________________
તા. ૧૬-૪-૧૯૭૧
પ્રભુ
આમાંથી જે કોઇ પક્ષ બીજા પક્ષ અથવા પક્ષોનો ટેકો મેળવી બહુમતી પ્રાપ્ત કરી શકે તે પક્ષ સત્તાસ્થાન ઉપર આવે એવા સંભવ હતા.
શ્રી વિજયસિંહ નહાર કોંગ્રેસના વર્ષોજુના અગ્રગણ્ય કાર્યકર છે. કોંગ્રેસના ભાગલા પડયા બાદ તેઓ શાસક પક્ષ સાથે જોડાયલા હતા અને આજે તેઓ શાસક પક્ષના નેતા છે. નહારકુટુંબ કુલકાનું અથવા તો મુર્શિદબાદનું એક બહુ જાણીતું જૈન કુટુંબ છે. વિજયસિંહ નહારના દાદા શ્રી સીતાબચંદજી નહાર અમદાવાદમાં વર્ષો પહેલાં ભરાયલી જૈન શ્વે. મૂ. કોન્ફરન્સના પ્રમુખ બન્યા હતા. વિજયસિંહ નહારના પિતા શ્રી પુરણાંદ નહાર પુરાતત્વ, સંશાધન તેમ જ પ્રાચીન ઇતિહારામાં ખૂબ રસ ધરાવતા હતા અને પુરાતન ચિત્રો તેમ જ મૂર્તિઓનો તથા સીક્કાઓનો તેમણે એક ઘણો મોટો સંગ્રહ કર્યો હતો, જે પાછળથી કલકત્તા યુનિવર્સિટીને ભેટ કરવામાં આવ્યો છે. વિજયસિંહ નહાર સાથે મારા વર્ષો જૂના સંબંધ છે. તેઓ જૈન સમાજના તેમ જ જૈન તીર્થોના પ્રશ્નોમાં ખૂબ રસ ધરાવે છે. કૉંગ્રેસ વિશે તેમની અપૂર્વ નિષ્ઠા રહી છે. વચગાળે જયારે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં સત્તાસ્થાને હતી ત્યારે તેમણે લંબર મિનિસ્ટર તરીકે સેવા આપી હતી. તેમની રાજકારણી કારકિર્દી એકરારખી ઉજજવલ અને નિર્મળ રહી છે.
જણાવતાં આનંદ થાય છે કે તાજેતરમાં સી. પી. આઇના સહકાર પૂર્વક શ્રી. અજય મુકરજીની નેતાગીરી નીચે જે નવું પ્રધાનદંડળ નીમાયું છે તેમાં તેમને નાયબ મુખ્ય પ્રધાન તરીકે લેવામાં આવ્યા છે અને તે અંગે તેમનું હાર્દિક અભિનં.ન કરવા સાથે ત્યાંની અદ્યતન હિંસાપ્રચુર પરિસ્થિતિના સંદર્ભમાં તેમણે જવાબદારી સ્વીકારીને જે જિંદગીનું જોખમ ખેડયું છે તે માટે ચિત્ત ઊંડી ચિન્તા અનુભવે છે અને તેમની સહીસલામતી અને તેમની સુરક્ષા અંગે પરમાત્માને પ્રાર્થના કરે છે. અલબત્ત, આવી હિંમત અને નિડરતા દાખવવા બદલ તેઓ આપણ સર્વના ધન્યવાદને પાત્ર
બન્યા છે.
*
લૂન
બહેન રાજુલના પૂર્વજન્મસ્મરણની ઘટનાના નિરૂપણની પરિપૂતિ ‘પ્રબુદ્ધ જીવન’ના આગળના અંકોમાં પૂર્વજન્મસ્મરણની એક ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે બહેન રાજુલના દાદા શ્રી વૃજલાલ જે. શાહને, માર્ચ માસ દરમિયાન હુંરાજકોટ હતો ત્યારેં મળવાનું બનેલું અને બહેન રાજુલ તેમની સાથે સેાનગઢમાં રહે છે એમ તેમની મારફત જાણવા મળેલું. ત્યાર બાદ એપ્રિલની શરૂઆતમાં ભાવનગર જવાનું બનતાં બહેન રાજુલને પ્રત્યક્ષ જોવાની ઇચ્છા થઇ આવી અને એક મિત્ર સાથે તેમની મેટરમાં હું સા ગઢ ગયો અને ગુજલાલભાઇને મળ્યો. તેમણે અમને ખૂબ ભાવથી આવકાર્યા અને બહેન રાજુલને પ્રત્યક્ષ જોતાં મળતાં અમને બહુ આનંદ થયો. બહેન રાજુલ જે આશરે દશ વર્ષની છે. તેનામાં એક નમણી નિર્દોષ બાળાનાં અમને દર્શન થયાં. તેના પૂર્વ જન્મ વિષે અનેક લોકોએ તેને પ્રશ્નો કરેલા હાઇને તે વિષે વિશેષ પ્રશ્નો પૂછવાનું મને ન ગમ્યું. તેના દાદા વ્રજલાલભાઈના કહેવા પ્રમાણે આજે પણ તેનામાં પોતાના પૂર્વજન્મની સ્મૃતિ એટલી જ જાગૃત છે. ગૃજલાલભાઇ સાથે આ વિષયની ચર્ચા થતાં તેમણે રાજુલને પૂર્વ જન્મનું સ્મરણ જાગૃત થયું એ સમયની અમને થોડીક છબીઓ દેખાડી. તેમાંથી ‘પ્રબુદ્ધ જીવન”ના વાચકોના કુતૂહલને તૃપ્ત કરવા માટે પસંદ કરાયેલી બે છબીઓ નીચે આપવામાં આવે છે.
૨૭૭
પહેલી છબી બહેન રાજુલે પોતાના પૂર્વજન્મને લગતાં કરેલાં વિધાનોની પ્રતીતિ કરવા માટે તેને તેના વડીલા જુનાગઢના તેના પૂર્વભવના કહેવાતા નિવાસસ્થાને લઇ ગયેલા અને તે નિવાસસ્થાનના એક એરડામાં રાજુલની પૂર્વજન્મની કહેવાતી માતા સૌ. કાન્તાબહેન રાજુલને અને તેના આ જન્મની ફઈ બહેન સુધાને અન્ય બાળકો સાથે નાસ્તા કરાવે છે, અને મધ્યમાં ઊભડક પગે કાળા પાલકામાં રાજુલ (એ વખતે આશરે ચારેક વર્ષની) બેઠી છે તે પ્રસંગને લગતી છે.
મીસીસ બેનરજી રાજુલ સાથે વાર્તાલાપ કરે છે
બીજી છબી રાજુલના પૂર્વજન્મને લગતી વાતો છાપાઓમાં પ્રગટ થયેલી તે વાંચીને એ વિષયના ખાસ સંશેાધક શ્રી બેનરજી અને તેમનાં પત્ની રાજુલના વડીલે જ્યાં રહેતા હતા ત્યાં એટલે કે વાંકાનેરના નિવાસસ્થાને ગયેલાં અને મિાિસ બેનરજી રાજુલ સાથે વાત કરી રહ્યા છે તે પ્રસંગને લગતી છે. પરમાનંદ