SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, 117 प्रबुद्ध પ્રબુદ્ધ જૈનનુ નવસ કરણ વર્ષ ૩૪ : અંક ૪ મુંબઈ જૂન ૧૬, ૧૯૭૨ શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ યુકે આફ વિન્ડસર * થોડા દિવસ પહેલાં મુકનું અવસાન થયું ત્યારે ૩૬ વર્ષ પહેલાંના બનાવાની યાદ તાજી થઈ. ઈંગ્લાંડના રાજા, છૂટાછેડા લીધેલ એક સ્ત્રીને, રાજકુટુંબની અને ચર્ચ ઑફ ઈંગ્લાંડની પર પરા મુજબ પરણી ન શકે, એ કારણે તે વખતની મિસિસ સિમ્પસન સાથે તે વખતના એડવર્ડ ૮માના લગ્નના બ્રિટનના વડા પ્રધાન બાલ્ડવિન અને આર્થબિશપે સખત વિરોધ કર્યો. રાજાએ ધાર્યું હોત તો મોટી ટોકટી સરજી શકત. તેને સબળ ટેકો આપનાર એક પક્ષ હતા. એડવર્ડ સમક્ષ ત્રણ વિક્લ્પ હતા : વિરોધ છતાં લગ્ન કરવા, લગ્નનો વિચાર છોડી દેવા, ગાદીત્યાગ કરવા. પહેલા વિકલ્પના તેણે વિચાર પણ ન કર્યો. બીજો વિકલ્પ તેના કહેવા પ્રમાણે તેને માટે અશક્ય હતો. ત્રીજો વિક્લ્પ તેણે સ્વેચ્છાએ સ્વીકાર્યો. ગાદીત્યાગ કરતાં નિવેદનમાં તેણે કહ્યું કે “જે સ્ત્રી સાથે તેને પ્રેમ છે તે તેની સંગાથી ન હોય તે રાયરાનો ભાર સહન કરવાની પોતાની શકિત નથી." પોતાના ત્યાગથી રાજયની ક્ટોકટી નિવારી. મહાન સામ્રાજ્યના આધિપત્ય કરતાં સ્ત્રીના પ્રેમ પસંદ કર્યા. પરિ ણામે ઇંગ્લાંડમાંથી બન્ને બહિષ્કૃત થયાં. બન્નેએ વિદેશમાં ૩૬ વર્ષ એકલવાયું જીવન ગુજાર્યું. પરસ્પરનો પ્રેમ અંત સુધી અખંડ રહ્યો. બન્નેએ પોતાની પ્રણયકથા લખી. યુકના મૃત્યુના થોડા દિવસ પહેલાં ઈંગ્લાંડની રાણી તેમને પેરિસ મળવા ગઈ. તેના મૃત્યુ પછી તેના મૃતદેહને શાહી માન મળ્યું અને તેની પત્ની ડચેસને પહેલી વખત રાજમહેલમાં પ્રવેશ મળ્યો, આમસભાએ યુકને જિલ અર્પી. તે ઠરાવમાં ડચેસ પ્રત્યે સહાનુભૂતિનો ઉલ્લેખ ન હતો તે ભૂલ એક સુધારાથી ટાળી. ૩૬ વર્ષ પહેલાં કેટલાકે કહ્યું હતું અને અત્યારે ઘણી મોટી સંખ્યાના લોકોએ કહ્યું કે એડવર્ડને ગાદીત્યાગ કરવાની ફરજ પાડી અને ત્યાર પછી તેનો બહિષ્કાર કર્યો તેમાં દભ હતો, Hypocracy of the establishment. યુકને અમરપ્રેમી તરીકે બિરદાવ્યા. જીવન શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૦-૪૦ પૈસા મુકનું જીવન ખરેખર કૃતાર્થ કે ધન્ય લેખાય ? રાજા તરીકેનો પોતાનો ધર્મ કે ફરજ તજી, પ્રેમી તરીકે એક્લવાયું જીવન સ્વીકાર્યું તેમાં ખરેખર સુખ હતું ? જીવનમાં Conflict of duties આવે છે. તેવે પ્રસંગે કયા ધર્મને વ્યકિત પ્રધાન ગણશે તે તેની પ્રવૃત્તિ ઉપર આધાર રાખે છે. આ વિષયમાં મતભેદને અવકાશ છે. આ પ્રસંગે રામ અને તેમણે કરેલ સીતાત્યાગ યાદ આવે. રામે સીતાને અન્યાય કર્યો, નિર્બળ મનના હતા એવા આક્ષેપો આજના જમાનામાં થાય છે. સીતા ખરેખર નિર્દોષ છે એવું જાણવા છતાં રાજા તરીકેનો પોતાનો ધર્મ અને કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે તેમ જોવાવવવો પવન, મોમે એ ન્યાયે તે વર્ત્યા. સીતા પ્રત્યે અગાધ પ્રેમ હતા અને ખૂબ દુ:ખી થયા છતાં આ જ ધર્મ ગણ્યો, જીવનની કૃતાર્થતા માત્ર પાનાનું સુખ જોવામાં જ છે કે સમાજ પ્રત્યેની પોતાની ફરજો અદા કરવામાં ? અલબત્ત, આવી Conflict * of dutiesના પ્રસંગે ઊભા થાય તેમાં જીવનની કરુણતા છે. ભાગ્યશાળી હોય તેને જ એવા પ્રસંગો ન આવે. સ્ત્રી-પુરુષના પ્રેમ પરસ્પરના સુખમાં જ સમાપ્ત થાય છે? એવા એક્લાઅટૂલા જીવનમાં ખરેખર વ્યક્તિનો વિકાસ છે? શાકુંતલ અને કુમારસંભવની સમાલાચના કરતાં રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે : “ભય કાવ્યોમાં કવિએ બતાવ્યું છે કે માહમય હોઈ જે અકૃતાર્થ છે તે જ મંગલમય થઈ કૃતાર્થ બને છે. તેમણે બતાવ્યું છે કે જે સૌંદર્ય ધર્મથી સંયત છે તે જ ધ્રુવ છે અને પ્રેમનું શાંત, સૈંયત કલ્યાણ રૂપ જ શ્રેષ્ઠ છે. સંયમમાં જ સૌંદર્યની ખરી શેભા છે. ઉચ્છ'ખલતામાં તેની તરત વિકૃતિ થાય છે. ભારતવર્ષના પુરાતન કવિએ પ્રેમને જ પ્રેમના અંતિમ ગૈારવ તરીકે સ્વીકાર્યો નથી; ક્લ્યાણ જ પ્રેમનું પરમ લક્ષ્ય છે એ પુકારીને કહ્યું છે. તેમને મતે સ્ત્રી – પુરુષના પ્રેમ સુંદર નથી, સ્થાયી નથી - જે તે વંધ્ય હાય, જે તે પાતામાં જ મર્યાદિત થઈ રહે, કલ્યાણને જન્મ ન આપે અને સંસારમાં, પુત્રપુત્રીમાં, તિથિમાં કે પાપડોશીમાં વિવિધ સાભાગ્યરૂપે વ્યાપ્ત ન થાય.” દરેક વ્યકિતને, પેાતાના સ્થાન પ્રમાણે, જીવનમાં નાનામોટા અનેક પ્રસંગા એવા આવે છે કે જ્યારે પેાતાના સુખનો ભાગ આપી, સમાજ, રાષ્ટ્ર કે માનવકુળ પ્રત્યે, પોતાની ફરજ બજાવવાની કે રહે છે. પત્ની, સંતાને કે કુટુંબના સુખની અવગણના કરી, સમાજ કે રાષ્ટ્રના કલ્યાણ માટે બલિદાન આપવું પડે છે. આવા ત્યાગ કે બલિદાનમાં જ જીવનની ધન્યતા છે, વ્યકિતનો નૈતિક વિક્કસ છે, સમાજનું કલ્યાણ છે, લેાકસંગ્રહ છે. પ્રેમ કલ્યાણને જન્મ આપે, મેહમય મટી મંગળમય થાય, અનેક સંબંધોથી વીંટળાય, બીજાનાં સુખ–દુ:ખના ભાગીદાર થાય, ત્યારે કૃતાર્થ થાય છે. પોતાના જ સુખનો વિચાર કરે ત્યારે સાચું સુખ પ્રાપ્ત થતું નથી; એ નર્યો સ્વાર્થ છે. મનુષ્યનું જીવન બાળકના જેવું સરળ સુંદર સદા નથી રહેતું. અનેક વિક્ષેપો અને વિજ્ઞાભ, આઘાત - પ્રત્યાઘાતના અનુભવથી જીવનનો વિકાસ થાય છે. સંસારના વિરેધવિપ્લવમાં ન પડીએ ત્યાં સુધી પરિણત વયની સંપૂર્ણ શાંતિની આશા વ્યર્થ છે. એકલા, એકાન્ત નિર્જનમાં રહી, માત્ર પરસ્પરના પ્રેમને જ વિચાર કરતાં, સ્ત્રી-પુરુષ સાચા સુખને પ્રાપ્ત કરે છે એમ બનતું નથી. મુક વિશે એમ કહી શકાય કે તેમણે ગાદીત્યાગ કર્યો તેથી ઈંગ્લાંડની પ્રજાને કાંઈ હાનિ થઈ નથી, તેમના ભાઈ રાજા થયા. ડમુક ગાદીએ ચાલુ રહ્યા હાત તો પ્રજાને મોટો લાભ થઈ જવાનો હતો તેમ પણ ન કહેવાય. તેથી ગાદીત્યાગ કરી તેમણે પેાતાનું સુખ શેખું તેમાં ખોટું નથી કર્યું એમ લાગે. ત્યાર પછી મુક જે પ્રકારનું જીવન વિતાવ્યું તેમાં સાચું સુખ તેમને મળ્યું કે નહિ તે તેમના આત્મા જાણે. સંસારના અનેક સંબંધોથી વીંટળાઈ, લોકકલ્યાણ માટે જીવ્યા હોત તો જીવન સમૃદ્ધ, સાર્થક બન્યું હત. ચીમનલાલ ચકુભાઈ શાહ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy