________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૯૭૧
છું. શ્રીલંકાના મારા આ પ્રવાસને એક સામાન્ય પ્રવાસ ન ગણતાં મારા જીવનમાં પ્રાપ્ત થયેલી એક અમૂલ્ય તક જ ગણું છું. બહેનશ્રીને કારણે કેટલા બધા લોકોના સ્નેહ અને આદર હું પામી શકી તેની સ્મૃતિ મન પર ઉઠતાં મારું મન અનેરી પ્રસન્નતા અનુભવે છે.
શ્રીલંકામાં બહેનશ્રીની ૧૦ જાહેર સભાઓ, ૬ ચર્ચાસભ્ય, ૪ સરકારી અધિકારીઓ સાથેની સન્મુ, ગવર્નર જનરલ સાથે કીન હાઉસમાં એક સભા, ૪ વખત સમૂહધ્યાન અને પ્રવચનઆમ કુલ ૨૫ સભાઓ થઇ. લગભગ ૪૦૦૦ જેટલી જનસંખ્યાએ બહેનશ્રીના પ્રવચનોનો લાભ લીધા.
આ ઉપરાંત વ્યકિતગત મુલાકાતો તો ખરી જ. કેટલાક મિત્રાએ તે ભારતની બહેનશ્રીની શિબિરોમાં અને તેઓશ્રીના માઉન્ટ આબુના નિવાસ દરમ્યાન ત્યાં આવવાનું નક્કી કર્યું છે. અમે જે જે પ્રદેશામાં ગયા ત્યાંના નાગરિકોએ બહેનશ્રીને ૧૯૭૨માં આવવાનું ખૂબ આગ્રહભર્યું આમંત્રણ આપ્યું છે. આ અંગે બહેનશ્રીએ સ્પષ્ટતા કરી કે “હું મારા પ્રવચનો પ્રચાર માટે કરતી નથી. મારા એકએક શબ્દ પાછળ હું ખૂબ જ કિંમત ચૂકવું છું, આથી ભાવિ કાર્યક્રમ ઉત્કટ જિજ્ઞાસુઓ માટે સ્થળે સ્થળે પાંચ પાંચ દિવસના સમૂહજીવનના શિબિરમાં ગોઠવાય તો હું જરૂર આવીશ. કેવળ જાહેર સાઓથી પરિણામ નથી આવતું. વ્યકિતગત કેળવણીને મહત્વ આપ્યા સિવાય હવે ચાલશે નહિ.” યજમાનોએ આ વાત ખુશીથી સ્વીકારી છે.
બહેનશ્રીના દરેક પ્રવચનો પુસ્તકાકારે પ્રસિદ્ધ થશે. ત્યાર બાદ ૧૯૭૧ની વિમલા ઠકાર ફેલાશીપ અને વિમલા ઠકાર રિસેપ્શન કમિટીને વિખેરી નાંખવામાં આવે એવા બહેનશ્રીએ ઇશારો કર્યો છે. વળી ફરીને બહેનશ્રીના કાર્યક્રમ યોજાશે ત્યારે નવેસરથી બધું ગોઠવવામાં આવશે. બહેનશ્રીના પ્રવાસના આ કાર્યક્રમ નક્કી થયો તે અગાઉ શ્રીલંકામાં લોકોને તેમના માટે એવા ખ્યાલ હતો કે તેઓ શ્રી કૃષ્ણમૂર્તિના શિષ્યા છે અને વિનોબાજી સાથે ભૂદાનનું કામ કરે છે. શરૂઆતમાં ત્યાંના દૈનિક સમાચારમાં પણ આ વિગત પસિદ્ધ થયેલી પરંતુ બહેનશ્રીએ પોતાના પ્રવચન દરમિયાન કરેલી સ્પષ્ટતાથી સૌની આ ગેરસમજૂતી દૂર થઇ હતી.
મારા માટે બહેનશ્રી સાથે રહેવાનો આનંદ એ માટે હતા કે તે ખૂબ જ ગતિશીલ, શકિતશાળી અને વર્તમાનમાં ખૂબ જ પ્રસન્નતાથી જીવતી એક જવલંત પ્રતિભા છે. નાનામાં નાની વસ્તુ સાથેની તેમની તાદાત્મ્યતા વાતાવરણને જીવંત બનાવતી અને જાણે બધી જ વસ્તુ પ્રણમય બની આપણી સાથે હસતી હોય એવું વાતાવરણ સર્જાતું. આથી જીવનમાં હતાશ થવાનો કોઇ અવકાશ જ ન રહેતા. મન અને ચિત્તની શાંત અવસ્થા રહે છતાં એક ક્ષણના પ્રમાદ ન મળે,
જયાં જયાં જે જે સ્થળે જઇએ ત્યાંના રીતરીવાજોમાં રહેણીકરણીમાં યજમાના સાથે પ્રેમપૂર્ણ રીતે તટસ્થતાથી જીવવાનું તેમનું આગવું વ્યકિતત્વ જોઇ હું તો સ્તબ્ધ થઈ જતી. કુદરત સાથેની તેમની આત્મીયતામાં ગાઢ મિત્રાચારીનાં દર્શન થતાં. તેમને મન ભૌતિકતામાં કે આધ્યાત્મિકતામાં કશો ભેદ ન હતો. તેમની પાસેથી દરેકને સ્થાને પ્રત્યેક વસ્તુની સુંદરતાના દર્શન કરવાનું થોડે અંશે મને પણ શીખવા મળ્યું. તેમના રોજના પ્રવચનો સાંભળતાં લાગતું કે એક અસ્ખલિત વિદ્ય તપ્રવાહ વહી રહ્યો છે. તેના પ્રભાવથી જયાં જે બલ્બ તૈયાર હશે. ત્યાં તે જરૂર પ્રગટી શકશે. હા, તેમનાં પ્રવચનો મનોરંજન કરાવે તેવાં નથી હોતાં, ખૂબ જ ચિંતનશીલ અને મર્મસ્પર્શી હોય છે.
અંતમાં તેમની સાથેની શ્રીલંકાની યાત્રા મારા માટે એક ચિરસ્મરણીય પ્રસંગ બની રહેશે. તેમની સાથે ફરવામાં ક્ષણે ક્ષણે અનેક અવનવા અનુભવો થતા અને અહંનું અંતરપટ વીંધાઇ જતું. તેમની પ્રેમપૂર્ણ વહેતી ગંગામાં ડુબકી મારવાની આ અમૂલ્ય તક દરમ્યાન નોંધવાલાયક અનેક અનુભવો થયા છે, પરંતુ લંબાણ થવાના ભયે હું હવે અહિં જ વિરમું છું.
સુનંદાબહેન વહેારા
✩
પ્રકી નોંધ
પતન - ઉત્થાનના ચક્રમાંથી પસાર થયેલી ગુજરાત સરકાર
h
૨૭૫
☆
‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં ‘ચૂંટણીની ફલશ્રુતિ’ એ મથાળા નીચેની નોંધમાં સૂચવ્યું હતું તે મુજબ માઇસાર રાજ્યની માફક લાકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ શાસક પક્ષના ગુજરાતના ઉમેદવારેને એક અપવાદ સિવાય મળેલી મેગેટી સફ્ળતાના પરિણામે ગુજરાત રાજ્યમાં પણ સંસ્થા કૉંગ્રેસના ધારાસભ્યોનું પક્ષાન્તર શરૂ થયું અને આ પ્રમાણે તૂટતી જતી ગુજરાત સરકારને સ્વતંત્ર પક્ષના સભ્યોએ ટેકો આપવાની અનિચ્છા પ્રદર્શિત કરી, તેના પરિણામે કોંગ્રેસના સંસ્થાપક્ષે બહુમતી ગુમાવી અને ગુજરાતના મુખ્ય પ્રધાને ગુજરાતના રાજ્યપાલને એપ્રિલની પહેલી તારીખે રાજીનાણું સુપ્રત કર્યું અને ગુજરાતના રાજ્યપાલે શાસક પક્ષના આગેવાન શ્રી કાન્તિલાલ ધીયાને પોતાના પક્ષની બહુમતી સિદ્ધ કરવા અને એવી બહુમતી હાય તે। પ્રધાનમંડળ રચવા નિમંત્રણ આપ્યું, આ નિમંત્રણ મળતાં શ્રી કાન્તિલાલ ધીયા અને તેમના સાથીઓ કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડ સાથે વાટાઘાટ કરવા દિલ્હી ઉપડી ગયા અને પાંચમી તારીખે રાત્રે દિલ્હીથી પાછા ફર્યાં-તે દરમિયાન ગુજરાતના પાટનગરમાં ચાથી તારીખે ગુજરાત પ્રાન્તિક સમિતિની સભા મળી અને બન્ને કૉંગ્રેસના જોડાણની વાતો કરતા કેટલાક સભ્યોને સંસ્થા કોંગ્રેસના અગ્રણી શ્રી મેરારજી દેસાઈએ ખૂબ ધમકાવીને એકતાના વિચારને સખત વિરોધ કર્યો અને ત્યારથી પરિસ્થિતિએ પો લીધા અને વળી પાછી પક્ષાન્તરની રમત શરૂ થઈ. તે દરમિયાન શ્રી હિતેન્દ્ર દેસાઈએ સ્વતંત્ર પક્ષના આગેવાનો સાથે પુન: સત્તા ઉપર આવવા માટે મંત્રણા શરૂ કરી, અને ૨વતંત્રપક્ષે શ્રી હિતેન્દ્રદેસાઇ જો ફરીથી સરકાર રચે તે તેને ટેકે આપવાનો નિર્ણય કર્યો અને તેના બળ ઉપર શ્રી કાન્તિલાલ ધીયા અમદાવાદ આવી પહોંચે તે પહેલાં શ્રી હિતેન્દ્ર દેસાઇએ પોતાના પક્ષની બહુમતી હોવાની ગુજરાતના રાજ્યપાલ સમક્ષ જાહેરાત કરી અને પોતાને પ્રધાનરાંડળ રચવા દેવાની માગણી કરી. અને શ્રી કાન્તિલાલ ઘીયાએ પોતાના પક્ષ માટે બહુમતી મેળવવાની શકિત જાહેર કરતાં, શ્રી હિતેન્દ્ર દેસાઇને પ્રધાનમંડળ રચવાની સૂચના કરવામાં આવી. અહિં જણાવવું પ્રસ્તુત છે કે ગુજરાત ધારાસભાના સભ્યોની સંખ્યા ૧૬૮ની છે અને શ્રી હિતેન્દ્ર દેસાઇ પોતે સંસ્થા કૉંગ્રેસના ૮૧, સ્વતંત્ર પક્ષના ૧૦, જનસંઘના ૧ તથા અપક્ષ એવા ૧–એમ કુલ ૯૩ સભ્યોની બહુમતી ધરાવે છે. આ રીતે ગુજરાત સરકારને નિવૃત થયાને પાંચ છ દિવસ થયા એટલામાં પાછી તે જ સરકાર પુન: સત્તારૂઢ થઇ છે, પણ પહેલાંની સરકાર અને આ વખતની રચાયેલી નવી સરકારમાં ફરક એ છે કે, પહેલાંની સરકારને સંરથા કોગ્રેં સની ચાખ્ખી બહુમતી હતી જ્યારે આજે રચાયેલી નવી સરકાર સ્વતંત્રપક્ષના સભ્યોના ટૂંકા ઉપર જ નભી શકે તેમ છે અને તેથી આજે દેખાતી સ્થિર સરકાર ગમે ત્યારે અસ્થિર બની શકે તેવી રાંભવના છે અને તદુપરાન્ત પક્ષપલટાની ચાલુ શક્યતા તે સ્થિરતામાં વધારો કરે તેમ છે.
સંસ્થા કોંગ્રેસની સરકારને બદલે શાસક કૉંગ્રેસની સરકારની સ્થાપના થઇ હોત તો કેન્દ્ર સરકાર સાથે ચાલુ રહેલા સંઘર્ષમય અને સાવકાપણાના સંબંધની અત આવત અને કેન્દ્ર સરકાર સાથે ગુજરાત સરકારના સંબંધ સંવાદી બનત. બીજા રાજ્યોમાં કૉંગ્રેસથી ઇતર એવા રાજકીય પક્ષનું જરૂર શાસન છે, પણ જે સ્પર્ધા અને સંઘર્ષનું તત્ત્વ કોંગ્રેસની બે શાખા – સંસ્થાઓ વચ્ચે છે તે તત્ત્વ અન્યત્ર એટલા પ્રમાણમાં જેવામાં આવતું નથી. આ પરિસ્થિતિના કારણે ગુજરાતની કેન્દ્ર સરકાર પાસેની અનેક અપેક્ષાઓ વણપૂરી