________________
તા. ૧૬-૩-૧૯૭૧
પ્રમુખ જીવન
પ્રકી નોંધ
✩
ગુજરાત રાજ્યના નવા શિક્ષણમંત્રી શ્રી મનુભાઇ પંચોળી
ગુજરાત રાજ્યના પ્રધાનમંડળમાં તાજેતરમાં કરવામાં આવેલા વધારામાં શ્રી મનુભાઇ પંચાળીનું નામ જોવામાં આવે છે. તેમની ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ માટે ગુજરાત રાજ્યને અભિનંદન ઘટે છે.
શ્રી મનુભાઈ પંચાળીનું સાહિત્ય તેમ જ શિક્ષણના ક્ષેત્રે આજે અગ્રસ્થાને છે. વર્ષોથી તે સ્વ. નાનાભાઇ ભટ્ટે સણાસરા ખાતે સ્થાપેલી લેાકભારતીમાં કામ કરી રહ્યા છે અને નાનાભાઇ ભટ્ટના સ્વર્ગવાસ બાદ લાક્ભારતીનાં તેએ મુખ્ય સંચાલક છે. તેઓ કોઇ યુનિવર્સિટીની ડીગ્રી ધરાવતા નથી. એમ છતાં તેમનું જીવન શિક્ષણપ્રવૃત્તિને પ્રારંભથી વરેલું છે અને એ ક્ષેત્રમાં તેમની દષ્ટિ મૌલિક અને મર્મસ્પર્શી છે. તેઓ એટલા જ સમર્થ લેખક અને સાહિત્યકાર છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ આ તેમની સુપ્રસિદ્ધ નવલક્થા છે. આવી વ્યકિતની શિક્ષણમંત્રી તરીકે વરણી થતાં યોગ્ય વ્યક્તિની યોગ્યસ્થાને નિમણૂક થયાનો આપણે સંતાષ તથા આનંદ અનુભવીએ છીએ. આશા રાખીએ કે આજના અસ્તવ્યસ્ત બનેલા શિક્ષણકાર્યને તેમના સૂત્રધારણથી નવા વળાંક મળશે અને નવી ચેતના પ્રાપ્ત થશે. શ્રી મનુભાઇ પંચાળી આપણા સર્વના આદરપાત્ર હોઇને આપણા અભિનન્દન અને શુભેચ્છાના અધિકારી છે.
સર્વોદય કાર્યકર શ્રી અલ્પાસાહેબ પટવર્ધનના સ્વર્ગવાસ
જાણીતા સર્વોદય કાર્યકર શ્રી અપ્પાસાહેબ પટવર્ધનનું લગભગ ૭૫ વર્ષની ઉમ્મરે એકાદ મહિનાની માંદગી ભાગવ્યા બાદ પૂના ખાતે ક્ષયની બિમારીના પરિણામે અવસાન થતાં આપણા દેશને એક ચુસ્ત ગાંધીવાદી લોકસેવકની ખોટ પડી છે. તેમની સાથે મારા વર્ષો જૂના સંબંધ હતા. હું ૧૯૧૪ માં એલ. એલ. બી. ના અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ એલ્ફિન્સ્ટન કાલેજમાં બી. એ. ના અભ્યાસ કરતા હતા અને કાલેજની હાલમાં અમે સાથે રહેતા હતા. પ્રારંભથી તેમણે સેવાપરાયણ જીવનનો સ્વીકાર કરેલા. મારા સ્મરણ મુજબ તેઓ કેટલાક સમય ગાંધીજી સાથે સત્યાગ્રહ આશ્રામમાં રહેલા. પૂ. વિનોબાજીના સર્વોદય આન્દોલનને તેમણે પૂરા આદર્શથી અપનાવેલું. રત્નાગિરિ જિલ્લામાં ગાપુરી ખાતે તેમણે વર્ષો પહેલાં આકામ શરૂ કર્યો હતો. પાછળનાં વર્ષોમાં ચલણી નાણાંના અવમૂલ્યનને લગતી પ્રવૃત્તિ તેમણે હાથ રેલી. અને આ તેમની પ્રવૃત્તિને વિનોબાજીનું સમર્થન હતું. તેમનું જીવન ત્યાગ અને તપસ્યાથી સભર હતું. તેઓ બાળબ્રહ્મચારી હતા. અનવરત લોકસેવાથી સમૃદ્ધ એવું દીર્ઘજીવન જીવીને તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. આ જે આછા સ્મરણાના આધારે મે ઉપરની નોંધ લખી છે. કોઇ નિકટવર્તી મિત્ર તેમના જીવનની વિગતવાર રૂપરેખા પ્રગટ કરશે તે તે અનેક યુવાનો માટે પ્રેરણાદાયી બનશે. અનન્તકાળમાં વિલીન થયેલા એમના આત્માને આપણાં અનેક વન્દન હો!
ગૃહસ્થાશ્રામી સંન્યાસી હોઇ શકે?
મે તા. ૧૬-૨-૭૧ ના ‘બુદ્ધ જીવન’માં શ્રી ધર્મિષ્ટાબહેનના પત્રના જવાબમાં એ મતલબનું વિધાન કર્યું છે કે સંન્યાસ ગૃહસ્થજીવનના સંપૂર્ણ ત્યાગ ઉપર આધારિત છે અને જે કોઇ વ્યકિત ગૃહસ્થાશ્રમી હોય તેને આપણે સંન્યાસી કહી ન શકીએ.
આ વિધાનના અનુસંધાનમાં એક મિત્ર જણાવે છે કે પહેલાંના જમાનામાં સંન્યાસી પરણતાં જ હતા અનેતે રીતે સેવા કરતા હતા. અત્યારે પણ સ્વામીનારાયણમાં સાધુઓ પરણતાં નથી અને તેમને કંચન અને કામિની વર્જ્ય લેખાય છે તેમ છતાં વડા ગૃહસ્થી હોય છે અને તેમના વડા પુત્ર જ વડા થઇ શકે, જેમ વડતાલની ગાદી ઉપર છે તેમ. આના જવાબમાં જણાવવાનું કે પહેલાના જમાનામાં સંન્યાસી પરણતાં જ હતા એ વિધાન સર્વથા ખાટું છે. હિંદુ ધર્મમાં જે ચાર
ها
૨૫૭
✩
આશ્રમેા છે. તેમાં અન્તિમ આશ્રમ સંન્યાસીના છે અને તે આામમાં ગૃહસ્થાશ્રમનો ત્યાગ વિવક્ષિત છે. જૂના કાળમાં અમુક ઋષિએ ગૃહસ્થાશ્રામી હતા અને ગુરૂપદ ભાગવતા હતા, પણ સમય જતાં અને આપણા દેશમાં હ્રામણ સંસ્કૃતિના ઉદ્ભવ થતાં અને પ્રતિષ્ઠા થવાના પરિણામે સંન્યાસ શબ્દનો અર્થ વધારે નિશ્ચિત આકાર ધારણ કરતો ગયો અને સંસારથી સર્વથા વિરકત એવા અર્થના વાચક બન્યો. એટલું જ નહિ પણ તેના તેવા અર્થ સ્થિર સદાને માટે થયો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના વડા ગૃહસ્થી છે એ બરોબર છે પણ તે સંન્યાસી તરીકે ઓળખાતા નથી.
પરમાનંદ
નફાની પરાકાષ્ટા !
તા. ૫-૨-૭૧ ના ‘જન્મભૂમિ’માં ગેસ કંપનીઓ ગેસના સીલિન્ડરો પ્રજાને આપે છે એ અંગેનો અહેવાલ પ્રગટ થયો છે, અને તેમાં જણાવવામાં આવ્યું છે કે શ્રી શાંતિલાલ શાહ સમિતિએ એક સીલિન્ડર દીઠ રૂપિયા ત્રણ ઘટાડવાની ભલામણ કરી છે તેને એક વર્ષ વિતી ગયું છે છતાં એ ભાવઘટાડો હજુ અમલમાં આવ્યો નથી. તેનું કારણ એમ દર્શાવવામાં આવ્યું છે કે દિલ્હીના કાર્યવાહકોને કંપની સાથે વાટાઘાટ કરવાનો સમય હજુ મળ્યા નથી.--ભારે આશ્ચર્યની વાત ગણાય. પ્રજાને જેને લીધે લાખાના ફાયદા થવાના છે એવા એક જ નિર્ણય લેવા માટેની વાટાઘાટો કરવા માટે દિલ્હીના તંત્રને એક વર્ષ જેટલા લાંબા ગાળા સુધી સમય ન મળે! શું કુંભકર્ણની નિદ્રાની લોકોકિત આ લોકો સાચી પાડી રહ્યા છે એમ નથી લાગતું? અને આ જ તંત્ર, લાશાહી સમાજવાદનું ગાણું ગાતા થાકતું નથી. આ લોકોના લોકશાહી સમાજવાદ કેવા છે તે જાણવા માટે ઉપરનો એકજ દાખલા પ્રજા માટે પૂરતો નથી શું ?
આ ઉપરાંત એ જ સમાચારમાં જે બીજી વાત કરવામાં આવી છે તે વાંચીને તે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે. જે સરકાર લાશાહી સમાજવાદના ધારણે ચાલે છે એ સરકાર આવી ગેસ કંપ નીઓને કેટલા ટકા નફા કરવા દે છે એ વાત પણ જાણવા જેવી છે. એ સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે એક સીલિન્ડરમાં જેટલા ગેસ ભરવામાં આવે છે તેની કીંમત તે કંપનીને એકથી સવા રૂપિયો પડે છે અને સરકારી ટૅક્સ અને નફા સાથે તે કંપની ગ્રાહકો પાસેથી રૂા. ૧૮.૭૪ વસૂલ કરે છે. આ રીતે પડતર કીંમત ઉપર ૧૪૫૦ ટકાનો વધારો થયો. લોકશાહી સમાજવાદના ધોરણે ચાલતી સરકારના માફ ન કરી શકાય એવા આ ગુના ન ગણાય? આ રીતે સરકાર પ્રજાની ભયંકર ઉપેક્ષા કરી રહી છે. એ જ રીતે ગ્યાસતેલની પડતર કીમત પણ લીટરે ૧૨ પૈસા થાય છે એમ એક વખત લેાકસભામાં ગણતરી કરવામાં આવી હતી. તેમાં વેરાઓ અને નફો ચડાવીને તેના પણ પ્રજા પાસેથી એક લીટરના ૫૫ પૈસા વસૂલ કરવામાં આવે છે. શું આને પણ ખુલ્લેઆમની લૂંટ ન કહેવાય ? અને ઘણી વખત ગ્યાસતેલની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે ત્યારે તો આનાથી પણ ઘણા વધારે ભાવ વસૂલ કરવામાં આવતા હોય છે. રેશનીંગમાં અપાતા સાવ હલકા પ્રકારના અનાજના ભાવ પણ કેટલા બધા વધારી મુકવામાં આવ્યા છે? આ રીતે પ્રજાની હાલાકી કયાં સુધી ચાલુ રહેવાની છે એના જવાબ કોની પાસે માગવા ? જીવનજરૂરિયાતની ખાસ ચીજો ઉપર તે સરકારે પૂરનું લક્ષ્ય આપવું જોઇએ અને એવી ચીજો વ્યાજબી ભાવે પ્રજાને સુલભ બને એવું આયોજન ગેાઠવવું જોઇએ. જે એમ નહિ કરવામાં આવે તો પ્રજા કાંઇ હંમેશને માટે મુર્ખ બનવા તૈયાર નહિ જ થાય. અને આનાં પરિણામે પછી તે વિપરીત જ આવે એવી પૂરી શક્યતા છે. આવા સમયને આવતા રોકવા માટે પણ સરકાર જાગૃતિ દાખવે એવી અપેક્ષા અસ્થાને નહિ ગણાય .
અને હવે તે નવી ચૂંટાયલી લોકસભામાં ઈન્દિરાજીને અભૂતપૂર્વ કહી શકાય એવી બહુમતી પ્રાપ્ત થઈ છે અને કોઈની રોકટોનો હવે તેમને ભય રહ્યો નથી. એટલે પ્રજાને તેમણે આપેલાં વચના પ્રમાણે જીવનની જરૂરિયાતની વસ્તુ પ્રજાને સહેલાઈથી અને વ્યાજબી દામે મળે એ કામ તેમણે સૌથી પ્રથમ કરવાનું રહેશે. અને તેમ કરવામાં તે સફળ થાય એમ પ્રભુને પ્રાર્થીએ. શાન્તિલાલ ટી. શેઠ