________________
૧૬૦
પ્રબુદ્ધ જીવન
એકથી વિશેષ ૫ત્રા ચલાવાતા હોય, આવા બધા માલિકોને Common ownership Units કહે છે. બેનેટ કોલમેન કકું. દાખલાતરીકે, પાંચ દૈનિકો ચલાવે છે અને સંખ્યાબંધ સામયિકો અને તેના બે દૈનિકો, ટાઈમ્સ અને નવભારત ટાઈમ્સ એકથી વિશેષ સ્થળેથી નીકળે છે.
માલિક એક હાય તો પણ, ન્યૂઝપ્રિન્ટ કવોટા દરેક પત્રનો અને દરેક પત્રની દરેક આવૃત્તિના અલગ અલગ નક્કી થાય છે. દા. ત. ટાઈમ્સની મુંબઈ, દિલ્હી અને અમદાવાદ આવૃત્તિના દરેકના કવાટા જુદો નક્કી થાય. તેમ જ મુંબઈના પાંચે દૈનિકોટાઈમ્સ, ઈકોનોમિક ટાઈમ્સ, નવભારત ટાઈમ્સ, મહારાષ્ટ્ર ટાઈમ્સ, ઈવનિંગ ન્યૂઝ, દરેકને કવાટા જુદા નક્કી થાય.
કોઈને નવું દૈનિક શરૂ કરવું હોય તો તેના કવાટા માટે સરકારને અરજી કરવી પડે.
૧૯૬૨-’૬૩ થી ૧૯૭૦-'૭૧ સુધી ન્યુઝપ્રિન્ટ પોલિસીમાં અંતર્ગત ઘણા ફેરફારો થતા રહ્યા. કેટલાક મનસ્વી કહેવાય, કેટલાક ઈરાદાપૂર્વક અમુક હેતુસર 'કરેલ હોય, પણ એકંદર વર્તમાનપત્રએ, ફરીયાદો કરતા કરતા પણ, ચલાવી લીધું.
આ સમય દરમ્યાન ન્યૂઝપ્રિન્ટના ઉપયોગ સંબંધ સરકારે કેટલીક અનુકૂળતાએ આપી હતી જેથી નભાવી શકયા. દા. ત. કવેટા નક્કી કર્યો હોય. પચાસ હજારના સરકયુલેશન ઉપર અને ૮ પાનાની સંખ્યા ઉપર. તે પ્રમાણે, સમજોકે ૨,૦૦૦ ટન ન્યુપ્રિન્ટ મળ્યા. પછી દરેક પત્ર પોતાની મરજી પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે, એટલે કે, તેને ફાવે તો પાનાની સંખ્યા વધારી, સર્ક્યુલેશન ઘટાડે, અથવા પાનાની સંખ્યા ઘટાડી, સર્ક્યુલેશન વધારે- તેની જરૂરિયાત મુજબ ૨,૦૦૦ ટનનો ઉપયોગ કરે. કેટલાકને વધારે પાના આપવા અનુકૂળ હોય - જો જાહેરખબર વધારે હોય તે, કેટલાકને જાહેરખબર પૂરતી ન હોય તો સકર્યુલેશન વધારવું લાભદાયક થાય. કેટલાક પુરા કવાટાનો ઉપયોગ પણ કરી ન શકે. મોટા ભાગના દેશી ભાષાના પત્ર પાના વધારવાને બદલે સકર્યુલેશન વધારતા. મેટા ભાગના અંગ્રેજી પત્ર સર્ક્યુલેશન મર્યાદિત રાખી, પાના વધરાતા. કારણ, તેમને જાહેરખબર વિપૂલ રહે છે. દા. ત. ટાઈમ્સને કવાટા સરેરાશ ૧૩.૯ પાના અને લગભગ ૨ લાખ સકર્યુલેશનનાધારણે નક્કી થયા. ટાઈમ્સની નકલા મેળવવાની માગણી પણ વધારે હાય, અને વધારે ન્યૂઝપ્રિન્ટ મળે તો સકર્યુલેશન વધારી શકાય એવી શકયતા હોય તો પણ, ટાઈમ્સ પાનાની સંખ્યા સરેરાશ ૧૬ થી ૧૮ રાખે છે અને સકર્યુલેશન ૧,૫૦,૦૦૦ થી ૧,૬૫,૦૦૦નું રાખે છે. બીજી તરફ આનંદબઝાર પત્રિકાને ૧૨ પાનાની છૂટ હોય અને સકર્યુલેશન બે લાખ ગણ્યું હોય તો પણ, ૧૦ પાના રાખી સકર્યુલેશન ૩ લાખ સુધી લઈ જાય. ખરી કમાણી જાહેરખબરમાં છે, સર્ક્યુલેશનમાં નહિ. પણ અમુક સકર્યુલેશન જાળવવું જ પડે, તે જ જાહેરખબર મળે. જાહેરખબર ઘટે તે કમાણી ઘટે, તે છાપાની કીંમત વધારવી પડે, તે સર્યુલેશન ઘટે, તો જાહેર ખબર ઘટે. આ બધી અટપટી માયાજાળ છે. દરેક પત્ર પેાતાની વખતોવખતની જરૂરિયાત મુજબ ન્યુઝપ્રિન્ટના
ઉપયોગની રીત નક્કી કરે.
બીજી મેટી સગવડ એ હતી કે મજમુ માલિકીના પત્ર, એક પત્રના કવાટા બીજા માટે વાપરી શકે અથવા એક આવૃત્તિનો કવાટા બીજી આવૃત્તિ માટે વાપરી શકે, અથવા પેાતાના કુલ કવાટામાંથી નવું પત્ર અથવા ચાલુ પત્રની નવી આવૃત્તિ શરૂ કરી શકે. મજમુ માલિકીના પત્રોને આ મોટો લાભ હતા. એક જ પત્ર હોય તેણે પોતાના કવોટામાં જ નિભાવવું પડે.
આ બધા ફેરફાર સરકાર વખતોવખત મન ફાવે તેમ કરતી. કોઈ વખત સગવડ આપે, કોઈ વખત ખેચી લે, કોઈ વખત ઓછી કરે, કોઈ વખત નાના અને વચલા વર્ગના પત્રને મદદ કરવાનું કારણ આપી મેટા પત્રાની સગવડ ઓછી કરે. કોઈ વખત દેશ્ ભાષાના પત્રાને મદદ કરવાના નામે અંગ્રેજી પત્રાની સગવડ ઓછી કરે. દર વર્ષે આ ખટપટ ચાલ્યા જ કરે.
ઉપરના ધોરણમાં એક વસ્તુ નિશ્ચિત રહી હતી. ૧૯૬૧-૬૨ થી ૧૯૭૦–૭૧ સુધી, જે વર્તમાનપત્રાની પાનાની સંખ્યા ૧૯૫૭ માં સરેરાશ ૧૨ અથવા તેથી વધારે હતી, તેના કવેટા નક્કી કરવામાં ૧૯૫૭ ની સંખ્યા જ કાયમ રહી. તેને પાનાનો વધારો આપવામાં આવ્યો નહિ. દા. ત. ટાઈમ્સની સરેરાશ પાનાની સંખ્યા ૧૯૫૭ માં ૧૩.૯ હતી. તે છેવટ સુધી તે જ ગણવામાં આવી. તેને સકર્યુલેશન
વધારો મળતા. પરિણામે, ટાઈમ્સ હંમેશા તેને સર્ક્યુલેશન વધારો મળતા તે કરતાં સરકયુલેશન ઓછું જ રાખવું અને પાનાની સંખ્યા વધારે રાખતું. છ મોટા અંગ્રેજી વર્તમાનપત્ર આ બધા માટે આ સ્થિતિ હતી, જે પત્રાની પાનાની સંખ્યા ૧૨ થી ઓછી હતી તેને પાનાને તથા સર્ક્યુલેશનના બન્ને પ્રકારના વધારો મળતો રહેતો.
તા. ૧૬-૧૧-૯૨
નવેમ્બર ૧૯૭૦ માં સરકારે આ નીતિમાં એક મેટ્રો ફેરફાર કર્યો. બંગલા યુદ્ધને કારણે અમેરિકન મદદ બંધ થઈ. તેથી ૧૧,૦૦૦ ટન ન્યુઝપ્રિન્ટ અમેરિકાથી મળવાના હતા તે બંધ થયો. તેથી ૧૯૭૦--૭૧ માં કુલ ૨,૨૫,૦૦૦ ટનની ફાળવણી થઈ હતી તેને બદલે ૨,૧૫,૦૦૦ ટન રહ્યો. લગભગ પાંચ ટકાનો તટા રહ્યા. વર્તમાનપત્રનું કહેવું એમ હતું કે આ ૧૦,૦૦૦ ટનનો તેટો ખરી રીતે તોટો ન હતા. આગલા વર્ષની બૅલેન્સ હતી. સ્થાનિક મિલનું ઉત્પાદન વધ્યું હતું. કેટલાય વર્તમાનપત્રોએ ખોટા આંકડા આપી વધારે કવાટા લીધા હતા, અથવા મળેલ કવાટા પૂરા વાપરી શકયા ન હતા. આવું દર વરસે બનતું તેથી ઘણી રીતે આ તોટાને પહોંચીવળાય તેમ હતું, અથવા પાંચ ટકાના આ તટાને પહોંચીવળવાના સીધા માર્ગ એ હતો કે દરેક વર્તમાનપત્રના કવોટામાં પાંચ ટકા કાપ મુકવા. પણ આમ ન કરતાં સરકારે હુકમ બહાર પાડયા કે ૧-૧ ૭૧થી કોઈ વર્તમાનપત્રે ૧૦થી વધારે પાના કાઢવા નહિ. માત્ર ૪૫ વર્તમાનપત્રાને આ લાગુ પડે. તેમાં પણ ખાસ કરી છ અંગ્રેજી વર્તમાનપત્રાને - જેની સરેરાશ પાનાની સંખ્યા ૧૩ થી વધારે હતી.
માર્ચ મહિનામાં ૧૯૭૧-૭૨ અને પછી ૧૯૭૨-૭૩ ની નવી ન્યુઝપ્રિન્ટ પેલિસી બહાર પાડી તેમાં સરકારે બીજા ફેરફારો કર્યા, જે મુખ્યત્વે છ અંગ્રેજી વર્તમાનપત્રાને જ ધક્કો પહોંચાડે તેવા હતા.
તેમાંના મુખ્ય ફેરફારો આ પ્રમાણે હતા.
૧. કવાટાની ગણતરી કરવા કોઈ વર્તમાનપત્રની પાનાની સંખ્યા ૧૦ થી વધારે ગણવામાં નહિ આવે. આથી ૧૯૫૭થી જે પાને ૧૦થી વધારે પાનાના ધારણે કવોટા મળતા તેને મેટો કાપ પડયો.
૨. કોઈ વર્તમાનપત્ર ૧૦થી વધારે પાના છાપી ન શકે. ૧૦ પાનાની ગણતરીએ કવાટા આપે તો પણ, સર્ક્યુલેશન ઘટાડી, પાનાની સંખ્યા વધારી ન શકાય. એટલે ટાઈમ્સ, હિન્દુ વગેરે પત્ર જે ૧૬--૧૭ પાના કાઢતા તેને મેટો કાપ પડયા.
૩. મજમુ માલિકીના પત્રો ઉપર વિશેષ કાપ મુકાયા : (અ) એક પત્રના કવેાટા બીજા પત્ર માટે વાપરી ન શકાય. (વ) એક આવૃત્તિને કવોટા બીજી આવૃત્તિ માટે વાપરી
ન શકાય.
(૪) પેાતાના નક્કી થયેલ કવોટામાંથી પણ કોઈ નવું પત્ર શરૂ કરી ન શકે. બેનેટ કોલમેનને કુલ ૨૦,૦૦૦ ટનના કવોટા છે. બીજા પત્રામાં થોડા કાપ મૂકી, નવું પત્ર શરૂ કરવા ઈચ્છે તે તે કરી ન શકે.
(૪) પેાતાના કવોટામાંથી પણ કોઈ પત્રની નવી આવૃત્તિ શરૂ કરી ન શકે. બેનેટ કોલમેન, મહારાષ્ટ્ર ટાઈમ્સ મુંબઈથી પ્રકટ કરે છે, તે નાગપુર અથવા કોલ્હાપુરથી પ્રકટ કરી ન શકે.
(૪) ૧૦થી વિશેષ પાના હોય તેને ૧૦૪ પાનાની મર્યાદા મૂકી, જ્યારે ૧૦ થી ઓછા પાનાના વર્તમાનપત્રાને પાનાની સંખ્યા વધારવા ૨૦ ટકા વિશેષ કાટા આપ્યા. પણ તે પાનાની સંખ્યા વધારવા જ વાપરી શકાય, સકર્યુલેશન વધારવા નહીં.
(૪) મોટા છાપાઓને - એક લાખથી વધારે સયુલેશનવાળાને, પાંચ ટકા સકયુલેશનવધારો હતા તે ઘટાડી ૩ ટકા કર્યો.
આ નવી નીતિથી ખાસ કરી, છ અંગ્રેજી વર્તમાનપત્રા ઉપર, આર્થિક અને બીજી રીતે, ગંભીર પરિણામે આવ્યા અને તેમને માટે કટોકટી પેદા થઈ, તેથી આ નવી નીતિને પડકારવી પડી.
હકીકતે મે વિસ્તારથી આપી છે કે જેથી જે મહત્ત્વના બંધારણીય મુદ્દાઓ ઉપસ્થિત થયા તે સમજી શકાય. તેમ જ બહુમિત અને લઘુમિત જજમેન્ટો ઉપર આ મુદ્દાઓની તુલનાત્મક વિચારણા થઈ શકે.
આ નવી નીતિથી બેનેટ કોલમેનને સૌથી વધારે ધક્કો પહોંચત હતા. તેના સેલીસિટર તરીકે આ વિષયને ઊંડો અભ્યાસ કરવાની મારે જરૂર પડી અને તક મળી,
કાયદાના મુદ્દાઓની છણાવટ આવતા
ક્રમશ :
અંકે કરીશ. ચીમનલાલ ચકુભાઈ
'