________________
તા. ૧-૪-૧૯૭૧
પ્રભુ જીવન
પ્રકી નોંધ
✩
ચૂંટણીના પરિણામની સ્વાભાવિક ફળશ્રુતિ
ગત માસ દરમિયાન કરવામાં આવેલી લોકસભાની ચૂંટણીએ શ્રીમતી ઇન્દિરા ગાંધીને બેતૃતિયાંશથી વધારે બહુમતી આપીને પ્રજાનું સામાન્ય વલણ કઇ બાજુએ છેતે દેખાડી આપ્યું છે. ચૂંટણી પહેલાં સંસ્થા કોન્ગ્રેસ અને શાસક કોન્ગ્રેસ વચ્ચે સરસાઇ હોય અને કોઇ પણ એક પક્ષને ચોખ્ખી બહુમતી મળવાની ઓછી સંભાવના હોય એમ મારી જેવા અનેકને લાગતું હતું પણ તેનાં પરિણામે એ આ ધારણા ખોટી પાડી છે અને સંસ્થા કોંગ્રેસને માત્ર સાળ બેઠકો મળી છે એ જોતાં સહજ પ્રશ્ન થાય છે કે સંસ્થા કૉંગ્રેસના અલગ અસ્તિત્વના હવે કોઇ અર્થ છે ખરો ?
દેશના ભિન્ન ભિન્ન રાજ્યોમાં માત્ર બે રાજ્યોમાં સંસ્થા કાગ્રેસની બહુમતીનું રાજ્ય હતું. માઇસેર અને ગુજરાત. ચૂંટણીનું પરિણામ ધ્યાનમાં ઇને માઇસેરની સરકારે રાજીનામું આપી દીધું છે અને ગુજરાત સરકારનું અસ્તિત્વ ડામાડોળ થઈ રહ્યું છે અને સંભવ છે કે આ નોંધ પ્રગટ થયા પહેલાં માઇસારની વિધાન સભા માફક ગુજરાતની વિધાનસભા પણ કદાચ વિસર્જિત થઈ ચૂકી હોય.
ૐ
અને સમૃદ્ધિના યુગનું નિર્માણ કરે એવી આપણી તેમના વિષે શુભેચ્છા અને અન્તરની પ્રાર્થના હો!
પૂર્વ પાકિસ્તાનમાં બેઠો બળવા
૨૬ ૧
પૂર્વ પાકિસ્તાનમાં શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વ નીચે કેટલાક સમયથી બેઠો બળવો શરૂ થયો છે અને તે બળવાઓ જે અહિંસક અસહકાર અને સવિનય સત્યાગ્રહનું રૂપ ધારણ કર્યું છે તે પુરવાર કરે છે કે આ દુનિયામાં ગાંધીવિચાર જીવતા છે, અને આપણી કલ્પનામાં ન આવે એવી રીતે કામ કરી રહ્યો છે. ગાંધીવિચારનું એક સ્વરૂપ આપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં ચાલેલા કાળાગેારાનાં યુદ્ધમાં અને માર્ટીન લ્યૂથર કિંગની શહીદીમાં જોયું. આજે એ જ વિચાર પૂર્વ બંગાળમાં નવા અવતાર ધારણ કરી રહ્યો છે અને પાકિસ્તાનના સરમુખત્યાર સરદાર યાહ્યાખાનના લશ્કરી અમલ સામે માથું ઊંચકી રહ્યો છે અને આખી પ્રજા એકરૂપ બનીને મુજિબુર રહેમાનને ટેકો આપી રહેલ છે. આ લડત જતાં કેવું રૂપ ધારણ કરશે અને લશ્કરી સત્તાના જુલમ સામે કેટલી ટક્કર ઝીલી શકશે એની આજે નિશ્ચયપૂર્વકની આગાહી કરી શકાય તેમ નથી. એમ છતાં પણ શેખ મુજિબુર રહેમાને જે મક્કમ વલણ ધારણ કર્યું છે અને સ્વાયત્ત શાસન સિવાયના અન્ય કોઈ વિકલ્પનો ઇનકાર કર્યો છે તે માટે આપણું મસ્તક તે નરવીરને આદરથી નમે છે. ડા. એ. એન. ઉપાધ્યને અભિનદન
આગળ
સંસ્થા કેંગ્રેસના આગેવાનોમાં માન્યવર શ્રી મેારારજીમાઇ તથા શ્રી કામરાન્ટ સિવાય ઘણાખરા આ ચૂંટણીમાં પરાજ્ય પામ્યાં છે. આ પરિસ્થિતિમાં સંસ્થા કૉંગ્રેસ સ્વેચ્છાએ શારાક કાગ્રેસમાં વિલીન થાય એજ માત્ર ડહાપણભર્યો માર્ગ છે, કારણ કે આમેય તે પક્ષ આજે નિવિય થઇ બેઠા છે અને સમય જતાં તેણે સ્વાભાવિક મૃત્યુને સ્વીકાર્ય જ છુટકો છે. પણ આ વાસ્તવિકતા શ્રી મારારજીભાઇ સ્વીકારશે ખરા ? અને ગણ્યાગાંઠયા જીતેલા સભ્યો સાથે ઊભા રહેવાને બદલે પરાજ્ય પામેલા સભ્યો અને સાથીઓ સાથે ઊભા રહેવાનું તે પસંદ કરશે ખરા ?
શ્રીમતી ઇન્દિરા ગાંધીને આટલી મોટી બહુમતી મળવાનું એક શુદ્ધ પરિણામ એ આવ્યું છે કે આવતા પાંચ વર્ષ સુધી દેશને સ્થિર શાસન પ્રાપ્ત થશે. બીજું અપેતિ શુભ પરિણામ એ છે કે બે કાગ્રેસ વચ્ચેના ચાલુ ઘર્ષણનો ઘણુંખરૂં અન્ત આવશે. આપણે આશા ાખીએ કે શ્રીમતી ઇન્દિરા ગાંધીને આ રીતે પોતાનું ધાર્યું કરવાની જે તક મળી છે તેને પૂરો લાભ ઉઠાવીને તેઓ દેશને આબાદીના માર્ગે લઇ જશે અને આજના નિરાશાભર્યા વાતાવરણનો અન્ય આવશે. આવું ભાવી નિર્માણ કરવા માટે જે તાકાતની જરૂર છે તેવી તાકાત ઇન્દિરા ગાંધી ધરાવે છે —એટલું તે આજ સુધીમાં તેમણે જે કાંઇ કર્યું છે તે ઉપરથી આપણે કબુલ કર્યા સિવાય ચાલે તેમ છે જ નિહ. આમ છતાં, આજની પરિસ્થિતિનાં બીજાં કેટલાંક તત્ત્વ એવાં છે કે જે આપણા ભાવિ વિષે આપણને સૂચિન્ત બનાવે છે, દેશનું નૈતિક વાતાવરણ આજે નિમ્નકોટિએ પહોંચ્યું છે. ચૂંટણીના પરિ ણામાં નિર્માણ કરવામાં પૈસાએ જે ભાગ ભજવ્યો છે તે અત્યંત શોચનીય છે. રાજ્ય વહીવટમાં જે રૂશ્વતખારી અને શિથિલ વ્યાપી રહી છે તે નિર્મૂળ કરવા માટે ભગીરથ પ્રયત્ન અને સખ્તાઇની આવશ્યકતા છે. આગળની ધારાસભામાં વિરોધપક્ષે જે પ્રાણવાન વ્યકિતઓ શાસક પક્ષ સાથે ટકરાતી હતી તેમાંની ઘણી ખરી વ્યકિતઓ આ ચૂંટણીમાં પરાજય પામી છે અને વિરોધ પક્ષના મજબૂત સામના સિવાયની લોકશાહી સરમુખત્યારશાહીનું રૂપ ધારણ કરવાની શકયતા ધરાવે છે. ઇન્દિરા ગાંધીએ ગાંધીવાદી મુલ્યોની અવગણના કરીને આજ સુધીનું શાસન જમાવ્યું છે. આમ બનવાનું એક કારણ એ હતું કે અનેક વિરોધી તત્ત્વો સામે પોતાની સત્તા કેમ ટકાવી રાખવી એ તેમના માટે મુખ્ય સવાલ હતો. આજે તેમને મળેલી સંગીન બહુમતીએ તેમને આ બાબત અંગે નિશ્ચિન્ત બનાયા છે. વિધિએ તેમને આ રીતે જે સગવડ અને સરળતા કરી આપી
‘નક્ષિકા સ્ટેશનરી – પૅકિંગ– ડીઝાઇનર તરીકે
ઉપરના ચાર રાષ્ટ્રીય પુરસ્કાર તા. ૩-૨-૭૧ ના રોજ નવીદિલ્હીમાં વિજ્ઞાનભવનમાં ભારતવર્ષના ઉપ-પ્રમુખ શ્રી જી. એસ.
છે તેનો પૂરો લાભ ઊઠાવીને તેઓ નિડરતા અને કુશળતાપૂર્વક ચાના શુભ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ માટે મેસર્સ
દેશની રાજકીય નૌકાનું સંચાલન કરે અને દેશમાં શાંતિ, સુખ,
ચીમનલાલ પેપર કંપની અને તેના મુખ્ય માલિક શ્રી ચીમનલાલ પી. શાહને હાર્દિક અભિનન્દન 1
પરમાનંદ.
જૈન શાસ્ત્રોના નિષ્ણાત તરીકે કોલ્હાપુરની કૅલેજના પ્રાધ્યાપક ડૉ. એ. એન. ઉપાધ્યેનું નામ જાણીતું છે. જણાવતાં આનંદ થાય છે કે તાજેતરમાં માંઇસાર યુનિવર્સિટીમાં ‘જૈન શેર ’ની સ્થાપના કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ તરીકે ડા. એ. એન. ઉપાધ્યેની નિમણૂક કરવામાં આવી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી જેવી આપણા દેશમાં બહુ થોડી યુનિવર્સિટી છે કે જ્યાં જૈન વિદ્યાના અધ્યયન માટે કોઇ પ્રબંધ કરવામાં આવ્યા હોય. વર્ષો પહેલાં પં. સુખલાલજી બનારસ હિન્દુ યુનિવર્સિટીની જૈન ચેરના અધ્યક્ષ હતા અને તેમની નિવૃત્તિ બાદ શ્રી દલસુખભાઈ માલવણિયા એ જ સ્થાન ઉપર નિયુકત હતા. તેઓ લાલભાઇ દલપતભાઇ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિરના ડિરેક્ટરનું પદ શોભાવવા માટે અમદાવાદ આવ્યા ત્યાર બાદ હાલ તે સ્થાન ઉપર કોણ કામ કરે છે તેની મને ખબર નથી. આવી જ રીતે ડા. એ. એન. ઉપાધ્યેની માઇસેર યુનિવર્સિટીની જૈન ચેર ઉપર નિમણૂક થવા બદલ આપણે તેમનું અભિનન્દન કરીએ અને તેમના ભાવિ કાર્યને પૂરી સફળતા અને યશ સાંપડે એવી આપણે પ્રાર્થના કરીએ.
મેસર્સ ચીમનલાલ પેપર કંપનીને અભિનંદન
જણાવતાં આનંદ થાય છે કે ચીમનલાલ પેપર કંપની, જેના આપણા સાથી અને સહકાર્યકર્તા શ્રી ચીમનલાલ પી. શાહ મુખ્ય માલિક છે તે કંપનીને ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય (મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોરમેશન ઍન્ડ બ્રોડકાસ્ટીંગ ) તરફથી ૧૪ મા નેશનલ ઍવોર્ડના સમારંભ પ્રસંગે નીચે મુજબના ચાર વિશેષ કક્ષાના પુરસ્કાર શ્રેષ્ઠ મુદ્રણ તથા ચિત્રાલેખન (પ્રીન્ટીંગ અને ડિઝાઇનિંગ) અંગે એનાયત થયા છે;
(૧) વિશેષ પુરસ્કાર પ્રથમકક્ષા
પેપર ફોલ્ડિંગ બાસ્કેટપેકિંગ—પ્રીન્ટર અને ડીઝાઇન તરીકે (૨) પ્રથમ કક્ષાનો પુરસ્કાર
અભિનંદન ( વધાઇ ) કાર્ડ–ગ્રીટિંગ કાર્ડ – પબ્લીશર તરીકે (૩) વિશેષ પુરસ્કાર પ્રથમ કક્ષા
(૪) વિશેષ પુરસ્કાર પ્રથમકક્ષા :
ગીફ્ટ એન્વેલપ – ( ભેટ પરબિડિયા ) —પેકિંગ – પ્રીન્ટર અને ડીઝાઇનર તરીકે