________________
Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
બુદ્ધ જીવન
L
પ્રશુદ્ધ જૈન'નું નવસ સ્કરણ વર્ષ ૩૨ : અકાર
શ્રી મુંબઇ જૈન યુવક સૌંઘનુ પાક્ષિક મુખપત્ર
મુંબઇ, માર્ચ ૧૬, ૧૯૭૧, મગળવાર પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રજાના ચૂકાદો
✩
ચૂંટણીના પરિણામેાએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે, કેટલાકને આઘાત લાગ્યો છે, પણ એકદરે પ્રજાએ આવકાર્યા છે. ઇન્દિરા ગાંધીને અભૂતપૂર્વ અકલ્પ્ય વિજય મળ્યો, તે કેમ બન્યું તેનાં કારણાની સમીક્ષા રાજકીય નિરીક્ષકો કરી રહ્યા છે. શાસક કોંગ્રેસે પોતે પણ આટલી મેોટી બહુમતીની આશા રાખી નહિ હોય. આંધી ચડે ત્યારે કોઇક અનામી ઊંચે ચડી જાય, અને કેટલાય નામચીન ઉથલી પડે એવું બન્યું છે. છતાં આ બધું અકસ્માત નથી. ભૂગર્ભ કે વાયુમંડળમાં પરિવર્તન થાય જે અદશ્ય હોવાથી આંધી કે ધરતીકંપ અકસ્માત લાગે છે, તેમ દેશનાં રાજ્કીય અને સામાજિક ક્ષેત્રે જે મહાન પરિવર્તનો થઇ રહ્યા છે અને જે નવાં પરિબળા ઉત્પન્ન થયા છે તેની જેને જાણ નથી અથવા તે સ્વીકારવા તૈયાર ન હતા તેમને આ પરિણામ ગૂઢ રહસ્યમય ઘટના લાગે છે.
ઇન્દિરા ગાંધીના આ અંગત અપૂર્વ અને જ્વલંત વિજ્યું છે તે ખરૂં. તેમના પ્રભાવશાળી વ્યકિત્વનું પ્રજાના મોટા ભાગને આણ રહ્યું છે તે પણ ખરું. પણ આ મુખ્ય કારણ નથી. આમાં કોઇ આંધળી વ્યકિતપૂજા—Pvrsonality Cult નથી. તેમની નીતિ અને કાર્યક્રમ એટલું જ અગત્યનું કારણ છે. આ નીતિ અવિભકત કોંગ્રેસની નીતિ છે - લાશાહી સમાવાદની. પ્રજા ઝડપી પરિવર્તન માગે છે. ઇન્દિરા ગાંધી તેનાં નિમિત્ત કે પ્રતિક છે. તેમણે પ્રજામાં એક આશા - શ્રદ્ધા જન્માવી છે. પ્રજા જે માગે છે તેનો અસરકારક અમલ તે કરશે એવા વિશ્વાસ પેદા કર્યો છે. તેમની સામે જે આક્ષેપેા કરવામાં આવતા હતા કે તેઓ સામ્યવાદી છેઅથવા દેશને સામ્યવાદ તરફ ઘસડી રહ્યા છે, દેશને રશિયાનું ખંડિયા રાજ્ય બનાવી રહ્યા છે, લેાકશાહીના વિરોધી છે, સરમુખત્યાર થવાની મહત્વાકાંક્ષા સેવે છે, તેઓ સત્તા પર આવશે તો આ છેલ્લી ચૂંટણી હશે, આ બધા આક્ષેપોના પ્રજાએ અસ્વીકાર કર્યો છે.
શાસક કોંગ્રેસના આ વિજ્યમાં મોટો ફાળો ચારપક્ષી મેારચાન અને ઇન્દિરા હટાવા - તેનાં એકમાત્ર સૂત્રનો રહ્યો છે. ચારપક્ષી જોડાણથી શાસક કોંગ્રેસ સામેના વિરોધ સબળ થવાને બદલ, નિર્બળ થયો. આ જોડાણથી તેના કોઇ. ભાગીદારને ટેકો મળવાને બદલે, દરેક પર્ફો . ગુમાવ્યું. આ ચારપક્ષી મારચાની સૌથી નબળી કડી સ્વતંત્ર પક્ષ હતો. પ્રજામાં આ પક્ષનું કોઇ સ્થાન ન હતું. આ પક્ષ મૂડીવાદી, સ્થાપિત હિતોનું રક્ષણ કરનાર અને ઉદ્યોગપતિઓ તેમજ રાજા મહારાજાનો પક્ષ છે એમ પ્રજાને લાગ્યું છે. આ પક્ષની નીતિમાં આમજનતાના ક્લ્યાણના માર્ગ પ્રજાને દેખાયો નથી. આવા પક્ષની ભાગીદારી કરી સંસ્થાકૉંગ્રેસ અને જનસંઘ બન્નેએ ગુમાવ્યું છે. રાજકોટની બેઠક ઉપર મસાણીને જ ઊભા રાખવાનો આગ્રહ મોરારજીભાઈએ રાખ્યો ન હોત, અને ગુજરાતના મુખ્ય મંત્રી અને પ્રદેશ સમિતિના પ્રમુખમાં આવા આગ્રહનો
વિરોધ કરવાની હિંમત હોત તો સૌરાષ્ટ્ર, કચ્છ અને કેટલેક દરજ્જે ગુજરાતમાં સંસ્થાકોગ્રેસના જે હાલ થયા તે ન થાત. તે જ હકીકત માયસોરમાં વધારે મારપૂર્વક પુરવાર થઇ. જે બૅ રાજ્યોમાં સંસ્થા કૉંગ્રેસનું બળ હતું તે બન્ને રાજ્યોમાં આ જોડાણથી તેણે ગુમાવ્યું. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કેટલેક દરજજે રાજસ્થાનમાં જનસંઘનું બળ હતું, ત્યાં તેણે ગુમાવ્યું. મુંબઇમાં જ્યોર્જ ફરનાન્ડીઝની બેઠક ઉપર જે નાટક ભજવાયું તેમાં આ મોરચાની તકવાદીતા અને પાળપણ પ્રજાએ જોયું. ઇન્દિરા ગાંધી સામે ધિક્કારની વર્ષા વર્ષાવી તેથી પ્રજામાં સખ્ત અણગમો પેદા યો.
પણ આ મારચાનું એક બીજું પણ પરિણામ આવ્યું. પ્રજાને સ્થિર અને સબળ રાજ્યતંત્ર જોઇએ છીએ. આ ચારપક્ષી જોડાણમાં પરસ્પરનો વિરોધ અને અણવિશ્વાસ ઉંઘાડા પડી ગયાં.
મતદાર માનવામાં આવે છે તેટલા અજ્ઞાન નથી. વિરોધ અને પ્રચારના વંટોળમાં પૂર્ણ, સમજણપૂર્વક મતદાન કર્યું છે. વર્તમાનપત્રાને અને અન્યશા થતા પ્રચાર, જાણકારોની આગાહીઓ, આ બધાના વિચાર કરીએ તો આ પરિણામ શક્ય ન હતું. આ ચૂંટણીએ બતાવ્યું છે કે લોકશાહી પરિબળા આ દેશમાં વધુ સુદૃઢ થયા છે.
આ ચૂંટણી દેશને માટે એક સીમાચિહ્ન છે. ૧૯૬૭ની ચૂંટણી પછીના ચાર વર્ષોમાં દેશમાં ઉત્તરોત્તર વિઘાતક બળોનું જોર વધતું રહ્યું. કામવાઠ, પ્રાન્તવાદ, જાતિવાદ અને હિંસક બળા ફેલાતા રહ્યાં. કેન્દ્રતંત્ર નિર્બળ થયું, રાજ્યો, કેન્દ્ર સામે વધારે સત્તા ભાગવતા થયા અથવા માગણી કરી. રાષ્ટ્રીય એકતા ોખમાઇ. રાષ્ટ્રીય રાજકીય પક્ષા-ખાસ કરી, કોંગ્રેસ છિન્નભિન્ન થયા. સ્થાનિક પક્ષી, શિવસેના, અકાલી, ભારતીય ક્રાન્તિદળ, બંગલા કૉંગ્રેસ, ડી. એમ. કે, ઉત્કલ કૉંગ્રેસ, વિગેરે વધતા રહ્યાં. પક્ષાન્તરો મેટા પાયા પર થયા. અરાજકતા તથા અંધાધૂંધીને ભય પેદા થયો. આ ચૂંટણીના પરિણામે આ બધા અનિષ્ટોને રોકયા છે અને એક નવી દિશામાં દેશ પ્રયાણ શરૂ કરે છે.
ઇન્દિરા ગાંધી સામે આરોપ હતો કે તેમણે કૉંગ્રેસને તોડી. આ ચૂંટણી બતાવે છે કે તેમણે કોંગ્રેસને સમર્થ અને સંગઠીત બનાવી છે. વર્ષોની સત્તા ભાગવ્યા પછી, કૉંગ્રેસ નિષ્પ્રાણ બની હતી. ફ્રી શકિતશાળી રાજકીય પક્ષ બની છે અને સ્વાતંત્ર્ય પછી, ૧૯૬૨ સુધી દેશની એકતા જાળવવામાં કોંગ્રેસના જે મહત્ત્વનો ફાળો હતો તે સ્થાન ફરીથી તેણે પ્રાપ્ત કર્યું છે. કેન્દ્ર સરકાર પ્રભાવશાળી અને સબળ બનશે.
આ ચૂંટણીએ એ પણ બતાવ્યું છે કે પ્રજા કોમવાદી, સામ્યવાદી અને મૂડીવાદી, તત્વોને અસ્વીકાર કરે છે. ચૂંટણીમાં કોમવાદ ઘણા અગત્યતો ભાગ ભજવે છે. આ વખતે તે ઘણું ઓછું થયું છે. ચરણસિંહ, જાટ કોમના આગેવાન તરીકે, તેના બળ ઉપર કાંઇક વ્યૂહ