________________
7
તા. ૧-૧-૧૯૭૧
બબુ
જીવન
૧૯૫
કે આ ચુકાદો Political Decision છે. તેઓ માને છે કે, સુપ્રીમ કોર્ટ પોતે જ આ ચુકાદાની ફેરવિચારણા કરી તેને રદ કરશે.
સાલિયાણાંને ચુકાદો આવ્યા પછી રાજવીએ જાહેર કર્યું અને ઇન્દિરા ગાંધીને રૂબરૂ તેમ જ લેખિત જણાવ્યું કે, આ બાબતમાં તેઓ વ્યાજબી સમાધાન કરવા તૈયાર છે. ઇન્દિરા ગાંધીએ હાલ
આ માર્ગે જવું પસંદ નથી કર્યું. કારણ એમ જણાય છે કે, સાલિયાણા નાબૂદી કરતાં પહેલાં, તેમણે રાજવીઓ સાથે વાટાઘાટ કરી જોઇ પણ નિષ્ફળ બની. અત્યારે આ ચુકાદા પછી, સ્વાભાવિક રીતે જ રાજવીઓને હાથ ઊંચા રહે છે. She would like to negotiate from a position of strength, rather than from that of weaknessએટલે ચૂંટણી પછીની પરિસ્થિતિ ઉપર આ પ્રશ્નના નિકાલને આધાર રહેશે. જુની કોંગ્રેસે પિતાની સ્વીકૃત નીતિથી વિરૂદ્ધ જઈ, બંધારણીય સુધારાને વિરોધ કર્યો ન હતો તે કદાચ આ સમસ્યા ઊભી ન થાત. પણ પ્રમાણમાં આ પ્રશ્ન ગૌણ છે અને તેને પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવવા કરતાં, સમજુતીથી ઉક્લાતા હોય , તેમ કરવા જેવું છે. ૨૮-૧૨-૭૦
ચીમનલાલ ચકુભાઈ શાહ મજુરો પ્રત્યે દાખવેલી આત્મીયતા - દુનિયા ઝડપભેર આગળ વધી રહી છે. જે ઝડપથી પરિવર્તન આવી રહ્યા છે તે ઝડપને જે અનુકૂળ નહિ થાય તે પાછળ રહી જશે - મેડા પડશે - નેસ્તનાબૂદ થઇ જશે. પહેલા માલિકોને જમાને હતો. આજે આખી દુનિયામાં ૨ વિષે પરિવર્તન આવ્યું છે અને આ યુગ મજૂરોનો છે એમ કહી શકાય. કેમકે તેમનામાં જાગૃતિ આવી છે, તેમના સંગઠ્ઠને થયા છે અને એટલે હવે એ લેક અન્યાય સહન કરવાના મિજાજમાં નથી - આવા સંજોગોમાં જો હવે માલિક જૂની ઘરેડ પ્રમાણે ચાલવાનું પસંદ કરશે અને એમાં ફેરફાર નહિ કરે તે આજનો સમય તેને ચલાવી લેશે નહિ અને એ કારણે સામ્યવાદને ફેલાવો વધારે જોરશોરથી થશે અને એના પ્રવાહમાં જૂનું
માનસ કોઇ પણ સંજોગોમાં ટકી શકશે નહિ એનું આજે દીવા હું જેટલું સ્પષ્ટ દર્શન થાય છે. આપણે એક બાજુ બૂમો પાડીએ છીએ કે સામ્યવાદ વધારે પ્રમાણમાં અને જોરશોરથી ફેલાતું જાય છે અને બીજી બાજુ માલિકો જૂની ઘરેડના કોશેટામાંથી બહાર નીકળતાં નથી– આ હવે ચાલવાનું નથી. સમય પ્રમાણે માલિકોએ પોતાના વિચારને પરિવર્તિત કર્યા સિવાય છૂટકો જ નથી. જે એમ નહિ થાય તે કદાચ માલિકોનું હિત અને તેમની માલિકીનું અસ્તિત્વ જોખમાશે એવો પાકો ભય રહે છે, અને જો માલિકો પોતાની વિચારસરણીમાં પરિવર્તન દાખવે અને જમાનાની માંગને અનુકુળ બનવા પ્રયત્ન કરે તો સામે પક્ષે પણ તેને સાનુકૂળ પડઘો પડતો જોવા મળે છે તેને લગતો નીચે પ્રસંગ આલાપ્રેરક અને આવકાર્ય ગણાય. * તા. ૪ થી શુક્રવારના રોજ એક વર્તમાનપત્રના પ્રતિનિધિને ટેલિફોન પર નિમંત્રણ આવ્યું કે “ઉઘા દુપારી આહી કાપડિયા શેઠચા સન્માન કરણાર આહાત, તુહી ચા...”
આ પ્રતિનિધિને ઘડીભર તે પ્રશ્ન થાય કે શું ડિરેકટરનું કામદારો દ્વારા સન્માન? અશકય. કેમકે અત્યાર સુધીને સામાન્ય અનુભવ તે ડિરેકટરોને ઘેરાવ કરવો, મરચા કાઢીને ડિરેક્ટરોને ગાળો દેવા, હડતાળ પાડવાને–એવા જ હતા, એટલે સન્માનની . વાત ગળે કયાંથી ઊતરે? તે પ્રતિનિધિ લખે છે કે મેં “કાપડિયા ઉદ્યોગ જૂથના પ્રેસ રિલેશન્સ અધિકારીને ફોન કર્યો અને સ્પષ્ટતા માંગી. એમણે કહ્યું, “વાત સાચી છે, કામદારોએ કાપડિયા શેઠનું સન્માન મેર્યું છે.'
“અને શનિવારે કામદાદ્વારા યોજવામાં આવેલ સંચાલકોના સન્માનના અભૂત કાર્યક્રમમાં હાજર રહેવા હું ગયો. ત્યાં મેં જે સાંભળ્યું એમાં સાર એટલો જ હતો કે કાપડિયા કુટુંબે કામદારોને પ્રગતિના સાચા ભાગીદાર બનાવવાની દિશામાં પહેલ કરી છે. તેમણે બોનસ વિશે નિર્ણય કામદારોના પ્રતિનિધિઓ સાથે મળીને લીધે છે. અને એ રીતે બન્ને પક્ષે મનમેળ સધાય છે. ૪૦ વર્ષથી કોહિનુરમાં કામ કરતા શ્રી રાજા નાયકે કહ્યું કે “બાપ-દીકરાઓ વચ્ચેના સ્નેહને નવો સંબંધ શરૂ થયું છે. બીજો કામદાર ભગવાન નાયક કહે છે, ‘આ પ્રસંગે સાચા સમાજવાદનો માર્ગ ચીંધ્યો છે!
ત્યારબાદ તે પ્રતિનિધિ કહે છે કે આગળ ચાલતા એક કામદારને આ સમારંભ વિશેનો અભિપ્રાય પૂછો અને જવાબ મળ્યો ‘માઝી દહી વર્ષચી કરી મધે અસા પહીલાચ પ્રસંગ આહે, આવ્હાલા ફાર આનંદ વાતો'– અને તેણે સંચાલકોએ કામદારો સાથે કે સબંધ કેળવ્યો છે, કેવી રીતે કામદારોના પ્રશ્નો હલ કર્યા છે અને કેવી રીતે નવું વાતાવરણ સર્યું છે. વિગેરે વિસ્તારથી જણાવ્યું, જેમાં નેકીને પડઘો હતો - લાગણીનું પ્રતિબિંબ હતું એ હું જોઈ શકો.
“સ્ટેજ પર કામદારોના જમેલામાં નવીનભાઈ કાપડિયા અટવાઈ ગયા હતા – ભીમજીભાઇ ઉભા થઇ રાજા ભાઈ નાઈકને નમસ્કાર કરતા હતા આ રીતે કંઈક નવું જ બની રહ્યું હતું. અને આ સમારોહનું આયોજન પણ કામદારેએ આઠ આઠ આના કાઢીને પોતાની એકતા અને સંચાલક પ્રત્યેની વફાદારીને મંજૂરીની મહોર મારી હતી.
“આવા સમારોહ હરેક મિલમાં, હરેક કારખાનામાં, હરેક ક્ષેત્રે કામદારી-કર્મચારીઓ અને માલિકો વચ્ચે જાય તે આવતી કાલે દેશની સુરત પલટી જાય, એક નવી હવા ચાલે, જે સંઘર્ષની બદબૂને બદલે સ્નેહની સૌરભ લાવે.”
ઉપરને સંદેશના પ્રતિનિધિને અહેવાલ માલિકોની આંખે ઉઘાડનારે - તેમને જાગૃત કરનારા બનવો જોઇએ. જે આ રીતે કામદારો અને માલિકના ભાઇચારાભર્યા સીધા સંબંધો બંધાશે અને તે વિકસશે તે તેમને ગુમરાહ બનાવનારા કામદાર આગેવાને તેમને ખેટે રસ્તે દોરી શકશે નહિ અને એ રીતે દેશની પ્રગતિમાં અવારનવાર હડતાળો અને બંધદ્વારા જે રૂકાવટ લાવવામાં આવે છે તે લાવવાને તેઓ શકિતમાન રહેશે નહિ. માટે ઉપરને સોનેરી માર્ગ માલિકોએ વિલંબ કર્યા વિના ગ્રહણ કર એ આજના યુગને તકાજો છે, તેમ કરીને દેશને પ્રગતિના પંથે વાળી શકાશે.
- શાન્તિલાલ ટી. શેઠ અધતન રાજકીય પરિસ્થિતિઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે પરમાનંદ કાપડિયા સભાગૃહ (૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ઉપર) તા. ૭-૧-૭૧ને ને ગુરુવારે સાંજે ૬ વાગે પાર્લામેન્ટ સભ્ય શ્રી શાંતિલાલ હ. શાહનું અઘતન રાજકીય પરિસ્થિતિ ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. એ વિષયમાં રસ લેનાર ભાઇ-બહેનોને સપ્રેમ આમંત્રણ છે.
મંત્રીઓ,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ હું ઘણી વાર વિચારું છું કે આ એક પાપ કરી લઉં અને પછી બધાં પાપને પસ્તા સાથે જ કરી લઇશ. પણ મને એ
ખ્યાલ નથી આવતું કે ત્રણ વધારતા જવાથી તે ચૂકવવાની શકિત વધવાની નથી.
-ટૅમસ ફુલર