SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ - પ્રબુદ્ધ જીવન તા. ૧૨-૨-૧૯૭૧ - - - - - કે થોડુંક તત્વચિન્તન : દરેક વ્યકિતએ પિતાના સ્વભાવ અને ગુણ પ્રમાણે પિતાને માર્ગ શોધી રહ્યો. બુદ્ધિપ્રધાન વ્યક્તિ જ્ઞાનમાર્ગ અપનાવે અને લાગણીપ્રધાન ભકિતમાર્ગ. એજ પ્રમાણે મલ્લિકજી જેવી અંતમુખી વ્યકિત introver ધ્યાન ધરવાનું અંતખેંજ કરવાનું પસંદ કરે, જ્યારે શ્રી. મેતીલાલજી જેવી કમરત વ્યકિતઓ કર્મયોગ કરવાનું પસંદ કરે. આમ સૌ પોતપોતાની રીતે જીવન સાર્થક બનાવવા પ્રયત્નશીલ બને એ સર્થથા ઈષ્ટ છે. માનવ, ઇશ્વર અને પ્રાર્થનાના પરસ્પર સંબંધ અંગે એટલું જ કહેવાનું કે પ્રાર્થના અને યાચના વચ્ચે મહાન અંતર છે. પ્રાર્થના એ યાચના કે સ્વાર્થસાધના નહિ પણ વિશ્વશકિતની સાચી સમજ અને ઈશ્વરના સાક્ષાત્કાર માટેની આરજુ-આપણી મર્યાદા ન અને ક્ષતિઓની જાણ અને એ મર્યાદાઓ અને દો દૂર કરવા માટે જોઇતી શકિત મેળવવાને અટલ નિરધાર! પ્રાર્થનાથી----- અગમ્ય શકિતનાં ગતિ અને વલણમાં કોઇ ફેરફાર થાય કે ન થાય પણ એનાથી જ વ્યકિતને પિતાને પોતાનું સામર્થ્ય અને શકિત પિછાનવામાં, એના ઉરે વસેલા દૈવી તત્ત્વને જગાડવામાં સહાયતા . મળે છે, એના સંતપ્ત મનને અપૂર્વ શાંતિ મળે છે, પ્રભુમય જીવન - જીવવા માટે નિતનવી પ્રેરણા મળે છે એમાં કોઇ શંકાને સ્થાન ઉષા મહેતા : નથી, (આ મથાળા નીચે પ્રબુદ્ધ જીવનમાં આગળના અંકમાં શ્રી મેતીલાલ સેતલવડ અને શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ વચ્ચે પત્રવ્યવહાર અને અન્ય ચિન્તકોમાં ચર્ચાપત્રો પ્રગટ થઇ ચુક્યા છે. તે જ વિષયને ધ્યાનમાં લઈને તત્વજ્ઞાન જેમના ખાસ અભ્યાસને વિષય છે અને મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કરે છે એવા શ્રી ઉષાબહેન મહેતાએ લખી મોકલેલું એક વિશેષ ચર્ચાપત્ર નીચે રજુ કરતાં આનંદ થાય છે. પરમાનંદ) ધર્મ એટલે પરમ તત્વની અમર સાધના. પ્રચલિત અર્થમાં ધાર્મિક વિધિઓ Rituals ને પણ ધર્મનું અંગ લેખવામાં આવે છે, પણ વિધિઓ વિષેની માન્યતા અથવા એમાં શ્રદ્ધા એ ધર્મ કે ધાર્મિક જીવનની આવશ્યક અંગે નથી. ઘણી વખત એમ પણ માનવામાં આવે છે કે ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ન હોવા છતાં મનુષ્ય ધાર્મિક હોઇ શકે છે. આ માન્યતા પ્રમાણે ધર્મ એ નૈતિક જીવનનું બીજું નામ છે. આમ છતાં સાધારણ રીતે ઇશ્વર કે વિશ્વશકિતમાં ઊંડી શ્રદ્ધા એ ધર્મનું આવશ્યક અંગ છે. આ વિશ્વશકિતનાં સ્વરૂપ વિશે મતભેદ પ્રવર્તે છે. આ શકિતનું સ્વરૂપ માનવીય કે વ્યકિતગત ન હોય, ન હોઇ શકે એમ ઘણા માને છે. માનવસાધારણને ધર્માભિમુખ કરવા માટે ઇશ્વરને ભલે આપણે પિતા, દાદા કે પિતામહના સ્વરૂપમાં અથવા અનેકમુખી, અનેકબાહુ કે અનેકનેત્ર તરીકે ઓળખાવવાના પ્રયાસ કરીએ. પણ આ વાત બુદ્ધિગમ્ય નથી લાગતી. આમ શ્રી. સેતલવાડે સાચું જ કહ્યું છે કે વ્યકિતગત ઇશ્વરની કલ્પના સહજ રીતે સ્વીકાર્ય નથી બનતી. પણ આથી વિશ્વશકિતનું અનસ્તિત્વ સાબિત નથી થતું. આવી પરમ શકિતનું અસ્તિત્વ શી રીતે સાબિત કરવું? બુદ્ધિગમ્ય દલીલથી કે શ્રદ્ધાથી? બુદ્ધિ અને શ્રદ્ધા એકબીજા સાથે સુસંગત નથી એમ સાધારણ રીતે માનવામાં આવે છે. પરંતુ શ્રી ચીમનભાઇએ કહ્યું છે એમ “બુદ્ધિ જયાં સુધી પહોંચે ત્યાં સુધી બુદ્ધિનો સહારે લે; એ પછી શ્રદ્ધાનો-અંધશ્રદ્ધાને નહિ–બુદ્ધિ સાથે સુસંગત એવી જાગૃત શ્રદ્ધાને. સર ની જોજો એમનાં “A Faith That Enquires’ નામનાં પુસ્તકમાં બુદ્ધિ અને શ્રદ્ધાનું આવું સુભગ મિલન શી રીતે થઇ શકે એ અત્યંત સુંદર અને બુદ્ધિગમ્ય રીતે બતાવ્યું છે. ઘણા મહાપુરુષને વ્યકતમાં અવ્યકતની, પરિમિતિમાં અસીમની, અણદીઠની ઝાંખી થયાના દાખલાઓ આપણે જયા છે. આવા આ મહાપુરુષની અનુભૂતિને બુદ્ધિગમ્ય પ્રમાણથી આપણે મૂલવી શકીએ, પણ તેથી એમની એ અનુભૂતિ સ્વલક્ષી (Subjective) છે એમ માનવાનું કોઈ પણ કારણ નથી. એ અનુભૂતિ બુદ્ધિથી પર Transrational 144 Galegeil Cavad anti-intellectual કે irrational તે નથી જ. ઘણી વખત, જીવનની કઇક અમૂલ્ય ક્ષણે સાધારણ માનવી પણ એવો અનુભવ કરે છે કે જેથી અત્યાર સુધી મનની સાંકડી દીવાલ વચ્ચે ટૂંટિયું વાળીને બેઠેલો એને અંતરાત્મા એકાએક જાગી ઉઠે છે અને એના દુ:ખ સંતાપ હરી, એને એક દિવ્ય દષ્ટિ અર્પે છે. આ અનુભવ સર્વ મનુષ્યોને નથી થત એ એક હકીકત છે. આનો અર્થ એટલેજ કરી શકાય કે પરમ તત્ત્વની પ્રાપ્તિ અનેક રીતે, અનેક માર્ગો દ્વારા થઇ શકે છે. સ્વ. બહેન રેખાની પ્રથમ પુણ્યતિથિ જેનાં નામ જોડે સંઘની વૈદ્યકીય પ્રવૃત્તિ જોડાયેલી છે એ બહેન રેખાનાં દેહવિલયને બાર મહિના પૂરાં થતાં હોઇ એની પ્રથમ પુણ્યતિથિએ શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં રવિવાર તા. ૧૧-૪-૭૧ ના સવારનાં ૯-૩૦ વાગે સ્વર્ગસ્થનાં આત્માની શાંતિ અર્થે સ્વર્ગસ્થનાં પિતા શ્રી દામજીભાઈ અને માતા શ્રીમતી દેવકાબહેને ભજને અને તવના કાર્યક્રમનું એક સુંદર આયેજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી બંસીભાઇ ખંભાતવાળાએ એમનાં સ્વરચિત કાવ્ય, ગીત અને સ્તવને લગભગ દોઢ ક્લાક સુધી ગાઈ સંભળાવ્યા હતા. શ્રી પરમાનંદભાઇએ અને શ્રી ચીમનલાલ જે. શાહે સ્વ. બહેન રેખાને શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યાલયનું સભાગૃહ શ્રી દામજીભાઇના મિત્રો અને પરિવાર રાલ્યોથી ભરાઇ ગયું હતું. સ્વ. બહેન રેખાની યાદમાં શ્રી દામજીભાઈએ મહાલક્ષમી ઉપરની અપંગ બાળકોની ઇસ્પિતાલમાં બિસ્કિટ અને ચોકલેટના લંચ પેકેટ એક હજાર ગરીબોને વહેંચ્યા હતા અને વર્ગસ્થની યાદમાં સ્તવન સંગ્રહ “ઉપાસના” પ્રકટ કર્યો હતો. આ ઉપરાંત પ્રબુદ્ધ જીવનને પણ રૂા. ૨૫૧ ભેટ આપ્યા હતા. શ્રી દામજીભાઇને અને તેમના ધર્મપત્ની શ્રીમતી દેવકીબહેનને એમના બહેનને એમની આ ઉદારતા માટે - એમની આ સેવાપરાયણ વૃત્તિ માટે - આપણાં સૌનાં અંતરનાં અમનંદન છે. ' મંત્રીઓ, મુંબઈ જેન યુવક સંઘ “ઉપાસને’ સ્તવન સંગ્રહ જે સભ્યને જે ઇતે હોય તે સભ્ય ' સંઘના કાર્યાલયમાંથી વિના મૂલ્ય મેળવી શકે છે. આ માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ–૧
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy