________________
તા. ૧૬-૩-૧૯શ
પ્રકૃદ્ધ જીવન
૨૫૫
આ સ્વીકૃતિની પહેલી બૂરી અસર જનમાનસમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. - (૧) એનું ધ્યાન વાસ્તવિક ગુણામાંથી વિચલિત થઈને વેશભૂષા પર ચાલી ગયું છે. દરેક સમાજમાં શ્રદ્ધાળુ ધનિકવર્ગ આ વર્ગની પૂજા પ્રતિષ્ઠા વિગેરેના મિથ્યા - પ્રદર્શનોમાં જેટલો ખર્ચ કરે છે એટલે ખર વિદ્યા અથવા સમાજોપયોગી કાર્યોમાં નથી કરતે. દાન આપેલા રૂપિયાની મોટી રકમ નકામી વાતેમાં નિરર્થક ખર્ચાતી હોય છે.
(૨) ધર્મને વાસતવિક ઉદ્દેશ હદયશુદ્ધિ છે. જે વ્યકિત રાગ, પ, અહંકાર, લોભ વિગેરે દુર્ગુણથી ઉપર ગઈ છે તે ધર્માત્મા છે. પરંતુ વેશભૂષાના કારણે આપણી દષ્ટિ ગુણે તરફ રહી નથી. ગૃહસ્થવેશ ધરાવતી વ્યકિત ભલે ગમે તેટલી સુચરિત્ર અથવા ગુણસંપન્ન હોય, પરંતુ સાધુવેશધારીની તુલનામાં તેને ગૌણ સમજવામાં આવે છે.
(૩) જો વાસ્તવિક ગુણો પર ધ્યાન આપવામાં આવે તો નિમિત્તે પરંપરામાં કોઈ ભેદ છે નહિ. અહિંસા, સત્ય, અસ્તેય, પરસ્પર પ્રેમ આદિ ગુણને તો સૌ સારા માને છે. પરંતુ વેશને મહત્વ મળતું હોવાના કારણે આ વસ્તુ તરફથી લક્ષ્ય હઠી ગયું અને સાંપ્રદાયિક ઝગડા શરૂ થયા. જટા રાખવાવાળા શિરમુંડવાવાળાને ત્યાગી માનવા માટે તૈયાર નથી હોતા અને સફેદ કપડાંવાળા ભગવા કપડાં વાળાને ત્યાગી માનવા તૈયાર નથી હોતા.
(૪) અનુયાયીઓ પોતપોતાની પરંપરાને વધારે મહત્ત્વ આપતા થયા. પિતાને સભ્ય ભલે કાંઇ ન જાણતે હોય, ચારિત્રયભ્રષ્ટ હોય, તે પણ તે બીજાઓથી ઊંચે છે એમ મનાવા લાગ્યું.
(૫) ધર્મનું લક્ષ્ય જીવનને સુધારવાનું છે. અને તેને માટે હૃદયની પવિત્રતા આવશ્યક છે. પરંતુ ધર્મજીવી વર્ગે પરલેક અને પિતાની પ્રજાપ્રતિષ્ઠાને વધારે મહત્વ આપવાનું શરૂ કર્યું. એનું પરિણામ એ આવ્યું કે અનુયાયીવર્ગ જૂઠું બોલવામાં એટલો સંકોચ નહિ અનુભવે જેટલે દુરાચારી હોવા છતાં વેશધારીની ઉપેક્ષા કરવામાં સંકોચ અનુભવશે.
(૬) ધર્મસંસ્થાને આદર્શ છે - પ્રાણીમાત્ર સાથે મૈત્રી. અને વેશ બુદ્ધિ-વૈષમ્ય ઉત્પન્ન કરે છે, તેનાથી એક વ્યકિત બીજી વ્યકિતથી પોતાને અલ્પ સમજવા માંડે છે. •
આવા ખોટા પ્રભાવથી ભારતના માનસને બચાવવા માટે એ જરૂરી છે કે, ચારિત્ર્યના ક્ષેત્રમાં વેશની સ્વીકૃતિ બંધ કરવામાં આવે. એને ત્યાગનું પ્રમાણપત્ર માનવામાં ન આવે. જે વ્યકિત વિદ્યા, ત્યાગ વિગેરે ગુણોથી સમ્પન્ન હોય, તે ગમે તે વેશમાં હોય પણ તેને સન્માનની અધિકારી માનવામાં આવે. આમ કરવામાં આવે તે ધર્મ કત આજીવિકાનું સાધન નહિ રહે પણ ચારિત્રશુદ્ધિનું અંગ બની જશે.
કેટલાક લોકો એમ કહેશે કે, અમે અમારું આખું જીવન ધર્મારાધનામાં ગાળવા માંગીએ છીએ એટલા માટે એમને આજીવિકોપાર્જનની ચિતામાંથી મુકત કરવા જ જોઇએ. પણ આ વાત બરાબર નથી. આવી વાતથી ફકત દંભને જ પ્રોત્સાહન મળે છે. જે માણસ આ દિવસ કીર્તન અથવા ધાર્મિક ક્રિયા કરતે રહે છે તે ફકત બહારને જ દેખાવ કરે છે એમ કહેવું જોઇએ. જે વ્યકિત અધ્યાપન, રોગીઓની સેવા અથવા જનકલ્યાણના બીજા કામમાં ઓતપ્રેત છે એવી વ્યકિતની આવશ્યકતા સમાજ પિતાની મેળે જ પૂરી કરતા હોય છે. આવી વ્યકિતને એના માટે વેશની આવશ્યકતા નથી રહેતી. એની વિરુદ્ધ, જે વ્યકિત વેશ ધારણ કરી લે છે તેને આભ્યન્તર શુદ્ધિ ન હોવાનાં કારણે પણ દેખાવ કરવો પડે છે. તે ઉપરથી અસ્વાદ અને વિરકિતનું ગીત ગાય છે. પરંતુ તેના હૃદયમાં
સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની અથવા મનોરંજનની ઇચ્છા થતી હોય છે.
દરેક ધર્મમાં મુકતાવાને સાધનાનું ચરમ લક્ષ્ય માન્યું છે. સમસ્ત અનુષ્ઠાન તેના માટે છે. જૈન ધર્મમાં આવા મહાપુરુષોને સિદ્ધ અથવા મુકત કહેવામાં આવે છે. એના પંદર ભેદ છે. સાધક સ્ત્રી હોય કે પુરુ,૫, ગુહસ્થ હોય કે સાધુ, જૈન મુનિના વેશમાં હોય અથવા અન્ય કોઇ વેશમાં - આવશ્યક ચારિત્ર - શુદ્ધિદ્વારા તે મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં વેશ. કોઇ મહત્વ નથી હોતું. આજે જ્યારે દુરૂપયોગ વધી ગયો છે ત્યારે, આ વાત ખૂબ ખૂબ વિચારણા માગી લે છે. અ...]વાદક
મૂળ હિંદી શાન્તિલાલ ટી. શેઠ
' : ડૉ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી મારા પિતાના જ વિષે
(ગતાંકથી ચાલુ) આ છે - અરોગ્યપ્રદ, કલ્યાણકારી જીવન - ક્રમ! આજે કહી શકીશ “મારામાં લેશમાત્ર દુ:ખ અને નિરાશા-(માયૂસી) કે મમત્વ નથી. ઉત્સાહ અને પ્રસન્નતા કાયમ માટે છે અને નિરાગ્રહ તે મારા જીવનની સાધના છે. આથી હું પ્રસન્નતાપૂર્વક જીવીશ.”
હું તે માનું છું કે જીવનમાં જે જે મુશ્કેલીઓ આવે છે, દુ:ખ સહેવા પડે છે, એ જ છે - સાચું જીવન. આથી ઊલટું જે સુખ મળે છે, સફળતા મળે છે, યશ સાંપડે છે તે બધું જીવન માટે જરૂરી છે ખરું - ડું પિષણ એવાં સુખમાંથી જરૂર સાંપડે છે, પરંતુ સુખમાં ઉન્નતિનાં તત્વો બહુ ઓછાં હોય છે.
પુરુષાર્થ માટે છે - મુશ્કેલીએ, દુ:ખ, જીવનની વિષમતાઓ જયારે સુખ છે - સાંત્વના માત્ર, આશ્વાસન માત્ર. એની પણ આવશ્યકતા છે કિંતુ કિંમત ઘણી ઓછી છે. * કેટલાક લોકો એ પણ જાણવા ચાહે છે કે જીવનમાં હું કોને કૃતજ્ઞ છું?
' જીવનને જે અનુભવ મને મળ્યો અને એમાંથી હું જે મેળવી શક, એને માટે ભલે અંશત: કેમ ન હોય, પરંતુ કેટકેટલાને હું . ખ્ખી છું!
આ જવાબ આપતી વખતે મારી કૃતજ્ઞતાને પરમ સંતોષ સાંપડશે.
આમ તો સંસ્કૃતિ સંવર્ધક સૌ કોનાં આપણે ગણી છીએ પરંતુ જે લોકોએ આપણને પરેશાન કર્યા, આપણા જીવનક્રમમાં વિદને-અડચણ નાખી, એમના પ્રત્યે પણ કૃતજ્ઞતા દાખવવી જોઇએ.
નવલકથાનું જ ઉદાહરણ લોને ! અમાં નાયક, નાયિકા, ઉપનાયક, ઉપનાયિક ઇત્યાદિ સૌની આવશ્યકતા હોય છે, છતાં શ્રેષ્ઠ રચના કયારેય ખલનાયક વગરની રસપૂર્ણ થઇ શકી છે ખરી ? હું જ્યારે મારી જીવનયાત્રા વિશે સંપૂર્ણ ચિંતન કરૂં છું, ત્યારે હિતેચ્છુ અને દુ:ખદાતા બન્ને વિશે સમાન હિતચિતન કરી બન્ને તરફ કૃતજ્ઞ હોવાની સ્થિતિમાં હોઉં છું. છતાં જાહેર રીતે તે હિતેચ્છુ - હિતકર્તાઓ પ્રત્યે જ કૃતજ્ઞતા વ્યકત કરવી જોઇએ. એ નિયમ સારે છે. એમાં મોટા લોકો પણ આવશે અને નાનાઓ પણ. મોટા લોકોનું નામ - નિદર્શન થશે. નાના લોકોનું કેવળ નામ આપવાથી કોઇને જ સંતોષ નહિ થાય અને નાના લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવી હોય તો એમના વ્યકિતત્વનું વર્ણન પણ કરવું પડશે, આવા વ્યકિતત્વને ગીતાએ અધ્યાત્મ કહ્યું છે : (0Hવો swari ) આ બધું કરવું મુશ્કેલ છે. પુરી
હું સૌથી અધિક કૃતજ્ઞ છું ગાંધીજીને, પરંતુ એ વ્યકત કરતાં ખૂબ સંકોચ અનુભવું છું. આનું કારણ પણ જરા વિચિત્ર છે.
બે-ચાર સાહિત્યકારોએ અંદરોઅંદર મારા વિશે વાતચીત
,