________________
૨૬૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૯૭૧
બંને વસ્તુઓ એટલે કે વિશ્લેષક અને જે વસ્તુનું વિશ્લેષણ કર- વામાં આવે છે તે એક જ હોય તો સંઘર્ષને અંત આવે.”
ધીમેથી કોઇકે પૂછયું : “જે વસ્તુનું અવલોકન કરવામાં આવે છે તેનાથી અવલોકન કરનાર શું જુદો છે?”
' વકતાએ પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું. મન, ઇચ્છા, સંઘર્ષ, પ્રેમ, સંવેદનશીલતા સાથે સંબંધ ધરાવતાં પ્રશ્ન તેમણે પોતાને જ પૂછયા. ચન્દ્ર વિશે પણ તેઓ બોલ્યા, (“લો શા માટે ચન્દ્ર પર જાય છે તે જ મને સમજાતું નથી.”) કોઈ પણ બાબતને પ્રશ્ન રૂપે રજૂ કર્યા સિવાય તેમણે બીજું કશું કહ્યું નહિ.
પાછળ આવતે દરેક પ્રશ્ન આગળના પ્રશ્નને વધારે સ્પષ્ટ તે હોય અને એ રીતે પરસ્પર સમજૂતીને ભાવ પેદા કરતો હોય એમ લાગતું હતું. વ્યાખ્યાનના છેડે વધારે મહત્ત્વના પ્રશ્નો મુદ્દાઓ વિશ્લેષણ માટે તેમણે રજૂ કરવા માંડ્યા. “માનસશાસ્ત્રની દષ્ટિએ આવતી કાલ એવું કાંઇ છે ખરું?”
- તમારું મન અને તમે
સાત વાગી ગયા હતા. વકતાની એક કલાકની મર્યાદા પૂરી થઇ ગઇ હતી. દિલ્હીના શિયાળાના વહેલા અંધકારે સંધ્યાના આછાપાતળા પ્રકાશને વિદાય આપી દીધી હતી. વકતાએ પિતાની ખિસ્સા ઘડિયાળ કાઢી. “કેટલા વાગ્યા તે મને ખબર નથી. થોડા પ્રશ્નો પૂછવાનું તમને મન હશે જ.”
એક યુવાન માણસ ઉતાવળો ઊભા થશે. વકતાએ તેની તરફ વળીને કહ્યું: “એક મિનિટ! તમે કેને સવાલ પૂછે છે ?”
“આપને સાહેબ !”
“તમારે પ્રશ્ન તમને અગત્યને હોઈ વકતાને તમે તેમાં સહભાગી બનાવો છે.” એકબીજાના પ્રશ્નમાં ભાગીદાર બનવાની પોતાની અપીલનું વકતાએ પ્રશ્ન પૂછનારને સ્મરણ કરાવ્યું.
સાહેબ, આપ તમે' અને “તમારું મન ' એ શબ્દ વાપરે છે. એ બંનેને એક જ અર્થ છે?” યુવાન માણસે પૂછયું.
“આ તમારો સવાલ છે?” (હસાહસ) હા જી !' પ્રશ્ન પૂછનારે દૃઢતાથી કહ્યું.
તમારું મન એ શું તમે પોતે નથી? તમે જે વિચારો છે તે તમે પિતે છે. બૌદ્ધધર્મી ... સામ્યવાદી ... કે ખ્રિસ્તિ ... તમે જે છે તેનાથી તમારી જાતને અલગ કરી એક ભેદરેખા શા માટે ઊભી કરો છો?”
પ્રશ્ન પૂછનાર નીચે બેસી ગયો. તેણે પિતાને માટે કે વકતા વિશે શું અનુમાન કર્યું હશે તે હું ન કળી શકો.
ત્યારપછી સવાલ પૂછવા ઘણાં શ્રોતાઓ ઊભા થયા. કેટલાકની સમજશકિત સામાન્ય કોટિની હતી તે કેટલાક બુદ્ધિશાળી હતાં. પરંતુ વકતા પાસે દરેક સવાલનો જવાબ હતો-કંઇ નહિ તે સામે સવાલ તે હતો જ.
ગળે લીલા રંગનું મફલર વીંટાળેલા એક સદગૃહસ્થનો હવે વારો આવ્યો. સિત્તેરમાં પ્રવેશ્યા હોય એટલી એમની ઉંમર જણાતી હતી. વકતા જે જે મુદ્દાની સચેટ રજુઆત કરતા હતા એ વખતે માથું હલાવી સંમતિ દર્શાવતા મેં તેમને અનેક વાર જોયા હતા. તેમણે ઊભા થઇ જરા મેટેથી પૂછયું : “ સાહેબ, મનુષ્યથી વિશેષ ચડિયાતું એવું કંઇક છે એમ આપ માને છે?”
વકતાએ આકાશ ભણી દષ્ટિ ઠેરવી, કંઈક રહસ્યમય રીતે હસીને જવાબ આપ્યો : “વતા કહે છે: માનતા નથી. અને સવા ક્લાકને અંતે પાછું વકતાને “આપ માને છે?” એમ પૂછવામાં
તન્મયતાથી તેઓ વાતો કરતા હતા. સાંજના પ્રવચનને વિષય તેમણે
છેડયો: “દુ:ખને સમૂળા અંત છે કે કેમ એ આજે આપણે વિચારીશું. પરંતુ વકતાને ન પૂછતાં તમારી જાતને જ આ પૂછો.”
બરાબર એક કલાક પછી પ્રશ્નારને ગાળે શરૂ થશે. લીલા મફલરવાળા પેલા સદ્ગુહસ્થે કેટલાક સવાલ પૂછયા અને તેના જવાબ તેમને મળ્યા. પછી ચારેબાજુ રમૂજની હવા ફેલાઇ. સમજણમાંથી ઉદ્ભવતી ગંભીરતા કરતાં વાતાવરણમાં હાસ્યનું તત્ત્વ વિશેષ હતું.
ત્રીજા પ્રવચનના દિવસે સારી સંખ્યામાં લોકો એકત્ર થવાની ધારણા હોઇ હું જરા વહેલે પહોંચ્યો. શમિણા ચિક્કાર ભરાઇ ગયો હતો. એ જ પરિચિત ચહેરાઓને પોતપોતાની જગ્યાએ મેં જોયા.
છને સમય હતે. પ્રવચન શરૂ થયું. “મૃત્યુ એટલે શું?” આ વિષય પર પોતે બોલશે એમ વકતાએ જાહેર . પરંતુ પ્રસ્તુત વિષય પર બોલતાં પહેલાં તેમણે, પ્રેમ એટલે શું? એ વિસ્તારપૂર્વક સમજાવ્યું.
“પ્રેમ શું છે એ જે તમે ન જાણતા હો તે મૃત્યુ શું છે એ તમે નહિ જાણી શકે.”
પ્રેમ એટલે શું? તમે કહો જોઇએ!” એક યુવાનને વકતાએ પૂછયું. જવાબમાં એ ભાઇ શાંત જ બેસી રહ્યા.
બોલો! બોલે !” વકતાએ જવાબ માટે આગ્રહ રાખે. કેટલાક શ્રોતાઓએ કેવળ માથું ધુણાવ્યું.
“ તમે ન સમજો તેની કંઇ હરકત નથી. એ તમારે જોવાનું છે. પરંતુ આમ માથું હલાવ્યા ન કરો.” પ્રેમ શું છે, અને તેની સ્પષ્ટ સમજ મૃત્યુને સમજવામાં કેટલી જરૂરી છે એ વાત વકતા પૂરી કરવા આવ્યા ત્યારે ઘડિયાળ તરફ જોવાનો સમય થઇ ગયો હતો.
“આપણી પાસે હજી. પંદર મિનિટ છે. મૃત્યુ વિષે આપણે થોડું વિચારીશું?” વકતાએ શેતાઓને પૂછયું.
હા! હા!” કેટલાક શ્રેતાઓએ ઉત્સાહપૂર્વક કહ્યું. અવાજ શમી જવાની રાહ જોતાં વકતાએ પિતાની પીઠ વધારે ટટ્ટાર (ટટ્ટાર તે હતી જ). કરી. આંખ બંધ કરી પોતાની જાતને પૂછતાં હોય તેમ મોટેથી બેલ્યાં : “મૃત્યુ એટલે શું?”
સાદી રીતે કહીએ તે અંત આવ....એટલે કે જે વસ્તુને આપણે જાણીએ છીએ તેને અંત...કારણ કે જેને તમે જાણતાં નથી, જેની સાથે તમે સંબંધ સ્થાપિત નથી કર્યો, એના અંત વિશે . તમે ભય નથી સેવતા. તમારી સ્મૃતિ, શબ્દો, માલમત્તા, ફનચરઆ સર્વના અંતથી તમે વ્યાકુળ થાઓ છે, જ્યારે તમે આમાંથી મુકત થઈ જશે ત્યારે મૃત્યુનું ખરું રહસ્ય તમારી સામે પ્રગટ થશે.”
લીલા મફલરવાળા સદ્દગૃહસ્થ ઊભા થઈને સવાલ પૂછયે. તેઓ તેમની ખૂબ નજીક પહોંચી ગયા હતાં.
“મને સ્પષ્ટ સમજાવે કે પુનર્જન્મ છે ખરો?”
મંચ નજીક બેઠેલાં કેટલાક શ્રેતાઓ તેમના પ્રશ્નને બરાબર સાંભળી ન શક્યા. પરંતુ વકતાએ શ્રોતાઓ જાણી શકે એ હેતુથી તેમના સવાલનું પુનરાવર્તન કર્યું: “આ ગૃહસ્થ પૂછે છે કે પુનર્જન્મ છે કે કેમ?અને તેમણે સામે સવાલ કર્યો : “વ્યકિતગત સવાલ છે કે સર્વ સામાન્ય?” શ્રોતાઓમાં ભારે હસાહસ થઈ ગઇ અને વકતા પ્રથમ પ્રશ્ન પૂછનારને પૂર જવાબ આપે એ પહેલાં તે અનેક લોકે જાતજાતના પ્રશ્ન પૂછવા ઊભા થયા; મારી બાજુમાં બેઠેલા એક ભાઇએ પૂછયું : “ આપ ઇશ્વરમાં માને છે ?” આ પ્રશ્નથી બે ભાઇઓ લગભગ ઝગડવા સુધી આવી જઇ એકબીજા પ્રત્યે ઉકળી ઊઠાયા. વચ્ચે પ્રશ્ન પૂછીને પોતાને અન્યાય કર્યો હોવાનું દષારોપણ બંનેએ એકબીજા ઉપર કર્યું.
વકતા તદ્દન સ્વસ્થ હતા. ઘોંઘાટ શમી ગયા પછી તેમણે જાહેર કર્યું: “આવતા રવિવારે સાંજે પાંચ વાગે હું આને જવાબ આપીશ.” અને તેમણે વિદાય લીધી. અનુવાદક:
, મૂળ અંગ્રેજી: સ. શારદાબહેન બાબુભાઈ શાહ, શ્રી. ટી. એસ. નાગરાજન
આવે છે.”
ત્યારપછી ઘણા પ્રશ્ન પૂછવામાં આવ્યા, જેમાંથી કેટલાક પ્રશ્નએ હસાહસનું વાતાવરણ ઊભું કર્યું. પરંતુ હાસ્યને અવાજ શમી જાય એ પહેલા તે વકતાને ઊભા થઇ બહાર જતાં મેં જોયા.
પ્રશ્નોત્તર ત્યારપછી બીજા બે પ્રવચનમાં મેં હાજરી આપી. બીજું પ્રવચન પહેલાના જેવું જ ગયું. એ જ શેતાઓ પોતપોતાની જગ્યાએ એ જ રીતે બેઠા હતા. વકતાને પોષાક એ જ હતો અને એ જ