________________
તા. ૧-૧-૧૯૭૧
પ્રમુક જીવન
૧૯૭
અપૂર્ણ
રસ માણતા. બેજો ઢસડવાનું કામ પંડિતનું. અધ્યનનમાંથી જુદી
જુદી રીતે રસ માણતા શીખવું જોઇએ.” - આમ અધ્યયન બાબત ચર્ચા કરતાં વિનોબાજીની વિદ્રત્તાપૂર્ણ રમૂજે માણી. શબ્દોની રમત કરતા સાહિત્યકારનું પાવન દર્શન થયું. માન્યું હતું વિનેબાજી ઓછા બેલા છે, નિજાનંદે મસ્ત રહેનાર બીજા સાથે શું બેલે? પણ અનુભવ કંઈ અનેરા થતા ગયા. આનંદમાં ભરતી ચડતી ગઇ. ઉમળકાથી એમના ચરણમાં મેં માથું નમાવ્યું અને તેમણે આશીર્વચન ઉચ્ચાર્યા. ‘જય જગત’. પૂછયું, ગુજરાતી હૈ?' પવનાર ધામની જર્મન સાધિકા બહેન શ્રદ્ધાએ તૂટીફ ટી હિંદીમાં મારો પરિચય કરાવ્યો કે “યહ મેરી બહુત બહુત સહેલી છે, બમ્બઇસે આઇ હૈ, મેં બમ્બઇ મેં ઈન કે ઘર રહી થી. કાકાસાહબ કી “ડીવાટી’ (ભકત ) હૈ!' પૂ. કાકાસાહેબનું નામ સાંભળતાં જ બાબાએ તુરત કહ્યું : “અરે, વે તે હમારે પુરાને દોસ્ત છે.”
| (૨) બાળસહજ બ્રહ્મવેત્તા
તે બાદ શેતરંજ રમતા વિનોબાજીનું નૂતન દર્શન થયું. શતરંજ રમતા જાય, હસતા જાય, ઘડીમાં જીતતા જાય, ઘડીમાં હારતા જાય, ખાદા ઉઠાવતા જાય, ચલાવતા જાય, ‘જય જગત’ ‘શહ’ “હમ તો વિજય દેને કે લિયે હી ખેલતે હૈ” “મરના તો હૈ હીં; મરને કી ફિકર કયા?” “પહા, માઝે મેઠે બેઠે મેલે” આવી વિવિધ વાણી ઉચારતા જાય. તે સામા પક્ષવાળા કહેશે ‘ઈર્ચે મારામારી હી કરના હ, એસા રખતે હૈં કિ મારના હી પડતા હૈ'
આમ બાલસખા બાલુભાઇની સાથે શેતરંજ રમતા વિનેબાજીનું જાતને ને જગતને ભૂલીને બાળક બની જતું રૂપ જોયું. કહ્યું છે ને કે બ્રહ્મજ્ઞાની જ બાળ–સ્વરૂપ બની શકે છે. આવી સરળતા વગર એ કેમ બની શકે? આમ બપોર પૂરી થઇ. '
(૩) “સુપરવાઈઝર” વિનેબા સાંજે કહે, “મેં કલ Super-vision કરને વાલા હું: એક તિનકા ભી યહેં-વહ નહીં ચાહિએ,”સાંજે નિયમ મુજબ આશ્રમની પરિકમ્મા કરવા નીકળ્યા. આશ્રમની પરિકમ્મા એટલે સફાઇ, નાનું
કું પાન પણ અહીં-તહીં રખડતું જોવા ન મળે. કાંક્રામાંથી નકામી વનસ્પતિ નીંદવા જાતે બેસી જાય. પથરાયેલી રેતી ઉપર પાણી છંટકાવ કરવાનું પ્રોત્સાહન આપતા જાય. સાંજે લગભગ સાડા છ વાગે આછા લીલા રંગની મચ્છરદાનીમાં ઘેરા લીલા રંગની ટોપી પહેરી બેઠેલા સમાધિસ્થ વિનોબાજીનું ફરીવાર દર્શન થયું. જાણે કોઈ દૈવી ફિરસ્તો પવનારને પાવન કરી રહ્યો હોય એવી દઢ પ્રતીતિ થઇ. આમ પ્રથમ દિવસ પૂરો થાય.
બીજે દિવસે પ્રશ્નોત્તરી થઈ. ગ્રંથનિષ્ઠા, વ્યકિતનિષ્ઠા અને સંસ્થાનિષ્ઠાની બાબતમાં બેવતા તેમણે અનેક દષ્ટાંતને રજૂ કર્યા. બીજો પ્રશ્ન હતા,
“શિક્ષણમાં અધ્યાત્મ લાવવાથી શું સાર્વત્રિક અશાંતિ દૂર ન થઇ શકે ?” બને પ્રશ્ન ઈન્દુતાઈએ રજૂ કર્યા હતા.
(૪) કેળવણીકાર વિનોબા બાબા આજે જરા ગંભીર હતા. એમણે કહ્યું કે ગલત શિક્ષણ ચાલી રહ્યું છે, એટલું જ નહિ, દોષ છે દષ્ટિને. દૂર અને નજીકનું બને જઈ શકે તે પૂર્ણદષ્ટિ. શિક્ષણમાં દુવિધા છે. ગવર્નમેન્ટ કહે છે “આ અમારો વિષય નથી.” સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ ગલતશિક્ષણ ચાલી રહ્યું છે, તે માટી, ભૂલ છે. પણ તે સુધારવાથી ફરક પડવાનો નથી. જનતાના હાથમાં શિક્ષણ આવશે ત્યારે ફરક પડશે. સરકારના હાથમાં રહે તે જે પક્ષની સરકાર આવે તે પક્ષનું શિક્ષણ ચાલે. Communist હોય તે તે મુજબ અને જનસંઘ હોય તો તે મુજબ. માટે પહેલી અગત્ય કે સર
કારના હાથમાં શિક્ષણ ન જોઇએ. બીજું એ કે સમાજના ઉપરનીચેના તબક્કામાં ફરક છે. આર્થિક-સામાજિક ઉન્નતિ નથી. તેથી સાચી આઝાદી મહસૂસ નથી થતી. આર્થિક ઉન્નત્તિ હાથમાં લઇએ તો સામાજિક ઉન્નતિ પર અસર પડે. આથી જ અમે ગ્રામદાન રૂપે હાથમાં કાર્ય લીધું છે. તેને વ્યાપક કરવાની જરૂર છે. બધી સંસ્થાઓએ એક થવાની જરૂર છે. સમૂહ તાકાત વાપરવાની છે. જેથી, ૧. સરકારમુકત શિક્ષણ, અને
' ' - ૨. આર્થિક સામાજિક, ઉન્નત્તિ થાય. '
અત્યારે તે બિહાર “front” પર બધી તાકાત લગાડવી પડી છે. અલગ-અલગ શંખ ફૂંકાય તેથી કશું પરિણામ નહિ આવે. સિવાય કે ફકનારને મહેનત પડશે એટલું જ.”
પુષ્પાબહેન જોશી લેકગુરુ આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી
(ગતાંકથી ચાલુ) ' પંજાબમાં એકધારાં ૧૯ વર્ષ સુધી કામ કર્યા પછી જ્યારે તેઓએ ગુજરાત તરફ વિહાર કર્યો ત્યારે સમાજના ઉત્કર્ષ માટે, સમયની હાકલને ધ્યાનમાં લઈને, શું શું કરવાની જરૂર છે એ અંગેના એમના વિચારે પરિપકવ થઇ ચૂકયા હતા. અને હવે તે એ વિચ'રને રચનાત્મક સ્વરૂપ આપવાની જરૂર હતી. આ યોજનામાં મુખ્યતે બે બાબતે ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી : એક તે, જૈન સંઘની નવી પેઢી વિદ્યાની દરેકેદરેક શાખામાં નિપુણતા મેળવે એ માટે શિક્ષણસંસ્થાઓ કે વિદ્યાર્થીગૃહ સ્થાપવામાં અને બીજી, સમાજના જરૂરિયાતવાળાં ભાઈઓ-બહેનને જરૂર પૂરતી પૂરક સહાય મળતી રહે એ માટે કંઈક કાયમી વ્યવસ્થા કરવી, જેમ કે એ માટે મેટું ફંડ એકઠું કરવું અને ઉદ્યોગગૃહની સ્થાપના કરવી. - ગુજરાત તરફના વિહારમાં આ યોજનાને તેઓએ અગ્રસ્થાન આપ્યું, અને જૈન સંઘ આ યોજનાનું મહત્ત્વ સમજે એ માટે અવિરત પુરુષાર્થ આદર્યો. તેઓના આ પુરષાર્થને લીધે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત તેમ જ મહારાષ્ટ્રમાં નાની-મોટી શિક્ષણસંસ્થાઓ અને વિદ્યાર્થીગૃહ સ્થપાયાં. આ ઉપરાંત, આજથી ૫૫ વર્ષ પહેલાં, મુંબઇમાં સ્થપાયેલ અને સયું જતાં અનેક શાખાઓ રૂપે વિસ્તાર પામેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, એ પણ આચાર્યશ્રીની પ્રેરણા અને ભાવનાનું જ ફળ છે. રસ્થાએ જુદા જુદા વિષયના નિષ્ણાત કેટલા બધા સ્નાતકે સમાજને અને દેશને ભેટ આપ્યા છે.
આચાર્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ આવી સંરથાઓ ઉત્તરેત્તર વિકાસ સાધી શકી એમાં એમની દૂરંદેશી, સમયજ્ઞતા અને નિર્મોહવૃત્તિને ફાળો કાંઇ જેવે તેવું નથી. કોઇ પણ સંસ્થાના સંચાલનમાં દખલગીરી કરવાથી તેઓ હંમેશાં દૂર જ રહેતા, અને દરેક સંસ્થા પોતાનાં ધારાધોરણ પ્રમાણે કામ કરતી રહે એમાં જ પ્રસન્નતા અનુભવતા. આવી અનાસકિત કે અલિપ્તતા ૨તિ વિરલ જેવા મળે છે.
આવી જ નિવૃત્તિ તેઓએ આચાર્યપદવી માટે દર્શાવી હતી. પંજાબના સંઘે તો તેઓને છેક વિ. સં. ૧૯૫૭માં આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનંતી કરી હતી; પણ મુનિ શ્રી વલ્લભવિજયજીએ વિનમ્રતાપૂર્વક અને ઇનકાર કર્યો હતો. આ પછી છેક ચોવીશ વર્ષે, વિ. સં. ૧૯૮૧ માં, પંજાબ શ્રીસંઘના આગ્રહને વશ થઈને, લાહોરમાં, તેઓએ આચાર્યપદ સ્વીકાર કર્યો હતે.
વિ. સં. ૨૦૦૬માં, જૈન કૅન્ફરન્સનું અધિવેશન ફાલનામાં મળ્યું ત્યારે, સંઘની એકતાના મારથ સેવતા અને એ માટે દિનરાત પ્રયત્ન કરતા આચાર્યશ્રીએ લાગણીભીના સ્વરે એમ કહ્યું હતું કે ક જે આપણા સંઘની એકતા સાધવા માટે જરૂર પડે તો હું મારું