________________
@
પ્રભુ
આજના કવિ ‘દુનિયા જેવી નીચલા સ્તરની ખાલી’નું પણ ચિત્ર હાજર કરીને હઠી જાય છે. એક જ રૂમમાં ગોંધાયેલા સંસાર. એ જ ડ્રેઈંગ રૂમ એ જ બેડરૂમ અને એજ કિચન,
ધાઇને ઊંધાં મુકેલાં વાસણાની પાસ
બે આડાં પડેલા બાળકો:
૨૭૦
શ્રીમંતના ઘરમાં નકામી વસ્તુના જેવાં
આની સામે શ્રીમંત બાનુઓનું આ ચિત્ર જુએ :
In the room, the women come and go:
Talking of Michael Angelo....
જર્મન કવિ હાન્સ એન્ઝરબર્ગરે મધ્યમ વર્ગના વિષાદ' આ
રીતે શબ્દબદ્ધ કર્યા છે:
અમે ધારા ખાઇએ છીએ.
અમે રાષ્ટ્રીય પેદાશ ખાઇએ છીએ.
અમે આંગળીઓના નખ ચાવીએ છીએ.
અમે ભૂતકાળ વાગાળીએ છીએ.
(અનુ. આશા દલાલ) કરસનદાસ માણેકે લાગણીના લલકાર લાગે એવી રીતે ગરીબીની વ્યથાને વહેતી મૂકી છે:
છે ગરીબાના કુબામાં તેલટીપુંયે દોહ્યલું:
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.
કામધેનુ પામતી ના એક સૂકું તણખલું: ને લીલાંછમ ખેતરો આખલાએ ચરી જાય છે.
આવા વાતાવરણમાં પણ માનવી જીવનને જકડી રાખવા ફાંફા મારે છે.
નિઝિમ હિકમત જેવા તુર્કી કવિ એકાદ પંકિતના હનુમાનકૂદકે આપણને નિરુત્તર કરી મૂકે છે:
Welcome my dear wife, welcome!
You must be tired:
How can I wash your little feet ?
I have neither a silver basin
nor rose-water.
You must be hungry :
I cannot give you a banquet
Laid on white embroidered cloth My room is as poor as my country.
વર્તમાન જીવનની વિષમતાએ માનવીના દાંપત્યજીવનને વીંખી નાખ્યું છે. આપણે પોપટની ભાષા બાલીએ છીએ અને સાપ થઇને સૂઇએ છીએ. હિન્દી કવિ દેવીપ્રસાદ વર્માનું નાનકડું પણ નક્કર કાવ્ય બહુ વેધક છે:
આ
તું નહિ શકુન્તલા, હું નહિ દુષ્યંત તું નહિ કામિની, હું નહિ કંથ,
સાધારણ નારી – નર આપણે નહિ - અનંત રોજી ને રોટીના ચક્કરમાં જીવનનો અંત. (જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાન્તમાં
સેકસ વિશે વિચારશું.
અરવિંદ ગેાખલેની વાર્તાની નેકરી કરતી નાયિકા મંજુલા સાંજે છૂટીને ટ્રેનની ભીડ અને ભીંસથી એવી તો કંટાળે છે! ઘેર પહોંચવું રસાઈ કરવી આ બધા બાજથી, ટેન્શનથી એવી ત્રાસે છે કે રાતે પતિના આલિંગન. અને આશ્લેષમાં એ કશી ઉત્તેજના
જીવન
તા. ૧-૪-૧૯૭૧
અનુભવતી નથી: એને એમાં ટ્રેનની ગિરદીના જ અનુભવ થાય છે. સુરેશ જોષી “એક રોમેન્ટિક કવિનું દુ:સ્વપ્ન” માં કહે છે: ગૂંથાયેલા રેશન કાર્ડ જેવા ધે ચહેરા :
ફરીશું શું અહીં, કહે, સપ્તપદી ફેરા? અનિલ જોષી કહે છે: આપણે તે કોણ જાણે કેવાં પંખીઓ: કાલ માળા બાંધીને આજ વીંખીઓ કાયમી જુદાઇની વેળા આવે તો વળી પ્રેમ જેવું કૈંક હજી શીખીએ. સિફિટિસ કહે છે :
So they were married
to be more together
And found they
were never
again so much to-gether,
Divided by the morning tea,
by the evening paper
by children and trademen's bills
સ્ત્રીઓ અને તેમની સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં નિરંજન
ભગત બજારુ સ્રીઓના લત્તા જોઇને કહે છે: વાલકેશ્વરે જે કહ્યું . સ્નેહલગ્ન
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન . રે ! સૂર્યમાં માછલી તરી રહી ... શા પ્રીતિનાં પ્રેત, રહસ્ય ભીતિનાં : અનંગ ! તારી રતિની સ્થિતિ આ?
વિષમતા એ આજે જોડણીકોશના શબ્દ રહ્યો નથી. પણ જાણે
કે આજના જીવનના પર્યાય બની ગયો છે.
તામિલના આધુનિક કવિ ગન્નાકોથાનના *Death Set A Question-paper' આ આરંભ ખૂબ જ માર્મિક છે!
મૃત્યુએ પ્રશ્નપત્ર તૈયાર કર્યાં. આમાંના એક પ્રશ્ન હતો: તમે સુખી છે? ‘હા’-તા શા માટે?
‘ના’“તો શાથી? કોને લીધે ?
ઘરથી કબર સુધી પહોંચતાં માણસ થાકીને લોથપોથ થઇ જતો હાય છે. તેની સ્થિતિ અને ગતિ કોઇના ચલાવ્યે ચાલતા સિલિંગ ફેન જેવી જ છે. આવી જ ગાળ ગતિનું વર્તમાન જીવનની વિષમતાને વાચા આપતું એક કાવ્ય આપીને હું વિરમીશ : મારે વહેલા જાગવાનું છે. નોકરી ભાગવાનું છે ટપાલા વાંચવાની છે કાગળા લખવાના છે
ફોન ઊંચકવાના છે સામે ઝીંકવાના છે
લાંચ અવર્સ ચૂકવવાના છે બગાસાં ખાવાનાં છે સુસ્તી કાઢવાની છે ટાઇપિંગ કરવાનું છે ઓવરટાઇમ મેળવવાને છે ત્યાંથી છુટવાનું છે મિત્રાને મળવાનું છે નિંદામાં ભળવાનું છે રસ્તા સીધા છે બસ લાલ છે મકાન ચોરસ છે પૃથ્વી ગાળ છે ઘરે આવવાનું છે બૂટ ઉતારવાના છે ટાઇ કાઢવાની છે વાતો કરવાની છે જમવાનું છે પાણી પીવાનું છે ઘૂંટડા ગળવાના છે રેડિયો સાંભળવાના છે બત્તી બુઝાવવાની છે પ્રેમ કરવાનો છે
સુવાનું છે સપનાએ આવવાનું છે રસ્તો દેખાતા નથી બસમાં જગા નથી મકાનને આકાર નથી સમય ગાળ છે. ફરી પાછા, પાછા ફરી જરીમરી, મરી જરી ફરી ફરી વહેલા જાગવાનું છે. જીવવાનું છે હા કહેવાની છે... ને, હસવાનું છે.
સુરેશ દલાલ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪. ટે. નં. ૩૫૦૨૯૯ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ-૧
12