SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પ્રબુદ્ધ જીવન સાધુ–સંન્યાસીઓનું વેશ—આધારિત મહત્ત્વ (ડૉ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી તરફથી મળેલા વિચારપ્રેરક લેખ - મૂળ હિંદી - ના ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. —તંત્રી) વ્યકિત – વિશેષને પોલીસના વેશમાં જેઇને જનતાના મનમાં એક પ્રકારના ભય ઉત્પન્ન થાય છે અને નિયમવિરુદ્ધ કામ કરવામાં તે સંકોચ અનુભવે છે. જે સાયકલ પર બેસીને બે જણ જતા હોય તે એક ઊતરી જાય છે. જો મેટરમાં લાઇટ ન હોય તો ડ્રાઇવર તે બરાબર કરી લે છે. જ્યારે શસ્ત્રધારી સૈનિક રસ્તા પર પહેરો ભરતા હોય છે ત્યારે એક પ્રકારની ભયની લાગણી લોકોમાં પ્રવર્તતી જોવા મળે છે, લોકોને ટોળે વળીને ભેગા થતાં અને ઘરની બહાર નીકળતાં ભય લાગે છે. જે કે તે સૈનિક ગાળી ચલાવતા નથી હોતા - કેવળ તેના પ્રદર્શન માત્રથી જ અનિયંત્રિત ભીડની જગ્યાએ નિયંત્રણ આવી જાય છે. એનું કારણ છે રાજ્યસંસ્થા દ્વારા એ પહેરવેશની સ્વીકૃતિ. તેને જુએ છે તે સમજતા હોય છે કે જો તેની વાત નહિં માનવામાં આવે અથવા તેની સાથે ઝઘડો કરીશું તે તેનું પરિણામ પોતાની ગિરફતારીમાં જ આવશે. એ જ વ્યક્તિ જ્યારે સાદા કપડામાં હોય છે ત્યારે કોઇને તેના ડર લાગતો નથી અને તેની હાજરીમાં પણ સૌ સૌની મરજી પ્રમાણે જ વર્તતા હેાય છે. રાજ્યતંત્ર બરાબર ચાલે એ માટૅ ભય અને આતંકને આવશ્યક માનવામાં આવતા હોય છે અને એટલે તેનું પ્રદર્શન કરવામાં આવે છે ત્યાં તેને ખરાબ ગણવામાં નથી આવતું અને આવા પ્રભાવ એ જ વેશનો પડે છે જે વેશ રાજ્યતંત્ર દ્રારા સ્વીકૃત કરવામાં આવ્યો હોય. બીજો વેશ તેના કરતા પણ પ્રભાવશાળી હોય તો પણ તે પ્રભાવ ઉત્પન્ન કરી શકતા નથી. પ્રશ્ન થાય છે કે - ધર્મના ક્ષેત્રે પણ વેશને શા માટે સ્વીકૃતિ આપવામાં આવે છે? ફકત વિશેષ પ્રકારના કપડાં પહેરવાથી જ સાધારણ વ્યકિતને મહાત્મા અને ચરણસ્પર્શના અધિકારી કેમ માનવામાં આવે છે? એને આજીવિકાની ચિન્તામાંથી શા માટે મુકત કરવામાં આવે છે? આ બધાથી તેને ત્યાગ માટે પ્રોત્સાહન મળે છે કે ઢીંગ માટે? જો પ્રત્યેક વ્યકિત માટે કામદ્રારા દ્રવ્યાપાર્જન અનિવાર્ય ગણવામાં આવે તે શું ત્યાગી જીવનમાં કોઇ બાધા ઊભી થશે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ત્યાગીસંસ્થાના ઇતિહાસ ઉપર દષ્ટિપાત કરવા જરૂરી છે. સૌથી પહેલા આપણી સામે વૈદિક યુગ આવે છે. મંત્રકાળમાં લોકો ભેગા મળીને પ્રાકૃતિક શકિતઓની સ્તુતિ કરતા હતા. જરૂર પડે ત્યારે માર્ગદર્શન માટે કોઇ વિદ્યા અને ચારિત્ર્યસંપન્ન 'અનુભવી વ્યકિતને પસંદ કરવામાં આવતી હતી. ત્યારે પુરોહિતના રૂપમાં કોઇ જુદા વર્ગ નહાતા. બ્રાહ્મણ કાળમાં એના પર વર્ગ વિશેષનું આધિપત્ય થઇ ગયું, જેના કેટલાંયે દુષ્પરિણામે આવ્યા: (૧) બ્રાહ્મણવર્ગ જન્મના કારણે જ પોતાને ઉત્કૃષ્ટ માનવા લાગ્યો અને જે પ્રતિષ્ઠા યોગ્યતાના આધાર પર મળવી જોઇતી હતી તે જાતિના આધાર પર મળવા લાગી. વિદ્યા અને ચારિત્ર્યસંપન્ન ક્ષત્રિય અથવા વૈશ્યની તુલનામાં મૂર્ખ અને ચારિત્ર્યહિન હોય એવા બ્રાહ્મણા પણ પેાતાની જાતને ઉત્કૃષ્ટ માનવા લાગ્યા. (૨) દક્ષિણા આપવા વિશેના આગ્રહને બળવત્તર બનાવવામાં આવ્યો એને લીધે વળી નવા પુરાહિત વર્ગની સ્વાર્થવૃત્તિ સંતેષાવા લાગી. બીજી બાજું સુખી લોકોની એ માન્યતા દઢ થતી ચાલી કે ગમે તેટલું મોટું પાપાચરણ કરવામાં આવે પણ દક્ષિણા આપીને યજ્ઞયાગ કરીને શુદ્ધિ મેળવી શકાય છે. પાયાની વસ્તુ માનવીનું ચારિત્ર– તેની ઉપેક્ષા થવા લાગી અને તે વૃત્તિ આજ દિન સુધી ચાલુ રહી. (૩) આને કારણે આચારસહિતાઓ બ્રાહ્મણાના હાથમાં આવી ગઈ કોઈ, પણ અપરાધના પરિણામે બીજા વર્ણો માટે કઠોર શિક્ષાનું વિધાન હતું ત્યાં બ્રાહ્મણી માટે મામુલી શિક્ષા ઠરાવવામાં આવી. તા. ૧૬-૩-૧૯૭૧ સાધન (૪) આ રીતે દંડાંહિતાને પણ સ્વાર્થપૂર્તિનું બનાવવામાં આવ્યું. પ્રાયશ્ચિતાધ્યાયમાં પણ દંડના સ્વરૂપે અલગ અલગ પ્રકારના આકરા નિયમો કરવામાં આવ્યા અને છેવટે એમ જોડી દેવામાં આવ્યું કે, બ્રાહ્મણોને દાન આપવાથી મોટામાં મોટું પાપ પણ ધોવાઇ જાય છે. (૫) પુરોહિત વગે વેદની આજ્ઞાઓને વધારે મહત્વ આપ વાનું શરૂ કર્યું અને ધર્મના વિષયમાં વેદને અંતિમ આધારરૂપ ગણવામાં આવ્યો. આ ઉપરાંત બ્રાહ્મણેત્તર જનતાને તેના પઠન-પાઠનથી વંચિત રાખવામાં આવી, જેથી કોઇ સાચી હકીકત વિશે પણ પોતાના સ્પષ્ટ અભિપ્રાય ઉચ્ચારી શકે નહિ. (૬) જાતિના આધારે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના કારણે બ્રાહ્મણ વર્ગમાં પણ ગંભીર અધ્યયન અને ચારિત્ર દ્રારા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની વૃત્તિ શિથિલ થવા લાગી. કર્યો જૈન, બૌદ્ધ વિગેરે ત્યાગમાર્ગી પરંપરાઓએ આનો વિરોધ અને ચારિત્ર્યશુદ્ધિની ફરીથી પાણ - પ્રતિષ્ઠા કરી. એ કારણે બ્રાહ્મણાનું મહત્વ ઘટતું ચાલ્યું, પરંતુ સમયના વહેણ સાથે આ નવી પર પરાઓ ઉપર પણ વર્ગ - વિશેષે પેાતાનું આધિપત્ય જમાવી દીધું. વૈદિક પરંપરામાં જે મહત્વ જન્મના આધાર પર પ્રાપ્ત થતું હતું, તે અહિં વેશના આધાર પર પ્રાપ્ત થવા લાગ્યું. સંબંધિત સંપ્રદાયો દ્વારા પોતપોતાની નિશ્ચિત વેશભૂષા અપનાવવામાં આવી અને એ કારણે પ્રત્યેક વ્યકિત એમ વિચારતી થઇ કે આને ત્યાગી માનવામાં આવે, ચરણસ્પર્શ કરવામાં આવે અને તે વ્યક્તિમાં વ્યકિતગત વાસ્તવિક ગુણ ન હોય તો પણ તેની દરેક જરૂરિયાતો પૂરી કરવામાં આવે. આ પદ્ધતિનો પ્રભાવ અન્ય વર્ગ ઉપર પણ પડયો અને જે માણસો જાતિ કે વિદ્યાના આધારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાને માટે અસમર્થ હતા તે લોકો વેશના આધારે એવા પ્રયત્નોમાં લાગી ગયા. આને લીધે સેંકડો સંપ્રદાયોનું નિર્માણ થયું અને તે દરેક સંપ્રદાયમાં આવા પ્રકારની વ્યકિતઓની વિશાળ સંખ્યા આજે છે. ભારતભરમાં આવા લોકોની સંખ્યા એક કરોડથી પણ અધિક પ્રમાણમાં છે કે જે લોકો વેશના આધાર ઉપર પોતાને આજીવિકા પાર્જનના ઉત્તરાદાયિત્વથી મુક્ત સમજે છે અને કાંઇ પણ કામ નહિ કરવા છતાં પણ ગૃહસ્થવર્ગ પાસેથી આદર - સન્માન અને આવશ્યકતાપૂતિની આશા રાખે છે. ગામડાંઓમાં દરેક જગ્યા પર આવા દશ્યો જોવા મળે છે. જ્યાં એક ખેડૂત હળ ચલાવતો હોય છે, તેની પત્ની રોટલા લઇને આવે છે અને પસીનાથી રૅન્ઝેબ થયેલા એ બન્ને ઝાડની એક છાયા નીચે વિશામ લે છે, એ અરસામાં એક મહાત્માજી આવે છે. ખેડૂતને ભકત કહીને આશિર્વાદ દે છે, અને ખેડૂત પોતાના રોટલામાંશી અર્ધા ભાગ તેને આપી દે છે. મહત્માજી ખાઇ - પીને થોડો સમય આરામ કરે છે. અને ભકતને આશિર્વાદ આપીને ચાલ્યા જાય છે. શહેરોમાં આ વાત વ્યાપારીઓની સાથે થાય છે. વેપારી પણ પોતાની કમાણીમાંથી ન્યૂનાધિક અંશ આવા સાધુસંતોની આવશ્યકતાપૂતિમાં ખરચતા હોય છે, અને ઉપરાંત હાથ જોડીને તેમને નમન કરે છે અને આદર્શપુરુષ માને છે. આ રીતે નિષ્ક્રિયતાએ સાંસ્કૃતિક શ્રેષ્ઠતાનું રૂપ ધારણ કર્યું અને સારા ભારતની જનતા તેનો જે ઘાતક પ્રભાવ ભોગવી રહી છે તેના સ્પષ્ટિકરણની અહીં કોઇ જરૂર નથી લાગતી. પરિામ કર્યા વગર અને માગીને ખાવામાં કોઇ પણ પ્રકારનો સંકોચ રહ્યો નહિ, એટલું જ નહિ પણ, બૌદ્ધિક દષ્ટિથી જે લોકો પોતા વિશે વિચાર કરનારા છે તેમની તુલનામાં પણ બીજાની વાત માની લેવાવાળાને સારા ગણવામાં આવે છે. 6
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy