________________
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
.
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૨૪
બુદ્ધ જીવન
.
જ
મુંબઈ, એપ્રિલ ૧૬, ૧૯૭૧, શુક્રવાર
- પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર,
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી
પરમાનંદ કુંવરજી કાપડિયા
ચિરવિદાય
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા મને જણાવતાં અત્યંત દુઃખ અને ખેદ થાય છે કે આજે તા. ૧૭-૪-૭૧ના રોજ સવારના ૯ વાગે શ્રી પરમાનંદભાઈ તેમના નિવાસસ્થાને અચાનક અવસાન પામ્યા. બે દિવસ પહેલાં સહેજ લોહીનું દબાણ વધ્યું હતું પણ કઈ ચિન્તાનું કારણ જણાતું ન હતું. ગઈ કાલે રાત્રે સહેજ દુખાવો થયે. આજે સવારે બે ડોકટરો હાજર હતા. હોસ્પીટલમાં લઈ જવાનો વિચાર કરતા હતા ત્યાં એક જ મિનિટમાં પ્રાણ ત્યજી દીધા. અંતિમ ઘડી સુધી સ્વસ્થ હતા. તુરત જ મિત્રો અને સ્નેહીઓ મોટી સંખ્યામાં હાજર થયા. અત્યારે વિશેષ ન કહેતાં એટલું જ કહું છું કે એક મહાન આત્માએ આપણી વચ્ચેથી ચિરવિદાય લીધી.
પ્રબુદ્ધ જીવનને આવતા અંક શ્રી પરમાનંદભાઈ વિશેષાંક હશે. મિત્રો અને સ્નેહીઓને પિતાની અંજલિ અને સ્મરણે લખી મોકલવા વિનંતી છે.
તા. ૧૭-૪-૭૧
ચીમનલાલ ચકુભાઈ શાહ
T