________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૯૭૧
પાત્ર ગેબાઇ ગયું છે. અને હવે, કદાચ બહુ ડું પણ થઇ ગયું છે. કવિના કપાળમાં, આથી ચિત્તાની કરચલીઓ ઉપસેલી છે. બાળમુકુન્દના કાવ્યમાં સંસ્કૃતિ વિશેની ચિન્તા અને ચિત્તન બને દેખાય છે:
મેડી રાતે ગેબાયલા વાસણને ટીપે જેમ કંસારો એમ સે સે હોડીની શિરોવેદના સાથે પડયે હું પથારીમાં સૌ ગયું જેપી. રાત્રિના નીરવ એકાંતમાં માત્ર બે જ રહ્યા કંપી: હૈયું ને ઘડિયાળ . ધબક ધબક, કટ કટ, ધબક કટ .
મનુષ્યને પ્રકૃતિ સાથે સંબંધ તે જાણે મૂળથી જ ઊખડી ગયું છે. ચેકબુક પર સહી કરવામાં, ટેલિફોનનાં રિસિવર ઊંચકવામાં, કે ફાઈલની હેરફેર કરવા રોકાયેલા આપણા હાથને પવનની પાતળી ડાળને ટપારવાનું તે સુઝે જ કયાંથી? લીલા ઘાસના આકાશ પર બેસવાને અવકાશ જ ક્યાં છે? We are breathing between appo'ntments.
એક કાવ્યને નાયક એક ટેળામાં ઊભે છે. ટ્રેન - અકસ્માત પછી પાટા પરથી બહાર લવાયેલ મૃતદેહ પડયા છે. ટેળા સાથે કાવ્યને નાયક પણ શબ નીરખી રહ્યો છે. એટલામાં તેની નજર મૃતદેહના કાંડા પર જીવંત ઘડિયાળ ઉપર પડે છે. એમાં દસ વાગવા આવ્યા છે એ જોઈને નાયક કહે છે: અરે મારે એફિક્સનું મોડું થશે! અને તે દોડી જાય છે.
ઓફિસનું ટેબલ, ફાઇલ, છેડે પડેલો ફેન, અને પાણીને ગ્લાસ -
હું કેમ લઉં છું શ્વાસ એના સાક્ષી છે. ઉમાશંકરે કહ્યું છે:
પુષ્પ સાથે વાત કરવાને
સમય રહ્યો નહીં. બીજા એક કવિ આ રીતે વ્યથાને વાચા આપે છે: We are the eye-lids of the defeated caves. છે. શહેરમાં લોકોને પ્રકૃતિ સાથે નાતો જોડવાની ફુરસદ જ કયાં છે?
અહીં, શહેરમાં, સવારે પંખી નહિ પણ પૂર - વેલ્યુમે રેડિયે. ટહૂકે છે. અહીં પંખીને ટહૂકો ટેપ-રેકોર્ડ કર્યો હોય તે જ સાંભળી શકાય. આપણા દિવસ અને રાત, રાત અને દિવસ, જતી આવતી લિફટની જેમ ઊંચનીચે, નીચે ઊંચે વહી જાય છે. શ્રીમંતને ત્યાંની પાર્ટીમાં ન ભળી શકતાં મધ્યમવર્ગનાં માણસે જેવાં વૃક્ષે અહીં અતડાં અને ભૂલથી આવી ચડેલાં હોય એવાં લાગે છે. શહેરમાં વૃક્ષ નહિ પણ મકાને ઊગે છે. આ નગરની મનોવ્યવથા ચાર પૈડાંને ચકરાવે ચઢી છે. અહીં રોશની એટલી બધી છે કે, અંધકારને પણ ઊતરવા માટે તસુ ભેચ મળતી નથી.
“ફાઉન્ટનના બસસ્ટેપ પર’ નામના કાવ્યમાં નિરંજન ભગત કહે છે:
અહીં વહી રહી હવા મહીં અનન્ય વાસ, એક તે લઈ જુઓ જરીક સ્વાસ! અહીં ન હોસ્પિટલ, ન સ્વેટર હાઉસ, ને વળી નથી સ્મશાન, , તે છતાં અહીં હવા છે ઉણપ્લાન,
ખીલતાં અહીં ન ફલ. એટલે જ તો કદીક એમનાં પ્રદર્શને ભરાય, એકસાથે ફાલ જ્યાં સમગ્ર વર્ષને: છતાં ય મેસમે બધી કળાય છે, ન થાય ભૂલ! ફલથી નહીં, ન શીત - લૂ થકી. " પરંતુ મેલકસ, ટાઇફેઇડ, ફલુ થકી વસંતપંચમી કેમ આવી ને કેમ ગઇ; મને ખબર સરખી ના રહી. પ્રકૃતિ, તું શું કરે? મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે. (ઉમાશંકર). નવલકથાકાર ચન્દ્રકાન્ત બક્ષીએ કહ્યું છે તેમ, શહેરમાં ભેળપૂરી ખાઈને એક નવી જ એલાદ તૈયાર થાય છે. સૂરજ સાથે નહિ પણ રોગે અને દવાઓ સાથે તેને દિવસ ઊગે છે. માણસનાં નામ ભૂલાઇ જશે, પણ દવા અને રોગોના નામ અમર થઇ જશે.
આજના માનવીને અચ્છો ચિતાર આ કાવ્યમાં છે: કેમિસ્ટની દુકાન જેવી માનવીની કાયા. ચશ્માનું લટકતું બર્ડ પિતા મહીં રત
એવી ખેપરીમાં અદાવત અદાલત.
માનવીની એક મોટી કરુણતા એ છે કે, તે પિતા મહીં રત છે.” cgcએ go નથી કહેતો, પણ કહે છે :
મારા જીવનમાં સમ. મને હું બહુ ગમું.
માનવજીવન દંભી અને કૃત્રિમ થઈ ગયું છે! Nylon legs and artificial hearts એ આજની તાસીર છે.
કાળા ટાયરના પગ રગેરગમહીં છૂપા છૂપા ફરી રહ્યા વિમાનના પંખા: કોણ જાણે છે : કયા આકાશને એણે આંબવું હશે?
આજે દરેકને રાતોરાત કૈક થઈ જવું છે. દરેકની દાનત room at the top પર છે. ઇયળને ગરુડ થવાના કોડ છે અને સ્વપ્ન ફળીભૂત થતું નથી. ત્યારે થાય છે: ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઇ જિંદગી (વેણીભાઈ) - આપણે વહેંચાયેલી વફાદારીઓ divided loyalities- વચ્ચે જીવીએ છીએ. પણ કોઇ સમજતું નથી કે, ight of the sun અને peace of the grave સાથે ન મળી શકે,
માણસ આજે છિન્નભિન્ન થઇ ગયો છે, ખંડિત થઈ ગયો છે. એની પાસે એનું પતીકું કહી શકાય એવું વ્યકિતત્વ રહ્યું નથી. લાગે, છે, માનવીના ખભા ઉપર માથું છે કે રંગીન ફુગ્ગ? પ્રિયકાન્ત
મારો—તમારામાં કશેયે ભેદ ના કોક છાપાની હજારો પ્રત સમ સૌ આપણે!
આવા વ્યકિતત્વ વિનાના, માણસેને જોઇને ઉમાશંકરને પુષ્યપ્રકોપ ફાટી નીકળે છે:
મને મુર્દાની વાસ આવે! સભામાં, સમિતિમાં, ઘણાં પંચમાં, જ્યાં નવ નિર્માણની વાત કરે જૂનવાણી જડબાં, એક ‘હા’ની પૂંઠે જ્યાં ચાલી વણઝારમાં ‘હા’.
આપણી સંવેદના જડ, બૂઠી અને બધિર થઇ ગઇ છે. સવારના પહેરમાં અખબારના અક્ષરમાં ઘૂંટેલી ચા પીતાં પીતાં, આપણે