SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ પ્રબુધ જીવન તા૧૯-૩-૧૯૭૧ કરતાં કહ્યું, “કાકાસાહેબની પ્રતિભા સર્વતોમુખી હતી. તેઓ આ યુગના શ્રેષ્ઠ મૌલિક ચિન્તક બની શક્યા હોત, પરંતુ એમણે ગાંધીવાદ સાથે એટલું તાદામ્ય સાધી લીધું છે કે ગાંધી - વિચારનું ભાષ્ય લખવું એ જ એમણે પોતાનું જીવનકાર્ય બનાવી દીધું છે.” આ ઉપર બીજા કોઈકે કહ્યું, “કાકાસાહેબે પોતાની બધી મૌલિકતા ગાંધીજીને ઓળખવામાં ને અપનાવવામાં વાપરી કાઢી છે. એમાં જ તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે, પછી આપણી ફરિયાદને શે અર્થ છે?” વાત મારા કાન સુધી પહોંચતા મેં એમને કહ્યું કે જો આપની વાત ખરી હોત, તે હું પ્રસન્ન થતું. ગાંધીજીની સાથે વિચારમાં પણ તાદાત્મ પામવું સહેલું નથી. જો એ હું સાધી શકું તે ધન્યતા માનું, પરંતુ એમ નથી. ગાંધીજીનું જીવન - દર્શન મને ગમી ગયું છે, ફાવી ગયું છે. પરંતુ તેમની કેટલીય વાત હું માન્ય કરી શકતો નથી. પિતાના મનની અને અનુભવની વાત કરતાં કરતાં વચમાં વચમાં હું ગાંધીજીના વિચારે લાવું છું તેમાં મારી ફતશતાબુદ્ધિ છે. જે કંઇ હું એમના દ્વારા પાપે તેને સ્વીકાર કરવામાં સંકોચ શા માટે રાખું? પણ જ્યાં હું એમની ભૂમિકાનું સમર્થન કરૂં છું ત્યાં આધાર તે મારા અનુભવ અને ચિત્તનને જ હોય છે. અહીં એક નાનકડા કિસ્સો આપવો ઉચિત થશે. ૧૯૩૦માં જ્યારે ગાંધીજીને ન્યાયાલયમાંથી સજા અપાવ્યા વગર જ યરવડા જેલમાં રાજનૈતિક કેદીના રૂપમાં રાખવામાં આવ્યા, ત્યારે નિયમાનુસાર તેમની સાથે એક સાથી આપ એવી અવશ્યકતા ઊભી થઇ. ‘ઇસ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝર્સે કર્નલ ડોયલ મને ઓળખતા હતા. તેમણે મને સાબરમતી જેલમાંથી યરવડા જેલમાં ગાંધીજીની પાસે મેકલ. ચારપાંચ મહિના હું જ એક્લો ગાંધીજીને સાથી રહ્યો. - જ્યાં એક બાજુથી એમની સેવા કરી ત્યાં એમની સાથે ચર્ચાએ પણ ઓછી ન કરી.. ચર્ચામાં હું એમને અહિંસાના જુદા જુદા પાસાઓ પર પ્રશ્ન પૂછતો હતો. વિશાળ માનવજીવનનું એક પણ ક્ષેત્ર મેં બાકી નહોતું રાખ્યું. આહાર-વ્યવહારથી માંડીને વિશ્વસમન્વય અને વિશ્વસરકારની સ્થાપના સુધીના અનેક સવાલ પૂછી નાખ્યા. પૂછતે જ રહ્યો. એક દિવસ એ જરાક છેડાયા. કહેવા લાગ્યા, “કયાંસુધી પ્રશ્ન પૂછતા રહેશો ? માની લીધું કે મારા દ્વારા તમને અહિસા - દષ્ટિ મળી. પણ તે તમારી પણ થઈ કે નહિ? મારી અહિસાદષ્ટિ લઈને કયાંસુધી ચાલશે? અગર તે તમારી પણ થઈ છે, તે તેના પ્રયોગ તમે પિતે પણ કશે. સંભવિત છે કે તમારું અહિંસા- દર્શન મારા દર્શનથી કંઈક ભિન્ન • જુદું પણ હોય. તેય એમાં શું બગડયું? તમારે તે તમારી જ અહિંસાનું પાલન કરવાનું છે અને પ્રચાર પણ એને જ કરવાનું છે. મારાથીએ જુદું પડે છે કંઈ બગડવાનું નથી.” - ગાંધીજીની આ ઉદારતા હું જાણતો હતો. એને ઉદારતા પણ કેમ કહું? તેઓ ઈચ્છતા હતા કે દરેક મનુષ્ય પોતાના સત્ય પ્રત્યે નિષ્ઠાવાન બને. પરંતુ એમની ટીકા મને ખટકી. મેં કહ્યું, “આપની ટીકા મને લાગુ નથી પડતી. હું આપની પાસે આવ્યું, ત્યારે કંઈ બાળક નહોતે. અહિંસાની કદર કરવાવાળે છતાં હિંસામાં વિશ્વાસ કરવાવાળા ક્રાંતિકારી હતે. આપની દરેક વાતને હું અનુભવ અને ચિંતનની કસોટી પર કસતો આ છું. અનેક જગ્યાએ મારા વિચાર આપનાથી જુદા છે. પૂરેપૂરી રીતે આપની વાત સ્વીકારી લેવાનો નિશ્ચય કરું, તો પણ એ શક્ય નથી. મારા પિતાને અનુભવ પણ રવતંત્ર છે. “પરંતુ કર્મલ ડાયેલની કૃપાથી મને એકલાને આપનું સાનિધ્ય મળી રહ્યું છે, તો એ એકાધિકારને લાભ કેમ ન ઊઠાવું? વિશાળ માનવજીવનનાં બધાં ક્ષેત્રમાં આપના વિચાર અને આપની દષ્ટિ સમજવાને દેવ - દુર્લભ અવસર મને સાંપડયો છે, તે આપને દિનરાત પરેશાન કેમ ન કરું? પરંતુ ગ્રહણ એટલું જ કરીશ જેટલું મારા જીવનાનુભવની સાથે ઠીક રીતે બેસી શકશે, બંધબેસતું હશે.” મેં મારે જવાબ કંઈક તેરમાં આપ્યો હતો, પણ એમને સંતોષ થશે. કહેવા લાગ્યા, “આમ હોય તે ઠીક જ છે. હવે ઈચછામાં આવે એટલા સવાલ પૂછે.” અને ખરેખર! તે દિવસથી ખૂબ પ્રસન્નતાથી. મારા સવાલોના જવાબ તે વિસ્તારથી આપવા લાગ્યા. પિતાના જીવનાનુભવ પણ બતાવવા લાગ્યા. મારા માટે યરવડા જેલ સત્સંગ અને ગુરુગ્રહનિવાસ સિદ્ધ થશે. જે દિવસે મારી સજા પૂરી થઈ, તે દિવસે હું ખરેખર રડો કે આ અવસર જિદગીમાં ફરી ફરી કયારે સાંપડવાને છે? નહોતા ગાંધીજી ઈચછના કે હું એમનું ગ્રામીફીન બને અને ન તો મારા માટે પણ એવું થવું શકય હતું. ગાંધીજી પ્રત્યે હું એ માટે કૃતજ્ઞ છું કે આશ્રમમાં રહીને હું મારા જ જીવનપ્રયોગ કરી શકો અને ગાંધીજીએ મારા પર પૂરો વિશ્વાસ રાખીને આવા પ્રયોગો પાર પાડવાને અવસર આપે. ૩૦ - ૩૫ વર્ષ સુધી બધી ચીજોને વિશે વિચાર - વિનિમય કરવાને તેમણે અવસર આપ્યું. આ વાત મારા જીવનમાં અનન્ય હતી. - વિચારભેદ અને દષ્ટિભેદની ચર્ચા રનમે ખુલ્લા હૃદયથી કરતા હતા અને ગાંધીજી અમને પ્રસન્નતાથી પ્રેત્સાહન આપતા હતા.' મારા જીવન પર પ્રથમ અસર થઈ મહારાષ્ટ્રના સંત સાહિત્યની. તે પછી બિલકુલ વિરોધી અસર થઈ યુરોપના બુદ્ધિવાદી લોકોની અને અમારા પ્રિન્સિપલ ફંગલર પરાંજપેની. હું પૂરેપૂર. સંશયવાદી નાસ્તિક બની ગયે. એ કાળની અને એ અવસ્થાની મને તલમાત્ર શરમ નથી. મારી ઉતકટ તર્કબુદ્ધિ, પ્રખર જિજ્ઞાસા જ મને આગળ ને આગળ લઈ ચાલી. એ પછી બ્રહ્મસમાજ, પ્રાર્થના સમાજ દ્વારા મારી ઈશ્વરના જાગૃત થઈ. એ પછી મને ઘેરી લીધો સ્વામી વિવેકાનંદના સાહિત્ય. ક્રાંતિકારી દિવસમાં લાલ - બાલ. પાલની અસર તે અમારા સંપૂર્ણ યુગ પર હતી જ. આ જ વાયુમંડળમાં શ્રી અરવિંદ ઘોષને ભક્ત બન્યો. ત્યારે તેઓ યેગી નહીં પણ “નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન” માં પ્રોફેસર હતા. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું જીવનદર્શન પણ મને પ્રિય હતું. વેદાન્તને પૂરેપૂરો સ્વીકાર કર્યા બાદ મેં ભગવાન બુદ્ધનું જીવન અને એમનું તત્વજ્ઞાન વાંચ્યું. એને માટે હું મારા સ્નેહી સ્વર્ગીય ધર્માનંદ કોસંબી પ્રત્યે કૃતજ્ઞ છું. વેદાંત અને બૌદ્ધદર્શનની મદદથી સનાતન ધર્મના રહસ્યને સારી રીતે સમજી શક્યો. લોકમાન્ય તિલકના કાતિકારી દળને તે હું સક્રિય સભ્ય હતો જ. એ કાતિની સફળતાની બાબતમાં હું પહેલાં શંકિત થયે, પછી નિરાશ થયે, અને એવા અંધકારમાં જ હિમાલયમાં જઈને મેં સાધના કરી, જેમાં શુદ્ધ શાકત અંશ પણ હતો જ. ' અર્થાત વામાચારી સાધનાનું એમાં નામનિશાન ન હતું. એ આયનાના અંતમાં મેં વિચાર્યું કે કાં તે રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં કામ કરે અથવા તે સ્વામી વિવેકાનંદના શ્રી રામકૃષ્ણ મિશનમાં. પરંતુ મારા જીવનસ્વામીએ મારી સામે ગાંધીજીને ખડા કરી દીધા અને એમનામાં મને પોતાને જીવનસમન્વય લાધ્યો. મને મારું જીવનકાર્ય મળી ચૂકયું. અનુવાદક : - મૂળ હિંદી : કુમારી પુષ્પાબહેન જેપી સમાપ્ત કાકાસાહેબ કાલેલકર,
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy