________________
તા. ૧૬-૪-૧૯૭૧
પ્રભુ
મકાનોનો ઉપયોગ ઑફિસા માટે કરવામાં આવે છે. શ્રીલંકાના ઘણાં સ્થળાએ બૌદ્ધ ભગવાનની ધ્યાનસ્થ પ્રતિમાનાં દર્શન થયા જ કરે છે.
કોલંબોથી ૧૫ માઇલ દૂર એક નાના ગામ કડવેયમાં બે દિવસ માટે સમૂહ જીવન શિબિર યોજવામાં આવી હતી. સંચાલકો પૈકીના એક ગૃહસ્થની આ વસાહતમાં આવેલા એક સુંદર મકાનમાં અમારી રહેવાની સગવડ કરવામાં આવી હતી. લગભગ ૨૫ એકરમાં વિસ્તરેલું આ ક્ષેત્ર લગભગ આઠ જાતના નાળિયેરીના ઊંચા વૃક્ષાથી,સાતેક પ્રકારના કેળના વૃક્ષાથી અને . અનનાસના ઊંચા વૃક્ષોથી સાઠસ ભરેલું હતું.
આ શિબિરમાં સા જેટલાં જિજ્ઞાસુ ભાઇ-બહેનો ઉપસ્થિત થયાં હતાં. સવારે સમૂહધ્યાન અને બહેનશ્રીનું પ્રવચન થતું. બપેરે શુચિસભા ગાઠવાતી. રાત્રે ભજન થતાં. આ શિબિરમાં બહેનશ્રીએ સૌનું લક્ષ્ય દોર્યું છે કે “ધ્યાન એ કોઇ ક્રિયા નથી. મન અને બુદ્ધિની ગાંળતા શાંત થવી તે મૌન છે. આ મૌનાવસ્થા તે ધ્યાનાવસ્થાનું દ્વાર છે. જીવનની પરાધીનતા જોઇ એવું લાગે છે કે માનવીને ખરા માનવ તરીકે જન્મ થવાના બાકી છે.” બહેનશ્રીના હૃદયસ્પર્શી પ્રવચનના પ્રભાવથી કેટલાય જિજ્ઞાસુએ તેઓને મળીને પોતાનું અંતર એમ જણાવીને ખાલી જતા કે“ આજ સુધી જે અમે કાંઇ વાંચ્યું વિચાર્યું હતું તે તો સાવ ફીક્કુ લાગે છે, અને આપે અમને નવીન જ દર્શન આપ્યું છે.'
99
એક સજજને ખૂબ જ કૃતજ્ઞ થઇ જણાવ્યું કે “ શ્રીલંકાની પ્રજા એકબીજાની સભામાં એટલે કે તામિલ પ્રજા સિંહલીઝની સભામાં જવાનું પસંદ કરતી નથી. આ કારણે સૌને સાથે રાખવા મુશ્કેલ બને છે, જ્યારે આપની સાથેની આ સમૂહજીવન શિબિરમાં સિંહલીઝ, બૌદ્ધ, તામિલ, મુસ્લિમ, પારસી, પરદેશીઓ, શ્રી કૃષ્ણમૂર્તિના અનુયાયીઓ, બૌદ્ધ ભિક્ષુઓ, રાજકારણી નાગરિકો વિગેરે આવ્યા હતા, જેનું સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક દષ્ટિએ હું ખૂબ જ મહત્ત્વ ગણુ છું. “મા”, દર વર્ષે શ્રીલંકા આવા અને ખરા કટોકટીના સમયે આ પ્રજા પર ઉપકાર કરો.” તેમના મુખાર વિંદ પર અનેરો આનંદ તરવરતા હતા. શિબિરમાં એક યુવાન મુસ્લિમ યુગલ આવેલું. તેઓએ બહેનીનાં પુસ્તો વાંચી પ્રેરણા મેળવી હતી. તેઓ ધ્યાનમાં બેસે છે, તેમ જ તેમણે “પરફેક્ટ પીસ લાજ” ના કેટલાંક સેન્ટરો દેશવિદેશમાં સ્થાપ્યા છે. આ યુગલે બહેનથીને ઇન્ડોનેશિયા, મલયેશિયા વિગેરે સ્થળોએ આવા કાર્યક્રમ ગાઠવવા માટે ખૂબ જ આગ્રહ કર્યો હતો. આ સમૂહજીવન અને શમૂહધ્યાનના પરિણામે કંઇક જિજ્ઞાસુઓના અંતરપંડળ ખુલ્યા હશે ! તેના તે જે ત્યાં ઉપસ્થિત થયા હતા તેમણે પ્રત્યક્ષ અનુભવ કર્યો હશે. સમૂહજીવનનું વાતાવરણ જોઇ તથા જિજ્ઞાસુઓની ઉત્કટતા જોઇ એમ લાગતું કે જાણે માનવીજીવન પરિવર્તન પામી રહ્યું છે. બે કોમ્યુનિસ્ટ યુવતીઓએ બહેનની સાથેની અંગત મુલાકાતમાં જણાવ્યું કે “આ શિબિરમાં પ્રવચનોથી અમારી દષ્ટિ સાફ થઇ છે. આપના માર્ગદર્શનથી અમારી ઘણી મુંઝવણ ટળી છે.
કોલંબોને દસ દિવસનો કાર્યક્રમ પૂરો કરી અમે કેટલાક મિત્ર સાથે હવાઇ જહાજમાં ત્ર’કમલી આવ્યા. અહિંના ઍર પોર્ટ ઉપર ગુરુકુળના સંન્યાસીની માતાજીએ બહેનશ્રીના સત્કાર કર્યો હતો. કોલંબોથી ૧૬૦ માઇલ દૂર ત્રિકમલી બંદર આવેલું છે. લગભગ ૨૫,૦૦૦ ની મિશ્ર વસતિનું, બંદરને કાંઠે કાંઠે નાની નાની ટ્રૅકરીઓ પર વસેલું આ શહેર ખરેખર ખૂબ જ રળિયામણું અને મને હર છે. કંઇક અંશે આ સ્થળ યાત્રાનાં સ્થળ જેવું લાગે છે. અહીં શૈવ અને બૌદ્ધ મંદિરો તથા સંતાના આશ્રમે છે..!
અમારી રહેવા માટેની વ્યવસ્થા એક સજનની સુસજ્જિત “વેલકોમ્બ ” હોટલમાં કરવામાં આવી હતી. તદ્દન દરિયાની સામે એક નાની ટેકરી પર આ હોટેલ આવેલી છે. હોટેલમાં લશ્કરના એક સિફર દપતીએ બૅનક્ષીના સત્કાર કર્યો. ત્રિકમલીમાં ગમે ત્યાં
ما
3
જીવન
૨૭૩
ફ્રો-દરિયાના કાંઠે કાંઠે વાહનો આવ-જા કરતા જ હોય. મુંબઇની જેમ ફૂટપાથનો અવરોધ ન મળે. ઍરપોર્ટ પર હવાઈજહાજ પણ પાણીના કાંઠે જ ઉતરે. ખરેખર આ એક અનેરું દર્શન હતું. સ્ટીમલચમાં બેસી અમે એક ક્લાક ઉપરાંત દરિયાની દસ માઇલની મુસાફરીની મજા માણી. આ બંદરેથી માટી સ્ટીમરોની અવરજવર થાય છે.
પ્રથમ દિવસે સાંજે જાહેર સભા થઇ, જેમાં પેલાં સન્યાસ્ત્રની માતાજીએ બહેનીને પરિચય આપ્યો. બીજે દિવસે ચર્ચાસભા યોજાઇ. અહિંની પ્રજાનું માનસ વધુ રૂઢિચુસ્ત છે. સાંપ્રદાયિકતા પ્રમાણમાં વધુ છે. એટલે પ્રશ્ના પણ કર્મ, બંધન,. જન્મ અને પુનર્જન્મ વિશે પૂછવામાં આવ્યા હતા. બહેનશ્રીના પ્રવચનનું તાત્પર્ય એ હતું કે ‘માનવી તેના પૂર્વસંસ્કારની સ્મૃતિઓથી બંધાઇ ગયો છે, વર્તમાન જીવન કરતાં પુનર્જન્મ અને મૃત્યુના પ્રશ્નોમાં માનવી વધુ રસ ધરાવે છે. તેથી માનવીને વર્તમાનમાં પ્રેમ જીવવું તે સમજાતું નથી. બધામાં પોતાની સલામતી સુરક્ષિત રાખવાની ચિન્તામાં તે પરાધીન બન્યો છે. તે સલામતી-આર્થિક, રાજકીય, સામાજિક કે ધાર્મિક ગમે તે હોય પરંતુ આ બધી સલામતીની સુરક્ષામાં માનવી પોતાની સ્વાધીનતાની કિંમત ચૂકવી પેાતાનું શાષણ કરાવે છે અને કરે છે. જીવન કેવી રીતે જીવવું, મન અને બુદ્ધિ એ સાધન છે તેને કેવી રીતે ચલાવવા તેનું જ્ઞાન હાવું જરૂરી છે. ઘરમાં એક પ્રકાર, ધંધામાં બીજે પ્રકારે, મંદિર કે મઠમાં ત્રીજે પ્રકારે જીવન જીવવામાં કોઇ સંવાદિતા નથી, કોઇ સંગીત નથી. સમગ્ર પ્રેમ વગર જીવનમાં સાચું સંગીત ઉઠતું નથી.” હોટેલના માલિક, ગુરૂકુળના સંન્યાસીઓ, મંદિરના ટ્રસ્ટી વિગેરે તા ખૂબ જ ભકિતમય બની ગયા હતા. મુલાકાતીઓની અવરજવરે હૉટલને એક તીર્થસ્થાન બનાવી દીધું હતું. આમેય તે અમારી યાત્રા એક તીર્થયાત્રા જ હતી ને ?
અહિં એક એવી દંતકથા પ્રચલિત છે કે રાવણ એક મહાન સાધક હતા અને તે શિવેાપાસના કરવા કૈલાસ ગયા હતા. શિવે પ્રસન્ન થઈ તેને લિંગ આપ્યું હતું. રાવણે ત્રિ’કમલીનાં દરિયાકાંઠે એક મંદિર બાંધી આ લીંગની સ્થાપના કરી હતી. ડચ લોકાએ જયારે આ પ્રદેશ ઉપર હુમલા કર્યો ''ત્યારે આ મંદિરના નાશ કર્યો હતા. ત્યાર બાદ શૈવભકતાએ (માટે ભાગે તામિલ પ્રજાએ) આ મંદિરની પુન: સ્થાપના કરી હતી. તેમાં વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટી સાથે બહેનશ્રીએ તથા અમે સૌએ આ પૂજામાં ભાગ લીધા હતા. આ મંદિરનું ક્ષેત્રફળ ખૂબ જ વિશાળ છે; પરંતુ મેટા ભાગનાં મકાનો અને જગ્યા સરકારી કચેરીઓએ જપ્ત કરેલી છે.
ગુરુકુળમાં માતાજીને મળ્યા. એક નાના બૌદ્ધ મંદિરના દર્શન કર્યાં. હાર્બર પાર્ટ જે ૬૦૦ એકરની વિશાળ જગ્યામાં એક નગરની જેમ વસેલું છે તેની પણ મુલાકાત લીધી. ડચ લોકોના વખતનાં મકાનો, તૂટેલી તોપો હજુ અહિ જોવામાં આવે છે. હાલ આ સ્થળે આર્મીના લગભગ ૧૨૫ કુટુંબા રહે છે અને આ નગરના ઘણા વિકાસ કરવામાં આવ્યો છે. આર્મીના મુખ્ય અધિકારી દંપતીઓ અમારી સાથે ફરી અમને આ સ્થળની વિગતવાર માહિતી આપી હતી.
ત્રિકમલીના કાર્યક્રમ પૂરા કરી, સૌની- ભાવભીની વિદાય
લઈ અમે હવાઈ જહાજ દ્વારા લગભગ ૧૨૫ માઇલ દૂર જાના
પહોંચ્યાં. જાના શ્રીલંકાનું ૮૦,૦૦૦ ની વસતિ ધરાવતું નાનું શહેર છે. મોટા ભાગની પ્રજા તામિલી છે. શ્રીલંકાના બધા જ વિસ્તાર સામાન્ય રીતે રળિયામણે છે. તેના પ્રમાણમાં જાના સુકો પ્રદેશ ગણી શકાય. તે છતાં, ચારે બાજુ હરિયાળી વાડીના દર્શન