________________
પ્રભુ
જીવન
તા. ૧૧--૧૯૭૧
-
=
-
=-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
કાર્યકર્તાઓ કાંઇક લાભદાયી સ્થાન પ્રાપ્ત કરવા તત્પર રહ્યાં છે. પ્રજા સાથે જીવંત સંપર્ક અને તેની સેવા માટેa devoted & dedicated band of workers તૈયાર કરવા પડશે. અત્યારે તે શાસક કોંગ્રેસ જૂની સંસ્થાકૅસનું બીજું સ્વરૂપ છે. એ જ માણસ છે, મેટા ભાગના થાકી ગયેલા, ઉત્સાહ ગુમાવી બેઠેલા, સલામતી શોધતા અને કરેલ સેવાઓના બદલાની ઇચ્છા રાખતા. નવું લેહી લાવવાની વાતે ઘણી થાય છે પણ જામી પડેલા ખસવા તૈયાર નથી. આ ચૂંટણીનાં પરિણામે એ રહીસહી સંસ્થા કેંગ્રેસના કાર્યકર્તાઓમાં પુન: વિચારણાનું આંદોલન જગાવ્યું. ઘણાં શાસક કૉંગ્રેસમાં જોડાઇ ગયા. કેટલાક એકતાની વાત કરતા થયા, આગળ વધ્યા, અટકયા, પાછા ફર્યા. સંસ્થા કેંગ્રેસના બુઝર્ગ આગેવાને વિમાસણમાં છે. પણ તેમને માટે હવે જે એક માત્ર માર્ગ રહ્યો છે તે સ્વીકારવા તેઓ તૈયાર નથી. પાટીલ જેવા નિખાલસતાથી કહી દે છે કે બધાએ નિવૃત્તિ લેવી જોઇએ, પણ મમતા છૂટે નહિ. બંગાળની સંસ્થા કેંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાને એમ કહે છે કે શાસક કૉંગ્રેસને હવે સુકાન સોંપી દેવું જોઇએ, પણ વરિષ્ઠ આગેવાને આડા પડે. એ આગેવાનીમાં ઢીલાપોચા હોય તેવાઓને hard liners ધમકાવી નાખે. શાસક કોંગ્રેસમાં ભળી જવું તેમને માટે શકય નથી. બિચારા કાર્યકર્તાઓને તેમને માર્ગે જવા દેવાનું આગેવાનોને ગમતું નથી. ગુજરાતમાં એકતાની વાત થઇ તે મોરારજીભાઈ ત્રાટકયા અને નબળા સબળા સૌને બાંધી રાખ્યા. કયાં સુધી બાંધી રાખશે? યુગબળને ઓળખી પોતાનું સ્થાન સમજી લેવું તે વિરલ વ્યકિતઓ કરી શકે છે. મસાણી જેવા કોઇકજે પક્ષનું નેતૃત્વ સ્વેચ્છાએ છોડી દે.
રાજય કક્ષાએ-ઉત્તર પ્રદેશ અને બિહારમાં
કરાભાની ચૂંટણીની અસર બધા રાજયો ઉપર પડશે તેમ તે હતું, પણ કેટલાક રાજ્યમાં તાત્કાલિક અસર થઇ. ઉત્તર પ્રદેશમાં ટી. એન. સિહ નફટાઇથી ચીટકી બેઠા હતા. બિચારા જવા માગતા હતા પણ તેમના સાથીદારે પિતાના સ્વાર્થે જવા દેતા નહોતા. છેવટે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઈ ત્યારે ગયા. શાસક કોંગ્રેસના કમલાપતિ ત્રિપાઠીએ અત્યારે સરકાર રચી છે.
ત્રિપાઠીની લાંબા વખતની એક મહત્વાકાંક્ષા પૂરી થઇ. પણ પાટલીબદલુના ટેકાથી રચાયેલ આ સરકાર છે. કોણ જાણે કયાં રાધી ટકશે? લોકસભા પેઠે બધા રાજમાં ફરી ચૂંટણી નહિ થાય
ત્યાં સુધી અનિશ્ચિતતા ચાલુ રહેશે. બિહારમાં સંયુકત દળને શંભુમેળો પ્રધાનમંડળને વિસ્તૃત કરી, હજી તો ઊભે છે. શાસક કેંગ્રેસમાં ફાટફૂટ ન હતી તે ત્યાં પણ આ સરકાર ટકી ન શકત.
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા પશ્ચિમબંગાળમાં છેવટ બિનમાકર્સવાદી, સંયુકત પરચાની સરકાર અજોય મુકરજીની આગેવાની નીચે રચાઈ છે. આ મોર- ચાના ૧૪૦ સભ્યમાં ૧૦૫ સભ્ય શાસક કેંગ્રેસના છે. મુસ્લિમ લીગને પણ સાથે લેવું પડે છે. શાસક કેંગ્રેસે સારા પ્રમાણમાં માકર્સવાદીઓ અને અન્ય પક્ષને શિકસ્ત આપી છે. પણ સ્પષ્ટ બહુમતિ ન મળી તેથી મારી રચવો પડયો. છતાં માકર્સવાદીઓને હાલ તુરત હઠાવ્યા તે લાભ છે. પૂર્વબંગાળના આંતરવિગ્રહ પશ્ચિમ બંગાળની વિષમ સ્થિતિ વધારે વિષમ બનાવી છે. ઓરિસામાં મધ્યસત્ર ચૂંટણી થઇ પણ કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળી. બીજુ પટનાયક પાંચ બેઠક લડયા પણ બધે હારી ગયા. પણ તેમની જનતાકેંગ્રેસના ઠીક સભ્ય ચૂંટાયા. હરેકૃષ્ણ મહેતાબ ચૂંટાયા અને તેમના કેટલાક સાથીદારે શાસક કેંગ્રેસમાં જોડાવા તૈયાર થયા, પણ બહુમતિ ન કરી શક્યા. સ્વતંત્રપક્ષ, જનતાકેંગ્રેસ વિગેરેને સંયુકત મેર કરી ૮૦ વર્ષના વિશ્વનાથ દાસને નેતૃત્વમાંથી ખેંચી
લાવી નેતા બનાવ્યા અને મંત્રીમંડળ રચવ્યું. આ પરિસ્થિતિ લાંબે વખત ટકશે નહિ
માયસેર અને ગુજરાતમાંમાયસેરમાં લોકસભાની બધી બેઠકો શાસક કેંગ્રેસે લીધા પછી, સંસ્થા કેંગ્રેસના ઘાણાં ધારાસભ્ય શાસક કેંગ્રેસમાં જોડાય તેમાં આશ્ચર્ય નથી. વીરેન્દ્ર પાટિલે રાજીનામું આપ યોગ્ય પગલું લીધું. શાસક કેંગ્રેસમાં સરકાર રચવા સંબંધે તીવ્ર મતભેદ છે. પક્ષાનાર ઉપર આધાર રાખી, સરકાર રચવી સલામત નથી. ગ્ય પણ નથી. તેના કરતાં, મધ્યસત્ર ચૂંટણી કરી, પ્રજાનો આદેશ મેળવવો બંધારણીય અને માનભર્યો માર્ગ છે. સત્તા પર આવવા આતુર સભ્યો ઉત્સાહ શાસક કેંગ્રેસના આગેવાને રેકશે અને થોડા સમય - પતિનું શાસન રાખી, મધ્યસત્ર ચૂંટણી કરશે એમ આશા રાખીયે. સત્તા મળે તે જ ટેકે આપવા તૈયાર હોય તેવા જાય તે કાંઈ નુકસાન નહિ થાય. એ જ સાચો માર્ગ છે | ગુજરાતમાં જે બન્યું છે, તેણે બધી માઝા મૂકી. બીજા રાજ્યોમાં
એવું બની રહ્યું છે, પણ ગુજરાત કાંઇક સિદ્ધાંતવાદી કે નિષ્ઠાવાન હોવાનો દાવો કરતું. ત્યાંની પ્રદેશ સમિતિના પ્રમુખ અને મુખ્ય
ત્રી ગુજરાતની સંસ્થાકેંગ્રેસના નિષ્ઠાપૂર્વકના વર્તન માટે અભિમાન લેતા. ચારપક્ષી મોરચામાં નહિ જોડાઇએ અને કેંગ્રેસ લેકસભાની બેઠકો લડશે એવી જાહેરાત કર્યા પછી, મોરારજીભાઇના આગ્રહથી જે નમતું મૂકયું તેનું પરિણામ ભેગવ્યું. હિતેન્દ્રભાઇએ ઘણી કટોકટીને પસાર કરી છે, પણ આ વખતે જે બન્યું તેમાં તે ચરણસિંહ પણ તેમની પાસેથી બોધપાઠ શીખે એમ કહેવું જોઇએ. પણ માત્ર હિતેન્દ્રભાઈ કે વજુભાઇ શાહના વર્તનનું આશ્ચર્ય નથી. શાસક કેંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસના કેઈ બાકી ન રહ્યા એમ કહેવું જોઇએ. સંસ્થાકેંગ્રેસમાં કેટલાક નિષ્ઠાવાન કહેવાતા એવા પણ નબળા નીકળ્યા. ગુજરાતમાં જે બન્યું તેને કડીબદ્ધ ઇતિહાસ કદાચ હજી પૂર બહાર આવવા બાકી છે. પણ જેટલું બહાર આવ્યું છે તેમાં કોઈની પ્રતિષ્ઠા રહી નથી. શાસક કેંગ્રેસના આગેવાને ઝટ સત્તા પર આવવા દિલ્હી દોડ્યા. અંદર અંદર સ્પર્ધા થઇ, ફાટફૂટ થઈ. દુર્ભાગ્યે શાસક કેંગ્રેસના વરિષ્ઠ મંડળને સરકાર રચવા પરવાનગી ' આપવા સમજાવી શકયા પણ હોઠે આવેલું ઢેળાઇ ગયું. સારું જ થયું છે. ગુજરાતના ધારાસભ્યોએ જેટલી નિષ્ઠાહીનતા બતાવી તેટલી કદાચ કોઇ રાજ્યમાં નહિ બની હોય. લીલાધર પટેલ જેવા દિવસમાં ત્રણ વાર ફરે. ધાકધમકી, લાલચ, દોડધામ, બેસુમાર બંને પક્ષે કરી બતાવ્યું. હિતેન્દ્રભાઇએ રાજીનામું આપ્યા પછી, કહેવાય છે. સુરત, સંસ્થા કેંગ્રેસના કેટલાક આગેવાને દિલ્હીના સંપર્કમાં હતા અને તેમણે શાસક કેંગ્રેસમાં દાણ ચાંપી જેવા પ્રયત્ન કર્યો. પ્રદેશ સમિતિની બેઠકમાં હિતેન્દ્રભાઇ મૌન રહ્યા. એકતાની વાત કરવાવાળા પ્રધાને ફરી હિતેન્દ્રભાઇના પ્રધાનમંડળમાં જોડાયા અને પછી કહે વાય છે કે એકતાની વાત ચાલુ રાખવાની છૂટ મળી છે. આ એકતા એટલે શું? આમ તે શાસક કેંગ્રેસમાં જોડાય એટલે એકતા થાય. પણ તેમ કરતાં પહેલા, શરતે કરવી હતી કે પિતાનું સ્થાન તેમાં શું રહેશે. સ્વાભાવિક રીતે જ શાસક કેંગ્રેસના આગેવાનેમાં આવી વાતને ઉત્સાહ ન હોય. શાસક કેંગ્રેસનાં આગેવાન શ્રી કાન્તિલાલ ધીયાને ગવર્નરે આમંત્રણ આપ્યું ત્યારે તુરત જ તેમણે કહેવું જોઇતું હતું કે શાસક કેંગ્રેસ સરકાર રચવા ઇછતી નથી અને રાષ્ટ્રપતિનું શાસન આવકારવું જોઇનું હતું. તે આ બધી શરમજનક ઘટનામાંથી ગુજરાત બચી જાત. એમ કહેવાય છે કે મેરારજીભાઈએ શ્રી એચ. એમ. પટેલ સાથે મળીને, સ્વતંત્ર પક્ષને ટેકે મેળવ્યું અને લીલાધર પટેલે હિતેન્દ્રભાઈને ટેકો આપ્યો. રાષ્ટ્રપતિનું શાસન અને ત્યાર પછી મધ્યસત્ર