________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
જ્ઞાનપ્રપાના ચાજક અને નચવાદના નિષ્ણાત
✩
શ્રી પરમાનંદભાઈની જીવનસરણી સામાન્ય જગતથી નિરાળી હતી. એમને જ્ઞાનપરબનું કામ સ્વયંભૂ રીતે જ વર્યું હતું એમ લાગે છે. નાના મોટા સ્ત્રી-પુરુષ જે મળે તેની પાસેથી પ્રશ્ન દ્વારા જ્ઞાનસંચય કરવા, અનેક કક્ષાના સાહિત્યવાંચન અને મનન દ્વારા સંસ્કારી ખુષ્ટ કરવા, બને એટલા જીવનના વિવિધ પાસાંઓ અને વિરોધી દેખાય એવી બાબતોનું પણ આકલન કરવું અને આ બધા દ્વારા પોતાના મનમાં જ્ઞાનનું રસાયણ તૈયાર કરવું અને પછી એની જ્ઞાનપરબ માંડવી.
આ પરબ એવી કે જેમાં જ્ઞાનતરસ્યા પોતાના અધિકાર પ્રમાણે જિજ્ઞાસા સંતોષે, એનું મૂર્તરૂપ એમણે ચલાવેલી, પાયેલી એવી પર્યુષણ વ્યાખ્યાનમાળા કહેવાય. જયારથી એમણે આ પરબ દ્વારા જ્ઞાનનું વિતરણ કરવાનું માથે લીધું, ત્યારથી એમણે એ વ્યાખ્યાનમાળામાં કેટકેટલા કઈ કઈ કક્ષાના વકતાઓને આમંત્ર્યા, એમની દ્વારા કયા કયા વિષયો ઉપર ભાષણ કરાવ્યા અને આ ભાષણાના આકર્ષણે કઈ કઈ રક્ષાના કેટલા માટે શ્રોતાસમુદાય આ—નવ દિવસને અંતે તૃપ્તિ અનુભવી એ જ્ઞાનપ્રાને વધાવી લેતા એ જાણવા માટે તે, તેટલાં વર્ષોની પ્રબુદ્ધ જીવનની ફાઈલોમાંથી વકતાઆના તેમજ તેમણે કરેલ વિવિધ વિષયોનાં ભાષણાની એક સંક્ષિપ્ત છતાં પૂર્ણ યાદી કરી હોય તે। શ્રી પરમાનંદભાઈના જ્ઞાનપ્રપાના ગુરુ પાર્થના ખ્યાલ આવે અને જેમણે જેમણે એ પ્રપા મારફત પેાતાની જ્ઞાનતૃષા એછેવત્તે અંશે સંતાપી હશે તે બધાને એમના યાજકપણાના આજેય તાદશ ખ્યાલ આવી શકે, તેથી મારી દષ્ટિએ એમના સાંચાલકપણા નીચે પોષણ પામેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના તમામ વકતાઓ અને તેમણે જે જે વિષયા ઉપર ભાષણા કર્યા હોય તેની એક યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવી ઘટે.
જૈન પરંપરામાં નયવાદ જાણીતા છે. એનો અર્થ છે, વિચારકની તે તે વિષય પરત્વેની દષ્ટિ. આવી અનેક તાત્વિક દષ્ટિએનું નિરૂપણ તો જયાં ત્યાં શાસ્ત્રમાં ભરેલું છે. પણ શ્રી પરમાનંદભાઈએ એમના આજન્મજાત સંસ્કારને વર્તમાનયુગમાં માનવતાની દૃષ્ટિએ એટલા બધા વ્યાપક રીતે ખીલવ્યો હતો. તેમજ
પરમાનંદભાઇનું પુરુષાર્થી જીવન અને પ્રબુદ્ધ કવન આચાનક આપણી વચ્ચેથી કાયમને માટે ચાલી ગયું એની ખરી ખાટ જેમ જેમ સમય જશે તેમ તેમ આપણને વધુ ને વધુ લાગશે. આજની વણસેલી દુનિયામાં વિનમ્ર વિચારકો અને વિશિષ્ટ વિવેચકો કેટલા ને કર્યાં છે? થોકબંધ લખનારા અનેક છે, અને રોજેરોજ ક્લમ ચલાવનારા પણ ઢગલાબંધ છે. પરંતુ, પોતાના ગુસ્સા અને જુસ્સા સમતોલપણે છતાં સચોટતાથી, સ્વસ્થપણે છતાં સંતાપજનક શૈલીથી, સમભાવપૂર્વક અને ન્યાયપૂર્વક જેટલા પરમાનંદભાઇએ છેલ્લા ત્રણ દાયકાથી યે વધુ સમય સુધી સતત એકસરખા ઠાલવ્યો એવા ઘણા ઓછાઓએ વ્યકત કર્યો હશે. પરમાનંદભાઇ સાચેસાચ બહુશ્રુત હતા. વિદ્યાવ્યાસંગી હતા અને નવવિચાર જાણવા સમજવાને દિલથી ઉત્સુક હતા.
પરમાનંદભાઇ એક પ્રકારે સદૈવ અસ્વસ્થ જીવ હતા. એમની સમાજૅમુખ દષ્ટિ એવી તે ઉત્કટ હતી કે વિધવિધ સામાજિક પ્રક્રિયાઓ અને પરિબળાનાં સ્પંદનો એમના સંવેદનશીલ હ્રદયમાં સ્વાભાવિક પડે જ! એમની અસ્વસ્થતા સાત્ત્વિક હતી, અને સ્વાર્થ કે સંકુચિતતાના તા એને સ્પર્શ સરખા પણ થયો નહોતા. સમર્પણની વૃત્તિથી તેમણે કલમનું લાલિત્ય ખેડયું ને માણ્યું. પોતાની અકળામણને તેઓ સંયમ તથા સંસ્કાર વડે ઓપ આપતા, પણ એમ કરવા જતાં સત્યનો ભાગ ૐ એની સાથેની બાંધછેાડ તેઓ કદી ન કરતા. ભલભલા નેતાઓ કે લેખક કે વિચારકાના આ કે તે મુદ્દાઓ વિષે પેાતાને જે લાગતું તે પરમાનંદભાઇ અચૂક અણીદાર શૈલીમાં કહી નાખતા. કૃત્રિમ શિષ્ટાચારની આળપંપાળમાં તેઓ કદી સાયા નહોતા.
૩
તેના એટલા બધા ઉપયોગ કર્યો હતો કે તે માટે એમની વકતાઓની અને તેમના દ્વારા અપાવવા ધારેલ વિષયોની પસંદગીના ક્રમ જાણવાં જેવા છે.
સન્નિષ્ઠ લાશિક્ષક
વર્તમાનયુગમાં કેવળ પારલૌકિક ચર્ચા અને તે તે ધર્મપંથની તાત્ત્વિક દષ્ટિઓ જ જાણવી એ પૂરતું નથી. એમ સમજી તેમણે વ્યકિતગત, સામાજિક, રાષ્ટ્રીય અને જાગતિક જીવન સાથે સબંધ ધરાવે એવા વિવિધ અને વિરોધી દેખાય એવા પણ વિષયોની ચર્ચા શ્રોતાઓ સમક્ષ કરી-કરાવી. તેમાં અર્થશાસ્ત્ર આવે, ધર્મશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર તેમજ મેક્ષશાસ્ત્ર પણ આવે. કાવ્ય, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, સંગીત, ચિત્ર, પ્રકૃતિ અને પ્રવાસ વર્ણન એ બધું આવે. ટૂંકમાં એમ કહી શકાય કે જે જે વકતા જેવા પ્રકારની જ્ઞાન, કળા અને આચારસમુદ્ધિથી સંપન્ન હોય તે તે વકતા પાસેથી તે તે વિષયોનું તારણ અને રસાયણ એ આઠ કે નવ દિવસેામાં શ્રોતાઓ સમક્ષ નિયમિત રીતે પીરસવું. જે માટે એમણે વકતાઓ મેળવવામાં તેમજ તેમણે ચર્ચવાનાં વિષયો નક્કી કરવામાં કેટલા સમય અને શ્રામ લેવા પડતા એના ખ્યાલ તો તેને જ આવી શકે જેઓ એમના પત્રવ્યવહારથી પરિચિત ાય, આવી ઊંડી સૂઝ, આવી ધગશ અને આ કામમાં અનુભવાતા તેમને ઊંડા આનંદએ બધું હવે જો અંશથી પૂર્ણ ક્રમે ક્રમે પામી અને સાચવી શકાય તો આપણે શ્રી પરમાનંદભાઈના કૃત્યને અંજલિ આપી ગણાય.
શ્રી પરમાનંદભાઈના જીવનરસ મુખ્યપણે નિર્દે શતા જ હતો. એમના મનમાં કોઈ પ્રત્યે કડવાશ કે ડંખ જેવું શેષ રહેતું નહિ. જો કે તેઓ કટ્ટર ગણાતા એવા અનેક ગૃહસ્થ કે ત્યાગી તેમજ સેવક કે સત્તાધારીઓ સાથે વિચારની આપ લે કરવામાં કચાશ રાખતા નહિ, પણ સરવાળે સારગ્રહણની તેમની વૃત્તિ રહેતી. પોતાના મનમાં કોઈને તદૃન વિરોધી કે વિપક્ષી માની તેના પ્રત્યે ડંખ કે કડવાશ સેવવા એ એમની હસમુખી પ્રકૃતિમાં સંભવિત હતું જ નહિ. એ તત્ત્વ એમના પરમ આનંદ નામને સાર્થક કરે છે એમ કોઈપણ એમને બરાબર સમજનાર કહી શકશે.
પંડિત સુખલાલજી
પરમાનંદભાઇ જેમ જાગૃત હતા તેમ જિલ્દી પણ હતા. છતાં એમના વ્યકિતત્વમાં એકાંગીપણું કે અતિરેક જણાતાં નહોતાં. વ્યાપક કેળવણીથી સભર એવા પરમાનંદભાઇ પાનાનાં વાચકો અને મિત્રને પણ એવી જ ઉદાર અને ઊર્ધ્વગામી વિચાર-સામગ્રી પીરસતા. એમનામાં જેટલી જિજ્ઞાસા અને જવાબદારી હતી તેના થોડો થોડો છાંટો પણ આપણા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં જોવા મળે તો આજની કેળવણીની કેટલીક મૂંઝવણા અને મુશ્કેલીઓ આપમેળે દૂર થઇ જાય. પરમાનંદભાઈ સન્નિષ્ઠ લેાકશિક્ષક હતા. પોતાની એવી હેસિયત વિશે તેઓ જાણે સાવ અજ્ઞાત કે બેફિકર હાય એ રીતે એમણે આસાનીથી અને અહંકારરહિત વૃત્તિથી ‘પ્રબુદ્ધ જીવન'નું સુંદર સંપાદન કર્યું રાખ્યું અને સર્વત્ર માંગલ્ય પ્રગટાવવાની અહિંનશ મથામણ કરી.
સાંપ્રત સમસ્યાઓનું બને તેટલું વસ્તુલક્ષી અવલોકન કરીને, એ અંગેના જરૂર પડે તેટલા ઊંડા અભ્યાસ કરીને, નીતિમત્તા અને મૂળભૂત જીવન-મૂલ્યોની માવજત કરવાની ઝંખનાથી પરમા નંદભાઈએ ચિન્તન-ચિન્તા, લેખન-વાચન, સંપાદન - પ્રકાશન, વ્યાખ્યાન-આયોજન રાત દહાડો ક્યે રાખ્યાં. પણ એ બધાંનો બેજ એમણે કદી માન્યો નહીં. ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્'ની ખોજમાં એમણે ગજબની પ્રસન્નતાથી આ બધા જ્ઞાનયજ્ઞ કર્યો. રાખ્યો. પરમાનંદભાઇનાં સ્નેહ-સૌજન્ય-આશિષના આસ્વાદ છેલ્લાં પચીસેક વર્ષથી મેં માણ્યો છે. આજે સદેહે તેઓ નથી ત્યારે કૃતજ્ઞતાપૂર્વક અને સજળ નયને હું આ વત્સલ વડીલજનને વંદુ છું.
પુરુષોત્તમ ગણેશ માવળ કર