________________
૨૬૬
પ્રભુદ જીવન
☆
એક આદર્શ
(ભીક્ષુ ચમનલાલ તાજેતરમાં સ્વીટ્ઝર્લેન્ડ ગયેલા ત્યારે ત્યાંના પ્રમુખની કચેરીના એક ઉચ્ચ અધિકારી સાથે થયેલી ભારે રસપ્રદ પ્રશ્નોત્તરી ઇન્ડિયન એક્ષપ્રેસમાં પ્રગટ થઈ હતી. તેના અનુવાદ શ્રી પોપટલાલ રાવળે કરી આપ્યો છે જે નીચે સાભાર પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ)
હું હમણાં સ્વીટ્ઝર્લેન્ડથી પાછા ફર્યો છું. મારા પુસ્તક ‘પથદર્શક સ્વીટ્ઝર્લેન્ડ' ની નવી આવૃત્તિની તૈયારી માટે હું ત્યાં ગયા હતા.
બર્નમાં પ્રમુખની કચેરીમાં એક અધિકારી, જેમણે પ્રમુખ સાથે દશ વર્ષ કામ કર્યું હતું, તેની સાથેની મુલાકાતના રિપોર્ટ હું અત્રે અક્ષરશ: રજૂ કરૂ છું.
સવાલ : આપના પ્રમુખના રાજમહેલ કયાં છે?
જવાબ : અમારા પ્રમુખને રહેવા રાજમહેલ કે બાગબગીચાવાળું મકાન નથી. તે એક ફલેટમાં રહે છે અને ભાડું ભરે છે. સવાલ : તેઓ કેટલું ભાડું ભરે છે. ?
જવાબ : તે દર વર્ષે વધતું હોય છે. સવાલ : તેમને કેટલા નાકર-ચાકર છે?
જવાબ : સ્વીટ્ઝર્લે ન્ડમાં “કેટલા છે” એવું તમે કદી પૂછશે. નહિ. એક નોકર હોય તો પણ તે આશિર્વાદરૂપ છે. પરંતુ તેમને તેમના પ્રોફેસર પત્નીને મદદ કરવા એક-થોડા સમય માટેની નાકરાણી છે.
સવાલ : । પછી તેમના મહેમાનને કયાં ઉતારો આપે છે? જવાબ : તે તેમના મહેમાનોને હોટેલમાં ઉતારો આપે છે અને ત્યાંજ તેમના સત્કાર કરે છે.
સવાલ : પ્રમુખને કેટલા પગાર છે તે હું આપને પૂછી શકું? જવાબ : સત્કારો માટેના ભથ્થા વિ. મળી તેમને ૧૦૧૦૦ ફ્રાંક મળે છે.
સવાલ : તમારા પ્રમુખ વિદેશની સફર કેટલે કૅટલે સમયે જાય છે?
જવાબ : જ્યારે તેઓ પ્રમુખ હોય છે ત્યારે તેમને ક્યાંય પણ સ જવાની પરવાનગી નથી, આ એક નિયમ છે. સવાલ : દર વર્ષે તમે કેટલા પ્રમુખો કે રાષ્ટ્રના વડાઓને તમારા દેશની મુલાકાતે પધારવા આમંત્રણ આપે છે ? જવાબ : વધુમાં વધુ બે જ, આ વર્ષે ફકત એકજ હતા અને તે તમારા રાષ્ટ્ર પ્રમુખ.
સવાલ : દેશના વિવિધ ભાગમાં તેઓ કેટલા ઉદ્ઘાટન અને સત્કારસમારંભામાં હાજરી આપે છે ?
જવાબ : આમંત્રણા વિષે સાત સભ્યોની બનેલી કેબીનેટ મીટીંગમાં ચર્ચા થાય છે અને તેમાંના એકને આવા સમાર'ભમાં હાજરી આપવા નિયુકત કરવામાં આવે છે. પ્રમુખ તે થાડા પ્રસંગે હાજરી આપે છે, કારણ તેમને તેમની ફરજો સંભાળવાની હોય છે. તે ગૃહપ્રધાનના હોદો પણ સંભાળે છે.
સવાલ : મહિનામાં કેટલા દિવસ તેઓ રાજધાનીમાં રહે છે? જવાબ : ઉનાળાની રજાઓ બાદ કરતાં ૯૦ ટકાથી વધારે
દિવસેા.
સવાલ : વિશેષ કરીને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિષયો પર પ્રવચન કરે છે કે કેમ?
જવાબ : તેઓ માત્ર રાષ્ટ્રીય બાબતો અને વિજ્ઞાનના પ્રશ્નોને સ્પર્શે છે અને તેની સરખામણી વિદેશના પ્રશ્નો સાથે કરે છે.
સવાલ: બીજા રાષ્ટ્રોના યુદ્ધ કે શાંતિના પ્રશ્નો પર તેઓ વિદેશોને સલાહ આપે છે?
જવાબ : ના જી, અમે બીજા રાષ્ટ્રોને આવી સલાહ આપતા નથી કારણ અમે એક તટસ્થ રાષ્ટ્ર છીએ. અમે પૂર્વ - પશ્ચિમના સંતાપથી અલગ રહીએ છીએ. આથી જે રાષ્ટ્રોને એકબીજા સાથે
તા. ૧-૪-૧૯૧
રાષ્ટ્રપ્રમુખ
વાતચીત કરવાના પણ સંબંધ નથી તેમને સહાય કરવા અમે શકિતમાન થઇએ છીએ. અમે આવી બાબતો હાથ ધરીએ છીએ.
સવાલ : સ્વીટ્ઝર્લેન્ડ સંયુકત રાષ્ટ્રનું સભ્ય કેમ નથી? જવાબ: કૃપા કરી આ સવાલ અમારા રાજકીય ખાતાને પૂછે. સવાલ: પ્રમુખ કેટલા કલાક તેમની ફરજ બજાવે છે? જવાબ: ઑફિસના સમય નવ કલાકનો છે. હંમેશા સવારના ૭-૩૦થી બપારના ૧૨-૩૦ અને બપોરના ૨-૩૦થી સાંજના ૬-૩૦ સુધી. વારનવાર તેઓ સવારના ૭ કરતાં વહેલા પણ આવે છે, અને રહસ્યમંત્રી સવારે ૭-૩૦ વાગે આવે છે. કોઇ વખત તેઓ રાતના ૭-૩૦ કે ૮ વાગ્યા સુધી પણ કામ કરે છે અને “ ઘરકામ ” સાથે લઇ જાય છે.
સવાલ : “ઘરકામ” કોણ લઈ જાય છે?
જવાબ: પ્રમુખ જાતે જ. અહીં અમારે કોઇ ચપરાશી નથી. સવાલ : સરકાર પ્રમુખને કેટલી મેટરગાડીઓની સગવડતા આપે છે?
જવાબ: એક પણ નહિ. કચેરીમાં આવવા બસ કે ટ્રામને ઉપયોગ કરવાની તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સામાન્ય રીતે તે તેઓ સવારમાં પગે ચાલી કચેરીમાં આવે છે. લંચ માટે તેઓ બસમાં ઘરે જાય છે.
સવાલ: બસમાં ખૂબ ગીર્દી હોય તો તેઓ શું કરે છે? જવાબ: તેઓ એક સામાન્ય યાત્રી માફક ઊભા રહે છે. કોઇ સ્ત્રીને બેસવાની જગ્યા મળી ન હોય તો તે તેને આપે છે. તેઓ સ્ત્રીઓમાં ખૂબ લેાકપ્રિય છે, કારણ સામાન્ય રીતે પુરૂષો ઊભા થઇ સ્ત્રીને બેસવાની જગ્યા આપતા નથી. તેઓ કહે છે કે “સીઓને સમાન અધિકાર છે.”
સવાલ: પ્રમુખની મુલાકાતે હંમેશા કેટલી વ્યકિતઓ આવે છે? તમે મુલાકાતીઓના નામની દૈનિક યાદી બાહર પાડો છે?
જવાબ: તેઓ ઑફિસ કામમાં રોકાયેલા હોય ત્યારે કોઇ મુલાકાતીએ હાતા નથી. તેમ ન હોય ત્યારે દર અર્ધા કલાકે મુલાકાત આપે છે. મુલાકાતીઓના નામની જાહેરાત કરતી કોઈ દૈનિક યાદી અમે પ્રગટ કરતા નથી.
સવાલ : તમારા રાષ્ટ્રીય જાહેવાર પ્રસંગે ૨૦૦૦ કે ૩૦૦૦ શ્રીમંતાને આમંત્રી તમે ભવ્ય પાર્ટીઓ ગાઠવા છે?
જવાબ : રાષ્ટ્રીય તહેવારોના દિવસે તો બિલકુલ નહિ. સરકાર એવી આશા રાખે છે કે જનતા પોતાના ખર્ચે રાષ્ટ્રીય તહેવાર ઉજવે, અને તેઓ ગામડે ગામડે ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરે છે.
સવાલ : પ્રમુખ રેડિયો પર રાષ્ટ્રજોગા કેટલા પ્રવચન કરે છે? જવાબ: દરેક વર્ષે બે. એક ઓગસ્ટની પહેલી તારીખે જે અમારો રાષ્ટ્રીય દિન છે અને બીજું જાન્યુઆરીની પહેલી તારીખે જે નૂતન વર્ષના દિન છે.
સવાલ: તમે તમારા પ્રમુખની ફિલ્મ બનાવા છે? અને તેમના સંભાષણા પુસ્તિકા રૂપે પ્રગટ કરો છે?
જવાબ: નહિ, કદાપી નહિ.
સવાલ: પ્રમુખને કેટલા સંતાનો છે? તેઓ પ્રમુખ સાથે સ
જાય છે ખરાં?
જવાબ : ના જી. તેમને સંતાન નથી.
સવાલ: બધા કામદારો માફ્ક પ્રમુખને અઠવાડિક બે રજાઓ હાય છે?
જવાબ : પ્રમુખ શનિવા૨ે પણ કામ કરે છે અને નિયમિત કચેરીમાં આવે છે. રવિવારે તેમના પત્ની સાથે તેઓ પર્વત પર જાય છે. તેઓ પ્રકૃતિના શોખીન છે.
સવાલ : ઈંગ્લેન્ડ અને ભારત માફ્ક તમારા પ્રમુખને ભભકાદાર અંગરક્ષકો હોય છે?
જવાબ : નાજી, પ્રમુખને રક્ષણ માટે સાદા પરિધાનમાં એક પણ માણસની જરૂર હોતી નથી. તેમની લોકપ્રિયતા જ તેમનો શ્રેષ્ઠ રક્ષક છે. તેમની કચેરી બહાર પણ તમે એક પણ પોલીસને જોશે નહિ. તેમની ઑફિસ એક નાની ગલીમાં આવેલી છે. કોઇપણ માણસ પગે ચાલી ત્યાં જાય છે અને એલેવેટર (લીફ્ટ)ના ઉપયોગ કરી પ્રમુખના રહસ્યમંત્રીની કચેરીમાં પહોંચી જાય છે. તમને અટકાવવા બંદૂકધારી રક્ષકો ત્યાં નથી.
આવા છે. સ્વીટ્ઝર્લેન્ડના પ્રમુખશ્રી,
8