SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ * પ્રબુદ્ધ જીવન રમત, રાજકારણ બાળક નાનું હોય છે ત્યારે તેની માતા શેરીનાઅમુક છેાકરા સાથે નહિ રમવાનું કહે છે. અમારી બા મેાચી અને વાળંદના છેાકરા સાથે હુતૂર્તી રમવાની ના પાડતી. ઘણાને અનુભવ હશે પાડોશમાં ઝઘડો થયા હેાય ત્યારે “ગેાદાવરીબેન” કે“મનાબેન”ના દીકરા કે દીકરી સાથે રમવાની મનાઈ ફરમાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ રમતગમત યોજાય ત્યારે આ મનાઈનું સ્વરૂપ મોટું બનીને દૂખા દે છે. ૨૭૪૮ વર્ષ પહેલાં ઑલિમ્પિક રમત શરૂ થઈ ત્યારે તેના હેતુ અતરરાષ્ટ્રીય શાંતિ અને ભ્રાતૃભાવ વધારવાના હતા. ખેલાડીઓ ખેલદિલીથી રચે અને એ ખેલદિલીને કારણે પરસ્પર દેશ વચ્ચે સહકાર અનેં મૈત્રીનું વાતાવરણ જમાવવાની નેમ રહેતી હતી, પરંતુ રમતગમતને રાજકારણ સ્પર્યા વગર રહેતું નથી, ૧૮૯૬ની ઑલિમ્પિક રમતા ગ્રીસના એથેન્સ ખાતે યોજાઈ ત્યારે શરૂની સ્પર્ધાઓમાં ગ્રીસના એક પણ નાગરિક સુવર્ણચંદ્રક જીતી ન શકયા ત્યારે ગ્રીસના રાજવી અને કુમારી પણ આળા થઈ ગયા. છેલ્લે મેરેથાન દોડમાં (લગભગ ૨૬ માઈલ લાંબી) ગ્રીક નાગરિક જીતે તે માટે અવનવાં પ્રલોભનો મુકાયાં. એક ધારૢ રમતરસિયાએ મેરેથોન દોડ જીતનારને પોતાની પુત્રી પરણાવવાની પણ ક્ર કરી. અંતે જ્યારે ગ્રીક નાગરિક આ દોડમાં પ્રથમ આવ્યો ત્યારે ગ્રીસના નિ રાજકુમારોએ પોતાના મેાભાને કોરાણે મૂકીને દોડમાં પ્રથમ આવનારને પોતાના ખભા ઉપર તેડી લીધા હતા. ૧૯૩૬માં બર્લિન ખાતે યોજાયેલી ઑલિમ્પિક સ્પર્ધામાંહિટલરને નાઝીઓના બળનું પ્રદર્શન કરવાના બહુ નાદ હતા. ઘણા ભપકા અને ઊંચા ખર્ચ સાથે હિટલર ઑલિમ્પિકનો મેળાવડો યોજ્યો હતે!, એ રમતા જોવા હિટલર, ગેરિંગ અને ગાબેલ્સ હાજર રહ્યા હતા. ૧૮૦ મીટર અને ૨૦૮ મીટરની દોડ અને લાંબા કૂદકાનીસ્પર્ધામાં જર્મન ખેલાડીને મહાત કરીને મિ. જેસી આવન્સ નામના એક મેરિકન હબસી પ્રથમ આવ્યો . ત્યારે હિટલરના પિત્તો ગયો, હિટલરે અમેરિકનોને ચીઢમાં કહ્યું,“આવા કાળા અને દુર્જન માણસા સાથે તમારા સજજન ખેલાડીઓને શું કામ ૨મવા દે છે?” ઑલિમ્પિક રમતોમાં જીતનારાને ચંદ્રકો વહે'ચવાની ઘડી આવી ત્યારે ચંદ્રક એના" યત કરીને હાથ મિલાવવાના હોય છે. પણ હિટલરે જર્મન ખેલાડીને હરાવીને ચાર-ચાર સ્પર્ધામાં પ્રથમ આવનાર જેસી આવન્સ સાથે હસ્તધૂનન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. “આવા અનાર્ય સાથે હું હાથ નહીં મિલાવું”! રમતની કુશળતામાં ભગવાન ગારી કે કાળી ચામડીમાં ભેદ રાખતા નથી. કુદરતની કરામત પણ જોવા જેવી છે. ૧૯૬૬ની સાલમાં કેટલીક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજાઈ તેમાં કેલિફોર્નિયાન ટામી સ્મિથ નામના કાળી ચામડીવાળે! અમેરિકન ટૂંકી દોડમાં પ્રથમ આવ્યો હતો. કેનિયાના કિપચાજ કૈન નામના ખેલાડી ૧૫૦૦ મીટરની દોડમાં પ્રથમ આવ્યા હતા. શ્રેષ્ઠ ક્રકેટના ખેલાડી તરીકે નામના મેળવનાર ગેરી સાબર્સ કાળી ચામડીના હતા અને તેને પરણનાર પણ ગારી મહિલા છે. બ્રાઝિલના હબસી મિ, પીલ ફ્ક્રૂટબૉલના શ્રેષ્ઠ ખેલાડી પુરવાર થયો છે. બાસ્કેટબાલના શ્રેષ્ઠ ખેલાડી તરીકે ફિલાડેલ્ફિયા અને બેસ્ટનના બે હબસીઓ હતા અને બૅઝબા લની રમતમાં સાનફ઼ાન્સિસ્કોને વિલી મેયઝ નામના હબસી સૌથી વધુ ઉત્તેજક ખેલાડી પુરવાર થયો હતો. ક્રેસિયસ કલેનું નામ બાકિંસગના રસિયાએ સારી રીતે જાણે છેઅને કલેએ બાર્કિસગની ચેમ્પિયનશિપ ઘણી વખત મેળવી હતી. કુશાગ્ર બુદ્ધિ કે બાહુબળ આપવામાં કુદરત ભેદ રાખતી નથી તે આપણે ઉપર જોયું કે દક્ષિણ આફ્રિકા બીજા ઘણા દેશો આ તા. ૧-૯-૭૨ અને સમાજ વાસ્તવિકતા સ્વીકારતા નથી. ૧૯૬૦માં દક્ષિણ આફ્રિકાની લેાકપ્રિય રમત ગેાલ્ફમાં કાળા-ગેારાનો પ્રશ્ન આવી પડયા. સિવલંકર સિવગેાલમ નામના એક કાળા ખેલાડી ગામાં ખ્યાતનામ થઈ ગયો હતો. પણ ડર્બનમાં રમાનારી “ઓપન ચેમ્પિયનશિપ'માં તેને સ્થાન મળતું નહતું. કેટલાક ગેારા લોકોને પણ સિવગે।લમની કુશળતાને કારણે પેટમાં તેલ રેડાતું હતું અને એ કાળા માનવીનું પાણી ઉતારવા ઘડીભર તા કાળા-ગેારા માટેની અલગ અલગ રમતોના નિયમને નેવે મૂકીને તેને ગેલ્ફિની સ્પર્ધામાં આમંત્રણ આપવાનું મન થયું. દક્ષિણ આફ્રિકાના ગોલ્ફ યુનિયન નામના મંડળે છેવટે સિવગાલમને ચેમ્પિયનશિપ માટે ભાગ લેવા નેતરું આપવું પડયું, પણ તે પહેલાં તેણે સરકારની પરવાનગી લેવી પડી. કાળા લોકો માટેના ખાસ મેદાનમાં જ રમવાની તેને રજા મળી. આ બધાં અપમાનો ગળી જઈને પણ સિવગેાલમે ગેાલ્ફની રમતમાં ગેારાઓને હરાવવાના મનમાં ને મનમાં કસમ ખાધા હતા. આખું ડર્બીન અગર કહે। કૈં પૂરું દક્ષિણ આફ્રિકા રેડિયો અને ટેલિવિઝન ઉપર સિવગાલમ અને ગેરા હરીફો વચ્ચેની રમત નિહાળવા તૈયાર થઈ ગયા. ગેારા લોકોને ડર લાગ્યો કે સિવગેાલમ જીતી જશે. એટલે ગેાફના ચેમ્પિયનને જે ઈનામ અપાય છે તે ગારાઓના કલબના મકાનમાં નહી પણ મેદાનમાં અપાશે તેવી અગાઉથી જાહેરાત કરી દીધી. ગાલ્ફની રમત શરૂ થઈ અને રેડિયોની કોમેન્ટ્રી પણ ગેારા કેમેન્ટટ૨ે જોરશોરથી શરૂ કરી. બે ગેારા ખેલાડીને સિવગેાલમે હરાવ્યા એટલે દક્ષિણ આફ્રિકાના એક પ્રધાનનો સંદેશ આવ્યો. રેડિયો ઉપરથી કોમેન્ટ્રી બંધ થઈ ગઈ. ટેલિવિઝનના કેમેરાની ચાંપશીત થઈ ગઈ. રમતને અંતે સિવગેાલમે ૧૧૩ ગેરાઓને હરાવ્યા હતા પણ તે લોકોએ કેવી સજજડ હાર ખાધી તેના ખબર લેકીને રેડિય કે વર્તમાનપત્ર દ્વારા મળ્યા જ નહિ! આ તો માત્ર ગેારા-કાળાના ભેદની વાત થઈ. ઘણી વખત રાજ કીય માન્યતાઓના ઓળા પણ ખેલાડીઓ ઉપર ઊતરતા હોય છે. ૧૯૬૪માં રશિયાના ટૅનિસના ખેલાડી શ્રી એલેકસ મેવૅલીએ દક્ષિણ આફ્રિકાના ટૅનિસના ખેલાડી સામે રમવાની ના પાડી દીધી. પરંતુ દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિના વિરોધમાં નહિ પણ દ, આફ્રિકાનો એ ખેલાડી યહૂદી હતો એટલે જ મેત્રેવેલીએ રમવાની ના પાડી હતી. 不 પૂર્વ જર્મનીના ખેલાડીએ જ્યારે પણ પશ્ચિમ જર્મનીના બેલાડીને હરાવે છે ત્યા૨ે તેમને પૂર્વ જર્મનીની સરકાર તરફથી વધારાનું રોકડ બાનસ મળે છે. કારણ કે ‘મૂડીવાદી” માનસ ધરાવતા પશ્ચિમ જર્મનીને સમાજવાદી વિચારવાળું પૂર્વ જર્મની રમતમાં હરાવે તે જાણે તેની વિચારશ્રેણીના વિજ્ય થયું છે તેમ પૂર્વ જર્મનીના લોકો માને છે! હંગેરીના લે!કોએ રશિયાના શાસન સામે બળવા કર્યો તે પછી ૧૯૫૬માં ઑસ્ટ્રેલિયામાં મેલબોર્ન ખાતે ઑલિમ્પિક રમતો યોજાઈ હતી. તે સ્પર્ધાઓમાં વોટર-પાલા નામની રમતમાં હંગેરી અને રશિયાના ખેલાડીઓ વચ્ચે જ્યારે સ્પર્ધા જામી ત્યારે રશિયન ખેલાડીઓના કાન ફફૂંકવામાં આવ્યા હતા કે “હંગેરીને વોટર-પાલામાં હરાવીને જ જંપો.” સામેથી હંગેરીના ખેલાડી પણ ગાંજ્યા જાય તેવા નહાતા. વોટર-પાલાની એ રમતમાં શુદ્ધ રોમાંચને બદલે આ રમતમાં રાજકારણના વિવાદના રોમાંચ અને ઉત્તેજના વધી ગયાં. પરિણામ એ આવ્યું કે રમતનું મેદાન એ લડાઈનું મેદાન બની ગયું. મોટા ભાગના ખેલાડીએ લાહીલુહાણ થઈ ગયા હતા. હારની અણી ઉપર આવેલા રશિયન ખેલાડીએ એક હંગેરિયન ખેલાડીનું આખું મે! ચીરી નાખ્યું. એક ખેલાડીને સ્ટ્રેચરમાં લઈ જવા પો
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy