________________
(૧૮
૧૫૮
પ્રબુદ્ધ જીવન
ચલા કેાઈ આતે મે તા મેરે જાતે
એક પછી એક અજાણ્યાં સ્ટેશન પસાર થાય છે. ગઈ કાલની રાતથી પ્રવાસ શરૂ થયા છે. આજનો મારો આખો દિવસ અને આજની આખી રાત ટ્રેનની ગતિને આધીન છે. નજર પહોંચે ત્યાં સુધી વૃક્ષો પથરાયાં છે. વૃક્ષને લીલા રંગ. એનું પાર વિનાનું વૈવિધ્ય. લીલા રંગ પેાતે સાવ લીલાછમ, આછા લીલા, ઘેરા લીલા, નહીં આછા નહીં ઘેરા લીલા. અહીં તે લીલા રંગની લીલા છે. લીલા રંગ જયારે તડકો પહેરે છે ત્યારે કોનું સ્વરૂપ વધુ નિખરે છે? તડકાનું કે રંગનું?
ટ્રેન પસાર થાય છે. ગાય, ભેંસ અને બકરાનું ટોળું લીલાશ ચરનું દેખાય છે. ચિત્રકાર હોત તો આ બધા રંગોમાંથી એક આકૃતિ સર્જી હાત, પણ આજના ચિત્રકારો તો કહે છે કે કશું સઘન કે મૂર્ત રૂપે પ્રકટ ન થવું જોઈએ. ચિત્ર જુએ ત્યારે ખબર પડે કે આ મકાન છે કે આ ઘોડો છે કે આ ગાય છેતેા પછી એના શો અર્થ ? અને ચિત્રના તે કંઈ અર્થ હાતા હશે ? એની તો કોઈ સમજૂતી હાય? (You have to just feel colours.)
હું રંગાને (feel) કરવાના પ્રયત્ન કરું છું. કોઈક સ્ટેશન આવી રહ્યું છે. રસ્તામાં થેાડીક સાઈકલા દેખાય છે. સ્ટેશન આવી પણ પહોંચ્યું. ચન્દ્રકાન્ત બક્ષી કહે છે એમ, બધા જ સ્ટેશન સરખા લાગે છે. આપણે યાં ઊતરવાનું છે એ સ્ટેશન જ જુદું લાગે છે. આપણને આપણુ લાગે છે. ટ્રેનની બારી પાસે બેસી રહેવામાં પણ નિરાંત નથી. થોડી થાડી વારે ભિખારીના હાથ લંબાય છે. કશું આપવાનું મન થતું નથી અને ‘માફ કરો’ એવું કહેવાના પણ કંટાળા આવે છે. કોલસા જેવા પોર્ટરોએ અંગારા . જેવા લાલ રંગનું ખમીસ પહેર્યું છે. પોર્ટરો પણ બધે જ સરખા હોય એમ લાગે છે. સામાન ઊંચકે છે ત્યારે સરખા નથી લાગતા, પણ ઊંચકેલા સામાન મૂકે છે પછી પૈસા માટે રકઝક કરે છે ત્યારે જ સરખા લાગે છે.
હાશ... ટ્રેન ઊપી. પ્લેટફોર્મના ઊંચા ઓટલાઓથી છૂટશું. ગુડસટ્રેનના ડબ્બાઓ જોઈ સુન્દરમ્ ની ઉપમા યાદ આવે છે એમણે પડી રહેલા ગુડઝ ટ્રેનના ડબ્બાઓને એદી ઢોર સાથે સરખાવ્યા છે.
ફરી પાછા લીલા રંગ રેલાઈ રહ્યો. હજુ થોડાંક મકાને દેખાય છે ગંદા પાણીમાં નાગાં બાળકો છબછબિયાં કરી રહ્યા છે. થેાડાક મેાટા થાય એટલી જ વાર છે. સ્ટેશન પર આવીને ભીખ માગવાનું શરૂ કરી દેશે. તળાવ અને તળાવની પાસે દેરી દેખાય છે. આપણે પણ મંદિરમાં જઈને ભીખ જ માગીએ છીએને ! બિપિન પરીખનું હાઈકુ યાદ આવે છે:
મંદિર બહાર
ભિક્ષુક; ભીતર હું કે આટલા ?
આકાશ જોવા જેવું કયારે નથી હોતું? એક પીંજારા બેઠા બેઠા સતત વાદળને પીંજયા કરતા હોય એવા ધાળા વાદળાં દેખાય છે ઈશ્વરના ઈન્ટરવ્યૂ લેવાનું મન થાય છે. આજે જો ઈશ્વર મળે તે માત્ર આટલું જ પૂછું. તમે વાદળાંને જોઈને સસલાં બનાવ્યાં કે સસલાંને જાઈને વાદળાં બનાવ્યા? પહેલાં ઈંડુ કે મરઘી ?–એમ પહેલાં સસલાં કે વાદળાં જેવા જ આ કોયડો લાગે છે.
નાના સ્ટેશને મેઈલ ટ્રેઈન ઊભી પણ રહે ખરી? ગરીબ માણસા પાસે શ્રીમંતા ખાસ ઊભા રહેતાં નથી. પસાર થતી ટ્રેનને એક બાળક પેાતાના ઝૂંપડાની બહાર ઊભા રહીને જોયા કરે છે. કોણ જાણે કેમ સત્યજીત રૉયની ‘પથેર પાંચાલી’ના નાનકડા અર્પી યાદ આવી જાય છે. ચિંતાની નજર ગીધના ટોળાં પર પડે છે. મને તો એકલું ગીધ પણ ટોળાં જેવું લાગે છે. અને ટોળામાં ચરતી ગાયા હંમેશા એકલી લાગે છે.
ધુમાડા ઓકનું કાળું એંજિન, પસાર થતા સ્ટેશનોનાં પીળાં પાટિયાં, કોઈક ફેકટરીનાં ભૂખરાં શેડઝ, કયાંક કયાંક ડોકાઈ જતાં પાણીનાં ખાબાચિયાં, ચાલવાનું મન થાય એવી કયારેક દેખાતી કથ્થઈ રંગની કેડી, ડામરના રસ્તા પરથી પસાર થતી બદામી એમ્બે સેડોર, ભીના થરા જેવી લાગતી, પાણીમાં પડેલી ભેંસા-પાંચ દસના જૂથમાં ઊડતા સફેદ કબૂતરો અને પાસે જઈને નામ પૂછવાનું મન થાય એવાં ફ્ લા. પ્રદ્યુમ્ન તન્નાના ગીતની પંકિત ‘અડકી ગઈ નેણ અર્ચિતી રંગની છાકમછાળ'નું દશ્ય હું નવે રૂપે માણી રહ્યો છું.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬
તા. ૧-૧૧-૧૯૭૨
કેટલાંક માણસો લગ્ને લગ્ને કુંવારા જેવા હોય છે. સ્ટેશને સ્ટેશને ઊતરે છે, ચાહ કે કોફી પીએ છે, સિગાર ક કે છે, પાન થૂંકે છે. ગંગાના એક બિંદુમાં જેમ આખી ગંગાનું સત્ત્વ રહ્યું છે તેમ આપણા સ્ટેશનમાં સમગ્ર ભારતનુ દર્શન થઈ શકે એમ છે.
આપણે પૂરેપૂરા પ્રકૃતિની એથે કયારે ૫ મુકાતા નથી. સ્ટેશને હોઈએ છીએ ત્યારે અને સ્ટેશન છેાડીએ છીએ ત્યારે પણ રસ્તામાં આપણી સાથે કોઈ ને કોઈ રીતે શહેર ચાલ્યા કરે છે. રાતે જેમ આપણી સાથે ચંદ્ર ચાલે એમ ટેલિફોનના વાયર્સ ટ્રેનની સાથે સાથે ચાલ્યા કરે છે.
સત્યજીત રાયના એક ચિત્ર ‘અરણ્યર દિનરાત્રિ'ની કથા યાદ આવે છે. માણસે પેાતાને પામવા હોય તે આ કહેવાતી સંસ્કૃતિના વાઘા ઉતારવા પડશે. આ સંસ્કૃતિ તે માણસના ઉપવસ જેવી છે. પ્રકૃતિને પરિચય પામવા જુવાન છેકરાંઓ શહેર છોડીને જંગલમાં જાય છે. ત્યાંથી સત્યજીતની કથા આરંભ પામે છે. આ જુવાનિયાંઓ પ્રગતિનાં એક પછી એક સાધનોનો ત્યાગ કરે છે. ટાયરના પગવાળી કારના ત્યાગ કરે છે. ટ્રાન્ઝીસ્ટર રેડિયાને ફગાવી દે છે. છેલ્લે છેલ્લે સંસ્કૃતિના (Spoilt child) જેવું છાપું એમના હાથમાં રહે છે. તેને પણ ફાડી નાખે છે.
કયાંક નીકળી પડવાની આ તા મઝા છે. પ્રવાસમાં હાઈએ છીએ ત્યારે વાર, તારીખ, છાપું કશું યાદ નથી આવતું. પણ આવું કશું જરા પણ યાદ ન આવે એટલે દૂર આપણે નીકળીએ છીએ ખરા ? આપણા બધા જ પ્રલાભનાને દૂર રાખી શકીએ ત્યારે જ કંદાચ આપણે આપણી પાસે પહોંચી શકતા હોઈશું, પણ આપણે તો બધા કામની નકામી પ્રવૃત્તિઓમાં મચેલા છીએ. પૂલ ઉપરથી ટ્રેન પસાર થાય છે ત્યારે એના અવાજમાં સામા માણસને અવાજ ડૂબી જાય છે. આપણને સ્પષ્ટ સંભળાતું નથી. માત્ર એના હોઠ ફફડે છે એના ખ્યાલ આવે છે. આપણી મોટા ભાગની પ્રવૃત્તિઓ આવી હોઠના ફફડાટ જેવી–લવારા જેવી પ્રવૃત્તિઓ છે.
બપોરના તડકો પોતાના રુઆબ છાંટી રહ્યો છે. સામેના મુસાફર હવા રંગાવેલા તકિયા ઉપર માથું નાખીને લાંબા થયા છે. વાતવાતમાં એણે કહી દીધું છે કે પોતે એન્જિનિયર છે. એન્જિનિયરની સાથે સાથે હમણાં હમણાં બેકારી શબ્દનું association) થઈ ગયું છે. આપણા દેશ... કામ નથી મળતું, ભીખ નથી મળતી, માણસ નથી મળતાં... દેશ નથી મળતા...આપણા દેશમાં... કામધેનુઓને લીલાં મેદાનોનો નહીં પણ કતલખાનાંનો વારસા મળે છે. • The Future of the Future ' છે કે નથી?
પ્રવાસમાં પુસ્તકો તો સાથે લીધાં છે, પણ વાંચવાનું મન નથી થતું. પરાર થતાં દશ્યો કે આસપાસનું વાતાવરણ આના જેવી કોઈ ઊંઘાડી કિતાબ નથી. વૃક્ષોને જોતાં મને કદી થાક લાગતો નથી. પ્રત્યેક વૃક્ષને પેાતાની આગવી સૃષ્ટિ હોય છે. વિશિષ્ટ સૌન્દર્ય હોય છે પ્રત્યેક વ્યકિતની જેમ, એની કોઈ લાક્ષણિકતા હોય છે. બુંદ બુંદની સુરત નિરાલી, કોઈ રોવે, કોઈ ગાય!' એમ પ્રત્યેક વૃક્ષનો પોતાના એક સંસાર છે. આપણે વૃક્ષ પર કૂદતા હતા ત્યારે વાનર હતા. આપણે મકાનમાં સ્થિર થયા કારણે આપણે નર છીએ. આપણે વાનરમાંથી નર? આપણે હનુમાન નથી. આપણે તે માત્ર અનુમાન છીએ.
ટ્રેન ચાલ્યા કરે છે... વિચાર ચાલ્યા કરે છે... ટ્રેનને તો કયારેક પણ સ્ટેશન મળી જશે. એની ગતિનો કોઈક અંતિમ છેડો છે. આપણા વિચારોને કોઈક સ્ટેશન મળશે ખરું?
મળે તો પણ અમે ઊભા રહીએ એવા નથી. પસાર થવામાં જ અમને રસ છે. ગાંધી, બુદ્ધ, મહમ્મદ, કૃષ્ણ, ઈશુ, સોક્રેટીસ... અમે તો સ્ટેશને સ્ટેશને ઘોંઘાટ કરીએ છીએ. સંતાના હોઠ અમે સીવી દીધા છે. પ્રત્યેક સ્ટેશને અમને રસ છે. સાડા, લેમન, કોકો કોલા, સિગારેટ, પાન, ચાહ, કોફી... અમારું કોઈ સ્ટેશન નથી. પુલ ઉપરથી ટ્રેન ભલે પસાર થાય. અમને સેતુમાં રસ નથી. અમને રસ છે હાઠને ઉઘાડબંધ કરવામાં. શબ્દ...શબ્દ...શબ્દ... લીલાં મેદાન નહીં માત્ર પથરા...પથરા... પથરા... આ બધા પથ્થરોને ભેદીને એક ઝરણ વહે છે. કહે છે, ‘ચલા કોઈ આતે મેં તો મેરે જાતે!”
--સુરેશ દલાલ
શ્રી ચીમનલાલ જે, શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કોટ્ટ, મુંબઈ-૧