________________
તા. ૧૬-૪-૧૯૭૧
ચૂંટણી કરી, પ્રજાના આદેશ મેળવવા એક જ માનભર્યો માર્ગ હતા આવા પાટલીબદલુ ધારાસભ્યોના આધાર પર સરકાર રચવી એ રેતીને મહેલ ચણવા જેવું છે. ચૂંટણી વખતે પ્રજા આ બધાની કીંમત કરી લેશે. ગમે તેમ કરી બહુમતી બતાવી એટલે ગવર્નરે તે બંધારણ મુજબ, સરકાર રચવા દેવી જોઈએ. પણ આવા સંજેગોમાં પ્રજાએ આંદોલન કરી, આ બધાને રાજીનામું આપવાની ફરજ પાડવી જોઈએ. પ્રજાના પ્રતિનિધિ તરીકે રહેવાના અધિકાર એ બધા ગુમાવી બેઠા છે. રાજકીય પક્ષાએ લાયક ઉમેદવારોની પસંદગી કરવાની કેટલી જરૂરિયાત છે તે આવી ઘટના ઉપરથી સમજાય છે. ગુજરાતમાં જે બન્યું તેથી અત્યંત ખેદ અને દુ:ખ થાય તેવું છે. પૂર્વ નંગાળ
ઋપુર્ણ જીવન
પૂર્વ બંગાળમાં જે બની રહ્યું છે તેની ઊંડી અને વ્યાપક અસર ભારત ઉપર પડશે. આપણી પૂર્ણ સહાનુભૂતિ પૂર્વ બંગાળ સાથે છે. તેને બનતી સહાય કરવી એ આપણી ફરજ છે. પણ સીધી દરમ્યાનગીરી આ સમયે યોગ્ય અથવા હિતાવહ નથી. પૂર્વ બંગાળી એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકારવાનું પગલું પણ હજી ઉતાવળુ ગણાશે. ત્યાં માનવસંહાર થઈ રહ્યો છે તે અસહાયપણે જોઇ રહેલું પડે છે. તેનો તાત્કાલિક અંત આવે અને પૂર્વ બંગાળની પ્રજા યાતનાઓમાંથી છૂટી સ્વતંત્ર થાય તેવી અંત:કરણની ભાવના છે. તે માટે વિશ્વપ્રજામત જાગ્રત કરવા જોઈએ પૂર્વ બંગાળના ભિષણ રીગ્રામનાં પરિણામ અત્યારે નિશ્ચિત ન કહેવાય. સંભવ છે કે થોડા સમય માટૅ લશ્કરનું દમન, પૂર્વ બંગાળની સ્વતંત્રતાને રોકે, પણ હવે કોઈ કાળે તે લાંબા વખત રોકી શકે નહિ, પૂર્વ બંગાળની ઘટના બતાવે છે કે માત્ર ધર્મના નામે ઊભી કરેલ રચના ભાષા, રાંસ્કૃતિ, ભૌગાલિક પરિસ્થિતિ, આર્થિક હિતો“આ બધાં બળાને પરાજ્ય કરી શકતી નથી. પૂર્વ બંગાળની સ્વતંત્રતાથી એક અકુદરતી પરિસ્થિતિને અંત આવશે અને સૌને લાભ થશે. ચીમનલાલ ચકુભાઈ થાણ મંગલા દેશ
1
છેલ્લા ૧૨-૧૫ દિવસથી રોજ સવારે છાપું ખોલીએ છીએ અને પાકિસ્તાની લશ્કરે પૂર્વ બંગાળમાં વર્તાવેલા કાળા કેરના બિનસત્તાવાર કે અર્ધ સત્તાવાર સમાચારો વાંચીને આપણું કાળજું કંપી ઊઠે છે. પૂર્વ બંગાળની ગરીબ અને નિ:શસ્ત્ર પ્રજા પર પાકિસ્તાનનું લશ્કર જે દિવસે તૂટી પડયું ત્યાર પછીના બે ત્રણ દિવસ તો એમજ લાગ્યું હતું કે ચાર છ દિવસમાં તે બંગલા દેશ પાકિસ્તાનથી આઝાદ થઇ જશે. પણ કમનસીબે એમ બનવા પામ્યું નથી. લાખોની સંખ્યામાં નિ:સહાય પ્રજાની ભયંકર કત્લેઆમ કરવામાં આવી છે. એથી પણ ઘણી વધારે સંખ્યામાં લોકો અપંગ, દુ:ખી અને બેધર થઇ ગયાં છે. . પ્રજાની આ ભયંકર યાતનાના અંત ક્યાંય જણાતા નથી, પંદરેક દિવસ પછી પૂર્વના એ પ્રદેશમાં ભારે વરસાદ શરૂ થશે ત્યાં સુધીમાં મુકિત ફોજના સૈનિકો જે પોતાના જુસ્સા ટકાવી રાખે તે પાકિસ્તાનના લશ્કરને ભારે પડી જાય એમ છે. એમ નહીં થાય તે કદાચ આ બળવા હાલ પૂરતા દબાઇ જશે.
એક વાત ચાક્કસ છે કે પશ્ચિમ પાકિસ્તાન હવે પૂર્વ બંગાળનું શેષણ કરી શકે એમ નથીજ; અને આજેકે કાલે બંગલા દેશના પાર્કિસ્તાનથી છૂટા પડેજ છૂટકો થવાનો છે. આવી પરિસ્થિતિ પેદા થાય એમ ભારતે કદી ઇચ્છચ્યું ન હતું, ધાર્યું પણ ન હતું. પરંતુ હવે જયારે એક યા બીજા કારણે પાકિસ્તાનના ભાગલા થવાના છે ત્યારે, આપણી દષ્ટિએ જોઇએ તો આપણને તે તેમાં લાભ છે. કારણ કે સાડા સાત કરોડની (લગભગ ૬૦ ટકા જેટલી) વસતિ છૂટી પડી જવાથી તેમજ ખેતીની પેદાશ અને અન્ય કેટલીક ઔદ્યોગૌક જરૂરિયાત માટે જેના પર પશ્ચિમ પાકિસ્તાનના આર્થિક વિકાસ અવલંબી રહ્યો હતા તેવા બંગલા દેશ અલગ થઈ જવાથી બાકી રહેલા પાકિસ્તાનની આર્થિક, રાજકીય હાલત પર ઘણી મોટી અસર પડશે. અને બલુચિસ્તાન કે પખ્તુનીસ્તાન જેવા બીજા કેટલાક પ્રશ્ના ઊભા ન થાય તો પણ હવે પછી ભારત સાથે વિના કારણની હાંસા તાંસી કરવાનું પાકિસ્તાનને પરવડશે નહીં એ હકીકત છે. તદુપરાંત
11.
RA
બંગલા દેશ સાથેના ભારતના સંબંધાને કારણે ભારતની અંદર પણ હિંદુ-મુસ્લીમ પ્રજાના સંબંધે કંઇક અંશે સુધરે,
અત્યારના તબક્કે બંગલા દેશને ભારતે માન્ય રાખવાનું જાહેર કરવા વિશે દેશના અગ્રગણ્ય નેતાઓ આગ્રહ. કરવા લાગ્યા છે. શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી અજય મુખરજી, શ્રી ઢેબરભાઇ, શ્રી સી. કે. દફ્તરી, શ્રી કૃષ્ણમેનન વગેરે અનેક વ્યક્તિ માને છે કે ભારતે બંગલા દેશને સ્વીકાર કરી ત્યાંની પ્રજાને તમામ જાતની કુમક આપવી જોઇએ, જયારે શ્રી રાજાજી, શ્રી મોતીલાલ સેતલવાડ જેવી વ્યકિતઓએ- સંપૂર્ણ સહાનુભૂતિ હોવા છતાં- સમજી વિચારીને ઉતાવળ નહીં કરવા સૂચવ્યું છે. સામાન્ય રીતે બે પક્ષ વચ્ચેના આવા મામલામાં જયાં સુધી એક પક્ષ સંપૂર્ણ રીતે હઠી ન જાય અને બીજો પક્ષ પેાતાને સંપૂર્ણ સ્વાયત્ત જાહેર કરી બીજા દેશો પારો સ્વીકૃતિ ન માંગે ત્યાં સુધી બીજા દેશો આ વિશે એકદમ ધસી જતાં નથી. એક રીતે જોઇએ તો પાકિસ્તાનના આ આંતરિક પ્રશ્ન ગણાય. પરંતુ જે પ્રમાણમાં અને જે ક્રૂર રીતે આ હત્યાંકાંડ યાહ્યાખાને આચર્યો છે એ રીતે જોતાં આ પ્રશ્ન માનવતાનો પ્રશ્ન બની જાય છે અને પાકિસ્તાનના આંતરિક પ્રશ્ન રહેતો નથી. જગતમાં કોઇપણ સ્થળે આવા પ્રચંડ-જાણીબૂઝીને કરાતા-હિંસાકાંડ ખેલાય ત્યારે આખુંયે વિશ્વ એ વિશે સ્વાભાવિક રીતેજ ખળભળી ઊઠે છે. બધા દેશમાં એના વિપરિત પ્રત્યાઘાતો પડે જ છે અને પડવા જોઇએ અને બંગલાદેશ । . આપણી સરહદને અડેલા પ્રદેશ છે એટલે આપણેજ સૌથી વધારે આ વિષયમાં સંકળાયેલા છીએ. એટલે ભારત સરકારે હવે વિના વિલંબે બંગલા દેશને માન્યતા આપવી જાંઇએ, પાકિસ્તાન અને ચીન સાથેની સરહદો પર ઘર્ષણો ઊભા થવાની શક્યતા હોવા છતાં.
કમનસીબે રશિયા અને અમેરિકા જેવા દેશો આ પ્રકરણમાં ઘણા મેાડા પડયાં છે. તેઓ સળવળે તે પહેલાં લાખાની કતલ થઇ ચૂકી છે. હજી પણ તેઓ તથા બ્રિટન વધારે અસરકારક રીતે યાહ્યાખાન ઉપર દબાણ લાવે તે કંઇક સારું થાય અને બંગલા દેશના ખુનરુત્થાનનું તથા રાહતનું કામ મોટા પાયા પર વિશ્વ રેડક્રોસ દ્રારા હાથમાં લઇ શકાય.
દરમ્યાનમાં ભારતની પ્રજાએ અને સરકારે પૂર્વ બંગાળની ભારતીય બાજુની સરહદના ગામમાંમાં વિપુલ પ્રમાણમાં પુરવ તૈયાર રાખવો જોઇએ, કારણ કે મોટા પ્રમાણમાં નિરાશ્રીતા સરહદ પાર કરીને આ દેશમાં આવતાં જશે. બને તેટલી રાહત આપણે કામચલાઉ રાહત કેન્દ્રો ઊભા કરીને એ લોકોને આપવી જોઇએ. પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે પણ આ દિશામાં ત્વરિત પગલા લેવાં ઘટે,
શ્રીમતી ગાંધીએ આ વિષયમાં લીધેલું વલણ એકંદરે સંતાપકારક છે. કારણ કે આપણને બંને પક્ષ વચ્ચે ઝઘડો વધારવામાં રસ નથીજ. સૌ પ્રથમ તો આ કાંડ કોઇપણ રીતે અટકે અને પછી. વાટાઘાટો દ્વારા નિરાકરણ આવે એ જોવાની આપણી ઇચ્છા છે. પરંતુ પ્રમુખ યાહ્યાખાને શેખ મુજીબુર સાથે ઢાકામાં મંત્રણા શરૂ કરી ત્યારથી પરિસ્થિતિએ જે વળાંકો લીધાં છે તે જોતાં હવે કંઇ નક્કર પગલું લેવાનો સમય પાકી ગયો છે. જગતના કોઇપણ ખૂણે આટલા મોટા વ્યાપક પ્રમાણમાં નિર્દોષ પ્રજાની કત્લેઆમ થઇ હોય એવું જાણવામાં આવ્યું નથી. હીટલરની ગેસ ચેમ્બરોને ઇતિહાસ પણ આની આગળ ઝાંખા પડી જાય છે.
શેખ મુજીબુર રહેમાનના પત્તો નથી, તે જીવે છે, જેલમાં છે કે તેમનું ખૂન કરવામાં આવ્યું છે એ વિશે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે.
હજી તો ગયા ડિસેમ્બરમાંજ ઢાકા ઉપર વાવાઝોડા અને જળપ્રલયની પ્રચંડ આફત આવી હતી, જેની હજી તો માંડ પૂર્વ બંગાળને કળ વળી નથી ત્યાં તો સમગ્ર દેશ પર સામૂહિક કતલને મૃત્યુના કારમા પંજો ફરી વળ્યો અને તે પણ પોતાનાજ સમાનધર્મી દેશવાસીઓના હાથે. બંગલા દેશની સમગ્ર પ્રજાએ જે વીરતા પરિસ્થિતિનો સામનો કર્યો છે તે માટે આપણા સૌના અભિનંદનની તે પ્રજા અધિકારી બને છે.
*
સુબોધભાઇ એમ. શાહ