________________
પ્રભુ જીવન
૧૯૮
આ
આચાર્યપદ છેડવા તૈયાર છું.” જૈન સંઘની એકતા માટેની કેવી ભવ્ય ઝંખના ! આ જ રીતે તેઓ ઇચ્છતા હતા કે જૈનોના બધા ફિરકાઓમાં પણ એકતા સ્થપાય.
• એકવાર આચાર્યશ્રી પાલનપુર ગયા.. એમના જાણવામાં આવ્યું કે સંઘમાં ક્લેશ છે. એમના આત્મા કકળી ઊઠયો. એ વખતે જેઠ મહિના ચાલતા હતા. ગરમી એવી પડતી હતી કે પંખી પણ બહાર નીકળતાં ન હતાં. આચાર્યશ્રીએ સંઘના અગ્રણીઓને બાલાવીને કહ્યું કે જયાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. અને ઉનાળાની સખત ગરમીની પરવા કર્યા સિવાય તેઓએ વિહારની તૈયારી કરવા માંડી. સંઘ તરત જ સમજી ગયો.'
- રાજસ્થાનમાં ખવાણદીના સંઘમાં ઝઘડો જોઇને તેઓએ કહ્યું કે તમારો ઝઘડો દૂર ન થાય ત્યાં સુધી મારે ગેચરી બંધ. તરત જ ઝઘડો દૂર થયો.
મહારાષ્ટ્રમાં બુરાનપુરમાં મા-દીકરા વચ્ચે ખટરાગ પડેલે. આચાર્યશ્રીના જાણવામાં એ વાત આવી. તેઓ પોતે ગેાચરી લેવા નીકળ્યા અને એ ઘરે જઇ પહોંચ્યા. માતા અને પુત્ર બન્ને ગોચરી વહારવાની વિનંતિ કરવા લાગ્યાં. આચાર્યશ્રીએ કહ્યું, ફ્લૅશવાળા ઘરમાંથી હું ગાચરી નહિ લઉં. તમે બન્ને સોંપીને વહેારાવા તે જ ભિક્ષા લઇશ. વર્ષોજૂના કલેશ સત્વર દૂર થઇ ગયો !
ગુજરાનવાળાના ગુરુકુળને નાણાંની મેટી ભીડ પડી. આચાર્યશ્રીએ જાહેર કર્યું કે “આ સંસ્થા માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારે ગાળ-ખાંડ બંધ.” થોડા દિવસેામાં જ સંસ્થાની ટહેલ પૂરી થઇ ગઇ.
પૂનાના સાંઘમાં ઝઘડો પડયાનું જાણીને આચાર્યશ્રીએ કહ્યું કે, “મેં સાંભળ્યું છે કે ખૂનાના સંઘના લોકો અંદર અંદર બહુ ઝઘડે છે; આટલું જ નહીં, એવું પણ સાંભળ્યુંછેકે એક પક્ષના લોકોએ જ મારું સ્વાગત કર્યું છે. પણ તમારે જાણવું જોઇએ કે જયાં સંઘમાં ઝઘડા હાય છે ત્યાં જવાનું હું ત્યારે જ પસંદ કરું છું કે રે
સંઘના ઝઘડા મટી જાય. ’
વિ. સં. ૨૦૦૮માં જૈન કોન્ફરન્સની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે એ જ વર્ષમાં કોન્ફરન્સનું અધિવેશન મુંબઇમાં ભરાયું હતું. આચાર્યશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગના ઉત્કર્ષને માટે કંઇક નક્કર કામ કરવાના અનુરોધ કર્યો. કોન્ફરન્સના મેવડીઆએ એ આદેશને ઝીલી લીધે તો ખરો, પણ એ દિશામાં ધારી પ્રગતિ થતી ન લાગી, એટલે આચાર્યશ્રીએ જાહેર કર્યું કે આ કામ માટે પાંચ લાખ રૂપિયા એકત્ર ન થાય ત્યાં સુધી મારે દૂધ બંધ. જૈન સંઘે થોડાં વખતમાં જ એમની ટહેલ પૂરી કરી દીધી. આચાર્યશ્રીનું સસંધનાયકપદ ચરિતાર્થ થયું.
સાધ્વીસંધ ઉપર શાસ્ત્રો અને પરંપરાને નામે મૂકવામાં આવતા નિયંત્રણાને કારણે એમના વિકાસ રુંધાઇ જાય છે, એ વાત પ્રગતિશીલ વિચારો ધરાવતા આચાર્યશ્રીના ખ્યાલ બહાર ન હતી. સાધ્વીસંઘને શાસ્ત્રાભ્યાસ અને અબ્બાનેાની છૂટ આપવામાં આવે ત એ અવશ્ય પ્રગતિ સાધીને સંઘની વિશેષ સેવા કરી શકે. આચાર્યશ્રીએ પોતાની આજ્ઞામાં રહેતા સાધ્વીસમુદાયને આ બાબતમાં પૂરી છૂટ આપી.
એક વાર બિૌલીના હરિજનાઓ આચાર્યમહારાજને ફરિયાદ કરી કે “મહારાજ, હિંદુઓ અમને પાણીને માટે પજવે છે, એ દુ:ખ દૂર નહિં થાય તે અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.' કરુણાપરાયણ આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકોએ તરત જ એમને એક કૂવા બનાવી દીધા.
આચાર્યશ્રીના સંઘનાયકપદની ખરેખરી અગ્નિપરીક્ષા થઇ સને ૧૯૪૭ માં, દેશના વિભાજન વખતે, ત્યારે શાખા દેશ કોમી
તા. ૧-૧-૧૯૭૧
હુતાશનમાં એરાઇ ગયા હતા. એ ચામાસું આચાર્યશ્રી પંજાબમાં દાદાગુરુની નિર્વાણભૂમિ ગુજરાનવાલા શહેરમાં રહ્યા હતા. દેશ બે ભાગમાં વહેંચાઇ ગયો હતો અને ગુજરાનવાલાં પાશ્તિાનમાં ગયું હતું. જૈન સંઘની ચિન્તાના પાર ન હતા. સંઘે ગમે તેમ કરીને ગુજરાનવાલા છાડીને હિન્દુસ્તાનમાં આવી જવાની આચાર્યશ્રીને પ્રાર્થના ઉપર પ્રાર્થના કરી; એ માટે જરૂરી સગવડ પણ કરી. પણ ગુજરાનવાલામાં સપડાઈ ગયેલાં બધાં સાધુ-સાધ્વીઓ અને જૈન ભાઇઓ-બહેનના સ્થળાંતરની પૂરી ગોઠવણ ન થાય ત્યાં સુધી પોતાના જીવ બચાવવા ચાલી નીકળવાના તેઓએ સાફ સાફ ઈનકાર કર્યો. છેવટે એ બધાંના સ્થળાંતરની ગાઠવણ થઇ ત્યારે જ આચાર્યશ્રીએ દુભાતે દિલે ગુરુતીર્થ ગુજરાનવાલાને છેલ્લી સલામ કરી!
જીવનના છેલ્લા દિવસેા વીતતા હતા. ત્યારે (વિ. સં. ૨૦૧૦ માં) આચાર્યશ્રી મુંબઇમાં બિરાજતા હતા. ૮૪ વર્ષની ઉંમર અને ૬૮ વર્ષના દીક્ષાપર્યાયને લીધે કાયાના ડુંગર ડોલવા લાગ્યો હતા. છતાં મનમાં એક જ રટણ હતું કે ક્યારે પાલિતાણા જઇને હું દાદાના દર્શન કર્યું અને પંજાબ ક્યારે પહોંચું ? કાયા ભલેને જર્જરિત થઇ, અંતરનો ઉત્સાહ અને ઉમંગ તા એવા ને એવા જ હતા.
નિરાશામાંથી આશા પ્રગટે, ક્રૂરતામાંથી કરુણા જન્મે, અધર્મમાંથી ધર્મની અભિરુચિ જાગે એવા એવા સારમાણસાઇના, સેવાપરાયણતાના, નમ્રતાના, કરુણાપરાયણતાના તેમ જ સમતા, શાંતિ અને સ્વસ્થતાના અનેક પ્રસંગ*કિતકોથી આચાર્યશ્રીનું જીવન વિર્મળ, ઉચ્ચ અને ઉદાત્ત બન્યું હતું.
આવા એક જાજરમાન પ્રભાવક મહાપુરુષે, વિ. સં. ૨૦૧૦ ના ભાદરવા વદ ૧૦ના દિવસે ( તા. ૨૯–૯–૫૪ના રોજ), વધુ ઉન્નત સ્થાનને માટે અંતિમ પ્રયાણ કર્યું!
છેલ્લે છેલ્લે એમની કલ્યાણકારી ઉદાર જીવનસાધનાને ખ્યાલ આપતા એમના જ શબ્દોથી આ સંક્ષિપ્ત પરિચય પૂરો કરીએ. તેઓએ વિ. સં. ૧૯૮૫ માં અમદાવાદમાં પોતાના અંતરની વાત કરતાં કહેલું કે -
“યુવકોને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રાદ્ધાળુ કહેવાથી કથા અર્થ સરવાના નથી. બન્નેના હાથ મેળવી સમયને “દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનું છે કે જૈનધર્મ શ્રેષ્ઠ છે. મેાક્ષ એ કંઇ કોઇના ઇજારો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર - એ દરેક જો વીતરાગ બને તો મેક્ષ મેળવી શકે છે. ” એ સર્વમંગલકારી વિભૂતિને આપણાં વંદના હા ! રતિલાલ દીપચંદ દેસાઈ
સમાપ્ત
કાવ્યખ્યાખ્યાને અને કવિ-સ ંમેલન
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૧૪-૧-૭૧ ગુરુવારના રોજ સાંજના ૫-૪૫ વાગ્યે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં નીચે મુજબનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. – વ્યાખ્યાન: વિષય: કવિતાના આનદ શ્રી રામપ્રસાદ બક્ષી (પ્રમુખ) શ્રી કરસનદાસ માણેક: ગાંધીયુગ
શ્રી અમૃતલાલ યાજ્ઞિક: ૧૯૪૭ થી ૧૯૫૭ શ્રી યશવંત ત્રિવેદી: ૧૯૫૮ થી ૧૯૭૦
શ્રી ગુલાબદાસ બ્રોકર : ઉપસંહાર.
] કવિ સંમેલન
શ્રી જયોતીન્દ્ર દઉં : (પ્રમુખ – સંચાલક) શ્રી કરસનદાસ માણેક, શ્રી સુંદરજી બેટાઇ, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી બકુલ રાવળ, શ્રી સુધીર દેસાઇ, શ્રી યશવંત ત્રિવેદી, શ્રી હેમલતા ત્રિવેદી, શ્રી મેહુલ, શ્રી કૈલાસ પંડિત.
ચીમનલાલ જે. શાહ સુમેધભાઇ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
10