________________
Regd. No. MR. lin
a
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩: અંક ૧-૨-૩
મુંબઈ મે ૧૬, ૧૯૭૧ રવિવાર . વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
આ અંકની કીંમત રૂપિયા ૨-૦૦
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સ્વ. પ૨મા.6iદ કાપડિક્યા. સ્મૃતિ અંક
મૃત્યુ અમૃત મંગલ!
(અનુષ્ટ્રપ) મહાપ્રસ્થાન – વેળાએ થંભ્યા પળ ન રોચવા, ચરણે શાંત ટેકીલાં અનંત પંથ પે વળ્યાં.
ક્ષણે આનંદ- ફૂલો શી ગૂંથતાં જતાં ગુચ્છશી ગુલાબી ક્ષણ અંતીમ કયાંથી છોની ગૂંથાઈ ગઈ? શીતલ લ્હેરખી જેવી જિદગીની પળે સરી મલયાનિલ શી છેલ્લી અનંત શાંતિથી ઝરી. અક્ષર-દેહને મૃત્યુ? અ-ક્ષર જીવતે સદા, જિંદગી જ્ઞાનજ્યોતિ શી પ્રકાશી નિત્ય ક્ષિદા. જીવ્યા છો મૃત્યુ જીતીને જિંદગીની પળેપળ, તમને સ્પર્શતાં મૃત્યુ પામ્યું જીવનનું બળ. મૃત્યુ છે ફૂલની શૈયા, મૃત્યુ છે પથ ઉજજવલ, મૃત્યુ ના જિદગી-અંત, મૃત્યુ અમૃત મંગલ!
– ગીતા પરીખ
ક
IER
પ્રબુદ્ધ જીવન કેમ વધારે સમૃદ્ધ થાય-પર્યુષણ વ્યાખ્યાનમાળાની પ્રતિભા કેમ વધે તેને વિચાર કરે. બીજા કોઈ વિચારને સ્થાન ન આપે એવી મારી માગણી છે.”
-પરમાનંદ કાપડિયા
જન્મ તારીખ: ૧૮-૧-૧૮૯૩
અવસાન તારીખ: ૧૭-૪-૧૯૭૧