SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૭૨ ચૅાજના કરી : ન્યુઝીલેંડથી એ જાપાન સુધી પહોંચ્યા. પણ જાપાનમાં તેનું વિમાન ટેલિફોનના દોરડા સાથે ટવાઈને તૂટીપડયું. પણ પછીથી વિમાન ચલાવવા એમાં સાહસ જેવું ન રહ્યું એટલે ચિચેસ્ટરે પોતાનું ધ્યાન દરિયા પર કેન્દ્રિત કર્યું. પ્રબુધ્ધ જીવન ચિચેસ્ટરનો આત્મા સાહસિકના હતા. આ યુગમાં જ્યારે માત્ર યંત્રની ચાંપ દબાવીને જ કોઈક કામ થતું હોય છે, ત્યારે એને ખરેખર જેમાં માનવીની સાહસવૃત્તિને પડકારે તેવી સિદ્ધિ ઓમાં રસ હતો. એ જન્મ્યા ત્યારે સાહસિકા કરવા જેવાં બધાં સાહસેા કરી ચૂકયા હતા, એટલે એણે પોતે જ નવાં સાહસેાની શોધ કરી, અને એ સાહસે પરિપૂર્ણ કરી નવા વિક્રમ રચ્યા. એને એકાંત કદાચ બહુ ગમતું હશે. એણે પેાતાની વિક્રમ રચનારી યાત્રા દરમ્યાન નોંધ્યું હતું : ‘તમે એકલા હેા ત્યારે કુદરત સૂક્ષ્મદર્શક યંત્રથી જોવાતી હોય એવું લાગે. આમ છતાં એને આ એકિતના થાક પણ કયારેક લાગતો હશે. એણે એક પ્રવાસ દરમિયાન ત્રણ મહિના પછી પહેલી વાર કાઈ જહાજ પર માણસને જોયા ત્યારે પોતાની નોંધપોથીમાં લખ્યું: “મારું ત્રણ મહિનાનું એકકત મને આકરી દવા અેવું લાગે છે!' હમણાં જૂનની ૧૭મી તારીખે એ ટ્રાન્સ લઇટિક નૌકાસ્પર્ધામાં ભાગ લેવા રવાના થયા ત્યારે તિબયત ખરાબ થઈ જતાં ગસ્ટે એમનું અવસાન થયું. આજના યુગમાં જ્યારે વિમાનમાં કે આધુનિક સગવડોથી સજજ સ્ટીમરમાં દુનિયાની પ્રદક્ષિણા કરી શકાતી હોય ત્યારે ચિચૅસ્ટર જેવા સાહસવીરો શા માટે આ રીતે મછવામાં જાનના જોખમે નીકળી પડતા હશે ? ચિચેસ્ટરે પાતે પણ આ પ્રશ્નને ઉત્તર આપવા પ્રયત્ન કર્યો છે : એમને પાછા ફરવું પડયું અને ૨૬મી જવનને પૂર્ણ રીતે જીવવાનો એકમાત્ર માર્ગ એ છે કે શારીરિક સ્ક્રૂતિ અને ઈન્દ્રિયોની ચપળતાને ધાર આપે એવું કંઈક કરવું. આજના યુગમાં યુદ્ધ સિવાય ભાગ્યે જ . આ માટેની કોઈ તક મળે છે. મને હતું કે હું એકલા દેહથી કે એકલા મનથી નહીં જીવી શકું. એટલે જ મેં ઉડ્ડયનને પસંદ કર્યું. પરંતુ ઉડ્યન પછીથી સહેલું અને પુસ્તકિયા શાન જેવું થઈ ગયું. એ ક્ષણે એકાકી સાગરસફરો મારી મદદે આવી.' હરીન્દ્ર દવે હું નમ્ર મનુષ્ય માત્ર છું... એકવાર એક પત્રકાર બાપુજીને મળવા આવ્યા. તેમણે ગાંધીજીનેં પુછ્યું, “ શું આપ ખરેખર મહાત્મા છે?” ગાંધીજી બાલ્યા “હું તો એમ નથી માનતા. હું તે મારી જાતને ઇશ્વરે પેદા કરેલા મનુષ્યમાં એક નમ્ર મનુષ્ય જ માનું છું.”પત્રકારે પૂછશું, “મહા[ત્માની પરિભાષા શું છે?” ગાંધીજીએ કહ્યું, “હું મહાત્મા હાઉ તે મહાત્માની પરિભાષા બતાવું ને?” પત્રકારે કહ્યું, “જો આપ મહાત્મા નથી એવું તમારા અનુયાયીઓને કહેતા કેમ નથી?”” ગાંધીજી બાલ્યા, “હું જેમ જેમ તેમને મનાઇ કરું છું તેમ તેમ તેએ! મહાત્મા શબ્દના વધા૨ે ઉપયોગ કરે છે.” પત્રકારે વાત બદલી, “પહેલા આપ ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હતા, હવે આપ 'સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરા છેા, એમ કેમ ?” ગાંધીજી બાલ્યા, “તેનેા મને સાસ છે. હું શું કરું? એ માટૅ પણું મારું મહાત્માપદ જ જવાબદાર છે.” પત્રકારે છેલ્લે પૂછયું, “સ્વરાજ્ય આવ્યા બાદ આપવું સ્થાન કયાં હશે?” ગાંધીજી બાલ્યા, “આટલાં વર્ષોમાં મે’કદી પણ કંઇ રજા લીધી નથી, એટલે મારી લાંબી રજા જમા થઇ ગઇ છે. ત્યા૨ે હું આ રજાનો આનંદ લેવાનું પસંદ કરીશ. કદાચ તમે પણ મારા આ રજા લેવાના અધિકારના ઇનકાર નહિ કરો!” સંક: ભઇ જા. રા ૧૨૧ જીવનમાં ઉત્સાહ આપણે કેટલીક વાર જોઇએ છીએ કે ૬૦-૭૦ વર્ષની વયના માણસમાં ગજબનો ઉત્સાહ અને ધગશ હોય છે ત્યારે ઘણા યુવાન માણસામાં આપણને એક પ્રકારની નિષ્ક્રિયતાની, નિરુત્સાહની લાગણી જોવા મળે છે. આનું કારણ શું હશે? આ કારણ જો શેાધી શકાય તે આપણે જીવનમાં ઉત્સાહ અને રસ જાળવી રાખી શકીએ એવું બનવાના પૂરો સંભવ છે. આપણે આપણા પર ષ્ટિ નાખીશું, આપણા જીવનનું નિરીક્ષણ કરીશું તે આપણે જૉઈ શકીશું કે આપણને જીવનમાં ઘણીવાર કંટાળે આવે છે, નીરસતા અને એક પ્રકારની ઉદાસી છવાઈ ગયેલી લાગે છે. આપણને લાગે છે કે આપણામાં ઉત્સાહ નથી રહ્યો. ધગશ અને લગન આપણામાંથી ઓસરી રહ્યાં છે. આપણે આનાં કારણે બા પરિસ્થિતિમાં શોધીએ છીએ. પરન્તુ ઘણીવાર એવું બનતું હોય છેકે આ કારણો આપણી અંદર જ પડયાં હોય છે. આપણામાં પહેલાં આ કારણેાં જો આપણે શોધીને દૂર કરી શકીએ તે આપણને કંટાળા કે નીરસતા આવે નહિ, આપણે સામાન્ય રીતે એક ને એક કામ કરવાનાં આવતાં હોય છે. અને હંમેશના આ એકધારા કામને લીધે નીરસતા આવે છે, કંટાળ આવે છે. પણ જો આપણને આપણે લીધેલા કામમાં રસ હોય તે એકધારા કામને પણ જુદી જુદી રીતે કરવાના માર્ગો આપણે શૈધી કાઢીએ છીએ. ઉત્સાહ અને ધગશ જળવાઈ રહે એવું કરી શકીએ છીએ. પછી નીરસ કામ પણ રસવાળું બની જાય છે અને એ એકધારું કંટાળાજનક નથી લાગતું. અમુક કામ આપણે ઉત્સાહથી શરૂ કરીએ પણ પછી કેટલીક વાર આપણે એ ઉત્સાહ ટકી રહેતા નથી. આપણે ઉપાડેલા કામમાં અવરોધો આવે છે, આપણે ધારી હોય એથી વધુ મુશ્કેલીઓ ઊભી થાય છે અને આપણને નિષ્ફળતા સામે દેખાય છે એટલે આપણા ઉત્સાહ ઓસરી જાય છે અને આપણે ટકીને ઊભા રહી જઈએ છીએ. એટલે આપણને પછી એમાં કંટાળે આવે છે અને આપણે ઉદાસ થઈ જઈએ છીએ. આપણે જીવનમાં જે કંઈ કરવા માગતા હોઈએ એમાં મુશ્કેલી ઊભી નહિ થાય એવા ખ્યાલ રાખીએ તે એ ખોટું છે. મુશ્કેલીઓ તો આવવાની જ છે. આ મુશ્કેલીઓથી થાકી - કંટાળી જ્વાને બદલે, ઉપાડેલી પ્રવૃત્તિમાં રસ ગુમાવવાને બદલે વધારે ધગશથી અને આત્મવિશ્વાસથી અવાધાને દૂ૨ કરીને આગળ જવાના પ્રયાસ કરવા જોઇએ. અવરોધો અને મુશ્કેલીઓ આપણા ઉત્સાહને વધારે એવી રીતે આપણે આપણી જાતને કેળવવી જોઈએ. જીવનમાં ઉત્સાહ ટકાવી રાખવા માટે, આપણુ જીવન આનંદમય બને એ માટે કાઇ જાદુઈ ‘ફોર્મ્યુલા’ હોઈ શકે નહિ, આપણે આપણા માર્ગ કરી લેવા જેટલી શકિત અને ઉત્સાહ ધરાવતા હોઈએ તે આપણું જીવન કદી નીરસ નહિ બને. આમ કરતાં કેટલીક વાર આપણે પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવા પડશે, તા કેટલીક વાર પરિસ્થિતિને પલટાવવા જેટલી હિંમત આપણે દાખવવી પડશે. એટલું આપણે કરી શકીએ તો આપણા જીવનનો રસ જળવાઈ રહેશે અને જીવન જીવવા જેવું લાગશે, આપણે એમ માની લઇએ છીએ કે જીવનમાં આપણને માત્ર સુખ મળે, આનંદ મળે, આપણુ જીવન સફળતાથી ભરપૂર રહે અને એ રીતે આપણા જીવનના ઉત્સાહ કદી ઓસરે નહિ, પણ જીવનમાં ઉત્સાહ અને જીવનના રસ ટકાવવા હશે તે આપણે સુખ જેટલું દુ:ખ, આનંદના જેટલા વિષાદ અને સરળતાની સાથે મુશ્કેલીઓને આવકારવા તૈયાર રહેવું પડશે. જીવન પ્રત્યે જો આપણે આ પ્રકારનો અભિગમ કેળવશું તે આપણે જીવનની સમગ્ર પ્રક્રિયામાં ઉત્સાહથી; રસથી અને કંટાળ્યા વિના કે ઉદાસ બન્યા વિના ભાગ લઇ શકીશું. જીવનમાં આપણને શાંતિ અને સ્વસ્થતાની સાથેtસાથ ભરપૂર આનંદ મળી રહેશે. —પિનાકીન * (
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy