SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૧૯૭૧ વાંચીએ છીએ કે, ક્યાંક વિમાન તૂટી પડયું, માણસા ડૂબી ગયાં, ભૂકંપમાં ભરખાઈ ગયાં. ક્રિકેટમેચમાં ખેલાડીએ કેટલા રન કર્યાં એ જાણવામાં આપણને વધુ ઉત્સાહ છે. ભૂકંપગ્રસ્તો પ્રત્યે થોડી સહાનુભૂતિ પ્રગટી હોય તો પણ તે ચાના ગરમ પ્યાલાના ઘૂંટ સાથે પીગળી જતી હોય છે. પ્રબુદ્ધ જીવ.. માણસમાં અને એના ડ્રેઈંગ - રૂમની સામગ્રીમાં ઝાઝા ફેર જણાતા નથી. એની શેટી પરના લાથ જેવા થઇ ગયેલા મેલા તિકયા, છૂટકો નથી એમ માનીને અજવાળે સળગતી ટ્યુબ લાઇટ, ઘંટડીના રણકારની અપેક્ષા વિના શિયાળાની સાંજ જેવા પડેલા સૂમસામ ફોન, ભયથી ફાટી ગયેલી આંખ જેવી ખૂણામાં પડેલી એશ ૐ, ખાલી ખુરસીઓની વચ્ચે ઉજજડ ખેતર જેવું પડેલું ચપ્પટ ડાઇનિંગ ટેબલ, તથા વચ્ચેના બેચાર પાના ગુમાવી બેઠેલા રાશિ વિનાના રવિવારના છાપા જે માણસ ટેલિફોનની ડિરેકટરીમાં નંબર થઇને પડયા છે. He is wandering between two worlds: One already dead, other powerless to be born. મેથ્યુ આર્નોલ્ડ તો હાથ જ ધોઇ નાખ્યા: વર્તમાન જગતના રોગનું નામ જ તેઓ ન પાડી શકયા, એટલે એમને તે એમ કહેવું પડયું; This strange disease of modern life.... This iron time of doubts, disputes, distractions, fears .. આધુનિક માનવીને પ્રભુના સાકાર સ્વરૂપ જેવી પ્રકૃતિ સાથેના નાત તો છૂટી જ ગયો છે. ખુદ ખુદા સાથે પણ આપણે કાં જોડાયેલા છીએ ? આપણે બધા શેક્સપિયરના નાટક “ટેમ્પેસ્ટ” માં આવતા કેલિબાન જેવા છીએ. પ્રોસ્પેરા જ્યુ અને દુષ્ટ કેલિબાનને ભાષા શીખવે છે; અને ભાષા શીખીને કૅલિબાન ભાષાનો સૌપ્રથમ ઉપયોગ કરે છે પ્રોસ્પેરીને ગાળ આપવા માટે. શાહબાઝ આ વાતને આ રીતે મૂકે છે: પરવરદિગારે જીભ દઈ બાલતો કર્યો, ત્યારે પૂછ્યું એ જીભથી: પરવરદિગાર કયાં? એલિયટ પણ એમ કહે છે કે પ્રભુએ આપણને હાથ આપ્યા પ્રાર્થના કરવા અને આપણે પ્રભુની સામે જ મુઠ્ઠી ઉગામીએ છીએ. એલિયટના ઠપકો સાંભળવા જેવા છે: Many are engaged in Writing books and printing them. Many desire to see their names in Print. Many read nothing but race-reports Much is your reading. But not the word of God. Much is your building But not the House of God. અને કહ્યું છે: Everybody wants to appear in the newspaper, but in the right column. માણસને કોઇ કરતાં કોઇ સાથે સાચા સંબંધ નથી. તેની પ્રાર્થના પીળી પડી ગઇ છે તેને પોતાની શ્રાદ્ધામાં કે સાચી શ્રદ્ધા નથી. તે પોતાને ઢાંકવા માટે શબ્દોના રંગીન બુરખા પહેરીને ફરે છે. માનવી પોતાને ન ઓળખતા નથી. પુસ્તકો વાંચી જનાર માનવી પણ પેાતાની બારાખડી ઉકેલી શકે છે ખરો ? માણ ૨૯ સની સમગ્ર પ્રવૃત્તિ એ તણખલાના ભારા બાંધતા હોય તેવી છે. માણસના ચહેરા પર પરાણે સ્મિત આવે છે. કવિએ કહ્યું છે: One can take up insults, But not artificial smiles. નીતિન મહેતા આ દંભનો પડદો આ રીતે ચીરે છે: હું હાઠના પડદાઓ ખાલી વેણના દશ્ય ભજવ્યા કરું છું. નિરંજન “ગલ મન મુંબઈનગરી” માં કહે છે: અહીં માનવ સૌ ચિત્રા જેવા, વગર પિછાને મિત્રા જેવા. આ નગરસુંદરીના હાઠ પર પિશાચી અને વિકરાળ લેાહહાસ્ય છે. સિતાંશુ યશચંદ્ર કહે છે : હું નગરહીન નાગર. તા અનિલ જોશી “લે બાલ” એમ કહીને નિરાર કરી મુકે એવી રીતે કહે છે: હાં રે અમે સરનામું વગરના કાગળ કે ઊડીએ આગળ કે હાથમાં ફરતાં થયાં, લે બોલ ! જ્યારે અર્વાચીન માનવી વિશે નીતિન મહેતાના રોષ તો શબ્દેશબ્દ સાંભળાય છે: મને માણસ થવાની ચીડ ચઢે છે. લાગે છે, માણસથી ઇતર તે જ માણસ છે અને તેથી મને માણસ થવાની ચીડ ચઢે છે હું દૈવ બની ગયો છું તેથી હવે મને માણસ થવાની બીક લાગે છે મને માણસ ન કહો અને ટેવ કહા તો ચાલશે ।। હું પણ તમને માણસ નહિ કહું. પણ ટેવ કહીશ તો નહીં ચાલે? સળગતા મકાનની બાલ્કનીને બાઝીને, ચીસો પાડતા, ભૂલાઇ ગયેલા કોઇ બાળક જેવા એલિયટના વીંધી નાખે એવા ચિત્કાર છે : Where is the life We have lost in living? જીવવાના પ્રયત્નમાં માનવી પ્રત્યેક પળે મૃત્યુ પામતા હોય છે જે જીવે છે એની જિંદગીની તરસ તો મરી જ ગયેલી હોય છે. શ્રીમંત, મધ્યમ વર્ગ અને નીચલા—સ્તર એમ ત્રણ ભાગમાં ચહેરાઇ ગયેલા આપણા સમાજપુરુષનો ચહેરો પણ જોવા જેવા રહ્યો છે ખરો ? સોફિસ્ટિકેટેડ સાસાયટીને નામે ઓળખાતા ભદ્ર લોકો સાધનો અને સગવડોથી જિંદગીની શૂન્યતાને ભરવાના જીવલેણ પ્રયત્ન કરી રહ્યા છે. મોટાઇ, દંભ, શોપિંગ, વર્લ્ડટૂર, લંચ, ડિનર, કલબ, પાર્ટી એમના શરીરમાં રુધિર બનીને વહે છે. એમના ઘરના વાતાવરણમાં ડોકિયું કરીએ : આવા જૉડા ઉતારા ના તમે. જો કે, ભલા, આ કારપેટ અહીંયા કશું મળતું નથી. હમણાં હજી ફેરિનથી આપ્યું અમે. પણ અમારે ત્યાં બધું ચાલે ! આ અમારો ડ્રોઈંગરૂમ (સ્ટેજ પર જેવી સજાવટ હોય છે, એવા) ને લટકતાં ચિત્રને જોયું ? કોનું છે એની નથી કર્યું ખબર, કંઇ સમજ પડતી નથી (એટલે સારું હશે ). ઢાળી દીધા પડદા બધે તે અમારે ત્યાં બધાના ને પ્રત્યેક પર પડદો... આ બારણાં બારી ઉપર, સાવ જુદા રૂમ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy