________________
ર
બુધ જીવન
* પૂર્વજન્મ-મરણની એક ઘટનાનું પ્રમાણભૂત નિરૂપણુ
( ગતાંકથી ચાલુ)
અ. સૌ. કાન્તાબહેને કહ્યું કે તેમને એક દીકરી ગીતા કરીને હતી. તે લગભગ અઢી વરસની થઇને ગુજરી ગઇ. રાજુલ કહેતી કે “ગીતાને તાવ આવ્યા હતા તેમાં મરી ગઇ.” “તે સંબંધમાં ખાત્રી કરવા અમે કાન્તાબહેનને પૂછયું ગીતા શેમાં મરી ગઇ?” તો કહે, તેને ઓરી નીકળ્યા હતા. બે ત્રણ દિવસ તાવ આવ્યો. અને ઓરી ૉંખાયા ન દેખાયા ને સમાઇ ગયા.' ગીતાના મરણનો સમય પૂછતાં તેઓ કહે કે “ તે પરોઢીએ ત્રણ ચાર વાગ્યે ગુજરી ગઇ હતી. ”
રાજુલ કહે છે કે “ જૂનાગઢમાં ગિરનાર હતો. તેને પગથિયાં હતા. અમે તેના ફરતા ફેરા ફરતા વિ. વિ. ” આ સંબંધમાં અમે કાન્તાબહેન અને તેમના પુત્ર બાબુભાઇને પૂછ્યું કે “તમા ગીતાને ગિરનારની તળેટીમાં કોઇ વાર લઇ ગયેલા ? ત્યાં ફેરા ફરતા ? હું. જૂનાગઢની ગરબી લઉં છું.-આવું તે કહે છે તે શું હશે ?” તેના જવાબમાં બાબુભાઇ કહે કે “અમે તેનૅ ગિરનાર તે લઇ ગયા હોઇએ તેવું યાદ નથી. પણ અમે રતામાં ગરબી લેતા. ત્યાં ગરબી લેવામાં ચોકમાં અમે ગિરનારનું મોડેલ આબેહુબ બના વતા. તેમાં પગથિયાં વિગેરે બધા ăખાવ લગભગ ગિરનાર જેવા જ કરતા. અને તેના ફરતી છેકરીએ ગરબી લેતી. મારી બહેન નિર્મળા ર્ગીતાને ગરબી જોવા લઈ જતી. તે ગીતાને લઈને બેસતી. અને બીજ છેકરીઓ ગિરનાર ફરતી ગરબી લેતી. અમારા—અમે રહેતા તે મકાનથી નજીકના ચોકમાં જ આ બધું અમે કરતા. હું તેમાં મુખ્ય ભાગ લેતો. ક
રાજુલને પેંડા બહુ ભાવે છે. તે કહે છે કે ગીતાને પણ પેંડા બહુ ભાવતા. તથા તેએક પેંડા કબાટમાં ગોઠવીને રાખતા. આ હકીકત સંબંધી પૂછતાં બાબુભાઇએ કહ્યું કે “અમારી અનાજની દુકાન સામે પેડાવાળાની દુકાન છે. ગીતાને અમે દુકાને લઇ જતા ત્યારે તે બાળકી બધાને બહુ જ વહાલી લાગે તેવી હોવાથી તે 'પે'ડાવાળાભાઇ ગીતાને તેમની દુકાને લઇ જતા અને ત્યાં પેંડા આપતાખવરાવતા. ” રાજુલને પાછળથી આ દુકાન બતાવીને પૂછ્યું કે આ કોની દુકાન છે? તે કહે છે કે“અમારી-હું અહિં પેંડા ખાતી હતી, ''
તા. ૧-૪-૧૯૭૧
જ્યારે ગીતા હતી ત્યારે જે ઘરમાં — તળાવ સ્ટ્રીટમાં શ્રી ગોકળદાસભાઇ રહેતા તે ઘર સંબંધી પૂછતાં કાન્તાબહેન કહે કે “તે ઘરમાં બે ઓરડા અને એક રસાડું હતું.” “જૂનાગઢમાં તારૂ ઘર બતાવીશને ?” એમ જ્યારે રાજુલને પૂછવામાં આવતું ત્યારે કેટલીક વાર તે કહેતી કે તે ઘર તો પાડીને નવું કર્યું છે તે કયાંથી બતાવું ?” આ બાબત શ્રી કાન્તાબહેનને પૂછતાં તેઓ કહે કે “તે વખતે અમારી બાજુમાં જ એક મકાન પાડીને નવું ચણાતું હતું તેમાં પાયા વિ. ખાદાતા હતા; તથા કેટલેાક માલસામાન પણ પહેલા હતો. ”
સ્ટીલની થાળી સંબંધી પૂછતાં અ. સૌ. કાન્તાબહેન કહે કે “તે વાત બરાબર છે. અમારે ઘરે એક જ સ્ટીલની થાળી છે અને તેમાં તે (ગીતાના બાપુ) જમે છે. તે થાળી અમારે બક્ષીસ આવી હતી.” તે બક્ષીસ કયારે આવી હતી? છ વર્ષ પહેલાં કે નહિ? તેની ખાત્રી કરવા અમે તેમના દીકરા બાબુભાઇને પૂછ્યું તો તેણે પાછળથી ખાત્રી કરીને અમને જણાવેલ કે તે થાળી તેમને ત્યાં છ વર્ષ પહેલાંની છે.
રાજુલ કહેતી કે તેઓ રાતે આરતી થતી ત્યારે જમતા તે સંબંધમાં પૂછતાં તેમણે કહ્યું કે “ અમારે સાંજને વાળુનો વખત રાતના લગભગ આઠ વાગ્યાના છે. તે વખતે બરાબર મારા સાસુ આરતી કરતા. અમારા ઘરમાં એક માતાજીનું થાનક હતું ત્યાં મારી સાસુ નાની ટોકરી વગાડતા અને તે જ વખતે અમે વાળુ કરતા”
*
મેાટા તપેલામાં દૂધ લેતાં અને તેમાંથી ઘેાડું નાનાં તપેલામાં કાઢી લેતા વિ. વાતે રાજુલ કરતી તે સંબંધમાં પૂછતાં અ.સૌ. કાન્તાબહેને કહ્યું કે “તે વખતે મારા દિયર અમારી સાથે રહેતા. તેમને દૂધની દુકાન હતી. તેથી મેાટા તપેલામાં દૂધ લેતા અને ઉકાળતા. તેમાંથી તરવાળું થોડું નાના તપેલામાં કાઢી લેતા. બાકીનું દુકાને લઇ જતા.” વિ. વિ.
જ્યોત્સના નામની બહેનપણી હતી તે વિશે રાજુલ વાત કરે છે તે બાબત પૂછતાં તેના પત્તા મળી શક્યો નહિ. જ્યોત્સના નામની કોઇ એવી છારી અત્યારે છે નહિ. કે તે વખતે હેાય તેવું યાદ તેમને આવ્યું નહિ, તે કહે કે જયા નામની એક કામવાળી છેકરી હતી. તે ગીતાને બહુ જ તેડતી રમાડતી. એટલે જ્યાનાને બદલે જયા હાય. ” એમ તેમણે કહ્યું. પછી પાછળથી તે જયા કે જે તે વખત કરતાં અત્યારે છ વર્ષ મેાટી થઇ ગઇ છે તેને રાજુલને બતાવતા રાજુલ કહે કે “આ જયોત્સના નથી. ”
રાજુલ જે કહેતી કે “ ગીતાની ભાભી (બા) અત્યારે મારી ભાભી (બા) છે તેવી જ હતી.” તે સંબંધમાં કહેવાનું કે અ.સૌ. કાન્તાબહેનની ઉંમર અત્યારે લગભગ ૩૦-૩૨ વર્ષ છે. રાજુલની ભાભી અ.સૌ. પ્રભાની ઉંમર પણ લગભગ તેટલી જ છે. શરીરના બાંધા બન્નેને એકવડીઓ. ઊચાંઇ પણ લગભગ સરખી અને બંને રૂપ અને દેખાવે પણ સરખાં. ત્યારે જો કે કાન્તાબહેનને કેટલીક માંદગી ગયેલી તેથી તેમણે નાની ઉંમરમાં દાંત પડાવી નાંખ્યા છે. પણ છ વર્ષ પહેલાં તેઓ લગભગ અ.સૌ. પ્રભાને બરાબર મળતાં
આવતાં હશે એમ લાગે છે.
કોઇ કોઇ વખતે સુધાને રાજુલ એમ કહેતી કે મારે એક નાના ભાઇ હતા. આ સંબંધમાં શ્રી કાન્તાબહેનને પૂછ્યું તો કહે કે “ અમારા પડોશમાં એક બ્રાહ્મણ પાડોશી રહેતા હતા. તેને એક નાના દોઢ બે વર્ષના બાબા હતા. તે ગીતાને બહુ જ વહાલા હતા. દરરોજ કેટલીયે વાર એકબીજા સાથે રહેતા. ગીતા ગુજરી ગયા પછી આ નાને બાબો પણ પંદરેક દિવસે ગુજરી ગયેલા. કદાચ આ છેાકરાને રાજુલ ભાઇ તરીકે કહેતી હશે.” એમ અ.સૌ. કાન્તાબહેને કહ્યું.
આ રીતે અ.સૌ. કાન્તાબહેન અને તેમના ઓરમાન દીકરા
શ્રી બાબુભાઇ પાસેથી ખુલાસાઓ અને હકીકતો મેળવીને અમોએ તેમને કહ્યું કે “હવે અમે સાંજે ચાર વાગ્યે રાજુલને લઇને આવીશું. અમારું ખાત્રી કરવી છે કે રાજુલ તમને (કાન્તાબહેનને) ઓળખી શકે છે કે નહિ.” આ સાંભળીને “ગીતાને ગુજરી ગયા લગભગ છ વર્ષ થયા અને તે પછી મને ઘણી માંદગી આવી ગઇ છે તથા દાંત વિ. પડાવી નાંખ્યા છે. લાંબે વખતે મળનારા મારા સગાએ પણ ઘણા મને ઓળખી શકતા નથી. ” વિ. વાતા અ.સૌ. કાન્તાબહેને કહી અને અમે પછીથી અમારે ઉતા૨ે ધર્મશાળાએ આવ્યા. ધર્મશાળાએ આવીને પછી શ્રી પ્રેમચંદ ( મારા જમાઇ) રાજુલને બહાર લઇ ગયા. અને પાછળથી આ બધી વાતો અમે ઘરે બૈરાંઓને (મારી પત્ની, હિંમતભાઇનાં પત્ની તથા બહેન સુધાને) કહી. રાજુલની હાજરીમાં આ કોઇ વાત અમે કરી નહિ.
બપોરે ચાર વાગ્યે અમે બધા અ.સૌ. કાન્તાબહેનને ઘેર જવા નીકળ્યા. રસ્તામાં તેમના ઘરથી નજીક એક દુધવાળાની દુકાને દૂધ લેતાં મેં કાન્તાબહેનને જોયા. તેમને જોઇને હું તથા હિંમતભાઇ તે તરફ જરા વળ્યા અને મેં પૂછ્યું: “કેમ બહેન દૂધ લેવા આવ્યા છે?” તેમણે હા કહી. રાજુલ મારી આંગળીએ હતી. બીજા હાથે તેણીએ હિંમતભાઇની આંગળી પકડી હતી. અમારા બંનેની વચ્ચે તે બેય જણાની આંગળી પકડી ચાલતી હતી. અમેા બધા કાન્તા
4