનની સંખ્યા ૧૦00000 જેટલી છે, જે દુનિયાના કુલ ટેલિફોનની સંખ્યાથી લગભગ અડધી થાય! દરરોજ ૫00000 જેટલા ફેન થાય છે! જ્યની ‘હીન્ઝ કંપનીએ, સ્ટાનફે બર્ગ જાહેરાત કંપની દ્વારા ટેલિવિઝન પર જાહેરાત માટે ૧ મિનિટના ૧૫0000 ડોલર ખર્ચા હતા! ભૌતિક સગવડોના સ્વર્ગસમા આ દેશમાં નિદ્રાદેવીનું શરણું શોધવા વર્ષે ૮૦૦ લાખ ડોલરથી ઊંઘની ગેળીઓ વપરાય છે ! જ્યાં ૨૨ થી ૨૫ હજાર આપઘાતના બનાવે દર વર્ષે નોંધાય છે, એટલે કે દર ૨૬ મિનિટે એક! W.H.0. વિશ્વ આદોગ્ય સંસ્થાના હેવાલ પ્રમાણે દર વર્ષે ૩૦ લાખ લોકો આપઘાત માટે કોશિશ કરે છે ! જ્યાં પૌગડાવસ્થામાં થતાં લગ્નનાં ૫૪ટકા લને છુટાછેડામાં પરિણમે છે ! ઓ ઉંમરની કેલિફોનિયોની લગ્ન કરવા જતી દર બે છોકરીઓમાં એક છોકરી ગર્ભવતી હોય છે! કે જ્યાં બિભત્સ સાહિત્ય (Pornography) ના ટપાલ દ્વારા થતા વેચાણની કિંમત ૧000 લાખ ડોલર છે. - જ્યાં ૭૧૮૦ રેડિયો સ્ટેશન છે. અને ૯૧૪ ટેલિવીઝન સ્ટેશન છે. આ બધાં જ ખાનગી માલિકીનાં !! (ઑકટોબર-૭૨ ના ‘સમર્પણ'માંથી સાભાર ઉધૃત) નવનીત સી. શાહ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy