________________
(૧)
૨૪૮
પ્રભુ
છીએ તે એક જ નટનાગરની લીલા છે. પેાતે જ જીવન છે, મૃત્યુ છે; પોતે જ સેવક છે, સેવ્ય છે; પોતે જ શિકાર છે, શિકારી છે; શાષક છે, શાષિત છે. નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તે “ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કર્યું બ્રહ્મ પાસે.” આ બુદ્ધિ સ્વીકારી લે તો આપણી આજુબાજુ દેખાતી યાતનાઓ, વિસંગતિ, વિષમતાઓ – કશાથી આપણે અકળાઇશું નહિ.
(૩) બધાંને આ માન્યતા ગ્રાહ્ય ન પણ લાગે. તથાપિ શ્રી ચીમનલાલ ચકુભાઇ કહે છે તેમ બ્રહ્માંડનું નિયમન કરનારી શકિત “એ જ કેૉટિની છે જે શકિત આપણા શરીરનું નિયમન કરે છે;” અને એવા નિર્ણય પર તે તર્કપ્રધાન વ્યકિતને પણ આવવું પડે છે. આ શકિત પૂર્ણ છે, આપણે અપૂર્ણ છીએ; આપણે અંશ છીએ, એ અંશી છે. ભકિતની પરિભાષામાં એ ઇશ્વર છે, આપણે જીવ છીએ. આ અપૂર્ણ જીવ, પૂર્ણ એવા ઇશ્વરને કદી પણ પૂરેપૂરો જાણી શકે નહિ. ઇશ્વરને જાણવાના સહેલામાં સહેલા રસ્તો પેાતાને જાણવા (ના ધાય સેલ્ફ)ના છે.
(૪) આ માટે જ અંતર્મુખ થવાની જરૂર છે, અને તેથી જ સ્વ. મલ્લિકજીએ શ્રી મેાતીલાલને અંતર્મુખ થવાની સલાહ આપી હતી. આ જગતમાં મનુષ્યમાત્રને કોઇ પણ વાતની સાએ સા ટકા ખાતરી હોય તો તે પેાતાના અસ્તિત્વની છે. ઇશ્વર છે કે નહિં, તેણાળુ છે કે નહિ, તે પ્રાર્થના સાંભળે છે કે નહિ – એ બધી વાતા શંકાસ્પદ કે ચર્ચાસ્પદ હોઇ શકે છે. પરંતુ મેાતીલાલ છે કે નહિં, ચીમનલાલ છે કે નહિ—એ વાત તે તે વ્યકિત માટે શંકાસ્પદ નથી. આ મેતીલાલ મેં ચીમનલાલ કોણ છે તે જાણવાથી પેાતાની, અન્યની તથા વિશ્વની ચાવી હાથ આવે છે. માટે જ આજના બુદ્ધિપ્રધાન મનુષ્ય માટે શ્રી રમણમહર્ષિના ઉપદેશ બહુ અનુકૂળ છે.
(૫) બુદ્ધિપ્રધાન મનુષ્યોની એક સામાન્ય ભ્રાન્તિ એ હોય છે કે જે કઈ આત્મલક્ષી અગર વ્યકિત – સાપેક્ષ (સબ્જેકિટવ) હોય છે તે કંઇક ઓછું વાસ્તવિક (આછું રિયલ) હોય છે, અને તેથી જ શ્રી મોતીલાલે સંત - મહાત્માઓની આધ્યાત્મિક અનુભૂતિઓ માટે શંકા ઉઠાવી છે કે, “આ બધી કહેવાતી આધ્યાત્મિક અનુભૂતિઓ સબજેકટિવ નથી?” જો કે તેઓ પોતાની જાતને જ પૂછે છે કે મલિકજી જેવાના “અંગત અનુભવને હું કેમ નકારી શ કું?” એમના ભાઇના મૃત્યુપ્રસંગે થયેલું સંવેદન કે પોતાના દીર્ઘ અને સુખી દાંપત્યના વિચાર કરતાં મનમાં જન્મેલી લાગણીએ – એ બધું પણ સબજેકટિવ જ છે ને? છતાં એ કઇ ઓછું વાસ્તવિક નથી. તે મનુષ્યને થયેલી આધ્યાત્મિક અનુભૂતિ વધારે નહિ તો એટલી તા વાસ્તવિક ખરી કે નહિ? મલિકજીએ બતાવેલે રસ્તે ચાલનારને મલિકજીની આત્માનુભૂતિ પણ થઇ શકે. વાચકને એ પણ યાદ દેવડાવું કે મૃગજળ અને મેઘધનુષ્ય ઓબ્જેકટિવ (વ્યકિતત્વનિરપેક્ષ : સબજેકિટવ નહિ) હોવા છતાં પણ ભ્રાન્તિ જ હોય છે, અવાસ્તવિક હોય છે.
જીવન
તા. ૧-૩-૧૯૭૧
ચૈતન્યમય પુષ્ણ (પર્સન) છે, તેથી પ્રાર્થના પણ સાંભળે છે અને ભકતનું રક્ષણ પણ કરે છે. ઇશ્વરના ‘પર્સન' તરીકે વિચાર કરતાં આપણી આંખ આગળ ચાર હાથ છે કે બે હાથવાળી સ્મૃતિ કે સ્થળકાળથી બદ્ધ એવું સ્વરૂપ આવે છે અને તેથી એ કલ્પના સ્વીકાર્ય લાગતી નથી. પરંતુ ઈશ્વર નિરાકાર અને નિર્ગુણ હાવા છતાં સાકાર અને સગુણ હોઈ શકે એવું સમજવા માટે રેડિયો બહુ ઉપયોગી છે. માનો કે અત્યારે અમદાવાદથી એક ગીત ગુજરાતીમાં ગવાઇ રહ્યું છે, મુંબઇથી કંઇ મરાઠી વાર્તાલાપ પ્રસારિત થાય છે, અને દિલ્હીથી અંગ્રેજીમાં સમાચાર અપાય છે, તે આ બધાં જ આંદોલનો આ ક્ષણે જ મારા ઓરડામાં છે; જે રીતે મારા ઓરડામાં છે તે જ રીતે મારા પાડોશીઓના અને વાચકના ઓરડામાં પણ છે– અર્થાત્ એ સર્વવ્યાપી છે; અને આપણે રેડિયો તે તે સ્ટેશન સાથે ટ્યુન કરીએ તે જે સાંભળવું હોય તે સાંભળી શકીએ – એટલે આ આંદોલનો સાકાર પણ છે અને વિશિષ્ટ વ્યકિતત્વવાળા પણ છે. નિરાકાર અને અદશ્ય હોવા છતાં સાકાર અને શ્રાવ્ય છે. જેને આપણે સત્, ચિત્ અને અાનંવ કહીએ છીએ તે આવી જ રીતે (દરેક દાન્તને મર્યાદા તો હોય જ) એક હોવા છતાં . અનેક છે, અને સર્વત્ર પણ છે; પુર્ણ પણ છે.
પણ નાને માંએ મેટી વાતો કરવાનું હવે બંધ કરું. એ પણ કબૂલ કરી લઉં કે જે છે તે અને શા માટે થયો છે? જે દેખાય છે તે એની લીલા જ છે કે એમાં કઇ વિકાસક્રમ (ઇવાલ્યુશન) પણ છે? એ પ્રશ્નો અનુત્તર જ રહે છે. આ પ્રશ્નો અતિપ્રશ્ન છે. આમને જાણ્યા વિના આ પ્રશ્ન ઉકલતા નથી; અને જેણે આત્મા ને જાણ્યો છે તેને આ પ્રશ્નો ઊઠતા નથી.અસ્તુ. કાન્તિલાલ
અમદાવાદ, તા. ૮-૨-૭૧
(૫) પૂનાથી શ્રી ચંદુંલાલ ચીમનલાલ શાહ શ્રીયુત તંત્રી, પ્રબુદ્ધ જીવન' મુંબઈ.
આપના તા. ૧-૨-૭૧ ના અંકમાં શ્રી મોતીલાલ ચીમનલાલ સેતલવડની આત્મકથામાં કાર્યકારણના અફર નિયમ અનુસાર કોઇથી પણ ટાળી ન શકાય એવી એક શકિત આ વિશ્વમાં નિષ્ઠુરપણે કામ કરી રહી છે વિગેરે બાબતો આવી છે. તેના જવાબ એ ર હોઇ શકે કે, કાર્યકારણના અફર નિયમ અનુસાર · આ વિશ્વ કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચ સમવાયી કારણોથી ચાલ્યું આવ્યું છે અને ચાલ્યા કરશે. વિશ્વમાં એવી બીજી કોઈ પણ શકિત નથી, કે જે આ વિશ્વને નષ્ટ કરી શકે. વિશ્વની તમામ બાબતોનું નિર્માણ, નાશ અને સ્થિર રહેવાનું કામ આ પાંચ સમવાયી કારણા દ્વારા જ થાય છે. આ સિવાય વિશ્વમાં બીજી કોઇ સ્વતંત્ર શકિત હોય એમ લાગતું નથી.
દુ:ખ, સુખ, દયા, માયા, પ્રેમ, દ્વેષ, ઇષ્ટ, અનિષ્ટ—આ બધા મનના ભાવ છે, જે મનામાંથી ઉત્પન્ન થાય છે અને મનમાં ભળી જાય છે. આ શકિત આધ્યાત્મિક કે નૈતિક નહિ પણ સ્વાભાવિક છે. પુનર્જન્મનો સિદ્ધાંત ખરા સ્વરૂપમાં સિદ્ધ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક બાબતોનો વિચાર કરવો નકામો છે. પુનર્જન્મ સિદ્ધ થાય તો આધ્યાત્મિક તમામ બાબતોનો યોગ્ય ખુલાસો મળી શકે. આજે અતીન્દ્રિય બાબતા સંબંધમાં રશિયા વિગેરે દેશમાં સંશેાધન થઇ રહ્યું છે.
(૬) શ્રી મોતીલાલ અને શ્રી ચીમનલાલ બંને કાયદાશાઔ છે, તેથી બંનેને નિયમ અને / અથવા કાયદા (કાર્યકારણના અફર નિયમ; મારલ (1)માં અટળ વિશ્વાસ છે. પરંતુ બંને એટલું તા સ્વીકારે છે કે વિશ્વનું નિયમન કરનારી શકિત ચૈતન્યમય છે. આ શકિત ચૈતન્યમય છે, તેથી જ એમાં સંકલ્પશકિત (વિલ) છે, અને તેથી જ પોતે ઘડેલા નિયમા ૐ કાયદાથી એ બંધાયલી નથી, તે માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુંબઇ-૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ−૧
ચંદુલાલ ચીમનલાલ શાહ, જૂના-૨.
12