________________
તા. ૧-૧-૧૯૭૧
પ્રભુ જીવન
આપ આપ કે તાનમે
(શી માલનીબહેને જાણેલી એક સત્ય ઘટના નીચે રજુ કરી છે. તંત્રી) અમેરિકાના એક નાના શહેરમાં અમે થોડા દિવસા રોકાયાં હતાં. રોજ સવારે ફરવા જતાં હતાં. એ શહેરમાં એક સુંદર ગુલાબના બગીચા હતા. એમાં અનેક જાતનાં ગુલાબ દેખાતાં હતાં. પ્રાત:કાળના રમ્ય વાતાવરણમાં એ બગીચો અત્યંત મનોહર લાગતો હતો.
એ બગીચામાં રોજ બે અમેરિકન સ્ત્રીએ પણ આવતી હતી. પહેલા એક બે દિવસેામાં તે। અમારી વચ્ચે કશી વાતો ન થઈ. માત્ર મીઠું હસીને જ છૂટાં પડતાં હતાં. પણ પછી તે એ બન્ને સ્ત્રીઓ મારી સાથે વાતો કરવાને આતુર દેખાઇ. શરૂઆતમાં અમારી વચ્ચે બન્ને દેશની વાંતા થઇ અને પછી સ્વાભાવિક રીતે જ કુટુંબ અને સમાજ વિશે વાત નીકળી.
એ બે સ્ત્રીઓમાંથી એક જરા વધારે વૃદ્ધ લાગતી હતી. એ એકલી જ રહેતી હતી. એના મુખ ઉપર એકલતાની ઉદાસી
અને નિરાશાની છાપ વર્તાતી હતી. બીજી સ્ત્રી એક માસિકની તંત્રી હતી. એને ભારત વિશે ઘણી માહિતી હતી. એણે આપણા દેશના રિવાજો અને રહેણીકરણી વિશે ઘણાં પુસ્તકો વાંચ્યા હતાં. આપણી સામાજિક તેમ જ કૌટુમ્બિક પ્રથા વિશે મારે મેઢે સાંભળવાનું એને ઘણુ જ કુતૂહલ હતું. એ બેનનું નામ હતું પર્લ.
પલે પૂછ્યું, “હજુ આ આધુનિક યુગમાં પણ તમારા દેશમાં સયુંકત કુટુંબની પ્રથા ચાલુ છે? હજુ પણ દીકરાએ પરણીને માપિતા સાથે રહે છે? એ સંયુકત કુટુંબની જંજાળથી એમના વ્યક્તિત્ત્વના વિકાસ રુંધાઇ નથી જતા ?”
મે' કહ્યું, “હવે અમારા દેશમાં પણ પહેલા જેવા સંયુકત કુટુંબે રહ્યાં નથી. હવે તે સર્વત્ર નાનાં નાનાં કુટુમ્બા જ જોવા મળે છે. પણ આજના યુગમાં પણ લગ્ન પછી છેાકરાએ માતિપતા સાથે થોડાં વર્ષો તે સાથે રહે છે. એ લોકો વૃદ્ધ માતપિતાની સંભાળ રાખે છે અને ગૃહવ્યવહાર ચલાવે છે. વૃદ્ધાવસ્થામાં પણ એમને નાના પાત્ર, પાત્રીની કંપની મળે છે અને તે સાથે નાનાં બાળકોને પણ પોતાના માતપિતા કામમાં રોકાયેલાં હોય છે એ દરમિયાન દાદા-દાદીની પ્રેમાળ સંભાળ મળે છે. બાળકો માત્ર આયાને ભરોસે નથી ઊછરતાં. આ રીતે વૃદ્ધો અને બાળકો, બન્નેને એકબીજાની કંપનીનો લાભ મળે છે. કોઇને એવું એકલવાયાપણું લાગતું નથી. બન્નેનો સમય આનંદમાં વ્યતિત થાય છે.”
અમારી વાતો સાંભળીને પેલી વૃદ્ધા એકદમ બોલી ઊઠી, “અમારા દેશમાં તે વૃદ્ધોની ખૂબ જ કપરી દશા થાય છે. લગ્ન પછી દીકરો તરત જ છૂટો રહે છે અને દીકરીએ તે સ્વભાવિક રીતે જ સાસરે ચાલી જાય છે. પછી માતાપિતા ખૂબ જ એકાં પડી જાય છે. તેમાં ય માતાપિતા બે જણ હાય ત્યાં સુધી તે કશે વાંધો નથી આવતો પણ તેમાંથી એક જતું રહેતાં જે એકલું રહી જાય છે એની પરિસ્થિતિ ખૂબ જ વિકટ અને અસહૃા બની જાય છે. મારી જ વાત તમને કરું.
“મારે બે દીકરાઓ અને એક દીકરી છે. બધાં મોટાં થઇને ઠેકાણે પડી ગયેલા છે. પણ હું તે એકલી જ રહું છું. અઠવાડિયામાં એક દિવસ આવીને બધાં મને મળી જાય છે, એ દિવસ તે! મારો ખૂબ જ આનંદમાં પસાર થાય છે, પણ પછીના દિવસેામાં ખૂબ જ એકલું લાગે છે. માથું દુ:ખતું હાય તો પણ કોઇને કહેવાનું જ નહિ. હું તો માણસાની કંપની ઘણી ઝંખું છું એટલે તો રોજ સવારે અને સાંજે અહીંયા ફરવા આવું છું”
આ સાંભળીને પલે કહ્યું, “ખરેખર મને તમારા દેશની પ્રથા ઘણી ગમે છે. અમારા માસિકમાં જરૂર હું એ પ્રશંસનીય પ્રથાને વિશે લખીશ.”
૧૯૯
ઘેાડ઼ા દિવસે ત્યાં રહીને હું ભારત આવી. એક દિવસ હું બજારમાં ખરીદી કરવા ગઇ હતી ત્યાં મને આરતી મળી. એ બહુ ઉતાવળમાં હાય એમ લાગતું હતું. મેં તેનાં બાળકોની ખબર પૂછી પછી થોડી વારે એના સસરાની ખબર પૂછી. એના સસરાનું નામ સાંભળી એણે મોં મચકોડયું. એ બેલી, ઉષ્માબેન, વાત લાંબી છે, એમ બજારમાં વાત ન થાય, કોઇ સાંભળી જાય તે અમને કેટલું ખરાબ લાગે ? મારે ઘરે આવજો. હું તમને બધી વાત કરીશ.”
વાત
મેં કહ્યું, “ચાલને, હું થાડે સુધી તારી સાથે આવું છું. રસ્તામાં કરતાં કરતાં ચાલીશું.” અને એણે વાત કરવા માંડી. “ઉષ્માબેન, શું વાત કહું? હું તો ખૂબ જ કંટાળી ગઈ છું આ ડોસાની ટકટકથી; એને આ જોઇએ અને તે જોઇએ. વચમાં થે!ડા દિવસે તો અમે રોજ દાકતરને બેલાવતાં હતાં. દવાઓ પણ કેટલી મેાંઘી જાતની અમે લઇ આવીએ છીએ. એમને માટે ખાસ એક નોકર પણ રાખ્યો છે પણ એમને તે અમારું કરેલું ઓછું જ ઉપડે છે. અમે બહાર તા જઇએ જ ને? એની માંદગી તે રાજની થઇ, તે। શું અમે જીવનની મજા ન માણીએ? અમારું જીવન, અમારી મહત્વાકાંક્ષાએ શું વેડફી દઇએ? મને તો ખૂબ જ ચીડ અને કંટાળા આવે છે. બેબીને પણ એ જ્યારે ને ત્યારે શિખામણ આપ્યા કરે છે. એ પણ ખૂબ કંટાળી ગઈ છે. મે' તો બેબીને એમની સાથે બાવાની જે ના પાડી છે. ભલે પડી રહેતા એકલા,” એની વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. આરતી સંસ્કારી, કેળવાયેલી સ્ત્રી થઇને આવી સ્વાર્થી, સંકુશિત મનોવૃત્તિ સેવે? એ એટલી બધી ઉશ્કેરાયેલી હતી કે એને કશું જ કહેવાનું મને ઉચિત ન લાગ્યું. તે દિવસે તો થોડી આડીઅવળી વાતો કરીને અમે છૂટાં પડયાં.
પંદરેક દિવસ પછી હું આરતીને ઘેર જઇ ચઢી. મારે ભરતકામના નમૂના જોઇતા હતા. ત્યાં જઇને જોયું તો રતી હતી નહિ અને એની બેબી પણ બહાર જવાની તૈયારી કરતી હતી. આરતીના સસરા શાલ ઓઢીને આરામ ખુરશીમાં બેઠા હતા.
મેં એમને પૂછ્યું, “કાકા, કેમ છે? કેમ રહે છે તમારી તબિયત ? હવે પગા દુ:ખતા ઓછ. થયા કે નહિ?" એ બેલ્યા, “ઠીક છે તબિયત તો, રોજ જ કંઇનું કંઇ થાય પછી કરવું શું? રોજ કોને કહેવું ?” મે” કહ્યું ‘ કેમ કાકા આમ બેલે છે? મરડાઇ છે, આરતી છે અને આ તમારી નાનકી સીમા પણ છે ને ?' આ સાંળી એ બિચારા રડું રડું થઇ ગયા. એ બેલ્યા, “બેન શું વાત કરું? એ બધાં તે પોતાના કામેામાં એટલા ગુલતાન હેય છે કે મારી સાથે એક વાકય પણ બોલવાની એમને ફરસદ નથી હોતી. જ્યારે જોઇએ ત્યારે દોડધારમાં જ હોય, પ્રવૃત્તિ માટે ચોવીસ કલાક એમને ઓછા પડતા હાય એમ લાગે છે. આ નાની સીમા પણ નથી બોલતી, એ એની બહેનપણીઓ અને રાપડીઓનાંથી નવરી જ નથી પડતી. હું તે ખૂબ કંટાળી ગયો છું. હવે તો ભગવાન બાવી લે તે સારું. નહિ કહેવાય અને નહિ સહેવાય. ચાર ચાર દીકરે પણ મારી આ સ્થિતિ છે, બેન. હું બરાબર જાણુ છું કે હું એ લોકોને ભારરુપ છું પણ મારે માટે કે.ઇ ઉપાય નથી. મને બીજું કશું નથી લાગતું પણ એ લે!કો મારી સાથે બિલકલ બે!લતાં નથી એ ખૂબ અપમાનજનક લાગે છે. હશે, વખત જતાં એ લેકી પણ સમજશે.” એ બિરારા મથે હાથ દઇને બેસી રહ્યા. શ્વા સનના બે બેલ કહીને મેં વિદાય લીધી.
રસ્તે ચાલતાં ચાલતાં અનેક વિચારો આવ્યા. આજના યુગમાં આપણે આપણી જતને ઉચ્ચ અને સંસ્કારી માનીએ છીએ પણ એ બધું બહારનું પૉલીશ છે, અંદરખાને તે બધું મિલન અને બાદું છે. વ્યકિતસ્વાતંત્ર્યના અંચળા હેઠળ આપણે કેટલા સ્વાર્થી અને અહંકેન્દ્રિત બની ગયા છીએ! કેઇને કોઇના સુખદ:ખની પડી નથી હોતી, સા પોતાનાંમાં જ ગુલતાન હોય છે. ખરેખર, આપણે આપણી માનવતા પણ ગુમાવી દીધી છે. આને પ્રગતિ કહી શકીશું?
માલતી ખાંડવાળા